Jammu Kashmir cloudburst Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/jammu-kashmir-cloudburst/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 28 Aug 2025 05:01:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Jammu Kashmir cloudburst Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/jammu-kashmir-cloudburst/ 32 32 વૈષ્ણોદેવી પાસે વાદળ ફાટતાં ભૂસ્ખલન: 41ના મોત, રેસ્ક્યૂ ઓપરેશન તેજ https://www.gujaratinside.com/2025/08/28/vaishno-devi-landslide-41-dead-rescue-operations/ https://www.gujaratinside.com/2025/08/28/vaishno-devi-landslide-41-dead-rescue-operations/#respond Thu, 28 Aug 2025 05:01:28 +0000 https://www.gujaratinside.com/?p=17566 જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. વૈષ્ણોદેવી નજીક વાદળ ફાટતાં થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત ની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં મોટાભાગે વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓ છે. જમ્મુમાં 52 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે, જ્યાં ભારે વરસાદને કારણે નદીઓ ખતરાના સપાટીએ પહોંચી ગઈ છે અને અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી...

The post વૈષ્ણોદેવી પાસે વાદળ ફાટતાં ભૂસ્ખલન: 41ના મોત, રેસ્ક્યૂ ઓપરેશન તેજ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. વૈષ્ણોદેવી નજીક વાદળ ફાટતાં થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત ની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં મોટાભાગે વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓ છે. જમ્મુમાં 52 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે, જ્યાં ભારે વરસાદને કારણે નદીઓ ખતરાના સપાટીએ પહોંચી ગઈ છે અને અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે.

છેલ્લા બે દિવસથી થઈ રહેલા અતિભારે વરસાદ પછી વૈષ્ણોદેવી માર્ગ પર અધકવારી ગુફા મંદિર પાસે ભૂસ્ખલન થયું, જેમાં વાહનો અને યાત્રાળુઓ ફસાઈ ગયા. અનેક લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાની હાલત ગંભીર છે, તેથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અત્યાર સુધીમાં 10,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ, જિલ્લા પ્રશાસન, NDRF અને સેનાના જવાનો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. હેલિકોપ્ટરની મદદથી બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.

રેસ્ક્યૂ ઓપરેશનનો એક વીડિયો પઠાણકોટથી સામે આવ્યો છે, જેમાં સેનાનું હેલિકોપ્ટર 25 જવાનોને સુરક્ષિત સ્થળે ખસેડે છે અને ત્યારબાદ થોડા જ સમયમાં મકાન પાણીમાં તણાઈ જાય છે. લોકો આ દિલધડક ઓપરેશનની વખાણ કરી રહ્યા છે.

જમ્મુમાં 380 મીમી વરસાદ ખાબક્યો હતો, જ્યારે ઉધમપુરમાં 629 મીમી વરસાદ નોંધાયો હતો, જે 1910 પછીનો સૌથી વધુ વરસાદ છે. ભારે વરસાદને કારણે જમ્મુમાં 64 જેટલી ટ્રેનો રદ થઈ છે અને મોબાઇલ નેટવર્ક પર પણ અસર થઈ છે, જેના કારણે સંપર્ક સાધવામાં મુશ્કેલી પડી રહી છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમગ્ર પરિસ્થિતિની જાણ કરી છે. કિશ્તવાર જિલ્લામાં પૂરને કારણે અંતરીયાળ વિસ્તારોમાં 10થી વધુ મકાનો પાણીમાં તણાઈ ગયા છે.

તે ઉપરાંત, ગુરદાસપુરમાં આવેલી જવાહર નવોદય સ્કૂલમાં પાણી ઘૂસી જતાં 400 જેટલા વિદ્યાર્થી અને સ્ટાફ ફસાઈ ગયા હતા. રાવી નદીનું પાણી કાંઠાવાળા વિસ્તારોમાં ઘૂસી ગયું છે, અને પ્રશાસન પાસે મદદની અપીલ કરવામાં આવી છે.

 

The post વૈષ્ણોદેવી પાસે વાદળ ફાટતાં ભૂસ્ખલન: 41ના મોત, રેસ્ક્યૂ ઓપરેશન તેજ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/28/vaishno-devi-landslide-41-dead-rescue-operations/feed/ 0
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે પૂરનો હાહાકાર : 10ના મોત, વૈષ્ણો દેવી યાત્રા સ્થગિત https://www.gujaratinside.com/2025/08/27/jammu-kashmir-cloudburst-flood-vaishno-devi-yatra-halted/ https://www.gujaratinside.com/2025/08/27/jammu-kashmir-cloudburst-flood-vaishno-devi-yatra-halted/#respond Wed, 27 Aug 2025 05:08:17 +0000 https://www.gujaratinside.com/?p=17441 જમ્મુ-કાશ્મીરમાં સતત ભારે વરસાદ અને વાદળ ફાટ્યાની ઘટના બાદ રાજ્યમાં ભારે વિનાશ સર્જાયો છે. ઉંચાઇવાળા વિસ્તારોમાંથી ખડકો, વૃક્ષો અને પથ્થરો તૂટી પડતાં 10 લોકોના જીવ ગયા છે, જેમાં વૈષ્ણો દેવી માર્ગ પર થયેલા ભૂસ્ખલનમાં 6 તીર્થયાત્રીઓ પણ શામેલ છે. સતત વરસતા વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીર ખીણમાં ભારે નુકસાન થયું છે. અચાનક પૂર અને ભૂસ્ખલનને...

The post જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે પૂરનો હાહાકાર : 10ના મોત, વૈષ્ણો દેવી યાત્રા સ્થગિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ-કાશ્મીરમાં સતત ભારે વરસાદ અને વાદળ ફાટ્યાની ઘટના બાદ રાજ્યમાં ભારે વિનાશ સર્જાયો છે. ઉંચાઇવાળા વિસ્તારોમાંથી ખડકો, વૃક્ષો અને પથ્થરો તૂટી પડતાં 10 લોકોના જીવ ગયા છે, જેમાં વૈષ્ણો દેવી માર્ગ પર થયેલા ભૂસ્ખલનમાં 6 તીર્થયાત્રીઓ પણ શામેલ છે.

સતત વરસતા વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીર ખીણમાં ભારે નુકસાન થયું છે. અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે વૈષ્ણો દેવી મંદિરની યાત્રા તાત્કાલિક સ્થગિત કરી દેવામાં આવી છે. અનેક પુલ તૂટી પડ્યા છે, જ્યારે મોબાઇલ ટાવર અને વીજળીના થાંભલાઓ ધરાશાયી થતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગંભીર નુકસાન થયું છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં ટેલિકોમ સેવાઓ ઠપ થઇ જતાં લોકો ફોન કૉલ અને ઇન્ટરનેટ ઉપયોગ માટે પરેશાન થઈ રહ્યા છે. મંગળવારે અનેક નદીઓ છલકાઇ ગઇ હતી અને પાણીના શક્તિશાળી પ્રવાહમાં રસ્તાઓ પરના અવરોધો વહેતા થયા હતા.

જમ્મુ-કાશ્મીર અને કિશ્તવાડ-ડોડા નેશનલ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે ભૂસ્ખલન અને પૂરના કારણે પર્વતીય માર્ગો અવરોધિત થયા છે. અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. ત્રિકુટા પર્વત પર બપોરે 3 વાગ્યે થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 6 લોકોનાં મોત થયા છે અને 14 લોકો ઘાયલ છે. મૃતકોની સંખ્યા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડોડા જિલ્લામાં વરસાદ આધારિત ઘટનાઓમાં અન્ય 4 લોકોનાં મોત થયાં છે. મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહે પરિસ્થિતિને ગંભીર ગણાવી છે અને તરાના, ઉજ્હ, તવી અને ચિનાબ નદીઓ ખતરનાક સ્તરે વહેતા હોવાથી પોલીસે આસપાસના વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસવાની અપીલ કરી છે.

ભારે વરસાદને કારણે ઓપ્ટિકલ ફાઇબરને નુકસાન થતાં ટેલિકોમ સર્વિસ ઠપ થઇ ગઇ છે. બીજી તરફ, હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદથી પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. દુકાનો પાણીમાં ગરકાવ થઇ ગઇ છે, બિલ્ડિંગો ધરાશાયી થયા છે અને રાજ્યમાં 690 રોડ બંધ કરી દેવામાં આવ્યા છે.

 

 

The post જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે પૂરનો હાહાકાર : 10ના મોત, વૈષ્ણો દેવી યાત્રા સ્થગિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/jammu-kashmir-cloudburst-flood-vaishno-devi-yatra-halted/feed/ 0
કિશ્તવાડમાં ભયાનક ક્લાઉડબર્સ્ટ: 33ના મોત, 200થી વધુ ગુમ, ગામ કાટમાળમાં દફન https://www.gujaratinside.com/2025/08/14/kishtwar-cloudburst-2025-33-dead-200-missing/ https://www.gujaratinside.com/2025/08/14/kishtwar-cloudburst-2025-33-dead-200-missing/#respond Thu, 14 Aug 2025 13:09:02 +0000 https://www.gujaratinside.com/?p=16258 જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આજે બપોરે ભયાનક કુદરતી હોનારત સર્જાઈ હતી. ચિશોતી ગામમાં આભ ફાટતાં આખું ગામ પૂરના પાણીમાં તણાઈ ગયું અને 33 લોકોના મોત થયા જ્યારે 200થી વધુ લોકો ગુમ છે. આ ઘટનાથી લોકોની વર્ષોની મહેનત ક્ષણોમાં કાટમાળમાં દફનાઈ ગઈ. મચેલ માતાના મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા ત્યારે અચાનક આભ ફાટતાં આંખના પલકારામાં જળબંબાકાર...

The post કિશ્તવાડમાં ભયાનક ક્લાઉડબર્સ્ટ: 33ના મોત, 200થી વધુ ગુમ, ગામ કાટમાળમાં દફન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આજે બપોરે ભયાનક કુદરતી હોનારત સર્જાઈ હતી. ચિશોતી ગામમાં આભ ફાટતાં આખું ગામ પૂરના પાણીમાં તણાઈ ગયું અને 33 લોકોના મોત થયા જ્યારે 200થી વધુ લોકો ગુમ છે. આ ઘટનાથી લોકોની વર્ષોની મહેનત ક્ષણોમાં કાટમાળમાં દફનાઈ ગઈ.

મચેલ માતાના મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા ત્યારે અચાનક આભ ફાટતાં આંખના પલકારામાં જળબંબાકાર સર્જાયો. આ પૂરમાં ઘરો, ગાડીઓ, દુકાનો અને રસ્તાઓ પાણીમાં તણાઈ ગયા. સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયો બતાવે છે કે કેવી રીતે પહાડ પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ આખા ગામને ઝપેટમાં લઈ રહ્યો છે. લોકો અને સુરક્ષાકર્મીઓ સતત ચીસો પાડતા હતા કે “પાછળ હટો… અહીંથી દૂર જાઓ…” સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો અને ઘણા પરિવારો વિખૂટા પડી ગયા.

અધિકૃત માહિતી મુજબ, અત્યાર સુધીમાં 33 લોકોના મોત થયા છે અને 120 લોકો ઘાયલ છે, જેમાંથી 37ની હાલત ગંભીર છે. 9500 ફૂટ ઊંચાઈએ આવેલા મચેલ માતાના મંદિરે જતો રસ્તો પણ તૂટી ગયો છે.

દુર્ઘટના બાદ ડેપ્યુટી કમિશ્નર પંકજ કુમાર શર્મા અને એસએસપી કિશ્તવાડ સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી. એનડીઆરએફની બે ટીમો, એસડીઆરએફ, સેના અને પોલીસના જવાનો પણ ઓપરેશનમાં જોડાયા છે. સતત થઈ રહેલા ભૂસ્ખલન અને પાણીના પ્રચંડ પ્રવાહને કારણે કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે. મચેલ માતાની યાત્રા હાલ સ્થગિત કરી દેવામાં આવી છે. ગુમ થયેલા લોકોને શોધવા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાનું કામ યુદ્ધસ્તરે ચાલી રહ્યું છે. પહાડી વિસ્તાર અને તૂટેલા માર્ગોને કારણે બચાવ કામગીરી અત્યંત મુશ્કેલ બની છે.

 

The post કિશ્તવાડમાં ભયાનક ક્લાઉડબર્સ્ટ: 33ના મોત, 200થી વધુ ગુમ, ગામ કાટમાળમાં દફન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/kishtwar-cloudburst-2025-33-dead-200-missing/feed/ 0
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટતાં પૂરથી ભારે વિનાશ: 30થી વધુના મોત, 200થી વધુ ગુમ https://www.gujaratinside.com/2025/08/14/jammu-kashmir-kishtwar-cloudburst-flood-tragedy/ https://www.gujaratinside.com/2025/08/14/jammu-kashmir-kishtwar-cloudburst-flood-tragedy/#respond Thu, 14 Aug 2025 12:38:25 +0000 https://www.gujaratinside.com/?p=16252 જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પડ્ડર સબ ડિવિઝન વિસ્તારમાં વાદળ ફાટ્યાના કારણે વિનાશક પૂર આવ્યું છે. ચિશોતી ગામમાં મચૈલ માતાના મંદિર નજીક થયેલા આભ ફાટવાના કારણે અચાનક ફ્લેશ ફ્લડ આવ્યું હતું, જેના કારણે હાલત ગંભીર બની ગઈ હતી. અત્યાર સુધી 30થી વધુ લોકોના મૃતદેહો મળી આવ્યા છે, જેમાં CISFના 2 જવાનો પણ સામેલ છે. ઉપરાંત 100થી વધુ...

The post જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટતાં પૂરથી ભારે વિનાશ: 30થી વધુના મોત, 200થી વધુ ગુમ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પડ્ડર સબ ડિવિઝન વિસ્તારમાં વાદળ ફાટ્યાના કારણે વિનાશક પૂર આવ્યું છે. ચિશોતી ગામમાં મચૈલ માતાના મંદિર નજીક થયેલા આભ ફાટવાના કારણે અચાનક ફ્લેશ ફ્લડ આવ્યું હતું, જેના કારણે હાલત ગંભીર બની ગઈ હતી. અત્યાર સુધી 30થી વધુ લોકોના મૃતદેહો મળી આવ્યા છે, જેમાં CISFના 2 જવાનો પણ સામેલ છે. ઉપરાંત 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં અનેક ગંભીર રીતે ઘાયલ છે. કિશ્તવાડ જિલ્લામાં 220થી વધુ લોકો ગુમ છે અને તેમની શોધખોળ ચાલુ છે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટનાને લઈને જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે વાતચીત કરી છે અને પરિસ્થિતિની સમીક્ષા કરી છે. મચૈલ માતાના મંદિરે યાત્રા ચાલી રહી હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા, જેના કારણે મૃત્યુઆંક વધવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. હાલ NDRF, SDRF, પોલીસ અને અન્ય બચાવ એજન્સીઓ સ્થળ પર રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરતાં ટ્વિટર પર લખ્યું કે આ સંકટમાં દેશ પ્રભાવિત પરિવારોની સાથે છે અને તમામ શક્ય મદદ પહોંચાડવામાં આવશે. તંત્રએ સમગ્ર જિલ્લામાં કંટ્રોલ રૂમ અને હેલ્પ ડેસ્ક સ્થાપિત કર્યા છે તથા તમામ સબ-ડિવિઝનને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

ચિશોતી ગામની નજીક પદ્દર વિસ્તારમાં કંટ્રોલ રૂમ કાર્યરત છે. સહાય માટે નીચેના નંબર જાહેર કરવામાં આવ્યા છે:
9858223125, 6006701934, 9797504078, 8492886895, 8493801381, 7006463710
જિલ્લા કંટ્રોલ રૂમ: 01995-259555, 9484217492
પોલીસ કંટ્રોલ રૂમ: 9906154100

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુઃખ વ્યક્ત કરતાં બચાવ કાર્યમાં તેજી લાવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત રાજૌરી અને મેંઢર વિસ્તારોમાં પણ વાદળ ફાટવાની ઘટના સામે આવી છે.

 

The post જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટતાં પૂરથી ભારે વિનાશ: 30થી વધુના મોત, 200થી વધુ ગુમ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/jammu-kashmir-kishtwar-cloudburst-flood-tragedy/feed/ 0