Kashmir Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/kashmir/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 31 Aug 2025 13:27:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Kashmir Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/kashmir/ 32 32 ત્રણ દાયકાથી બંધ કાશ્મીરમાં શારદા ભવાની મંદિરના કપાટ ખુલ્યા, મુસ્લિમ સમુદાયે પંડિતોને આપ્યો હાર્દિક સ્વાગત https://www.gujaratinside.com/2025/08/31/sharda-bhawani-temple-reopens-kashmir-pandit/ https://www.gujaratinside.com/2025/08/31/sharda-bhawani-temple-reopens-kashmir-pandit/#respond Sun, 31 Aug 2025 12:45:13 +0000 https://www.gujaratinside.com/?p=17895 જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં ત્રણ દાયકાથી બંધ રહેલા શારદા ભવાની મંદિરના કપાટ આજે ફરીથી ખુલ્યા. 1990ના દાયકામાં ફેલાયેલા આતંકવાદ પછી કાશ્મીરી પંડિતોનું સમૂહ પ્રથમ વખત પોતાના વતન પરત ફર્યું છે. આ દરમિયાન સ્થાનિક મુસ્લિમ સમુદાયની મોટી સંખ્યામાં હાજરી રહી અને તેમણે પંડિતોનું હાર્દિક સ્વાગત કર્યું. સ્થાનિક વૃદ્ધોએ કાશ્મીરને પંડિતોની જન્મભૂમિ ગણાવીને સંબંધોને મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો....

The post ત્રણ દાયકાથી બંધ કાશ્મીરમાં શારદા ભવાની મંદિરના કપાટ ખુલ્યા, મુસ્લિમ સમુદાયે પંડિતોને આપ્યો હાર્દિક સ્વાગત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં ત્રણ દાયકાથી બંધ રહેલા શારદા ભવાની મંદિરના કપાટ આજે ફરીથી ખુલ્યા. 1990ના દાયકામાં ફેલાયેલા આતંકવાદ પછી કાશ્મીરી પંડિતોનું સમૂહ પ્રથમ વખત પોતાના વતન પરત ફર્યું છે. આ દરમિયાન સ્થાનિક મુસ્લિમ સમુદાયની મોટી સંખ્યામાં હાજરી રહી અને તેમણે પંડિતોનું હાર્દિક સ્વાગત કર્યું. સ્થાનિક વૃદ્ધોએ કાશ્મીરને પંડિતોની જન્મભૂમિ ગણાવીને સંબંધોને મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો.

મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં મુહૂર્ત અને પ્રાણ પ્રતિષ્ઠાની વિધિઓ યોજાઈ. મંદિરના અધ્યક્ષ સુનીલ કુમાર ભટ્ટે જણાવ્યું કે, આ મંદિર પાકિસ્તાનમાં આવેલા શારદા માતા મંદિરની શાખા છે અને લાંબા સમયથી તેને ફરી ખોલવા માટે સ્થાનિક મુસ્લિમ સમુદાય પણ ઉત્સુક હતો. સમારકામ દરમિયાન જીર્ણોદ્ધાર સમયે એક શિવલિંગ પણ મળી, જે નવા મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યું. સરકારી યોજનાના પેકેજ હેઠળ કરાયેલા કામને કારણે જ મંદિરનો પુનર્નિર્માણ શક્ય બન્યું.

સ્થાનિક મુસ્લિમ વરિષ્ઠે જણાવ્યું કે પંડિતો અને મુસ્લિમો અગાઉ એક સાથે રહેતા અને સાથે જ જીવન વિતાવતા હતા. તેમણે કાશ્મીરને ઘાટી પંડિતોની જન્મભૂમિ ગણાવી, બંને સમુદાયના સુમેળ અને સબંધોને ઉજાગર કર્યો.

 

The post ત્રણ દાયકાથી બંધ કાશ્મીરમાં શારદા ભવાની મંદિરના કપાટ ખુલ્યા, મુસ્લિમ સમુદાયે પંડિતોને આપ્યો હાર્દિક સ્વાગત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/sharda-bhawani-temple-reopens-kashmir-pandit/feed/ 0