Israel military operation Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/israel-military-operation/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 29 Aug 2025 05:28:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Israel military operation Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/israel-military-operation/ 32 32 ગાઝામાં હિંસક અથડામણ: ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં 71 પેલેસ્ટિનિયનના મોત, ઓપરેશન તેજ https://www.gujaratinside.com/2025/08/29/israel-hamas-conflict-gaza-violence-71-killed/ https://www.gujaratinside.com/2025/08/29/israel-hamas-conflict-gaza-violence-71-killed/#respond Fri, 29 Aug 2025 08:26:05 +0000 https://www.gujaratinside.com/?p=17653 ગાઝા પટ્ટીમાં ઈઝરાયલી સૈન્ય અને હમાસ વચ્ચેની સીધી અથડામણ વધુ ભયાનક બની રહી છે. ગુરુવારે (28 ઓગસ્ટ) રાત્રે ગાઝા સિટી પર થયેલા ઈઝરાયલી બોમ્બમારમાં 16 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. તાજા માહિતી મુજબ, અત્યાર સુધી ગાઝામાં ઈઝરાયલી હુમલાઓમાં કુલ 71 પેલેસ્ટિનિયનના મોત થયા છે. અહેવાલો અનુસાર, ગાઝાના દક્ષિણ ભાગમાં ખોરાક મેળવવા રાહત...

The post ગાઝામાં હિંસક અથડામણ: ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં 71 પેલેસ્ટિનિયનના મોત, ઓપરેશન તેજ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગાઝા પટ્ટીમાં ઈઝરાયલી સૈન્ય અને હમાસ વચ્ચેની સીધી અથડામણ વધુ ભયાનક બની રહી છે. ગુરુવારે (28 ઓગસ્ટ) રાત્રે ગાઝા સિટી પર થયેલા ઈઝરાયલી બોમ્બમારમાં 16 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. તાજા માહિતી મુજબ, અત્યાર સુધી ગાઝામાં ઈઝરાયલી હુમલાઓમાં કુલ 71 પેલેસ્ટિનિયનના મોત થયા છે.

અહેવાલો અનુસાર, ગાઝાના દક્ષિણ ભાગમાં ખોરાક મેળવવા રાહત વિતરણ કેન્દ્ર પર પહોંચેલા નાગરિકો પર પણ ગોળીબાર થયો, જેમાં ચાર લોકો માર્યા ગયા અને 27 ઈજાગ્રસ્ત થયા. ઈઝરાયલની સેનાનું કહેવું છે કે હમાસ અને તેના સંલગ્ન સંગઠનોના માળખાનો સંપૂર્ણ ખાતમો ન થાય ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે.

ઓક્ટોબર 2023થી ચાલતી કાર્યવાહી દરમ્યાન અત્યાર સુધી 62 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા નોંધપાત્ર છે. ખાદ્ય પુરવઠા પર પ્રતિબંધોને કારણે ગાઝામાં કુપોષણની સ્થિતિ ગંભીર બની છે. અત્યાર સુધી કુપોષણ અને ભૂખમરાને કારણે 317 લોકોના મોત થયા છે, જેમાં 121 બાળકોનો સમાવેશ થાય છે.

ઈઝરાયલે ગાઝા શહેરમાં મોટા પાયે ઓપરેશન શરૂ કર્યું છે. સેનાના ટેન્કો શહેરમાં પ્રવેશ્યા છે, ખાલી ઘરો તોડી પાડવામાં આવ્યા છે અને તોપમારો ચાલુ છે. ઘણી જગ્યાએ હમાસના લડાકુઓ અને ઈઝરાયલી સૈનિકો વચ્ચે યુદ્ધ થયું હતું. અહેવાલ મુજબ ઈઝરાયલના ગિવાટી બ્રિગેડે હમાસને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને હથિયારના ડેપોનો નાશ કર્યો છે.

આગળ, ઈઝરાયલ દ્વારા ગાઝાની નાસર હોસ્પિટલ પર બે મિસાઈલ ઝિંકવામાં આવી હતી, જેમાં ચાર પત્રકાર સહિત 19 લોકોના મોત થયા હતા. આ મુદ્દે ઈઝરાયલની સેનાએ કે વડાપ્રધાન કાર્યાલયે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

The post ગાઝામાં હિંસક અથડામણ: ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં 71 પેલેસ્ટિનિયનના મોત, ઓપરેશન તેજ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/israel-hamas-conflict-gaza-violence-71-killed/feed/ 0
ગાઝાપટ્ટીના 75% વિસ્તારમાં ઇઝરાયલનો કબજો, 10,000 હમાસ મથકોનો નાશ https://www.gujaratinside.com/2025/08/21/israel-control-75-percent-gaza-destroys-10000-hamas-sites/ https://www.gujaratinside.com/2025/08/21/israel-control-75-percent-gaza-destroys-10000-hamas-sites/#respond Thu, 21 Aug 2025 15:48:28 +0000 https://www.gujaratinside.com/?p=16905 ઇઝરાયલ: ઇઝરાયલી સેનાએ બુધવારે જણાવ્યું હતું કે, શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ કરવામાં આવેલા પ્રચંડ હુમલામાં માત્ર એક જ દિવસે 200 ત્રાસવાદી મથકોનો નાશ કરાયો છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,000 જેટલા મથકોનો ખાતમો કરવામાં આવ્યો છે. ઇઝરાયલે દાવો કર્યો છે કે ગાઝાપટ્ટીના 75% વિસ્તારમાં હવે તેમનો કબજો છે અને માત્ર 25% વિસ્તાર જ હમાસના...

The post ગાઝાપટ્ટીના 75% વિસ્તારમાં ઇઝરાયલનો કબજો, 10,000 હમાસ મથકોનો નાશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઇઝરાયલ: ઇઝરાયલી સેનાએ બુધવારે જણાવ્યું હતું કે, શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ કરવામાં આવેલા પ્રચંડ હુમલામાં માત્ર એક જ દિવસે 200 ત્રાસવાદી મથકોનો નાશ કરાયો છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,000 જેટલા મથકોનો ખાતમો કરવામાં આવ્યો છે. ઇઝરાયલે દાવો કર્યો છે કે ગાઝાપટ્ટીના 75% વિસ્તારમાં હવે તેમનો કબજો છે અને માત્ર 25% વિસ્તાર જ હમાસના કબજામાં છે.

આ હુમલામાં લગભગ 20,000 સૈનિકો સક્રિય રહ્યાં હતાં અને વધારાના 60,000 સૈનિકોને બોલાવવામાં આવ્યા છે. સેનાએ જણાવ્યું હતું કે આ ઓપરેશનમાં હમાસના ટોચના નેતાઓ સહિત 2,000 ત્રાસવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા નેતાઓ ઇઝરાયલ ઉપર હુમલાનું આયોજન કરતા હતા. નાશ પામેલા મથકોમાં હમાસના મુખ્ય કેમ્પો, શસ્ત્ર ભંડાર અને ભૂગર્ભ ટનલ નેટવર્કનો સમાવેશ થાય છે.

ઇઝરાયલની સેનાએ મોરાગ અને માગન ઓઝ નામના બે નવા કોરિડોર બનાવ્યા છે. હમાસ ઉપર હવાઈ અને જમીન માર્ગે હુમલા ચાલુ છે. કેબિનેટે આ વ્યાપક આક્રમણને મંજૂરી આપી હતી અને તેને “ઓપરેશન ગીડીઓન” નામ આપવામાં આવ્યું છે. હાલ ગાઝાપટ્ટીમાં વિનાશનું ભયંકર દ્રશ્ય જોવા મળી રહ્યું છે.

 

The post ગાઝાપટ્ટીના 75% વિસ્તારમાં ઇઝરાયલનો કબજો, 10,000 હમાસ મથકોનો નાશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/21/israel-control-75-percent-gaza-destroys-10000-hamas-sites/feed/ 0