Janmashtami 2025 Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/janmashtami-2025/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 16 Aug 2025 13:51:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Janmashtami 2025 Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/janmashtami-2025/ 32 32 રાજકોટમાં જન્માષ્ટમી શોભાયાત્રા દરમિયાન મારામારી, પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લીધી https://www.gujaratinside.com/2025/08/16/rajkot-janmashtami-procession-clash-police-action/ https://www.gujaratinside.com/2025/08/16/rajkot-janmashtami-procession-clash-police-action/#respond Sat, 16 Aug 2025 13:51:06 +0000 https://www.gujaratinside.com/?p=16466 જન્માષ્ટમીના પાવન પર્વે રાજકોટમાં આયોજિત કૃષ્ણ મહોત્સવની 40મી શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી થતાં વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી. આ બનાવ રાજકોટના ગોંડલ રોડ પર બન્યો હતો, જ્યાં શોભાયાત્રા પસાર થઈ રહી હતી. કોઈ અજાણ્યા કારણોસર બે જૂથો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી,...

The post રાજકોટમાં જન્માષ્ટમી શોભાયાત્રા દરમિયાન મારામારી, પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લીધી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જન્માષ્ટમીના પાવન પર્વે રાજકોટમાં આયોજિત કૃષ્ણ મહોત્સવની 40મી શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી થતાં વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી.

આ બનાવ રાજકોટના ગોંડલ રોડ પર બન્યો હતો, જ્યાં શોભાયાત્રા પસાર થઈ રહી હતી. કોઈ અજાણ્યા કારણોસર બે જૂથો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદમાં મારામારીમાં ફેરવાઈ ગઈ. અચાનક થયેલી આ ઘટનાને કારણે થોડો સમય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, આ ઘટનામાં ચાર શખ્સો નશાની હાલતમાં હોવાનો આરોપ છે. વિશ્વ હિન્દુ પરિષદ છેલ્લા 39 વર્ષથી આ શોભાયાત્રાનું આયોજન કરે છે, જ્યારે આ વર્ષે 40મી શોભાયાત્રા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા યોજાઈ હતી. 22 કિમી લાંબી આ શોભાયાત્રામાં 80થી વધુ ફ્લોટ્સ સામેલ હતા, જેમાં મુખ્ય રથ પર ‘ઓપરેશન સિંદૂર’ના બેનરો લગાવવામાં આવ્યા હતા.

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવા છતાં આ ઘટના બની. જોકે, પોલીસે ઝડપી કાર્યવાહી કરી મામલો શાંત પાડ્યો હતો અને ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.

 

The post રાજકોટમાં જન્માષ્ટમી શોભાયાત્રા દરમિયાન મારામારી, પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લીધી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/rajkot-janmashtami-procession-clash-police-action/feed/ 0
ગુજરાતમાં ભવ્ય જન્માષ્ટમી ઉત્સવ: દ્વારકા, ડાકોર અને શામળાજીમાં લાખો ભક્તોની ભીડ https://www.gujaratinside.com/2025/08/16/janmashtami-2025-celebration-dwarka-dakor-shamlaji-gujarat/ https://www.gujaratinside.com/2025/08/16/janmashtami-2025-celebration-dwarka-dakor-shamlaji-gujarat/#respond Sat, 16 Aug 2025 13:46:06 +0000 https://www.gujaratinside.com/?p=16463 ગુજરાતભરમાં આજે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રીકૃષ્ણના 5252મા જન્મોત્સવને લઇને રાજ્યના મુખ્ય કૃષ્ણ મંદિરોમાં ભક્તિનો મહાસાગર જોવા મળ્યો છે. દ્વારકા, ડાકોર અને શામળાજીમાં લાખો ભક્તો ઉમટી પડ્યા છે. ‘નંદ ઘેર આનંદ ભયો’ અને ‘જય કનૈયાલાલકી’ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. દ્વારકા: દ્વારકામાં ભક્તોએ દ્વારકાધીશજીના...

The post ગુજરાતમાં ભવ્ય જન્માષ્ટમી ઉત્સવ: દ્વારકા, ડાકોર અને શામળાજીમાં લાખો ભક્તોની ભીડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતભરમાં આજે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રીકૃષ્ણના 5252મા જન્મોત્સવને લઇને રાજ્યના મુખ્ય કૃષ્ણ મંદિરોમાં ભક્તિનો મહાસાગર જોવા મળ્યો છે. દ્વારકા, ડાકોર અને શામળાજીમાં લાખો ભક્તો ઉમટી પડ્યા છે. ‘નંદ ઘેર આનંદ ભયો’ અને ‘જય કનૈયાલાલકી’ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે.

દ્વારકા: દ્વારકામાં ભક્તોએ દ્વારકાધીશજીના ખુલ્લા મંચ પર સ્નાન અભિષેકના દર્શન કર્યા. મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગે ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. સવારે 6 વાગ્યે મંગળા આરતી બાદ ખુલ્લા પડદે સ્નાન અભિષેક કરવામાં આવ્યો હતો.

ડાકોર: અહીં ભગવાન રણછોડરાયજીને મોગલ સામ્રાજ્યનો હીરાજડિત મુગટ અને વડોદરાથી લાવવામાં આવેલા કેવડાના ફૂલનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. મંદિરને 2500થી વધુ રંગબેરંગી ફુગ્ગાઓથી શોભાયમાન બનાવાયું છે. રાત્રે મધ્યરાત્રિએ જન્મોત્સવ મનાવવામાં આવશે અને બીજા દિવસે નંદ મહોત્સવ યોજાશે.

શામળાજી: અરવલ્લીના પ્રસિદ્ધ શામળાજી મંદિરમાં કાળિયા ઠાકરને 4 કરોડના મુગટ સહિત 15 કિલો સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા છે. અહીં શોભાયાત્રા, ભજન સંધ્યા અને મટકીફોડ જેવા કાર્યક્રમો પણ યોજાયા છે, જેમાં 108 મટકીઓ ફોડવામાં આવશે.

 

The post ગુજરાતમાં ભવ્ય જન્માષ્ટમી ઉત્સવ: દ્વારકા, ડાકોર અને શામળાજીમાં લાખો ભક્તોની ભીડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/janmashtami-2025-celebration-dwarka-dakor-shamlaji-gujarat/feed/ 0