Karnataka politics Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/karnataka-politics/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 18 Sep 2025 11:51:53 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Karnataka politics Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/karnataka-politics/ 32 32 ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોને ખોટા ગણાવ્યા, કહ્યું – મતદાર યાદીમાંથી નામ કાઢવા નિયમો કડક https://www.gujaratinside.com/2025/09/18/election-commission-rejects-rahul-gandhi-allegations/ https://www.gujaratinside.com/2025/09/18/election-commission-rejects-rahul-gandhi-allegations/#respond Thu, 18 Sep 2025 10:45:22 +0000 https://www.gujaratinside.com/?p=19527 રાહુલ ગાંધીના ગંભીર આરોપો પર ચૂંટણી પંચે સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેના તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે. પંચે કહ્યું કે કોઈ નાગરિક દ્વારા ઓનલાઈન આપવામાં આવેલા માહિતીના આધારે કોઈનું મત કાઢી શકાતું નથી અને આ પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ કડક રીતે થાય છે. ચૂંટણી પંચે જણાવ્યું કે...

The post ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોને ખોટા ગણાવ્યા, કહ્યું – મતદાર યાદીમાંથી નામ કાઢવા નિયમો કડક appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાહુલ ગાંધીના ગંભીર આરોપો પર ચૂંટણી પંચે સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેના તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે.

પંચે કહ્યું કે કોઈ નાગરિક દ્વારા ઓનલાઈન આપવામાં આવેલા માહિતીના આધારે કોઈનું મત કાઢી શકાતું નથી અને આ પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ કડક રીતે થાય છે.

ચૂંટણી પંચે જણાવ્યું કે 2023માં આલંદ વિધાનસભા મતવિસ્તારમાં મતદાર યાદીમાંથી નામ કાઢવાના કેટલાક નિષ્ફળ પ્રયાસો થયા હતા, જેના કેસ પંચે પોતે દાખલ કર્યા હતા. પંચે સ્પષ્ટ કર્યું કે મતદાર યાદીમાંથી નામ કાઢતા પહેલા સંબંધિત વ્યક્તિને સાંભળવાની તક આપવામાં આવે છે.

રાહુલ ગાંધીનો આક્ષેપ હતો કે ચૂંટણી પંચ જાણી જોઈને દલિત અને ઓબીસી મતદારોના નામ કાઢી રહ્યું છે અને આના પુરાવા તેમણે પત્રકાર પરિષદમાં રજૂ કર્યા હતા.

કોંગ્રેસના આ આરોપોને ખંડન કરતા જેડીયુ નેતા કેસી ત્યાગીએ કહ્યું કે જનતાએ આપેલા જનાદેશને ‘ચોરી’ કહેવું યોગ્ય નથી અને ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યું છે.

ત્યાગીએ કહ્યું કે લાંબી હારથી કોંગ્રેસ નિરાશ છે અને પોતાના મત કાપીને પોતાને નુકસાન પહોંચાડે તેવો કોઈ પ્રશ્ન નથી. તેમણે ઉદાહરણ આપ્યું કે 2014માં જેડીયુએ ભાજપ સામે ચૂંટણી લડી હતી પરંતુ ક્યારેય ગોટાળો થયો હોવાનો આરોપ લગાવ્યો ન હતો.

ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આક્ષેપો પર વધુ સ્પષ્ટતા આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજવાની જાહેરાત કરી છે.

 

The post ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોને ખોટા ગણાવ્યા, કહ્યું – મતદાર યાદીમાંથી નામ કાઢવા નિયમો કડક appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/18/election-commission-rejects-rahul-gandhi-allegations/feed/ 0
કોર્ગેસ ધારાસભ્ય કે.સી. વીરેન્દ્રના ઘરે ED દરોડો: 12 કરોડ રોકડા અને 6 કરોડના ઘરેણાં જપ્ત https://www.gujaratinside.com/2025/08/23/ed-raid-congress-mla-kc-veerendra/ https://www.gujaratinside.com/2025/08/23/ed-raid-congress-mla-kc-veerendra/#respond Sat, 23 Aug 2025 12:46:00 +0000 https://www.gujaratinside.com/?p=17071 સંસદમાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર થવાના એક જ દિવસ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્ય કે.સી. વીરેન્દ્રના ઘરે દરોડા પાડ્યા. દરોડામાં EDએ 12 કરોડ રૂપિયા રોકડા અને 6 કરોડ રૂપિયાના ગહના જપ્ત કર્યા. સમગ્ર તપાસ દરમ્યાન દેશભરના 31 સ્થળોએ દરોડા કરવામાં આવ્યા હતા, જેમાં ગંગટોક, ચિત્રદુર્ગ જિલ્લો, બેંગલુરુ, હુબલી, જોધપુર, મુંબઈ અને ગોવાનો...

The post કોર્ગેસ ધારાસભ્ય કે.સી. વીરેન્દ્રના ઘરે ED દરોડો: 12 કરોડ રોકડા અને 6 કરોડના ઘરેણાં જપ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સંસદમાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર થવાના એક જ દિવસ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્ય કે.સી. વીરેન્દ્રના ઘરે દરોડા પાડ્યા. દરોડામાં EDએ 12 કરોડ રૂપિયા રોકડા અને 6 કરોડ રૂપિયાના ગહના જપ્ત કર્યા. સમગ્ર તપાસ દરમ્યાન દેશભરના 31 સ્થળોએ દરોડા કરવામાં આવ્યા હતા, જેમાં ગંગટોક, ચિત્રદુર્ગ જિલ્લો, બેંગલુરુ, હુબલી, જોધપુર, મુંબઈ અને ગોવાનો સમાવેશ થાય છે. ગોવામાં પાંચ કેસિનો પર પણ ED દ્વારા દરોડા કરવામાં આવ્યા.

અહેવાલો અનુસાર, કે.સી. વીરેન્દ્ર મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા છે. તપાસમાં જાણવા મળ્યું કે તેઓ કિંગ567, રાજા567 અને અન્ય કેટલીક ઓનલાઈન સટ્ટાબાજી સાઇટ્સ ચલાવતા હતા. તેમજ તેમના ભાઈ કે.સી. થિપ્પાસ્વામી દુબઈથી ત્રણ કંપનીઓ ચલાવે છે – ડાયમંડ સોફ્ટેક, TRS ટેક્નોલોજીસ અને Prime9Technologies, જે કોલ સેન્ટર અને ગેમિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે. અન્ય ભાઈ કે.સી. નાગરાજ અને તેનો પુત્ર પૃથ્વી એન. રાજ પણ આ કારોબારમાં સામેલ હોવાનું જણાવાયું છે.

કર્ણાટકમાં એક અઠવાડિયામાં બીજા કોંગ્રેસ ધારાસભ્ય પણ EDની તપાસ હેઠળ આવ્યા છે. 14 ઓગસ્ટે, કોંગ્રેસ ધારાસભ્ય સતીશ કૃષ્ણા શૈલના ઘરમાં EDએ 1.41 કરોડ રૂપિયા રોકડા અને 6.75 કિલોગ્રામ સોનાના દાગીના જપ્ત કર્યા હતા. તેમના બેંક લોકરો અને અન્ય મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો પણ ED દ્વારા જપ્ત કરવામાં આવ્યા. EDએ જણાવ્યું છે કે દરોડામાં મળેલા રોકડા, ગહનાઓ અને બેંક ખાતાઓમાં આવેલી 14.13 કરોડની થાપણો ફ્રીઝ કરવામાં આવી છે.

The post કોર્ગેસ ધારાસભ્ય કે.સી. વીરેન્દ્રના ઘરે ED દરોડો: 12 કરોડ રોકડા અને 6 કરોડના ઘરેણાં જપ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/ed-raid-congress-mla-kc-veerendra/feed/ 0
પ્રજ્વલ રેવન્નાને દુષ્કર્મ કેસમાં આજીવન કેદ અને 10 લાખ રૂપિયાનો દંડ https://www.gujaratinside.com/2025/08/02/prajwal-revanna-life-imprisonment-rape-case/ https://www.gujaratinside.com/2025/08/02/prajwal-revanna-life-imprisonment-rape-case/#respond Sat, 02 Aug 2025 11:30:54 +0000 https://www.gujaratinside.com/?p=15821 દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવાયેલા કર્ણાટકના જનતા દળ (સેક્યુલર)ના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને બેંગલુરુની ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે રચાયેલી સ્પેશિયલ કોર્ટએ 2 ઓગસ્ટ, 2025ના રોજ આજીવન કેદની સજા અને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સજાની સાથે પીડિતાને 7 લાખ રૂપિયાનું વળતર આપવાનું પણ કોર્ટે જણાવ્યું. ચુકાદો સાંભળીને રેવન્ના કોર્ટમાં ભાવુક બની રડી પડ્યા હતા. આ કેસમાં...

The post પ્રજ્વલ રેવન્નાને દુષ્કર્મ કેસમાં આજીવન કેદ અને 10 લાખ રૂપિયાનો દંડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવાયેલા કર્ણાટકના જનતા દળ (સેક્યુલર)ના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને બેંગલુરુની ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે રચાયેલી સ્પેશિયલ કોર્ટએ 2 ઓગસ્ટ, 2025ના રોજ આજીવન કેદની સજા અને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સજાની સાથે પીડિતાને 7 લાખ રૂપિયાનું વળતર આપવાનું પણ કોર્ટે જણાવ્યું. ચુકાદો સાંભળીને રેવન્ના કોર્ટમાં ભાવુક બની રડી પડ્યા હતા.

આ કેસમાં 14 મહિના પહેલા મૈસુરના કેઆર નગરની એક મહિલા કાર્યકરે ફરિયાદ નોંધાવી હતી કે પ્રજ્વલ રેવન્નાએ તેના પર દુષ્કર્મ આચર્યું અને વીડિયો બનાવ્યો હતો. સીઆઈડીની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે તપાસ હાથ ધરી અને 2000 પાનાની ચાર્જશીટ સાથે 123 પુરાવા કોર્ટમાં રજૂ કર્યા, જે આરોપો સાબિત કરતા હતા. ટ્રાયલ 31 ડિસેમ્બર, 2024થી શરૂ થઈ હતી અને 23 સાક્ષીઓએ કોર્ટમાં સાક્ષી આપી હતી.

પીડિતાએ જણાવ્યું કે રેવન્નાએ હાસન જિલ્લાના ફાર્મહાઉસમાં તેમજ બાસવનગુડીના નિવાસસ્થાને ઘણી વાર દુષ્કર્મ કર્યું હતું. મોબાઈલમાં શૂટ કરાયેલા વીડિયો આ કેસમાં મહત્વના પુરાવા સાબિત થયા, જે ફોરેન્સિક લેબોરેટરીમાં ચકાસણી બાદ સાચા નીવડ્યા હતા.

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે 26 એપ્રિલ, 2024ના લોકસભા મતદાન પછી પ્રજ્વલના અશ્લીલ વીડિયો વાયરલ થયા. ત્યારબાદ પ્રજ્વલ જર્મની ભાગી ગયો હતો. બાદમાં JDSએ તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો. એસઆઈટીએ તેને કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી ધરપકડ કરી હતી. આ કેસના ભાગરૂપે તેના પિતા અને પૂર્વ મંત્રી એચ.ડી. રેવન્નાની પણ ધરપકડ થઈ હતી, પરંતુ તેઓ જામીન પર છૂટ્યા હતા.

The post પ્રજ્વલ રેવન્નાને દુષ્કર્મ કેસમાં આજીવન કેદ અને 10 લાખ રૂપિયાનો દંડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/02/prajwal-revanna-life-imprisonment-rape-case/feed/ 0
સુપ્રીમ કોર્ટનો ઇડી પર આકરો પ્રહાર: “રાજકારણના પ્યાદા ન બનો, નેતાઓને લડવા દો” https://www.gujaratinside.com/2025/07/22/supreme-court-slams-ed-political-bias/ https://www.gujaratinside.com/2025/07/22/supreme-court-slams-ed-political-bias/#respond Tue, 22 Jul 2025 08:35:18 +0000 https://www.gujaratinside.com/?p=15081 સુપ્રીમ કોર્ટે Enforcement Directorate (ED) પર આકરો પ્રહાર કરતા કહ્યું છે કે એજન્સીએ પોતાનું તટસ્થ વલણ રાખવું જોઈએ અને રાજકારણના પ્યાદા ન બને. વકીલોને સમન્સ મોકલવા બાબતે શરૂ થયેલી સુઓમોટો સુનાવણી દરમિયાન CJI બી. આર. ગવઇ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રને તીખી ટિપ્પણીઓ કરી. અરવિંદ દાતાર અને પ્રતાપ વેણુગોપાલ જેવા વરિષ્ઠ વકીલોને ED દ્વારા સમન્સ...

The post સુપ્રીમ કોર્ટનો ઇડી પર આકરો પ્રહાર: “રાજકારણના પ્યાદા ન બનો, નેતાઓને લડવા દો” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુપ્રીમ કોર્ટે Enforcement Directorate (ED) પર આકરો પ્રહાર કરતા કહ્યું છે કે એજન્સીએ પોતાનું તટસ્થ વલણ રાખવું જોઈએ અને રાજકારણના પ્યાદા ન બને. વકીલોને સમન્સ મોકલવા બાબતે શરૂ થયેલી સુઓમોટો સુનાવણી દરમિયાન CJI બી. આર. ગવઇ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રને તીખી ટિપ્પણીઓ કરી.

અરવિંદ દાતાર અને પ્રતાપ વેણુગોપાલ જેવા વરિષ્ઠ વકીલોને ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા હતા, જે બાદમાં પરત ખેંચવામાં આવ્યા હતા. વકીલોના સંગઠને આ કાર્યવાહીના વિરોધમાં મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને દખલ આપવા રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ વકીલ અને અસીલ વચ્ચે થયેલા સંવાદને આધારે ED કે પોલીસ સમન્સ જાહેર કરી શકે નહીં.

અટર્ની જનરલ આર. વેંકટરમણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે સમગ્ર એજન્સી વિરુદ્ધ પૂર્વગ્રહ ન રાખવો જોઈએ. તેમ છતાં, કોર્ટે સ્પષ્ટ સૂચના આપી કે કાયદાકીય સલાહ માટે કોઇ વકીલને સમન્સ મોકલવાનું યોગ્ય નથી.

બીજા કેસમાં, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની અને મંત્રી બૈરાઠી સુરેશ સામે ઈડીએ સમન્સ બહાર પાડ્યાં હતાં, જેને હાઇકોર્ટે રદ કરી દીધાં હતાં. જ્યારે ED એ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, ત્યારે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો જ ઇન્કાર કરી દીધો.

CJI ગવઇએ સ્પષ્ટ સૂચન આપ્યું કે “અમને મો ખોલવા મજબૂર ન કરશો, નહીં તો ઇડી વિશે બહુ કડક ટિપ્પણી કરવી પડશે. રાજકીય લડાઈ ઈલેક્શનમાં થવી જોઈએ, એજન્સીઓના દબાણથી નહીં.”

અંતે, ઇડીએ પોતાની અપીલ પરત ખેંચી લીધી હતી, અને આ મામલે સુપ્રીમ કોર્ટનો મજબૂત સંદેશ સ્પષ્ટ થઈ ગયો — કે તપાસ એજન્સીઓએ બંધારણીય મર્યાદાઓમાં રહીને કાર્ય કરવું જોઈએ.

The post સુપ્રીમ કોર્ટનો ઇડી પર આકરો પ્રહાર: “રાજકારણના પ્યાદા ન બનો, નેતાઓને લડવા દો” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/22/supreme-court-slams-ed-political-bias/feed/ 0