Jaipur building collapse Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/jaipur-building-collapse/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 06 Sep 2025 09:35:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Jaipur building collapse Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/jaipur-building-collapse/ 32 32 જયપુરમાં ચાર માળનું મકાન ધરાશાયી, પિતા-દીકરીના મોત, સાત લોકો કાટમાળમાં દટાયા https://www.gujaratinside.com/2025/09/06/jaipur-building-collapse-father-daughter-death/ https://www.gujaratinside.com/2025/09/06/jaipur-building-collapse-father-daughter-death/#respond Sat, 06 Sep 2025 09:32:03 +0000 https://www.gujaratinside.com/?p=18555 રાજસ્થાનની રાજધાની જયપુરમાં શુક્રવાર રાત્રે એક ભયાનક દુર્ઘટના બની. સુભાષ ચોક સર્કલ નજીક રામકુમાર ધવઈની ગલીમાં આવેલું ચાર માળનું મકાન અચાનક ધરાશાયી થયું, જેના કારણે સમગ્ર મકાન પળવારમાં કાટમાળમાં ફેરવાઈ ગયું. આ દુર્ઘટનામાં 33 વર્ષીય પ્રભાત અને તેની 6 વર્ષની દીકરી પીહૂના કરુણ મોત થયા, જ્યારે સાત લોકો કાટમાળમાં દટાયા હતા. સ્થાનિક લોકો અને રાહતદળના...

The post જયપુરમાં ચાર માળનું મકાન ધરાશાયી, પિતા-દીકરીના મોત, સાત લોકો કાટમાળમાં દટાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાજસ્થાનની રાજધાની જયપુરમાં શુક્રવાર રાત્રે એક ભયાનક દુર્ઘટના બની. સુભાષ ચોક સર્કલ નજીક રામકુમાર ધવઈની ગલીમાં આવેલું ચાર માળનું મકાન અચાનક ધરાશાયી થયું, જેના કારણે સમગ્ર મકાન પળવારમાં કાટમાળમાં ફેરવાઈ ગયું.

આ દુર્ઘટનામાં 33 વર્ષીય પ્રભાત અને તેની 6 વર્ષની દીકરી પીહૂના કરુણ મોત થયા, જ્યારે સાત લોકો કાટમાળમાં દટાયા હતા. સ્થાનિક લોકો અને રાહતદળના ઝડપી પ્રયાસોથી પાંચ લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા, જેમાંથી એકને ગંભીર હાલતમાં SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

દુર્ઘટના રાત્રે લગભગ 12 વાગ્યે બની હતી. ઘટના અંગે જાણ થતા જ પોલીસ, સિવિલ ડિફેન્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી. કાટમાળ ખોદવા માટે JCB સહિતનાં સાધનોની મદદ લેવામાં આવી રહી છે.

મકાન ધરાશાયી થવાને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

The post જયપુરમાં ચાર માળનું મકાન ધરાશાયી, પિતા-દીકરીના મોત, સાત લોકો કાટમાળમાં દટાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/06/jaipur-building-collapse-father-daughter-death/feed/ 0