Jodhpur gambling case Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/jodhpur-gambling-case/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 14 Aug 2025 11:59:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Jodhpur gambling case Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/jodhpur-gambling-case/ 32 32 જોધપુર સાતત્ય હાઇટ્સમાં જુગારખાનું પકડાયું: 10 જુગારીઓ રોકડ અને લક્ઝરી કાર સાથે ઝડપાયા https://www.gujaratinside.com/2025/08/14/ahmedabad-gambling-raid-satatya-heights-10-arrested/ https://www.gujaratinside.com/2025/08/14/ahmedabad-gambling-raid-satatya-heights-10-arrested/#respond Thu, 14 Aug 2025 11:59:09 +0000 https://www.gujaratinside.com/?p=16243 અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં આવેલા સાતત્ય હાઇટ્સ એપાર્ટમેન્ટમાં આનંદનગર પોલીસે જુગાર રમાડતા શખ્સો પર દરોડો પાડી મોટો ગુનો ઉકેલી લીધો. પોલીસે કમિશન પર જુગાર રમાડતા જીગ્નેશ પટેલ સહિત 10 જુગારીઓને ઝડપી લીધા અને સ્થળ પરથી 7.57 લાખની રોકડ, 50 હજારની કમિશન રકમ, મોબાઇલ ફોન અને બે લક્ઝરી કાર મળી કુલ 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો....

The post જોધપુર સાતત્ય હાઇટ્સમાં જુગારખાનું પકડાયું: 10 જુગારીઓ રોકડ અને લક્ઝરી કાર સાથે ઝડપાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં આવેલા સાતત્ય હાઇટ્સ એપાર્ટમેન્ટમાં આનંદનગર પોલીસે જુગાર રમાડતા શખ્સો પર દરોડો પાડી મોટો ગુનો ઉકેલી લીધો. પોલીસે કમિશન પર જુગાર રમાડતા જીગ્નેશ પટેલ સહિત 10 જુગારીઓને ઝડપી લીધા અને સ્થળ પરથી 7.57 લાખની રોકડ, 50 હજારની કમિશન રકમ, મોબાઇલ ફોન અને બે લક્ઝરી કાર મળી કુલ 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

માહિતી મુજબ જીગ્નેશ પટેલ પોતાના ફ્લેટ નં. 801, સાતત્ય હાઇટ્સમાં બહારથી જુગારીઓને બોલાવીને નાળ કપાવતો હતો. જુગાર રમવા આવતા લોકોના કારણે સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા હતા. અંતે પોલીસને બાતમી મળતાં પીઆઇ વી.જે. ચૌધરીના નેતૃત્વમાં દરોડો પાડવામાં આવ્યો. તપાસમાં જાણવા મળ્યું કે જુગારીઓને ખાણીપીણીની સુવિધા પણ અપાતી હતી.

આ ઉપરાંત નારણપુરા પોલીસે સોલા સાયન્સ સીટી રોડ પર આવેલા મંગલમ નિર્વાણ એપાર્ટમેન્ટના ભાવિન પટેલ વિરુદ્ધ પણ કાર્યવાહી કરી હતી. તેણે માન સરોવર કોમ્પ્લેક્સમાં આવેલી પંચમ એન્ટરપ્રાઇઝ ઓફિસમાં જુગાર રમાડતા 10 શખ્સોને 1.23 લાખની રોકડ સાથે ઝડપી પાડ્યા.

ઝડપાયેલા શખ્સોમાં: જીગ્નેશ પટેલ (સાતત્ય હાઇટ્સ), અમિત દેકીવાડીયા (સેટેલાઇટ), વિશાલ બારોટ (સાબરમતી), પંકજ પટેલ (જજીસ બંગ્લોઝ રોડ), સુભાષ પટેલ, શૈલેષ ઇસોટિયા (જોધપુર), રતિ ટાંક (સોલા), મુનેષ પટેલ (સાઉથ બોપલ), હાર્દિક વાછાણી અને જીગ્નેશ વાછાણી (વસ્ત્રાપુર) સામેલ છે.

 

The post જોધપુર સાતત્ય હાઇટ્સમાં જુગારખાનું પકડાયું: 10 જુગારીઓ રોકડ અને લક્ઝરી કાર સાથે ઝડપાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/ahmedabad-gambling-raid-satatya-heights-10-arrested/feed/ 0