Jagdeep Dhankhar Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/jagdeep-dhankhar/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 12 Sep 2025 05:41:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Jagdeep Dhankhar Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/jagdeep-dhankhar/ 32 32 સીપી રાધાકૃષ્ણને અપાયું દેશના 15મા ઉપરાષ્ટ્રપતિનું પદ, ભવ્ય શપથ સમારોહ https://www.gujaratinside.com/2025/09/12/cp-radhakrishnan-15th-vice-president-india/ https://www.gujaratinside.com/2025/09/12/cp-radhakrishnan-15th-vice-president-india/#respond Fri, 12 Sep 2025 05:41:49 +0000 https://www.gujaratinside.com/?p=19217 નવી દિલ્હી: સીપી રાધાકૃષ્ણન આજે દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. રાજ્યપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ ગ્રહણ કરાવ્યું, જયાં પીએમ નરેન્દ્ર મોદી, રક્ષણમંત્રી રાજનાથ સિંહ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા. મહત્વપૂર્ણ છે કે જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ આ કાર્યક્રમમાં પહેલીવાર ભાગ લીધો. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં સીપી રાધાકૃષ્ણને એનડીએ ઉમેદવાર...

The post સીપી રાધાકૃષ્ણને અપાયું દેશના 15મા ઉપરાષ્ટ્રપતિનું પદ, ભવ્ય શપથ સમારોહ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: સીપી રાધાકૃષ્ણન આજે દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. રાજ્યપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ ગ્રહણ કરાવ્યું, જયાં પીએમ નરેન્દ્ર મોદી, રક્ષણમંત્રી રાજનાથ સિંહ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા. મહત્વપૂર્ણ છે કે જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ આ કાર્યક્રમમાં પહેલીવાર ભાગ લીધો.

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં સીપી રાધાકૃષ્ણને એનડીએ ઉમેદવાર તરીકે ભાગ લીધો હતો અને તેમને 452 મત મળ્યા, જયાં વિરોધ પક્ષના બી. સુદર્શન રેડ્ડીને 152 મતથી હરનો સામનો કરવો પડ્યો. આ ચૂંટણીમાં લગભગ 15 વિપક્ષી સાંસદોએ ક્રોસ-વોટિંગ કર્યું હોવાનું નોંધાયું.

સીપી રાધાકૃષ્ણને 1978માં થુથુકુડીમાં કે.વી.ઓ. ચિદમ્બરમ કોલેજ (મદુરાઈ યુનિવર્સિટી સાથે જોડાયેલ)માંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (બિબીએ)માં ડિગ્રી મળી હતી. તેઓ ટેબલ ટેનિસ ચેમ્પિયન અને ક્રિકેટ, વોલીબોલમાં રસ ધરાવતા ખેલાડી રહ્યા છે.

તેમણે 1998 અને 1999માં કોઈમ્બતુરથી બે વાર લોકસભામાં ચૂંટાયા હતા અને કાપડ મંત્રાલય પર સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહ્યા છે.

પક્ષ સંગઠનમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. 1996માં તેમણે ભાજપના તમિલનાડુ એકમના સચિવ તરીકે કાર્ય શરૂ કર્યું અને 2007માં પ્રદેશ પ્રમુખ તરીકે 93 દિવસમાં 19,000 કિલોમીટર લાંબી રથયાત્રા યોજી, જેમાં નાગરિક સમાનતા, અસ્પૃશ્યતા, આતંકવાદ અને ડ્રગ્સ જેવા મુદ્દાઓ પર જનજાગૃતિ કરવામાં આવી.

ફેબ્રુઆરી 2023માં તેમને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેલંગાણા અને પુડુચેરીનો વધારાનો કાર્યભાર પણ સંભાળ્યો. જુલાઈ 2024માં તેમને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. તેમની મિલકત 2019ના સોગંદનામા મુજબ લગભગ ₹67 કરોડ છે, જેમાં જંગમ સંપત્તિ ₹7.31 કરોડ છે.

ઉપરાષ્ટ્રપતિ પદની આ ચૂંટણી અગાઉ, 21 જુલાઈ 2025ના રોજ જગદીપ ધનખડે સ્વાસ્થ્યને કારણે પદેથી અચાનક રાજીનામું આપ્યું હતું. આ ઘટનાઓ પછી ઉપપ્રમુખ ચૂંટણી યોજાઈ અને સીપી રાધાકૃષ્ણને જીત મળી.

 

The post સીપી રાધાકૃષ્ણને અપાયું દેશના 15મા ઉપરાષ્ટ્રપતિનું પદ, ભવ્ય શપથ સમારોહ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/12/cp-radhakrishnan-15th-vice-president-india/feed/ 0
ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામા પછી જગદીપ ધનખડ છતરપુર ફાર્મહાઉસમાં શિફ્ટ થશે https://www.gujaratinside.com/2025/09/01/jagdeep-dhankhar-moves-to-chhatarpur-farmhouse-after-resignation/ https://www.gujaratinside.com/2025/09/01/jagdeep-dhankhar-moves-to-chhatarpur-farmhouse-after-resignation/#respond Mon, 01 Sep 2025 11:45:46 +0000 https://www.gujaratinside.com/?p=17981 ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ એક મહિના પછી જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન છોડીને છતરપુર એન્ક્લેવમાં INLD પ્રમુખ અભય ચૌટાલાના ફાર્મહાઉસમાં રહેવા જઈ રહ્યા છે. સોમવારે ધનખડ ધૌલા કુઆન સ્થિત આર્મીના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં ડેન્ટિસ્ટને મળવા માટે બહાર જોવા મળ્યા હતા. સૂત્રો અનુસાર, 21 જુલાઈએ રાજીનામા પછીથી ધનખડ જાહેરમાં ઓછી હાજરી આપી રહ્યા હતા...

The post ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામા પછી જગદીપ ધનખડ છતરપુર ફાર્મહાઉસમાં શિફ્ટ થશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ એક મહિના પછી જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન છોડીને છતરપુર એન્ક્લેવમાં INLD પ્રમુખ અભય ચૌટાલાના ફાર્મહાઉસમાં રહેવા જઈ રહ્યા છે. સોમવારે ધનખડ ધૌલા કુઆન સ્થિત આર્મીના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં ડેન્ટિસ્ટને મળવા માટે બહાર જોવા મળ્યા હતા.

સૂત્રો અનુસાર, 21 જુલાઈએ રાજીનામા પછીથી ધનખડ જાહેરમાં ઓછી હાજરી આપી રહ્યા હતા અને સત્તાવાર નિવાસસ્થાનની અંદર પોતાના પરિવારજનો અને મિત્રો સાથે સમય વિતાવી રહ્યા હતા. હવે તેઓ સુરક્ષા એજન્સીઓને જાણ કરી ચૂક્યા છે કે સાંજે 5 વાગ્યે ગદાઈપુર ડીએલએફ ફાર્મ્સમાં સ્થિત ખાનગી નિવાસસ્થાનમાં શિફ્ટ થશે. ઘણા ઘરગથ્થુ સામાનનું સ્થળાંતર થઈ ગયું છે, જ્યારે થોડો સામાન હજી પણ સરકારી નિવાસસ્થાનના અંદરના એક ફ્લેટમાં રાખવામાં આવ્યો છે.

અભય ચૌટાલાએ પુષ્ટિ કરી કે ધનખડ તેમના ફાર્મહાઉસમાં રહેવા આવશે. તેમણે જણાવ્યું કે, “અમારા જૂના પારિવારિક સંબંધો છે, ધનખડે ઘર માગ્યું નહોતું, પણ મેં પોતે તેમને ઘર ઓફર કર્યું.” ધનખડની પત્ની ગત અઠવાડિયે જયપુર ગયા હતા. જણાવવું જરૂરી છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાવાની છે, અને તે પહેલાં ધનખડે સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવું પડશે.

તેઓ ગત વર્ષના એપ્રિલ મહિનામાં આ નિવાસસ્થાનમાં રહેવા આવ્યા હતા. અત્યારે તેઓ છતરપુર એન્ક્લેવમાં રહેશે જ્યાં સુધી નવું સરકારી નિવાસસ્થાન ન મળે. ઉપરાંત, ગત અઠવાડિયે તેમણે પૂર્વ ધારાસભ્ય તરીકે પેન્શન માટે રાજસ્થાન વિધાનસભા સચિવાલયમાં ફરીથી અરજી પણ કરી હતી.

 

The post ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામા પછી જગદીપ ધનખડ છતરપુર ફાર્મહાઉસમાં શિફ્ટ થશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/jagdeep-dhankhar-moves-to-chhatarpur-farmhouse-after-resignation/feed/ 0
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિધાનસભામાં પેન્શન માટે અરજી કરી, થશે માસિક રૂ. 42,000 https://www.gujaratinside.com/2025/08/30/jagdeep-dhankhar-pension-rajasthan-assembly/ https://www.gujaratinside.com/2025/08/30/jagdeep-dhankhar-pension-rajasthan-assembly/#respond Sat, 30 Aug 2025 13:54:08 +0000 https://www.gujaratinside.com/?p=17799 જગદીપ ધનખડ, ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય, રાજસ્થાન વિધાનસભામાં પૂર્વ ધારાસભ્યો માટેની પેન્શન મેળવવા માટે ફરી ચર્ચામાં આવ્યા છે. ધનખડ 1993માં અજમેર જિલ્લામાં કિશનગઢ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેમના ધારાસભ્ય પદના આધારે તેઓ વિધાનસભાની પેન્શન માટે પાત્ર છે. નિયમ અનુસાર, ધનખડ હાલમાં 74 વર્ષના છે અને તેમને માસિક રૂ. 42,000...

The post પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિધાનસભામાં પેન્શન માટે અરજી કરી, થશે માસિક રૂ. 42,000 appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જગદીપ ધનખડ, ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય, રાજસ્થાન વિધાનસભામાં પૂર્વ ધારાસભ્યો માટેની પેન્શન મેળવવા માટે ફરી ચર્ચામાં આવ્યા છે. ધનખડ 1993માં અજમેર જિલ્લામાં કિશનગઢ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેમના ધારાસભ્ય પદના આધારે તેઓ વિધાનસભાની પેન્શન માટે પાત્ર છે.

નિયમ અનુસાર, ધનખડ હાલમાં 74 વર્ષના છે અને તેમને માસિક રૂ. 42,000 પેન્શન મળશે. રાજસ્થાનમાં નેતાઓ માટે ડબલ અને ટ્રિપલ પેન્શનની વ્યવસ્થા છે, એટલે કે જે વ્યક્તિ સાંસદ અને ધારાસભ્ય બંને રહી ચૂક્યા હોય તેને બંને પદોની પેન્શન પ્રાપ્ત થાય છે. વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાનીએ પેન્શન અરજી મળી હોવાનું અને તે પ્રોસેસિંગમાં હોવાનું પુષ્ટિ આપી છે.

મિત્રત્વે નોંધનીય છે કે, ધનખડએ તાજેતરમાં સ્વાસ્થ્યને કારણે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે 21 જુલાઈએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મર્લૂને પત્ર લખીને રાજીનામાની જાણ કરી હતી. તેમના આ પગલાથી દેશના રાજકારણમાં ચર્ચા ઊભી થઈ હતી, કારણ કે તેમનો કાર્યકાળ હજુ પૂર્ણ નહોતો.

વિપક્ષના નેતાઓએ પણ આ મુદ્દે પ્રશ્નો ઊભા કર્યા છે. લોકસભામાં રાહુલ ગાંધીએ ધનખડને લઈને કેન્દ્ર સરકારને સવાલ કર્યા અને પૂછ્યું કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અચાનક શાંત કેમ થઈ ગયા, અને તેઓ જાહેરમાં એક શબ્દ પણ કેમ નથી બોલી રહ્યા.

The post પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિધાનસભામાં પેન્શન માટે અરજી કરી, થશે માસિક રૂ. 42,000 appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/30/jagdeep-dhankhar-pension-rajasthan-assembly/feed/ 0
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને ટાઇપ 8 બંગલો માટે રાહ જોવી પડશે https://www.gujaratinside.com/2025/08/26/jagdeep-dhankhar-type-8-bungalow-delay/ https://www.gujaratinside.com/2025/08/26/jagdeep-dhankhar-type-8-bungalow-delay/#respond Tue, 26 Aug 2025 12:36:54 +0000 https://www.gujaratinside.com/?p=17377 પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને હાલ સરકારી નિવાસસ્થાન મળ્યું નથી, જેમાં તેઓ ઉપરાષ્ટ્રપતિ તરીકે રહેતા હતા. નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી ટૂંક સમયમાં થવાના કારણે હાલના બંગલોને ખાલી કરવું પડશે અને નવા ઉપરાષ્ટ્રપતિને તે ફાળવવામાં આવશે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ તરીકે તેમને મળવાનું ટાઇપ 8 બંગલો હજુ તૈયાર નથી, તેથી તેમને થોડા મહિના અન્ય નિવાસસ્થાનમાં રહેવું પડશે. અહેવાલો અનુસાર, જગદીપ...

The post પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને ટાઇપ 8 બંગલો માટે રાહ જોવી પડશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને હાલ સરકારી નિવાસસ્થાન મળ્યું નથી, જેમાં તેઓ ઉપરાષ્ટ્રપતિ તરીકે રહેતા હતા. નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી ટૂંક સમયમાં થવાના કારણે હાલના બંગલોને ખાલી કરવું પડશે અને નવા ઉપરાષ્ટ્રપતિને તે ફાળવવામાં આવશે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ તરીકે તેમને મળવાનું ટાઇપ 8 બંગલો હજુ તૈયાર નથી, તેથી તેમને થોડા મહિના અન્ય નિવાસસ્થાનમાં રહેવું પડશે.

અહેવાલો અનુસાર, જગદીપ ધનખડને એપીજે અબ્દુલ કલામ માર્ગ પર બંગલો નં.34 ફાળવવામાં આવશે. હાલ આ બંગલામાં એક કેન્દ્રીય મંત્રી રહે છે. મંત્રી ખાલી કર્યા બાદ બંગલોનું નવીનીકરણ થશે અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિના પ્રોટોકોલ મુજબ તેમાં તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવશે. આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા 4 મહિના લાગી શકે છે.

પૂર્વ પીએમ, પૂર્વ રાષ્ટ્રપતિ અથવા પૂર્વ ઉપરાષ્ટ્રપતિને સામાન્ય રીતે બંગલો ઝડપથી ફાળવવામાં આવે છે, પરંતુ જગદીપ ધનખડના અચાનક રાજીનામાની કારણે હાલ એવી પરિસ્થિતિ સર્જાઇ છે. વર્તમાન સ્થિતિમાં તેમના સામે બે જ વિકલ્પ છે. પહેલો, કામચલાઉ નિવાસસ્થાનમાં રહેવું ત્યાં સુધી કે ટાઇપ 8 બંગલો તૈયાર થાય, અને બીજો, ખાનગી નિવાસસ્થાનની વ્યવસ્થા કરવી. ખાનગી નિવાસસ્થાનમાં સુરક્ષાની ચિંતા રહેશે, જ્યારે સરકારી બંગલોમાં પ્રોટોકોલ મુજબ સંપૂર્ણ સુરક્ષા અને સુવિધાઓ મળશે.

અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે ટાઇપ 8 બંગલો તૈયાર થવામાં ઓછામાં ઓછા 3થી 4 મહિના લાગી શકે છે, અને ત્યાં પહોંચ્યા બાદ જ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ત્યાં નિવાસ કરી શકશે.

 

The post પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને ટાઇપ 8 બંગલો માટે રાહ જોવી પડશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/26/jagdeep-dhankhar-type-8-bungalow-delay/feed/ 0
ધનખડના રાજીનામાથી ભાજપની મુશ્કેલીઓ વધી, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા https://www.gujaratinside.com/2025/07/27/jagdeep-dhankhar-resignation-bjp-president-election-delay/ https://www.gujaratinside.com/2025/07/27/jagdeep-dhankhar-resignation-bjp-president-election-delay/#respond Sun, 27 Jul 2025 16:18:43 +0000 https://www.gujaratinside.com/?p=15615 ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ ભાજપની અંદરની રાજકીય સ્થિતિમાં નવા પડકારો ઉભા થયા છે. પક્ષ હવે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મુદ્દે અસમંજસમાં છે. પહેલાંથી જ આરએસએસ સાથે સહમતિ બનાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરી રહેલું ભાજપ હવે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી પર ફોકસ કરી રહ્યું છે, જેના કારણે અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા છે. નવા અધ્યક્ષ મુદ્દે ચર્ચાઓ...

The post ધનખડના રાજીનામાથી ભાજપની મુશ્કેલીઓ વધી, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ ભાજપની અંદરની રાજકીય સ્થિતિમાં નવા પડકારો ઉભા થયા છે. પક્ષ હવે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મુદ્દે અસમંજસમાં છે. પહેલાંથી જ આરએસએસ સાથે સહમતિ બનાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરી રહેલું ભાજપ હવે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી પર ફોકસ કરી રહ્યું છે, જેના કારણે અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા છે.

નવા અધ્યક્ષ મુદ્દે ચર્ચાઓ અટકી ગઈ છે અને અન્ય રાજ્યોના અધ્યક્ષોની પસંદગીનો મામલો પણ અટવાઈ ગયો છે. ચોમાસુ સત્ર અને બિહાર વિધાનસભા ચૂંટણીના કારણે સંગઠન ચૂંટણી પર કાર્યવાહી થવાની સંભાવના ઓછી છે. બિહારમાં વિપક્ષની મજબૂત રણનીતિને કારણે ભાજપ જેડીયુના નેતૃત્વ હેઠળ ચૂંટણી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ધર્મેન્દ્ર પ્રધાન, શિવરાજસિંહ ચૌહાણ, મનોહર લાલ ખટ્ટર અને ભુપેન્દ્ર યાદવ જેવા દિગ્ગજોના નામ ચર્ચામાં છે. સંગઠનાત્મક અનુભવ, રાજકીય પ્રતિનિધિત્વ અને સામાજિક સંતુલનના આધારે આ નામોને મહત્વ આપવામાં આવી રહ્યું છે.

ભાજપે અત્યાર સુધીમાં 36માંથી 28 રાજ્યોમાં નવા અધ્યક્ષોની જાહેરાત કરી છે, પરંતુ ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને હરિયાણા જેવા મહત્ત્વપૂર્ણ રાજ્યોમાં અધ્યક્ષની વરણી હજી બાકી છે

The post ધનખડના રાજીનામાથી ભાજપની મુશ્કેલીઓ વધી, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/27/jagdeep-dhankhar-resignation-bjp-president-election-delay/feed/ 0
જગદીપ ધનખડનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર, વડાપ્રધાન મોદીએ પણ વ્યક્ત કરી પ્રતિક્રિયા https://www.gujaratinside.com/2025/07/22/jagdeep-dhankhar-resignation-accepted-president-pm-reaction/ https://www.gujaratinside.com/2025/07/22/jagdeep-dhankhar-resignation-accepted-president-pm-reaction/#respond Tue, 22 Jul 2025 08:43:17 +0000 https://www.gujaratinside.com/?p=15084 ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે સાંજે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપીને રાજકીય સરગર્મી ઊભી કરી છે. તેમણે સ્વાસ્થ્યને કારણે રાજીનામું આપ્યાનું કારણ આપ્યું છે. આજે 22 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને ગૃહ મંત્રાલયને આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવ્યું છે. આગામી સમયમાં આ સંબંધિત નોટિફિકેશન જાહેર થવાની શક્યતા...

The post જગદીપ ધનખડનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર, વડાપ્રધાન મોદીએ પણ વ્યક્ત કરી પ્રતિક્રિયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે સાંજે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપીને રાજકીય સરગર્મી ઊભી કરી છે. તેમણે સ્વાસ્થ્યને કારણે રાજીનામું આપ્યાનું કારણ આપ્યું છે. આજે 22 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને ગૃહ મંત્રાલયને આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવ્યું છે. આગામી સમયમાં આ સંબંધિત નોટિફિકેશન જાહેર થવાની શક્યતા છે.

આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એક્સ’ પર પોસ્ટ કરીને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી હતી અને દેશ માટે તેમની સેવાની પ્રશંસા કરી હતી. પદનો પૂર્ણ કાર્યકાળ પૂરાં કર્યા વિના રાજીનામું આપનાર ધનખડ ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. તેમના પૂર્વવર્તી વીવી ગિરી અને ભૈરવસિંહ શેખાવત પણ કાર્યકાળ દરમિયાન રાજીનામું આપી ચૂક્યા છે.

સૂત્રો અનુસાર, સંસદના ચોમાસું સત્રના પહેલા દિવસે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા વચ્ચે થયેલી તીખી ચર્ચાઓ બાદ ઉપરાષ્ટ્રપતિ ધનખડે બધા પક્ષોને ચર્ચા માટે આમંત્રણ આપ્યું હતું. જો કે, ભાજપના શિર્ષ નેતાઓ નડ્ડા અને કિરેન રિજિજૂ આ બેઠકમાં હાજર રહ્યા નહોતા. ત્યારબાદ મોડી સાંજે ધનખડે પોતાના સ્વાસ્થ્યનું કારણ આપીને રાજીનામું આપી દીધું હતું. આ ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ ભાજપના વલણથી નારાજ હતા.

The post જગદીપ ધનખડનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર, વડાપ્રધાન મોદીએ પણ વ્યક્ત કરી પ્રતિક્રિયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/22/jagdeep-dhankhar-resignation-accepted-president-pm-reaction/feed/ 0
આરોગ્યનું કારણ કે રાજકીય દબાણ? જગદીપ ધનખડના અચાનક રાજીનામા પર રાજકીય ચર્ચા ગરમ https://www.gujaratinside.com/2025/07/22/jagdeep-dhankhar-resignation-controversy/ https://www.gujaratinside.com/2025/07/22/jagdeep-dhankhar-resignation-controversy/#respond Tue, 22 Jul 2025 03:30:04 +0000 https://www.gujaratinside.com/?p=15070 ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામું ચોમાસું સત્ર શરૂ થતાં જ બીજા દિવસે આવ્યું છે, જ્યારે પ્રથમ દિવસે તેઓ સંપૂર્ણ રીતે સક્રિય જોવા મળ્યા હતા. રાજીનામાની પાછળ આરોગ્યનું કારણ આપ્યું છે, પણ આ દાવા પર વિપક્ષ અને રાજકીય પંડિતોએ શંકા વ્યક્ત કરી છે. કોંગ્રેસે...

The post આરોગ્યનું કારણ કે રાજકીય દબાણ? જગદીપ ધનખડના અચાનક રાજીનામા પર રાજકીય ચર્ચા ગરમ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામું ચોમાસું સત્ર શરૂ થતાં જ બીજા દિવસે આવ્યું છે, જ્યારે પ્રથમ દિવસે તેઓ સંપૂર્ણ રીતે સક્રિય જોવા મળ્યા હતા. રાજીનામાની પાછળ આરોગ્યનું કારણ આપ્યું છે, પણ આ દાવા પર વિપક્ષ અને રાજકીય પંડિતોએ શંકા વ્યક્ત કરી છે.

કોંગ્રેસે દાવો કર્યો છે કે ધનખડ સંપૂર્ણ સ્વસ્થ હતા અને તેમણે રાજીનામાની ઘોષણાની સાંજના સમયે પણ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. અખિલેશ પ્રસાદ સિંહ, પ્રમોદ તિવારી અને જયરામ રમેશે ધનખડ સાથે મુલાકાત અને ફોન પર વાતચીતની વિગતો આપી છે. જયરામ રમેશે તો સ્પષ્ટપણે કહ્યું કે સાંજે 5 વાગ્યે મુલાકાત થયા બાદ 7:30 વાગે ફોન પર પણ ચર્ચા થઈ હતી, જેમાં કોઈ તબિયત બગડવાની વાત નહોતી.

ઉલ્લેખનીય છે કે ધનખડનો 23 જુલાઈનો જયપુર પ્રવાસ પહેલેથી નક્કી હતો, જેને હવે રદ કરાયો છે. આથી રાજીનામાનું સમયચક્ર પણ શંકાસ્પદ બની રહ્યું છે. જો ખરેખર તબિયત ખરાબ હતી તો સત્ર શરૂ થાય એ પહેલાં રાજીનામું આપવું શક્ય હતું.

આમાંથી આશંકા ઉઠી રહી છે કે શું જગદીપ ધનખડ અને કેન્દ્ર સરકાર વચ્ચે કોઈ અંદરખાને મતભેદ હતા? કે પછી રાજ્યસભાની અધ્યક્ષતામાં થઈ રહેલા નિર્ણયો મુદ્દે મતભેદ ઊભા થયા હતા?

ભારતીય બંધારણ અનુસાર, આગામી 60 દિવસમાં નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજવી પડશે. તે સુધી રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ સંભાળશે.

The post આરોગ્યનું કારણ કે રાજકીય દબાણ? જગદીપ ધનખડના અચાનક રાજીનામા પર રાજકીય ચર્ચા ગરમ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/22/jagdeep-dhankhar-resignation-controversy/feed/ 0