Kathmandu unrest Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/kathmandu-unrest/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 12 Sep 2025 10:31:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Kathmandu unrest Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/kathmandu-unrest/ 32 32 નેપાળમાં હિંસક આંદોલન વચ્ચે ભારતીય વૉલીબૉલ ટીમનો સફળ બચાવ, દૂતાવાસની ત્વરિત કાર્યવાહી https://www.gujaratinside.com/2025/09/12/indian-volleyball-team-rescued-nepal-violence/ https://www.gujaratinside.com/2025/09/12/indian-volleyball-team-rescued-nepal-violence/#respond Fri, 12 Sep 2025 10:45:13 +0000 https://www.gujaratinside.com/?p=19235 નેપાળમાં ચાલી રહેલા હિંસક આંદોલન વચ્ચે ભારતીય દૂતાવાસે પ્રશંસનીય ઝડપ દર્શાવી ભારતીય વૉલીબૉલ ટીમને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મેળવી છે. આ ઘટના ત્યારે ચર્ચામાં આવી જ્યારે ટીવી પ્રેઝેન્ટર ઉપાસના ગિલનો ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ઉપાસના ગિલ વૉલીબૉલ લીગ માટે નેપાળના પોખરા શહેરમાં હતી, પરંતુ અચાનક ફેલાયેલી હિંસામાં તે અને ટીમના સભ્યો ફસાઈ...

The post નેપાળમાં હિંસક આંદોલન વચ્ચે ભારતીય વૉલીબૉલ ટીમનો સફળ બચાવ, દૂતાવાસની ત્વરિત કાર્યવાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નેપાળમાં ચાલી રહેલા હિંસક આંદોલન વચ્ચે ભારતીય દૂતાવાસે પ્રશંસનીય ઝડપ દર્શાવી ભારતીય વૉલીબૉલ ટીમને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મેળવી છે. આ ઘટના ત્યારે ચર્ચામાં આવી જ્યારે ટીવી પ્રેઝેન્ટર ઉપાસના ગિલનો ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

ઉપાસના ગિલ વૉલીબૉલ લીગ માટે નેપાળના પોખરા શહેરમાં હતી, પરંતુ અચાનક ફેલાયેલી હિંસામાં તે અને ટીમના સભ્યો ફસાઈ ગયા. વીડિયોમાં ઉપાસનાએ ભારતીય દૂતાવાસને સીધી અપીલ કરી હતી કે તેઓ તાત્કાલિક મદદ કરે.

ઉપાસનાએ પોતાના વીડિયોમાં જણાવ્યું હતું કે જે હોટલમાં તે રોકાઈ હતી તે ઉપદ્રવીઓએ સળગી દીધી હતી અને તેનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. તેણીએ જણાવ્યું કે તે સમયે તે સ્પામાં હતી અને મોટા પ્રયત્નો પછી પોતાની જાન બચાવી શકી.

વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે પ્રતિસાદ મેળવ્યો અને તરત જ દૂતાવાસ હરકતમાં આવ્યું. દૂતાવાસે ટીમ સાથે સંપર્ક સાધી તેમને કાઠમંડુના એક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીમના મોટાભાગના સભ્યો ભારત પરત આવી ગયા છે અને બાકી ખેલાડીઓને પણ પરત લાવવા માટે વ્યવસ્થા ચાલી રહી છે.

નેપાળમાં હિંસક દેખાવો સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાદ શરૂ થયા હતા, જે ટૂંક સમયમાં ભ્રષ્ટાચાર અને નેપોટિઝમ સામેના વ્યાપક આંદોલનમાં ફેરવાઈ ગયા. પરિસ્થિતિ એટલી હદે વણસી કે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપવું પડ્યું.

કાઠમંડુથી પોખરા સુધી હોટલો અને સરકારી ઇમારતોને આગચાંપી દેવામાં આવી, જેના કારણે સામાન્ય નાગરિકો અને પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા. સરકાર ઉથલાવ્યા બાદ પણ પરિસ્થિતિ હજુ તંગ છે અને હિંસક દેખાવો ચાલુ છે.

ભારતીય દૂતાવાસે અન્ય ફસાયેલા ભારતીયોને મદદ કરવા માટે હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે અને કાઠમંડુમાં કંટ્રોલ રૂમ સતત સક્રિય છે. આ કામગીરી ફરી એકવાર સાબિત કરે છે કે વિદેશમાં ફસાયેલા ભારતીયોની સલામતી સરકાર માટે સૌથી મોટી પ્રાથમિકતા છે.

 

The post નેપાળમાં હિંસક આંદોલન વચ્ચે ભારતીય વૉલીબૉલ ટીમનો સફળ બચાવ, દૂતાવાસની ત્વરિત કાર્યવાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/12/indian-volleyball-team-rescued-nepal-violence/feed/ 0
નેપાળ હિંસાની અસર ભારતીય સરહદે, દાર્ચુલા-બૈતાડીમાં તોડફોડ અને આગચંપીથી તણાવ https://www.gujaratinside.com/2025/09/10/nepal-violence-spreads-to-india-border-darchula-baitadi-unrest/ https://www.gujaratinside.com/2025/09/10/nepal-violence-spreads-to-india-border-darchula-baitadi-unrest/#respond Wed, 10 Sep 2025 04:25:42 +0000 https://www.gujaratinside.com/?p=18974 નેપાળમાં ભડકેલી હિંસાની જ્વાળાઓ હવે ભારતીય સરહદ સુધી પહોંચી ગઈ છે. બુધવારે ઝુલાઘાટ અને ધારચુલાને અડીને આવેલા નેપાળના દાર્ચુલા અને બૈતાડી જિલ્લામાં હિંસક દેખાવો થયા. દાર્ચુલામાં દેખાવકારોએ કોંગ્રેસ અને યુએમએલ (એમાલે)ના કાર્યાલયોમાં તોડફોડ કરી હતી તેમજ આગચંપી કરતા વિસ્તારમાં ભારે તણાવ ફેલાયો હતો. નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે ઉઠેલી ચિંગારી હવે વિકરાળ બની...

The post નેપાળ હિંસાની અસર ભારતીય સરહદે, દાર્ચુલા-બૈતાડીમાં તોડફોડ અને આગચંપીથી તણાવ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નેપાળમાં ભડકેલી હિંસાની જ્વાળાઓ હવે ભારતીય સરહદ સુધી પહોંચી ગઈ છે. બુધવારે ઝુલાઘાટ અને ધારચુલાને અડીને આવેલા નેપાળના દાર્ચુલા અને બૈતાડી જિલ્લામાં હિંસક દેખાવો થયા. દાર્ચુલામાં દેખાવકારોએ કોંગ્રેસ અને યુએમએલ (એમાલે)ના કાર્યાલયોમાં તોડફોડ કરી હતી તેમજ આગચંપી કરતા વિસ્તારમાં ભારે તણાવ ફેલાયો હતો.

નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે ઉઠેલી ચિંગારી હવે વિકરાળ બની ગઈ છે. મંગળવારે દેખાવકારોએ સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન અને સુપ્રીમ કોર્ટને આગ ચાંપી દીધી હતી.

વડાપ્રધાન કેપી શર્મા ઓલીના નિવાસસ્થાન સહિત અનેક મંત્રીઓ અને નેતાઓના ઘરોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. પરિસ્થિતિ બેકાબૂ બનતાં વડાપ્રધાન ઓલીએ રાજીનામું આપવું પડ્યું હતું.

ઝુલાઘાટ આંતરરાષ્ટ્રીય પુલથી આશરે 25 કિમી દૂર બૈતાડીના સાહિલેક બજારમાં પ્રદર્શનકારીઓએ બજાર બંધ કરાવીને સરકાર સામે ગુસ્સો વ્યક્ત કર્યો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે યુવાનો સોશિયલ મીડિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધ સામે સડક પર ઉતર્યા હતા.

પિથોરાગઢના ધારચુલાને અડીને આવેલા નેપાળના દાર્ચુલામાં પણ હોબાળો મચ્યો. સવારે દાર્ચુલા બહુમુખી કેમ્પસમાં ભેગા થયેલા લોકો બજારમાં સરઘસ કાઢીને વિરોધ કર્યો હતો. બાદમાં તેમણે સીડીઓ ઓફિસ પર પથ્થરમારો કર્યો.

બપોર બાદ પ્રદર્શન હિંસક બનતાં કોંગ્રેસ અને યુએમએલ-માઓવાદી કાર્યાલયોને નિશાન બનાવવામાં આવ્યા. પોલીસ અને સશસ્ત્ર દળ ઘટનાસ્થળે પહોંચ્યા છતાં પ્રદર્શનકારીઓ સામે લાચાર દેખાયા હતા.

 

The post નેપાળ હિંસાની અસર ભારતીય સરહદે, દાર્ચુલા-બૈતાડીમાં તોડફોડ અને આગચંપીથી તણાવ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/10/nepal-violence-spreads-to-india-border-darchula-baitadi-unrest/feed/ 0
નેપાળમાં હિંસા પર PM મોદીની ચિંતા, શાંતિ જાળવવા નાગરિકોને કરી અપીલ https://www.gujaratinside.com/2025/09/10/pm-modi-message-on-nepal-violence-appeals-for-peace/ https://www.gujaratinside.com/2025/09/10/pm-modi-message-on-nepal-violence-appeals-for-peace/#respond Wed, 10 Sep 2025 03:59:23 +0000 https://www.gujaratinside.com/?p=18970 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં ચાલી રહેલા યુવાનોના આંદોલન અને હિંસક પ્રદર્શનો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. હિમાચલ પ્રદેશ અને પંજાબથી પરત ફર્યા બાદ તેમણે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક બોલાવી અને નેપાળની હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. બાદમાં તેમણે સામાજિક મિડિયા પ્લેટફોર્મ X પર સંદેશ આપ્યો, જેમાં તેમણે લખ્યું કે નેપાળમાં થયેલી હિંસા હૃદયવિદારક...

The post નેપાળમાં હિંસા પર PM મોદીની ચિંતા, શાંતિ જાળવવા નાગરિકોને કરી અપીલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં ચાલી રહેલા યુવાનોના આંદોલન અને હિંસક પ્રદર્શનો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. હિમાચલ પ્રદેશ અને પંજાબથી પરત ફર્યા બાદ તેમણે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક બોલાવી અને નેપાળની હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. બાદમાં તેમણે સામાજિક મિડિયા પ્લેટફોર્મ X પર સંદેશ આપ્યો, જેમાં તેમણે લખ્યું કે નેપાળમાં થયેલી હિંસા હૃદયવિદારક છે અને અનેક યુવાનોના મોત થવાથી તેઓ દુઃખી છે.

મોદીએ જણાવ્યું કે નેપાળની સ્થિરતા, શાંતિ અને સમૃદ્ધિ ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે નેપાળના તમામ નાગરિકોને વિનમ્ર અપીલ કરી કે તેઓ શાંતિનું સમર્થન કરે અને એકતા સાથે આગળ વધે. વડાપ્રધાને આ પણ જણાવ્યું કે ભારત પરિસ્થિતિ પર બારીકીથી નજર રાખી રહ્યું છે અને નેપાળની જનતા સાથે છે.

સોશિયલ મીડિયા પ્રતિબંધ બાદ પ્રદર્શનો વધુ ઉગ્ર બન્યા છે. વિદ્યાર્થીઓના નેતૃત્વમાં શરૂ થયેલા આ આંદોલને સરકાર અને રાજકીય નેતાઓ સામે ભ્રષ્ટાચાર અને જનતાની અવગણનાના આરોપ લગાવ્યા. પ્રદર્શનો દરમિયાન પૂર્વ વડાપ્રધાન ઝલનાથ ખનાલના ઘરને આગ લગાડવામાં આવી હતી, જેમાં તેમની પત્ની રાજલક્ષ્મી ચિત્રકાર ગંભીર રીતે દાઝી ગઈ અને બાદમાં તેમનું અવસાન થયું.

ટોળાએ પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ, પુષ્પ કમલ દહલ, શેર બહાદુર દેઉબા અને અન્ય નેતાઓના ઘરો તથા સંપત્તિઓને પણ નિશાન બનાવ્યા.

કાઠમંડૂ અને લલિતપુરમાં ટાયર સળગાવી રસ્તા જામ કરવામાં આવ્યા, પથ્થરમારો અને આગચંપી થઈ. સરકાર દ્વારા સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ હટાવી દેવાયા પછી પણ હિંસા ચાલુ રહી. આ તંગ પરિસ્થિતિ વચ્ચે ઓલીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે અને હાલ નેપાળ સેનાએ સુરક્ષા સત્તા સંભાળી લીધી છે.

 

The post નેપાળમાં હિંસા પર PM મોદીની ચિંતા, શાંતિ જાળવવા નાગરિકોને કરી અપીલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/10/pm-modi-message-on-nepal-violence-appeals-for-peace/feed/ 0
36 વર્ષનો સુદન ગુરુંગ: નેપાળના Gen Z આંદોલનનો ચહેરો, જેણે સત્તાના પાયા હચમચાવ્યા https://www.gujaratinside.com/2025/09/09/sudan-gurung-gen-z-protest-nepal/ https://www.gujaratinside.com/2025/09/09/sudan-gurung-gen-z-protest-nepal/#respond Tue, 09 Sep 2025 10:02:07 +0000 https://www.gujaratinside.com/?p=18873 કાઠમંડુ: નેપાળમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલા Gen Z આંદોલનના કેન્દ્રમાં 36 વર્ષીય સામાજિક કાર્યકર સુદન ગુરુંગ છે. હામી નેપાળ નામની એનજીઓના સ્થાપક ગુરુંગે દેશભરના યુવાઓને સંગઠિત કરીને ભ્રષ્ટાચાર, અસમાનતા અને સરકાર દ્વારા મૂકાયેલા સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે લડતને દિશા આપી છે. આંદોલનની શરૂઆત 8 સપ્ટેમ્બરે થઈ, જ્યારે લાખો વિદ્યાર્થી અને યુવાનો એકસાથે રસ્તા પર ઉતર્યા....

The post 36 વર્ષનો સુદન ગુરુંગ: નેપાળના Gen Z આંદોલનનો ચહેરો, જેણે સત્તાના પાયા હચમચાવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કાઠમંડુ: નેપાળમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલા Gen Z આંદોલનના કેન્દ્રમાં 36 વર્ષીય સામાજિક કાર્યકર સુદન ગુરુંગ છે. હામી નેપાળ નામની એનજીઓના સ્થાપક ગુરુંગે દેશભરના યુવાઓને સંગઠિત કરીને ભ્રષ્ટાચાર, અસમાનતા અને સરકાર દ્વારા મૂકાયેલા સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે લડતને દિશા આપી છે.

આંદોલનની શરૂઆત 8 સપ્ટેમ્બરે થઈ, જ્યારે લાખો વિદ્યાર્થી અને યુવાનો એકસાથે રસ્તા પર ઉતર્યા. ગુરુંગે સોશિયલ મીડિયા, ડિસ્કોર્ડ અને VPN મારફત અભિયાનને વેગ આપ્યો. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને યુવાઓને સંદેશ આપ્યો કે “આપણી લડત આપણી શક્તિથી શરૂ થાય છે, હવે સરકારને ઝુકાવવાનો સમય આવી ગયો છે.”

સુદન ગુરુંગનો પ્રવાસ
એક સમયે ઇવેન્ટ મેનેજમેન્ટમાં કાર્યરત ગુરુંગનું જીવન 2015ના નેપાળ ભૂકંપ બાદ બદલાઈ ગયું. તે માનવતાવાદી કાર્ય તરફ વળ્યો અને હામી નેપાળ એનજીઓ સ્થાપી. તેના માધ્યમથી તેણે આપત્તિ રાહત, રક્તદાન ઝુંબેશ અને વિદ્યાર્થીઓના કલ્યાણ માટેના અભિયાનો ચલાવ્યા. આંતરરાષ્ટ્રીય ફંડિંગથી ચાલતી આ સંસ્થાએ હવે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને નેતૃત્વ આપ્યું છે.

આંદોલનની પૃષ્ઠભૂમિ
સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગતા યુવાઓનો ગુસ્સો ફાટી નીકળ્યો, પરંતુ ગુરુંગે તેને માત્ર ટેક્નિકલ મુદ્દાથી આગળ ધકેલીને ભ્રષ્ટાચાર અને આર્થિક અસમાનતા સામેનું રાષ્ટ્રીય આંદોલન બનાવી દીધું.

8 સપ્ટેમ્બરના વિરોધ દરમિયાન ભીડ સંસદ ભવનમાં ઘૂસી ગઈ, પોલીસ દ્વારા ટિયર ગેસ અને ગોળીબાર કરવામાં આવ્યો. સરકારના આદેશ બાદ 20 યુવાનોનાં મોત થયા અને 300થી વધુ ઘાયલ થયા. સરકારે પ્રતિબંધ પાછો ખેંચ્યા છતાં આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. ઠેરઠેર આગચંપી, મંત્રીઓ અને સાંસદોના નિવાસસ્થાનો પર હુમલા થઈ રહ્યા છે.

સુદન ગુરુંગ આજે નેપાળના યુવા આંદોલનનો મુખ્ય ચહેરો બની ગયો છે, જેણે સત્તાના પાયા હચમચાવી દીધા છે.

 

The post 36 વર્ષનો સુદન ગુરુંગ: નેપાળના Gen Z આંદોલનનો ચહેરો, જેણે સત્તાના પાયા હચમચાવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/sudan-gurung-gen-z-protest-nepal/feed/ 0