Kerala news Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/kerala-news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 26 Aug 2025 09:56:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Kerala news Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/kerala-news/ 32 32 ગુરુવાયુર મંદિરમાં બિન-હિન્દુ વ્લોગરે પગ ધોયા, 6 દિવસ ચાલશે શુદ્ધિકરણ વિધિ https://www.gujaratinside.com/2025/08/26/guruvayur-temple-non-hindu-vlogger-controversy/ https://www.gujaratinside.com/2025/08/26/guruvayur-temple-non-hindu-vlogger-controversy/#respond Tue, 26 Aug 2025 09:56:34 +0000 https://www.gujaratinside.com/?p=17352 કેરળના ત્રિશૂર જિલ્લાના પ્રસિદ્ધ ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિરમાં એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. બિગ બોસની ભૂતપૂર્વ સ્પર્ધક અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જાસ્મીન જાફરે મંદિરના પવિત્ર તળાવમાં પગ ધોતાં વીડિયો બનાવ્યો, જેના કારણે વિવાદ થયો છે. મંદિરની પરંપરા મુજબ બિન-હિન્દુઓને તળાવમાં પ્રવેશવાની મનાઈ છે, તેમજ વિડિયોગ્રાફી પર હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઘટનાની...

The post ગુરુવાયુર મંદિરમાં બિન-હિન્દુ વ્લોગરે પગ ધોયા, 6 દિવસ ચાલશે શુદ્ધિકરણ વિધિ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કેરળના ત્રિશૂર જિલ્લાના પ્રસિદ્ધ ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિરમાં એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. બિગ બોસની ભૂતપૂર્વ સ્પર્ધક અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જાસ્મીન જાફરે મંદિરના પવિત્ર તળાવમાં પગ ધોતાં વીડિયો બનાવ્યો, જેના કારણે વિવાદ થયો છે. મંદિરની પરંપરા મુજબ બિન-હિન્દુઓને તળાવમાં પ્રવેશવાની મનાઈ છે, તેમજ વિડિયોગ્રાફી પર હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતા ગુરુવાયુર દેવસ્વોમ સમિતિએ તળાવને અપવિત્ર ગણાવી શુદ્ધિકરણ વિધિ શરૂ કરી.

શુદ્ધિકરણ વિધિમાં છ દિવસ સુધી 18 પૂજાઓ અને 18 શીવેલી (મંદિર પરિક્રમા) થશે. આ દરમિયાન સવારે 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ભક્તો માટે દર્શન બંધ રહેશે. સમિતિએ જણાવ્યું કે મંદિરની પવિત્રતા જાળવવા ભક્તોએ પ્રતિબંધોનું પાલન કરવું જરૂરી છે.

જાસ્મીન જાફરે બાદમાં વીડિયો સોશિયલ મીડિયા પરથી હટાવી લીધો અને માફી માંગતા જણાવ્યું કે તેમને મંદિરના પ્રતિબંધોની જાણ નહોતી. દેવસ્વોમ પ્રશાસકે મંદિર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને કોર્ટના નિર્દેશ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામા આવશે.

 

The post ગુરુવાયુર મંદિરમાં બિન-હિન્દુ વ્લોગરે પગ ધોયા, 6 દિવસ ચાલશે શુદ્ધિકરણ વિધિ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/26/guruvayur-temple-non-hindu-vlogger-controversy/feed/ 0
કેરળના પૂર્વ મુખ્યમંત્રી વી.એસ. અચ્યુતાનંદનનું 101 વર્ષની ઉંમરે નિધન https://www.gujaratinside.com/2025/07/21/vs-achuthanandan-death-kerala-ex-cm-obituary/ https://www.gujaratinside.com/2025/07/21/vs-achuthanandan-death-kerala-ex-cm-obituary/#respond Mon, 21 Jul 2025 15:33:36 +0000 https://www.gujaratinside.com/?p=15042 કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રખર સામ્યવાદી નેતા વી.એસ. અચ્યુતાનંદનનું તિરુવનંતપુરમની ખાનગી હોસ્પિટલમાં 101 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને ગયા મહિને હૃદયરોગનો હુમલો થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હતી અને આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનથી કેરળના રાજકારણમાં એક યુગનો અંત થયો...

The post કેરળના પૂર્વ મુખ્યમંત્રી વી.એસ. અચ્યુતાનંદનનું 101 વર્ષની ઉંમરે નિધન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રખર સામ્યવાદી નેતા વી.એસ. અચ્યુતાનંદનનું તિરુવનંતપુરમની ખાનગી હોસ્પિટલમાં 101 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને ગયા મહિને હૃદયરોગનો હુમલો થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હતી અને આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનથી કેરળના રાજકારણમાં એક યુગનો અંત થયો છે.

વી.એસ. અચ્યુતાનંદન 2006 થી 2011 દરમિયાન કેરળના મુખ્યમંત્રી તરીકે કાર્યરત રહ્યા હતા. તેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના સ્થાપક સભ્યોમાંના એક હતા અને રાજ્યમાં સામાજિક ન્યાય, જમીન સુધારણા અને કામદારોના હકો માટે સતત સંઘર્ષ કરનારા નેતા તરીકે ઓળખાતા હતા. તેમના શાસન દરમિયાન ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક વલણ અને જનહિતના મુદ્દાઓ પર અડગ અભિગમથી તેઓ લોકપ્રિય થયા હતા.

અચ્યુતાનંદન રાજકીય જીવનમાં લાંબા સમય સુધી સક્રિય રહ્યા હતા. તેઓ કેરળ વિધાનસભામાં સાત વખત ચૂંટાયા અને ત્રણ વખત વિપક્ષના નેતા તરીકે પણ કામગીરી આપી હતી. 82 વર્ષની ઉંમરે તેમણે 2006માં મુખ્યમંત્રી પદ સંભાળીને વરિષ્ઠ નાગરિકો માટે પ્રેરણા પૂરું પાડી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ જાહેર જીવનથી દુર રહી રહ્યા હતા અને તિરુવનંતપુરમમાં પોતાના પુત્ર સાથે રહેતા હતા.

તેમના નિધન પછી રાજકીય પાટીમાં શોકની લાગણી પ્રસરી છે. સીપીઆઈ-એમ પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (પૂર્વે Twitter) પર તેમને શ્રદ્ધાંજલી આપી છે. કોંગ્રેસ નેતા શશિ થરૂર સહિત અનેક રાજકીય નેતાઓએ તેમના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમના ખાનગી સચિવ એ.જી. શશિધર નાયરે જણાવ્યું કે, “વી.એસ. એક એવા નેતા હતા, જે ક્યારેય દબાણમાં આવતાં નહોતા અને જનહિતના મુદ્દાઓ પર નિર્ભયપણે અવાજ ઉઠાવતાં.”

The post કેરળના પૂર્વ મુખ્યમંત્રી વી.એસ. અચ્યુતાનંદનનું 101 વર્ષની ઉંમરે નિધન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/21/vs-achuthanandan-death-kerala-ex-cm-obituary/feed/ 0