Jaipur News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/jaipur-news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 18 Sep 2025 12:08:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Jaipur News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/jaipur-news/ 32 32 જયપુરમાં જર્જરિત મકાન ધરાશાયી – વૃદ્ધ મહિલાનું મોત, પુત્રવધૂ ઘાયલ https://www.gujaratinside.com/2025/09/18/jaipur-old-house-collapse-woman-death/ https://www.gujaratinside.com/2025/09/18/jaipur-old-house-collapse-woman-death/#respond Thu, 18 Sep 2025 12:29:45 +0000 https://www.gujaratinside.com/?p=19544 જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરના સુભાષ ચોક વિસ્તારના આમેર રોડ પર ગુરુવારે દુઃખદ ઘટના બની હતી. એક જર્જરિત મકાન ધરાશાયી થતાં 78 વર્ષીય ધન્ની બાઈનું મોત થયું જ્યારે તેની પુત્રવધૂ સુનીતા (35) ગંભીર રીતે ઘાયલ થઈ. કાટમાળ નીચે ફસાયેલા બંને મહિલાઓને પડોશીઓ અને બચાવ દળે બહાર કાઢી SMS હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં ધન્નીબાઈને મૃત જાહેર કરવામાં...

The post જયપુરમાં જર્જરિત મકાન ધરાશાયી – વૃદ્ધ મહિલાનું મોત, પુત્રવધૂ ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરના સુભાષ ચોક વિસ્તારના આમેર રોડ પર ગુરુવારે દુઃખદ ઘટના બની હતી. એક જર્જરિત મકાન ધરાશાયી થતાં 78 વર્ષીય ધન્ની બાઈનું મોત થયું જ્યારે તેની પુત્રવધૂ સુનીતા (35) ગંભીર રીતે ઘાયલ થઈ.

કાટમાળ નીચે ફસાયેલા બંને મહિલાઓને પડોશીઓ અને બચાવ દળે બહાર કાઢી SMS હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં ધન્નીબાઈને મૃત જાહેર કરવામાં આવી. સુનિતાના પગમાં ફ્રેક્ચર હોવાથી સારવાર ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે બે પૌત્રો ઘરની બહાર રમતા હોવાથી સુરક્ષિત રહી શક્યા હતા. ઘટનાસ્થળે પોલીસ, નાગરિક સંરક્ષણ ટીમ અને મ્યુનિસિપલ સ્ટાફે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.

જયપુર હેરિટેજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર સીમા ચૌધરીએ જણાવ્યું હતું કે મકાનમાલિકને મકાનની ખરાબ હાલતને કારણે 12 ઑગસ્ટે ઘર ખાલી કરવા અને તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી.

જોકે, માલિક પ્રદીપ શાહે દાવો કર્યો કે તેમને આવી કોઈ નોટિસ મળી નથી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

 

The post જયપુરમાં જર્જરિત મકાન ધરાશાયી – વૃદ્ધ મહિલાનું મોત, પુત્રવધૂ ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/18/jaipur-old-house-collapse-woman-death/feed/ 0
જયપુરમાં ઓવરસ્પીડ કાર અકસ્માતમાં 7ના કરૂણ મોત, એક જ પરિવારનો સંપુર્ણ વિનાશ https://www.gujaratinside.com/2025/09/14/jaipur-car-accident-7-deaths-family/ https://www.gujaratinside.com/2025/09/14/jaipur-car-accident-7-deaths-family/#respond Sun, 14 Sep 2025 14:15:42 +0000 https://www.gujaratinside.com/?p=19351 રાજસ્થાનના જયપુર શહેરના શિવદાસપુરા વિસ્તારમાં રિંગરોડ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. રવિવારે થયેલ આ અકસ્માતમાં એક ઓવરસ્પીડ કાર અંડરપાસમાં ખાબકી ગઈ, જેમાં એક જ પરિવારના 7 લોકોના મોત થયા. દુર્ઘટનામાં બે બાળકો અને બે મહિલાઓ પણ સામેલ છે, જેના કારણે પરિવારમાં અને તેમના ગામમાં શોકનો માહોલ છે. માહિતી અનુસાર, કાલૂરામ પોતાના પરિવાર સાથે...

The post જયપુરમાં ઓવરસ્પીડ કાર અકસ્માતમાં 7ના કરૂણ મોત, એક જ પરિવારનો સંપુર્ણ વિનાશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાજસ્થાનના જયપુર શહેરના શિવદાસપુરા વિસ્તારમાં રિંગરોડ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. રવિવારે થયેલ આ અકસ્માતમાં એક ઓવરસ્પીડ કાર અંડરપાસમાં ખાબકી ગઈ, જેમાં એક જ પરિવારના 7 લોકોના મોત થયા. દુર્ઘટનામાં બે બાળકો અને બે મહિલાઓ પણ સામેલ છે, જેના કારણે પરિવારમાં અને તેમના ગામમાં શોકનો માહોલ છે.

માહિતી અનુસાર, કાલૂરામ પોતાના પરિવાર સાથે હરિદ્વારથી પરત ફરતા હતા, જ્યાં તેઓ તેમના પિતાની અસ્થિને ગંગામાં વિસર્જિત કર્યા હતા.

શિવદાસપુરા નજીક તેમની ગાડી અચાનક બેકાબૂ થઈને રિંગરોડના ડિવાઇડર સાથે અથડાઈ ગઈ અને લગભગ 16 ફૂટ ઊંડા અંડરપાસમાં ખાબકી. કાર ખાબકતા અંડરપાસમાં પાણી ભરાયું હતું.

દુર્ઘટનામાં શામેલ પરિવારના સભ્યોમાં કાલૂરામ, તેમની પત્ની સીમા, ભાઈ રામરાજ અને પત્ની મધુ, 14 મહિનાનો દીકરો રૂદ્ર, રોહિત અને 3 વર્ષનો દીકરો ગજરાજ સામેલ છે.

આ પરિવાર મૂળ અજમેર જિલ્લાના કેકડીનો અને જયપુરના વાટિકા વિસ્તારમાં નિવાસી છે. સમગ્ર પંથકમાં આ દુર્ઘટનાથી શોકની લહેર પ્રસરી ગઈ છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અકસ્માત શનિવાર રાત્રે થયો હતો, પરંતુ દુર્ઘટનાની જાણ રવિવારે બપોરે મળી જ્યારે સ્થાનિક લોકોએ પાણીથી ભરેલા અંડરપાસમાં કાર જોઈ.

પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ક્રેનની મદદથી કારને બહાર કાઢી. શિવદાસપુરા પોલીસ અધિકારી સુરેન્દ્ર સૈનીએ જણાવ્યું કે, “કારમાં સવાર તમામ સાત લોકો મૃત મળી આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.”

આ દુર્ઘટના મોડી રાત્રે ઓવરસ્પીડ અને રસ્તાના ખતરનાક પરિસ્થિતિઓને કારણે બની હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

 

 

The post જયપુરમાં ઓવરસ્પીડ કાર અકસ્માતમાં 7ના કરૂણ મોત, એક જ પરિવારનો સંપુર્ણ વિનાશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/14/jaipur-car-accident-7-deaths-family/feed/ 0