Jammu Kashmir news Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/jammu-kashmir-news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 20 Sep 2025 04:41:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Jammu Kashmir news Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/jammu-kashmir-news/ 32 32 ઉધમપુરમાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ, જૈશના 4 આતંકીઓ ઘેરાયા, એક જવાન ઇજાગ્રસ્ત https://www.gujaratinside.com/2025/09/20/udhampur-encounter-jem-terrorists-surrounded/ https://www.gujaratinside.com/2025/09/20/udhampur-encounter-jem-terrorists-surrounded/#respond Sat, 20 Sep 2025 05:25:23 +0000 https://www.gujaratinside.com/?p=19667 જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં દૂદૂ બસંતગઢના પહાડી વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ગોળીબારી સાથે અથડામણ શરૂ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જૈશ-એ-મોહમ્મદ (JeM)ના 3 થી 4 આતંકીઓને સુરક્ષાદળોએ ઘેરી લીધા છે અને તેમને ઝડપી પાડવા માટે ઓપરેશન ચાલુ છે. અત્યાર સુધીની ફાયરિંગમાં ભારતીય સેનોનો એક જવાન ઇજાગ્રસ્ત થયો છે. વિશેષ સૂચના આધારે ભારતીય સેના, સ્પેશિયલ ઓપરેશન...

The post ઉધમપુરમાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ, જૈશના 4 આતંકીઓ ઘેરાયા, એક જવાન ઇજાગ્રસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં દૂદૂ બસંતગઢના પહાડી વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ગોળીબારી સાથે અથડામણ શરૂ થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જૈશ-એ-મોહમ્મદ (JeM)ના 3 થી 4 આતંકીઓને સુરક્ષાદળોએ ઘેરી લીધા છે અને તેમને ઝડપી પાડવા માટે ઓપરેશન ચાલુ છે. અત્યાર સુધીની ફાયરિંગમાં ભારતીય સેનોનો એક જવાન ઇજાગ્રસ્ત થયો છે.

વિશેષ સૂચના આધારે ભારતીય સેના, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. સુરક્ષા એજન્સીઓના અધિકારીઓએ જણાવ્યું કે અથડામણ હજી ચાલુ છે અને સ્થળ પર વધારાની ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે.

જમ્મુના પોલીસ મહાનિરીક્ષકે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ગોળીબારી દરમિયાન એક સૈનિક ઇજાગ્રસ્ત થયો છે અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. વ્હાઇટ નાઈટ કોર્પ્સે અગાઉ માહિતી આપી હતી કે ગુપ્તચર સૂચના આધારે રાત્રે 8 વાગ્યે આતંકવાદીઓ સાથે સંપર્ક થયો હતો.

ગયા વર્ષે આ જ વિસ્તારમાં અનેક એન્કાઉન્ટર નોંધાયા હતા. 26 જૂન, 2024ના રોજ દૂદૂ-બસંતગઢ જંગલમાં થયેલી અથડામણમાં જૈશનો ટોચનો કમાન્ડર હૈદર માર્યો ગયો હતો. 25 એપ્રિલ, 2024ના રોજ પણ બસંતગઢ વિસ્તારમાં થયેલી અથડામણમાં એક સેનાનો જવાન શહીદ થયો હતો.

 

The post ઉધમપુરમાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ, જૈશના 4 આતંકીઓ ઘેરાયા, એક જવાન ઇજાગ્રસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/udhampur-encounter-jem-terrorists-surrounded/feed/ 0
વૈષ્ણોદેવી યાત્રા 22 દિવસ બાદ ફરી શરૂ, અર્ધકુંવરી ભૂસ્ખલન બાદ માર્ગ પુનઃસ્થાપિત https://www.gujaratinside.com/2025/09/17/vaishnodevi-yatra-resumes-after-22-days/ https://www.gujaratinside.com/2025/09/17/vaishnodevi-yatra-resumes-after-22-days/#respond Wed, 17 Sep 2025 09:25:01 +0000 https://www.gujaratinside.com/?p=19469 જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા હિલ્સ પર સ્થિત માતા વૈષ્ણોદેવી યાત્રા માર્ગ 22 દિવસના વિરામ બાદ બુધવારે, 17 સપ્ટેમ્બર, 2025થી ફરી યાત્રાળુઓ માટે ખોલવામાં આવ્યો છે. યાત્રા માર્ગની નવી રીતે પુનઃસ્થાપના સમારકામ ત્રણ અઠવાડિયા થી ચાલી રહી હતી અને શ્રાઈન બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓના પ્રયાસો સફળ રહ્યા. ભક્તો માટે નવરાત્રિ પહેલા આ યાત્રા શરૂ...

The post વૈષ્ણોદેવી યાત્રા 22 દિવસ બાદ ફરી શરૂ, અર્ધકુંવરી ભૂસ્ખલન બાદ માર્ગ પુનઃસ્થાપિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા હિલ્સ પર સ્થિત માતા વૈષ્ણોદેવી યાત્રા માર્ગ 22 દિવસના વિરામ બાદ બુધવારે, 17 સપ્ટેમ્બર, 2025થી ફરી યાત્રાળુઓ માટે ખોલવામાં આવ્યો છે.

યાત્રા માર્ગની નવી રીતે પુનઃસ્થાપના સમારકામ ત્રણ અઠવાડિયા થી ચાલી રહી હતી અને શ્રાઈન બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓના પ્રયાસો સફળ રહ્યા.

ભક્તો માટે નવરાત્રિ પહેલા આ યાત્રા શરૂ થવાનું સમાચાર ખાસ ખુશી લાવનારા છે. કટરા સ્થિત બેઝ કેમ્પમાં નોંધણી કાઉન્ટર પર યાત્રાળુઓની ઘાટ જોવા મળી રહી છે.

એ નોંધવું જોઈએ કે 26 ઓગસ્ટના રોજ અર્ધકુંવરી વિસ્તારમાં ભારે ભૂસ્ખલન થયું હતું, જેમાં 34 યાત્રાળુઓનું મોત થયું હતું અને 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભારે વરસાદ અને વાદળફાટના કારણે યાત્રા માર્ગ નષ્ટ થઈ ગયો હતો, જેના પગલે યાત્રા ચાલુ રાખવી મુશ્કેલ બની હતી. આ ઘટના બાદ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી.

શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ (SMVDSB) એ X પર જાહેરાત કરી હતી કે યાત્રા 17 સપ્ટેમ્બરના રોજ અનુકૂળ હવામાન પરિસ્થિતિઓમાં ફરી શરૂ થશે. યાત્રાળુઓને સત્તાવાર માધ્યમો દ્વારા અપડેટ રહેવાની વિનંતી કરવામાં આવી છે. હવે માર્ગ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને ભક્તો માટે ફરી ખુલ્લો છે.

 

The post વૈષ્ણોદેવી યાત્રા 22 દિવસ બાદ ફરી શરૂ, અર્ધકુંવરી ભૂસ્ખલન બાદ માર્ગ પુનઃસ્થાપિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/17/vaishnodevi-yatra-resumes-after-22-days/feed/ 0
કુલગામમાં એન્કાઉન્ટર: એક આતંકી ઠાર, અધિકારી સહિત 3 જવાન ઘાયલ; આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાની નાગરિક અટકાયો https://www.gujaratinside.com/2025/09/08/kulgam-encounter-terrorist-killed-pakistani-arrested/ https://www.gujaratinside.com/2025/09/08/kulgam-encounter-terrorist-killed-pakistani-arrested/#respond Mon, 08 Sep 2025 10:25:47 +0000 https://www.gujaratinside.com/?p=18738 જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુડ્ડાર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે મોડી રાતે અથડામણ થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરતાં સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી. આ અથડામણમાં એક આતંકી ઠાર થયો છે, જ્યારે અધિકારી સહિત ત્રણ જવાન ઘાયલ થયા છે. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે....

The post કુલગામમાં એન્કાઉન્ટર: એક આતંકી ઠાર, અધિકારી સહિત 3 જવાન ઘાયલ; આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાની નાગરિક અટકાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુડ્ડાર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે મોડી રાતે અથડામણ થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરતાં સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી.

આ અથડામણમાં એક આતંકી ઠાર થયો છે, જ્યારે અધિકારી સહિત ત્રણ જવાન ઘાયલ થયા છે. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

માહિતી મુજબ, સફરજનની વાડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતો આતંકી સુરક્ષા દળોની ગોળીનો ભોગ બન્યો હતો. વિસ્તારને ચુસ્ત સુરક્ષામાં લઈ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓના મતે આ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સી.આર.પી.એફના અધિકારીએ જણાવ્યું કે સંદિગ્ધ ગતિવિધિ અંગે બાતમી મળતાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું, ત્યારબાદ અથડામણ સર્જાઈ. હાલ ઓપરેશન ચાલુ છે અને વધુ આતંકવાદીઓને શોધવા માટે કામગીરી તેજ કરી દેવામાં આવી છે.

બીજી તરફ, જમ્મુના આરએસ પુરા સેક્ટરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)એ એક પાકિસ્તાની નાગરિકને અટકાવ્યો છે. સરહદ નજીક સંદિગ્ધ હલચલ દેખાતા બીએસએફે સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને તેને કસ્ટડીમાં લીધો.

પ્રાથમિક પૂછપરછ ચાલી રહી છે અને હજુ સુધી તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી. સરહદ પર વધારાનો બંદોબસ્ત અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

 

The post કુલગામમાં એન્કાઉન્ટર: એક આતંકી ઠાર, અધિકારી સહિત 3 જવાન ઘાયલ; આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાની નાગરિક અટકાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/08/kulgam-encounter-terrorist-killed-pakistani-arrested/feed/ 0
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સૈન્યએ પકડ્યા બે આતંકી, AK-47 અને હેન્ડગ્રેનેડ જપ્ત https://www.gujaratinside.com/2025/08/31/punch-jammu-kashmir-security-capture-two-terrorists-ak47-handgrenade/ https://www.gujaratinside.com/2025/08/31/punch-jammu-kashmir-security-capture-two-terrorists-ak47-handgrenade/#respond Sun, 31 Aug 2025 10:26:40 +0000 https://www.gujaratinside.com/?p=17879 જમ્મુ અને કાશ્મીરના પૂંછ વિસ્તારના મંડી સેક્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને પકડ્યા છે. તેમના પાસેથી એક AK-47 રાઇફલ અને એક હેન્ડગ્રેનેડ જપ્ત થયા છે. પૂંછ પોલીસે જણાવ્યું કે, સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસની માહિતી મુજબ, આ ધરપકડ દરમ્યાન આજે સવારે આઝમાબાદમાં આવેલા એક મકાન પર દરોડો પાડવામાં આવી હતી. આ મકાનના...

The post જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સૈન્યએ પકડ્યા બે આતંકી, AK-47 અને હેન્ડગ્રેનેડ જપ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ અને કાશ્મીરના પૂંછ વિસ્તારના મંડી સેક્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને પકડ્યા છે. તેમના પાસેથી એક AK-47 રાઇફલ અને એક હેન્ડગ્રેનેડ જપ્ત થયા છે. પૂંછ પોલીસે જણાવ્યું કે, સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

પોલીસની માહિતી મુજબ, આ ધરપકડ દરમ્યાન આજે સવારે આઝમાબાદમાં આવેલા એક મકાન પર દરોડો પાડવામાં આવી હતી. આ મકાનના માલિક સ્થાનિક રહેવાસી તારિક શેખ અને ચેમ્બર ગામના રહેવાસી રિયાઝ અહેમદને પકડવામાં આવ્યા હતા. બંનેની ધરપકડ પછી વિગતો મેળવવા માટે પૂછપરછ કરવામાં આવી.

પોલીસને મળેલી માહિતી અનુસાર, જાલિયન ગામમાં શેખના બીજા ભાડાના મકાન પર દરોડો પાડવામાં આવી હતી, જ્યાંથી AK-47 અને હેન્ડગ્રેનેડ સહિતનો શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યો. સુરક્ષા દળો હવે આ મામલાની વધુ તપાસ કરી રહ્યા છે.

 

The post જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સૈન્યએ પકડ્યા બે આતંકી, AK-47 અને હેન્ડગ્રેનેડ જપ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/punch-jammu-kashmir-security-capture-two-terrorists-ak47-handgrenade/feed/ 0
જમ્મુ-કાશ્મીરમાં ‘હ્યુમન GPS’ બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચા એન્કાઉન્ટરમાં ઠાર https://www.gujaratinside.com/2025/08/30/human-gps-bagu-khan-killed-gurez-encounter/ https://www.gujaratinside.com/2025/08/30/human-gps-bagu-khan-killed-gurez-encounter/#respond Sat, 30 Aug 2025 13:51:44 +0000 https://www.gujaratinside.com/?p=17796 જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં સુરક્ષા દળોએ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે, જ્યારે આતંકીઓની દુનિયામાં ‘હ્યુમન GPS’ તરીકે ઓળખાતા બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચાને ઠાર મારવામાં આવ્યો છે. સમંદર ચાચા સાથે એક અન્ય પાકિસ્તાની આતંકી પણ એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો. સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, બાગુ ખાન વર્ષ 1995થી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં રહેતો હતો અને છેલ્લા ત્રણ દાયકામાં...

The post જમ્મુ-કાશ્મીરમાં ‘હ્યુમન GPS’ બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચા એન્કાઉન્ટરમાં ઠાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં સુરક્ષા દળોએ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે, જ્યારે આતંકીઓની દુનિયામાં ‘હ્યુમન GPS’ તરીકે ઓળખાતા બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચાને ઠાર મારવામાં આવ્યો છે. સમંદર ચાચા સાથે એક અન્ય પાકિસ્તાની આતંકી પણ એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો.

સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, બાગુ ખાન વર્ષ 1995થી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં રહેતો હતો અને છેલ્લા ત્રણ દાયકામાં 100થી વધુ ઘૂસણખોરીના પ્રયાસોમાં સંકળાયેલો હતો.

પહાડી વિસ્તારોના ગુપ્ત માર્ગો વિશેનો તેનો ઊંડો જ્ઞાન આતંકી સંગઠનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો. બાગુ ખાન હિઝબુલ આતંકી સંગઠનનો કમાન્ડર હોવા છતાં, તે અન્ય અનેક આતંકી સંગઠનોને ઘૂસણખોરીની યોજનાઓ બનાવવા અને અમલ કરવા માટે મદદ કરતો હતો, જેના કારણે તેને આતંકીઓ ‘હ્યુમન GPS’ તરીકે ઓળખતા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, 28મી ઓગસ્ટની રાત્રે, બાગુ ખાન નૌશેરા નાર વિસ્તારમાં ફરીથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતી વખતે સુરક્ષા દળોએ તેને ઘેરી લીધો. તેની સાથેનો અન્ય પાકિસ્તાની આતંકી પણ એન્કાઉન્ટરમાં ઠાર થયો. સુરક્ષા અધિકારીઓ મુજબ, સમંદર ચાચાનું મોત આતંકી સંગઠનોના લોજિસ્ટિક નેટવર્ક માટે મોટો ઝટકો છે અને ઘણા ઘૂસણખોરીના સંભવિત પ્રયાસો નિષ્ફળ ગયા છે.

 

The post જમ્મુ-કાશ્મીરમાં ‘હ્યુમન GPS’ બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચા એન્કાઉન્ટરમાં ઠાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/30/human-gps-bagu-khan-killed-gurez-encounter/feed/ 0
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે પૂરનો હાહાકાર : 10ના મોત, વૈષ્ણો દેવી યાત્રા સ્થગિત https://www.gujaratinside.com/2025/08/27/jammu-kashmir-cloudburst-flood-vaishno-devi-yatra-halted/ https://www.gujaratinside.com/2025/08/27/jammu-kashmir-cloudburst-flood-vaishno-devi-yatra-halted/#respond Wed, 27 Aug 2025 05:08:17 +0000 https://www.gujaratinside.com/?p=17441 જમ્મુ-કાશ્મીરમાં સતત ભારે વરસાદ અને વાદળ ફાટ્યાની ઘટના બાદ રાજ્યમાં ભારે વિનાશ સર્જાયો છે. ઉંચાઇવાળા વિસ્તારોમાંથી ખડકો, વૃક્ષો અને પથ્થરો તૂટી પડતાં 10 લોકોના જીવ ગયા છે, જેમાં વૈષ્ણો દેવી માર્ગ પર થયેલા ભૂસ્ખલનમાં 6 તીર્થયાત્રીઓ પણ શામેલ છે. સતત વરસતા વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીર ખીણમાં ભારે નુકસાન થયું છે. અચાનક પૂર અને ભૂસ્ખલનને...

The post જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે પૂરનો હાહાકાર : 10ના મોત, વૈષ્ણો દેવી યાત્રા સ્થગિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ-કાશ્મીરમાં સતત ભારે વરસાદ અને વાદળ ફાટ્યાની ઘટના બાદ રાજ્યમાં ભારે વિનાશ સર્જાયો છે. ઉંચાઇવાળા વિસ્તારોમાંથી ખડકો, વૃક્ષો અને પથ્થરો તૂટી પડતાં 10 લોકોના જીવ ગયા છે, જેમાં વૈષ્ણો દેવી માર્ગ પર થયેલા ભૂસ્ખલનમાં 6 તીર્થયાત્રીઓ પણ શામેલ છે.

સતત વરસતા વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીર ખીણમાં ભારે નુકસાન થયું છે. અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે વૈષ્ણો દેવી મંદિરની યાત્રા તાત્કાલિક સ્થગિત કરી દેવામાં આવી છે. અનેક પુલ તૂટી પડ્યા છે, જ્યારે મોબાઇલ ટાવર અને વીજળીના થાંભલાઓ ધરાશાયી થતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગંભીર નુકસાન થયું છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં ટેલિકોમ સેવાઓ ઠપ થઇ જતાં લોકો ફોન કૉલ અને ઇન્ટરનેટ ઉપયોગ માટે પરેશાન થઈ રહ્યા છે. મંગળવારે અનેક નદીઓ છલકાઇ ગઇ હતી અને પાણીના શક્તિશાળી પ્રવાહમાં રસ્તાઓ પરના અવરોધો વહેતા થયા હતા.

જમ્મુ-કાશ્મીર અને કિશ્તવાડ-ડોડા નેશનલ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે ભૂસ્ખલન અને પૂરના કારણે પર્વતીય માર્ગો અવરોધિત થયા છે. અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. ત્રિકુટા પર્વત પર બપોરે 3 વાગ્યે થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 6 લોકોનાં મોત થયા છે અને 14 લોકો ઘાયલ છે. મૃતકોની સંખ્યા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડોડા જિલ્લામાં વરસાદ આધારિત ઘટનાઓમાં અન્ય 4 લોકોનાં મોત થયાં છે. મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહે પરિસ્થિતિને ગંભીર ગણાવી છે અને તરાના, ઉજ્હ, તવી અને ચિનાબ નદીઓ ખતરનાક સ્તરે વહેતા હોવાથી પોલીસે આસપાસના વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસવાની અપીલ કરી છે.

ભારે વરસાદને કારણે ઓપ્ટિકલ ફાઇબરને નુકસાન થતાં ટેલિકોમ સર્વિસ ઠપ થઇ ગઇ છે. બીજી તરફ, હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદથી પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. દુકાનો પાણીમાં ગરકાવ થઇ ગઇ છે, બિલ્ડિંગો ધરાશાયી થયા છે અને રાજ્યમાં 690 રોડ બંધ કરી દેવામાં આવ્યા છે.

 

 

The post જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે પૂરનો હાહાકાર : 10ના મોત, વૈષ્ણો દેવી યાત્રા સ્થગિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/jammu-kashmir-cloudburst-flood-vaishno-devi-yatra-halted/feed/ 0
જમ્મુ-કાશ્મીરમાં કારનો દરવાજો અચાનક ખુલી જતા યુવા ક્રિકેટરનું અકસ્માતમાં મોત https://www.gujaratinside.com/2025/08/24/jammu-kashmir-young-cricketer-dies-car-door-accident/ https://www.gujaratinside.com/2025/08/24/jammu-kashmir-young-cricketer-dies-car-door-accident/#respond Sun, 24 Aug 2025 04:42:48 +0000 https://www.gujaratinside.com/?p=17123 જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો જેમાં એક સ્થાનિક યુવા ક્રિકેટરે પોતાનો જીવ ગુમાવ્યો. આ ઘટના ત્યારે બની જ્યારે શેરીમાં પાર્ક કરેલી કારનો દરવાજો અચાનક ખુલી ગયો અને પસાર થતો બાઈકચાલક ક્રિકેટર ફરીદ હુસૈન તે દરવાજા સાથે અથડાઈ ગયો. અથડામણ બાદ ફરીદનું સંતુલન બગડી ગયું અને તે રસ્તા પર જોરથી પડી ગયો....

The post જમ્મુ-કાશ્મીરમાં કારનો દરવાજો અચાનક ખુલી જતા યુવા ક્રિકેટરનું અકસ્માતમાં મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો જેમાં એક સ્થાનિક યુવા ક્રિકેટરે પોતાનો જીવ ગુમાવ્યો. આ ઘટના ત્યારે બની જ્યારે શેરીમાં પાર્ક કરેલી કારનો દરવાજો અચાનક ખુલી ગયો અને પસાર થતો બાઈકચાલક ક્રિકેટર ફરીદ હુસૈન તે દરવાજા સાથે અથડાઈ ગયો. અથડામણ બાદ ફરીદનું સંતુલન બગડી ગયું અને તે રસ્તા પર જોરથી પડી ગયો.

ગંભીર ઈજાઓને કારણે તેને બચાવી શકાયો નહીં અને તેનું સ્થળ પર જ મોત થયું. આ સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ટ્રાફિક ચાલતી શેરીમાં ફરીદ બાઈક પર જઈ રહ્યો હતો, ત્યારે પાર્ક કરેલી કારનો દરવાજો અચાનક ખુલી જાય છે, જેને કારણે આ દુર્ઘટના બની. ઘટનાને પગલે વિસ્તારના લોકોમાં શોકની લાગણી વ્યાપી છે.

 

The post જમ્મુ-કાશ્મીરમાં કારનો દરવાજો અચાનક ખુલી જતા યુવા ક્રિકેટરનું અકસ્માતમાં મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/jammu-kashmir-young-cricketer-dies-car-door-accident/feed/ 0