Jeffrey Epstein Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/jeffrey-epstein/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 09 Sep 2025 06:26:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Jeffrey Epstein Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/jeffrey-epstein/ 32 32 ટ્રમ્પ પર એપસ્ટીન પત્રની સહીનો આરોપ, પ્રમુખે તમામ દાવા નકારી દીધા https://www.gujaratinside.com/2025/09/09/trump-epstein-explicit-letter-allegation/ https://www.gujaratinside.com/2025/09/09/trump-epstein-explicit-letter-allegation/#respond Tue, 09 Sep 2025 09:00:11 +0000 https://www.gujaratinside.com/?p=18855 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર જેફ્રી એપસ્ટીનને સંબોધીને લખાયેલા અશ્લીલ પત્ર પર સહી હોવાનો આરોપ લાગ્યા બાદ રાજકારણમાં ખળભળાટ ફેલાઈ છે. હાઉસ ઓવરસાઇટ કમિટીના ડેમોક્રેટ્સે તાજેતરમાં આ પત્ર જાહેર કર્યો છે, જેમાં ટ્રમ્પની સહી હોવાનું દાવો કરવામાં આવ્યું છે. જોકે, ટ્રમ્પે આ આરોપોને સંપૂર્ણપણે નકારી દીધું છે અને વિવાદ સર્જનારા ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ સામે 10...

The post ટ્રમ્પ પર એપસ્ટીન પત્રની સહીનો આરોપ, પ્રમુખે તમામ દાવા નકારી દીધા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર જેફ્રી એપસ્ટીનને સંબોધીને લખાયેલા અશ્લીલ પત્ર પર સહી હોવાનો આરોપ લાગ્યા બાદ રાજકારણમાં ખળભળાટ ફેલાઈ છે. હાઉસ ઓવરસાઇટ કમિટીના ડેમોક્રેટ્સે તાજેતરમાં આ પત્ર જાહેર કર્યો છે, જેમાં ટ્રમ્પની સહી હોવાનું દાવો કરવામાં આવ્યું છે. જોકે, ટ્રમ્પે આ આરોપોને સંપૂર્ણપણે નકારી દીધું છે અને વિવાદ સર્જનારા ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ સામે 10 અબજ ડોલરની માનહાનિની કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત કરી છે.

જેફ્રી એપસ્ટીન એક પ્રભાવશાળી ધનવાન ફાઇનાન્સર હતા, જેમણે 2019માં ન્યૂયોર્કની જેલમાં આત્મહત્યા કરી હતી. તેઓ સગીર છોકરીઓના યૌન શોષણ અને ટ્રાફિકિંગ કેસમાં સુનાવણી માટે રાહ જોઈ રહ્યા હતા. આ પત્ર 2003માં એપસ્ટીનના 50મા જન્મદિવસના આલ્બમનો ભાગ હતો.

ટ્રમ્પે સ્પષ્ટ કર્યુ છે કે, “આ મારા શબ્દો નથી, ન તો આ મારી બોલવાની રીત છે. હું આ પ્રકારની તસવીર બનાવતો નથી.” વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે પણ જણાવ્યું કે ટ્રમ્પે આ પત્ર પર ક્યારેય સહી નહોતી કરી. ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ટેલર બુડોવિચે ટ્રમ્પની ભૂતકાળની સહીઓની તસવીરો શેર કરીને સ્પષ્ટતા કરી કે આ તેમની સહી નથી.

આ ખુલાસાથી ટ્રમ્પ અને એપસ્ટીનની જૂની મિત્રતા પર ફરી સવાલો ઊભા થયા છે. ટ્રમ્પએ જણાવ્યું કે તેમણે લગભગ 20 વર્ષ પહેલાં એપસ્ટીન સાથે સંબંધ તોડી નાખ્યો હતો, કારણકે તે માર્એ-એ-લાગો રિસોર્ટમાં કામ કરતી કેટલીક છોકરીઓ સાથે ખોટું વર્તન કરતો હતો, જેમાં વર્જિનિયા ગ્યુફ્રેનો પણ સમાવેશ થાય છે.

 

The post ટ્રમ્પ પર એપસ્ટીન પત્રની સહીનો આરોપ, પ્રમુખે તમામ દાવા નકારી દીધા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/trump-epstein-explicit-letter-allegation/feed/ 0