ISRO future plans Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/isro-future-plans/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 23 Aug 2025 04:47:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png ISRO future plans Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/isro-future-plans/ 32 32 ઈસરોનો મહત્ત્વાકાંક્ષી વિઝન 2047: આગામી 15 વર્ષમાં 100થી વધુ સેટેલાઇટ્સ લોન્ચ કરવાની યોજના https://www.gujaratinside.com/2025/08/23/isro-vision-2047-100-satellites-launch-plan/ https://www.gujaratinside.com/2025/08/23/isro-vision-2047-100-satellites-launch-plan/#respond Sat, 23 Aug 2025 04:47:35 +0000 https://www.gujaratinside.com/?p=17022 ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઈસરો)એ પોતાના ભવિષ્યના આયોજન માટે વિઝન 2047 રજૂ કર્યું છે. અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર નીલેશ દેસાઈએ જણાવ્યું કે આગામી 15 વર્ષમાં એટલે કે 2040 સુધી ઈસરો 100થી વધુ સેટેલાઇટ્સ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ ઉપગ્રહોમાં મોટાભાગના પૃથ્વી અવલોકન ઉપગ્રહો હશે, જે જમીન, મહાસાગર અને વાયુમંડળના પ્રયોગો માટે...

The post ઈસરોનો મહત્ત્વાકાંક્ષી વિઝન 2047: આગામી 15 વર્ષમાં 100થી વધુ સેટેલાઇટ્સ લોન્ચ કરવાની યોજના appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઈસરો)એ પોતાના ભવિષ્યના આયોજન માટે વિઝન 2047 રજૂ કર્યું છે. અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર નીલેશ દેસાઈએ જણાવ્યું કે આગામી 15 વર્ષમાં એટલે કે 2040 સુધી ઈસરો 100થી વધુ સેટેલાઇટ્સ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે.

આ ઉપગ્રહોમાં મોટાભાગના પૃથ્વી અવલોકન ઉપગ્રહો હશે, જે જમીન, મહાસાગર અને વાયુમંડળના પ્રયોગો માટે ઉપયોગમાં લેવાશે. હાલ ઈસરો દર વર્ષે સરેરાશ 5-6 મિશન કરે છે, પરંતુ હવે આ સંખ્યા વધારીને 7-8 મિશન પ્રતિ વર્ષ સુધી લઈ જવામાં આવશે.

ઈસરોના અધ્યક્ષ વી. નારાયણનએ જણાવ્યું કે અંતરિક્ષ ક્ષેત્રમાં બદલાવ ઝડપથી આવી રહ્યો છે અને દેશની જરૂરિયાતો પૂરી કરવા માટે ઈસરોએ પોતાની ગતિ વધારવી જરૂરી છે. આ માટે ખાનગી અંતરિક્ષ કંપનીઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે, જે હાલમાં ભારતમાં 350થી વધુ છે અને નવીન પરિયોજનાઓ પર કામ કરી રહી છે.

નારાયણનએ વધુમાં જણાવ્યું કે ઈસરો સ્વદેશીકરણ પર ભાર આપી રહ્યું છે જેથી નેવિગેશન સિસ્ટમ માટે ઉપયોગમાં આવતી એટોમિક ક્લોક જેવી ટેકનોલોજી પણ ભારતમાં જ ઉત્પાદન કરી શકાય.

વિઝન 2047માં ભવિષ્યના મિશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમ કે ચંદ્રયાન-4 અને 5 (2027-28 સુધીમાં) નમૂના પાછા લાવવાના મિશન હશે, તેમજ 2040માં ચંદ્ર પર માનવ યુક્ત મિશન મોકલવામાં આવશે. આ ઉપરાંત મંગળ ગ્રહ માટેનું પ્રથમ લેન્ડર મિશન પણ રોડમેપમાં સામેલ છે.

ઈસરો આગામી સમયમાં 16 ટેકનોલોજી પ્રદર્શન મિશનો પણ કરશે જે તેની વધતી ક્ષમતા દર્શાવશે.

 

The post ઈસરોનો મહત્ત્વાકાંક્ષી વિઝન 2047: આગામી 15 વર્ષમાં 100થી વધુ સેટેલાઇટ્સ લોન્ચ કરવાની યોજના appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/isro-vision-2047-100-satellites-launch-plan/feed/ 0
2040માં ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્ર પર ઉતરશે: કેન્દ્રિય મંત્રી જીતેન્દ્ર સિંહની સંસદમાં જાહેરાત https://www.gujaratinside.com/2025/08/18/indian-astronaut-to-land-on-moon-by-2040/ https://www.gujaratinside.com/2025/08/18/indian-astronaut-to-land-on-moon-by-2040/#respond Mon, 18 Aug 2025 14:43:08 +0000 https://www.gujaratinside.com/?p=16610 નવી દિલ્હી: સંસદના ગૃહમાં આજે વિપક્ષના સભ્યોએ બિહારમાં મતદાર યાદી સુધારણા (SIR) મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હોવા છતાં, આ હંગામા વચ્ચે અંતરિક્ષ ક્ષેત્રે ભારત માટે એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે સંસદમાં જણાવ્યું કે વર્ષ 2040માં એક ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્રની સપાટી પર ઉતરશે. તેમણે કહ્યું કે આજે આખો...

The post 2040માં ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્ર પર ઉતરશે: કેન્દ્રિય મંત્રી જીતેન્દ્ર સિંહની સંસદમાં જાહેરાત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: સંસદના ગૃહમાં આજે વિપક્ષના સભ્યોએ બિહારમાં મતદાર યાદી સુધારણા (SIR) મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હોવા છતાં, આ હંગામા વચ્ચે અંતરિક્ષ ક્ષેત્રે ભારત માટે એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે સંસદમાં જણાવ્યું કે વર્ષ 2040માં એક ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્રની સપાટી પર ઉતરશે.

તેમણે કહ્યું કે આજે આખો દેશ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાની ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મિશનની સફળતાની ઉજવણી કરી રહ્યો છે, પરંતુ વિપક્ષ હજી પણ હોબાળો કરી રહ્યો છે અને ગૃહમાં ચર્ચા કરવા માટે તૈયાર નથી. જીતેન્દ્ર સિંહે પ્રશ્ન કર્યો કે, “વિપક્ષ અંતરિક્ષ યાત્રીથી કેવી રીતે નારાજ થઈ શકે?”

હંગામાને કારણે સંસદની કાર્યવાહી બે વખત સ્થગિત કરવી પડી હતી. બપોરે 2 વાગ્યે કાર્યવાહી ફરી શરૂ થતાં, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ “ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી – વિકસિત ભારત માટે 2047 સુધીમાં અંતરિક્ષ કાર્યક્રમની મહત્ત્વની ભૂમિકા” વિષય પર ચર્ચા શરૂ કરી હતી. આ ચર્ચા દરમિયાન જીતેન્દ્ર સિંહે અંતરિક્ષ ક્ષેત્રે ભારતના ભવિષ્ય વિશે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી.

 

The post 2040માં ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્ર પર ઉતરશે: કેન્દ્રિય મંત્રી જીતેન્દ્ર સિંહની સંસદમાં જાહેરાત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/indian-astronaut-to-land-on-moon-by-2040/feed/ 0