Janmashtami Weather Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/janmashtami-weather/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 14 Aug 2025 10:51:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Janmashtami Weather Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/janmashtami-weather/ 32 32 જન્માષ્ટમીમાં વરસાદી તોફાન! ગુજરાતમાં 20મી સુધી ભારે વરસાદ સાથે એલર્ટ જાહેર https://www.gujaratinside.com/2025/08/14/rain-alert-in-gujarat-janmashtami-heavy-rain-forecast/ https://www.gujaratinside.com/2025/08/14/rain-alert-in-gujarat-janmashtami-heavy-rain-forecast/#respond Thu, 14 Aug 2025 10:51:10 +0000 https://www.gujaratinside.com/?p=16213 ગુજરાતમાં વિરામ બાદ ચોમાસાએ ફરી જોર પકડ્યું છે અને આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે. સાતમ-આઠમ જેવા મહત્વના તહેવારો વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. 15મીથી 20મી ઓગસ્ટ દરમિયાન ચાર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડશે. હવામાન વિભાગ મુજબ, 15મી ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ,...

The post જન્માષ્ટમીમાં વરસાદી તોફાન! ગુજરાતમાં 20મી સુધી ભારે વરસાદ સાથે એલર્ટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં વિરામ બાદ ચોમાસાએ ફરી જોર પકડ્યું છે અને આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે. સાતમ-આઠમ જેવા મહત્વના તહેવારો વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. 15મીથી 20મી ઓગસ્ટ દરમિયાન ચાર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડશે.

હવામાન વિભાગ મુજબ, 15મી ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે. 16મી ઓગસ્ટે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદનો મોજો રહેશે.

17મી અને 18મી ઓગસ્ટે વરસાદની તીવ્રતા વધી શકે છે. 17મી ઓગસ્ટે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 18મી ઓગસ્ટે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

19મી ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 20મી ઓગસ્ટે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં અતિભારે વરસાદ માટે હવામાન વિભાગે ચેતવણી આપી છે.

હાલમાં ગુજરાતમાં સરેરાશ 64 ટકા જેટલો વરસાદ નોંધાયો છે, જે આશરે 22 ઈંચ છે. ખેતીનું કામ લગભગ 82 ટકા પૂર્ણ થઈ ગયું છે, જ્યારે 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 69 ટકા છે અને સરદાર સરોવરમાં 78 ટકા પાણી ભરાયું છે.

 

The post જન્માષ્ટમીમાં વરસાદી તોફાન! ગુજરાતમાં 20મી સુધી ભારે વરસાદ સાથે એલર્ટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/rain-alert-in-gujarat-janmashtami-heavy-rain-forecast/feed/ 0