#InternationalNews Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/internationalnews/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 16 Aug 2025 04:28:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #InternationalNews Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/internationalnews/ 32 32 ટ્રમ્પ-પુતિન બેઠક બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, 100 દેશોને મોટી રાહત https://www.gujaratinside.com/2025/08/16/trump-putin-meeting-crude-oil-price-drop-global-relief/ https://www.gujaratinside.com/2025/08/16/trump-putin-meeting-crude-oil-price-drop-global-relief/#respond Sat, 16 Aug 2025 04:28:15 +0000 https://www.gujaratinside.com/?p=16412 ટ્રમ્પ અને પુતિન વચ્ચે અલાસ્કામાં લગભગ ત્રણ કલાક ચાલીેલી બેઠકમાંથી ભલે કોઈ અંતિમ નિર્ણય ન આવ્યો હોય, પરંતુ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ બેઠક બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકન ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો છે. અમેરિકન ક્રૂડ, જેને WTI તરીકે ઓળખવામાં આવે છે, તેના ભાવ 1.80 ટકા...

The post ટ્રમ્પ-પુતિન બેઠક બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, 100 દેશોને મોટી રાહત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ટ્રમ્પ અને પુતિન વચ્ચે અલાસ્કામાં લગભગ ત્રણ કલાક ચાલીેલી બેઠકમાંથી ભલે કોઈ અંતિમ નિર્ણય ન આવ્યો હોય, પરંતુ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ બેઠક બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકન ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો છે. અમેરિકન ક્રૂડ, જેને WTI તરીકે ઓળખવામાં આવે છે, તેના ભાવ 1.80 ટકા ઘટીને $62.80 પ્રતિ બેરલ પર બંધ થયા. ઓગસ્ટ મહિનામાં અમેરિકન ક્રૂડના ભાવમાં કુલ 9.32 ટકા એટલે કે $6.46 પ્રતિ બેરલ ઘટાડો નોંધાયો છે.

ગલ્ફ દેશોના ક્રૂડ ઓઈલના ભાવમાં પણ દોઢ ટકાનો ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ 1.48 ટકા ઘટીને $65.85 પ્રતિ બેરલ થયા છે. ઓગસ્ટ મહિનામાં બ્રેન્ટ ક્રૂડમાં 9.21 ટકા એટલે કે $6.68 પ્રતિ બેરલ ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોના મતે, આ ઘટાડો ભારત માટે ખૂબ જ સકારાત્મક છે, કારણ કે ભારત ગલ્ફ દેશોમાંથી મોટા પ્રમાણમાં તેલ આયાત કરે છે.

બેઠકમાં મોટાભાગના મુદ્દાઓ પર કોઈ સહમતિ ન આવી, પરંતુ પુતિને ટ્રમ્પને મોસ્કોમાં આગામી બેઠક માટે આમંત્રણ આપ્યું છે. આથી એવું જણાય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિની સંભાવના હજી યથાવત છે. તેલના ભાવમાં આવેલા ઘટાડા એનો સંકેત આપે છે કે તણાવ પૂરેપૂરો નથી પરંતુ વાતચીતના દરવાજા ખુલ્લા છે.

આ બેઠક ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી, કારણ કે જો યુદ્ધવિરામ અંગે કોઈ સકારાત્મક પરિણામ મળ્યું હોત, તો રશિયન તેલ આયાત પર લાદવામાં આવેલા 25 ટકા વધારાના અમેરિકન ટેરિફ દૂર થવાની શક્યતા હતી. હાલ, આ ટેરિફ 28 ઓગસ્ટથી અમલમાં આવશે. જોકે અમેરિકા અને ભારત વચ્ચે ચર્ચા ચાલુ છે અને શક્ય છે કે અમલ પહેલા રાહત મળી શકે.

આ દરમિયાન, એક અહેવાલ મુજબ ઓગસ્ટ મહિનામાં ભારતની રશિયન તેલ આયાતમાં વધારો થયો છે. કેપ્લરના ડેટા મુજબ, ભારત ઓગસ્ટમાં દરરોજ સરેરાશ 2 મિલિયન બેરલ રશિયન ક્રૂડ આયાત કરી રહ્યું છે, જે જુલાઈમાં 1.6 મિલિયન બેરલ હતું. આ વૃદ્ધિ ઇરાક અને સાઉદી અરેબિયાથી આયાતમાં ઘટાડા કારણે થઈ છે.

 

The post ટ્રમ્પ-પુતિન બેઠક બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, 100 દેશોને મોટી રાહત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/trump-putin-meeting-crude-oil-price-drop-global-relief/feed/ 0
ટ્રમ્પનો દાવો: ‘ભારત પર ટેરિફ લગાવ્યા બાદ પુતિન બેઠક માટે તૈયાર થયા’ https://www.gujaratinside.com/2025/08/15/trump-says-putin-agreed-meeting-after-india-tariff/ https://www.gujaratinside.com/2025/08/15/trump-says-putin-agreed-meeting-after-india-tariff/#respond Fri, 15 Aug 2025 05:45:01 +0000 https://www.gujaratinside.com/?p=16316 યુક્રેન સંઘર્ષ વચ્ચે આજે એટલે કે 15 ઓગસ્ટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અલાસ્કામાં મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યા છે. આ બેઠક પહેલા ટ્રમ્પે એક ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પના કહેવા મુજબ, ભારત પર લાગુ કરાયેલા ટેરિફના કારણે પુતિન તેમની સાથે મુલાકાત માટે તૈયાર થયા છે. ટ્રમ્પે એક શોમાં કહ્યું કે...

The post ટ્રમ્પનો દાવો: ‘ભારત પર ટેરિફ લગાવ્યા બાદ પુતિન બેઠક માટે તૈયાર થયા’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
યુક્રેન સંઘર્ષ વચ્ચે આજે એટલે કે 15 ઓગસ્ટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અલાસ્કામાં મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યા છે. આ બેઠક પહેલા ટ્રમ્પે એક ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પના કહેવા મુજબ, ભારત પર લાગુ કરાયેલા ટેરિફના કારણે પુતિન તેમની સાથે મુલાકાત માટે તૈયાર થયા છે.

ટ્રમ્પે એક શોમાં કહ્યું કે દરેક પગલાની અસર પડે છે. ભારત પર વધુ ટેરિફ લગાવ્યા બાદ ભારતે રશિયાથી તેલ ખરીદવાનું બંધ કર્યું, જ્યારે રશિયા વિશ્વનો મોટો તેલ ઉત્પાદક દેશ છે. ભારત રશિયાનો બીજો મોટો બજાર છે અને પ્રથમ ગ્રાહક ગુમાવવાની ભીતિ વચ્ચે બીજો પણ ગુમાવવાનો ખતરો ઉભો થયો, જેના કારણે રશિયાને વાતચીત માટે તૈયાર થવું પડ્યું.

ટ્રમ્પે ફરી એકવાર ભારત-પાકિસ્તાન સંઘર્ષનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેમણે બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધ થતું અટકાવ્યું હતું. તેમનું કહેવું છે કે જો તેમનો હસ્તક્ષેપ ન હોત તો પરિસ્થિતિ ભયંકર બની શકતી હતી.

બેઠક પહેલા યુક્રેન અને રશિયા વચ્ચે હિંસક યુદ્ધ તેજ બન્યું છે. રશિયાએ હવાઈ હુમલામાં યુક્રેનની મિસાઈલ ફેક્ટરીને નાશ કરી દીધી, જે જર્મનીની મદદથી મધ્યમ અંતરની મિસાઈલો બનાવી રહી હતી. યુક્રેનના દાવા મુજબ, રશિયાએ ડ્રોન હુમલાથી અનેક શહેરોને નિશાન બનાવ્યા, જેના કારણે નાગરિકોને ઇજા પહોંચી છે.

 

The post ટ્રમ્પનો દાવો: ‘ભારત પર ટેરિફ લગાવ્યા બાદ પુતિન બેઠક માટે તૈયાર થયા’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/trump-says-putin-agreed-meeting-after-india-tariff/feed/ 0
પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા ઘાના, એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત https://www.gujaratinside.com/2025/07/02/prime-minister-modi-reached-ghana-received-grand-welcome-at-the-airport/ https://www.gujaratinside.com/2025/07/02/prime-minister-modi-reached-ghana-received-grand-welcome-at-the-airport/#respond Wed, 02 Jul 2025 18:01:32 +0000 https://www.gujaratinside.com/?p=14564 પ્રધાનમંત્રી મોદી 5 દેશની મહત્વપૂર્ણ વિદેશ યાત્રાના પ્રથમ તબક્કામાં બુધવાર 2 જુલાઈએ ઘાના પહોંચ્યા. જ્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ પ્રવાસ ભારત અને ઘાનાની વચ્ચે મજબૂત થઈ રહેલા દ્વિપક્ષીય સંબંધોની દિશામાં એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. પીએમ મોદી 30 વર્ષમાં ઘાનાની મુસાફરી કરનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા છે. પીએમ...

The post પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા ઘાના, એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પ્રધાનમંત્રી મોદી 5 દેશની મહત્વપૂર્ણ વિદેશ યાત્રાના પ્રથમ તબક્કામાં બુધવાર 2 જુલાઈએ ઘાના પહોંચ્યા. જ્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ પ્રવાસ ભારત અને ઘાનાની વચ્ચે મજબૂત થઈ રહેલા દ્વિપક્ષીય સંબંધોની દિશામાં એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. પીએમ મોદી 30 વર્ષમાં ઘાનાની મુસાફરી કરનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા છે.

પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનરની સાથે 21 તોપોની સલામી આપવામાં આવી

આ પ્રવાસ ઘાનાના રાષ્ટ્રપતિના ખાસ આમંત્રણ પર થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ મહામાએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યુ અને પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનરની સાથે 21 તોપોની સલામી આપવામાં આવી. વિદેશ મંત્રાલય મુજબ પ્રધાનમંત્રીનો આ પ્રવાસ ભારત-ઘાના સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં કેન્દ્રિત છે. પ્રધાનમંત્રી મોદી પોતાના પ્રવાસ દરમિયાન ઘાનાના રાષ્ટ્રપતિની સાથે રોકાણ, ઊર્જા, સ્વાસ્થ્ય, સુરક્ષા અને વિકાસ જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત વાતચીત કરશે. સાથે જ બંને નેતા આર્થિક અને સંરક્ષણ સહયોગને વધારવા માટે આગળની રણનીતિ નક્કી કરશે.

પ્રધાનમંત્રી મોદીનો પાંચ દેશનો પ્રવાસ 2થી 9 જુલાઈ સુધી ચાલશે, જેમાં તે ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટીના, બ્રાઝિલ અને નામિબિયાનો પ્રવાસ કરશે. આ પ્રવાસનો ઉદ્દેશ્ય ભારતના વૈશ્વિક પ્રભાવને વધુ મજબૂત કરવાનો છે. ઘાના બાદ પીએમ મોદી 3-4 જુલાઈ સુધી ત્રિનિદાદ અને ટોબેગોની મુસાફરી પર રહેશે. જ્યાં તે રાષ્ટ્રપતિ ક્રિસ્ટીન કાર્લા કંગાલૂ અને વડાપ્રધાન કમલા પ્રસાદ-બિસેસર સાથે મુલાકાત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી આર્જેન્ટીના, બ્રાઝિલ અને નામીબિયાની મુલાકાત પર જશે.

The post પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા ઘાના, એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/02/prime-minister-modi-reached-ghana-received-grand-welcome-at-the-airport/feed/ 0