Kulman Ghising Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/kulman-ghising/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 11 Sep 2025 11:42:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Kulman Ghising Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/kulman-ghising/ 32 32 નેપાળના કાર્યકારી PM પદ માટે કુલમાન ઘિસિંગનું નામ આગળ, Gen-Z આંદોલનકારીઓનો સમર્થન https://www.gujaratinside.com/2025/09/11/kulman-ghising-nepal-interim-pm-gen-z-support/ https://www.gujaratinside.com/2025/09/11/kulman-ghising-nepal-interim-pm-gen-z-support/#respond Thu, 11 Sep 2025 11:42:25 +0000 https://www.gujaratinside.com/?p=19139 નેપાળમાં ચાલી રહેલી હિંસક પરિસ્થિતિ વચ્ચે દેશના કાર્યકારી વડાપ્રધાન પદ માટે કુલમાન ઘિસિંગનું નામ ચર્ચામાં છે. સૈના, Gen-Z આંદોલનકારીઓ અને અન્ય પ્રતિનિધિઓ વચ્ચે ચાલી રહેલી બેઠકમાં ઘિસિંગનું નામ સત્તાવાર રીતે આગળ આવ્યું છે. આ પહેલી વાર છે જ્યારે ઘિસિંગનું નામ વડાપ્રધાન પદ માટે આગળ આવ્યું છે. અગાઉ પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી અને કાઠમંડુ મેયર...

The post નેપાળના કાર્યકારી PM પદ માટે કુલમાન ઘિસિંગનું નામ આગળ, Gen-Z આંદોલનકારીઓનો સમર્થન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નેપાળમાં ચાલી રહેલી હિંસક પરિસ્થિતિ વચ્ચે દેશના કાર્યકારી વડાપ્રધાન પદ માટે કુલમાન ઘિસિંગનું નામ ચર્ચામાં છે. સૈના, Gen-Z આંદોલનકારીઓ અને અન્ય પ્રતિનિધિઓ વચ્ચે ચાલી રહેલી બેઠકમાં ઘિસિંગનું નામ સત્તાવાર રીતે આગળ આવ્યું છે.

આ પહેલી વાર છે જ્યારે ઘિસિંગનું નામ વડાપ્રધાન પદ માટે આગળ આવ્યું છે. અગાઉ પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી અને કાઠમંડુ મેયર બાલેન શાહના નામો મજબૂત દાવેદાર તરીકે હતા, પરંતુ સહમતિ ન થતાં હવે ઘિસિંગને સૌથી યોગ્ય વિકલ્પ માનવામાં આવી રહ્યા છે.

કુલમાન ઘિસિંગનો જન્મ 25 નવેમ્બર 1970ના રોજ નેપાળના રામેછાપ જિલ્લામાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં લીધું બાદ ભારતના જમશેદપુર ખાતે રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કરી.

તેમણે 2016 થી 2020 સુધી અને ત્યારબાદ 2021 થી 2025 સુધી નેપાળ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (NEA)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે બે કાર્યકાળ પૂરા કર્યા. તેમના કાર્યકાળમાં નેપાળમાં લાંબા સમયથી ચાલી રહેલી વીજળી કાપની સમસ્યાનો અંત આવ્યો હતો અને દેશના વીજ પુરવઠામાં મોટાપાયે સુધારો થયો હતો.

ઘિસિંગે વીજળી ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણમાં સુધારા કરી વીજળી ચોરી પર નિયંત્રણ મેળવ્યું અને સપ્લાયને સ્થિર બનાવી. જેના કારણે તેઓ લોકપ્રિય બન્યા અને યુવાનોમાં ખાસ લોકચાહના મેળવી.

માર્ચ 2025માં તેમનો બીજો કાર્યકાળ પૂરો થવામાં ચાર મહિના બાકી હોવા છતાં તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમ છતાં, તેમની લોકપ્રિયતા અકબંધ રહી છે અને તેમને આજે પણ “દેશભક્ત ટેકનોક્રેટ” તરીકે ઓળખવામાં આવે છે.

હાલમાં નેપાળમાં સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધને કારણે હિંસક પ્રદર્શન ફાટી નીકળ્યા છે. યુવા વર્ગે ભ્રષ્ટાચાર અને સરકારની નિષ્ફળતાઓ સામે વિરોધ શરૂ કર્યો હતો, જેના કારણે વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપવું પડ્યું હતું.

હવે દેશમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે કાર્યકારી વડાપ્રધાનની નિમણૂક માટે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે અને ઘિસિંગનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.

 

The post નેપાળના કાર્યકારી PM પદ માટે કુલમાન ઘિસિંગનું નામ આગળ, Gen-Z આંદોલનકારીઓનો સમર્થન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/11/kulman-ghising-nepal-interim-pm-gen-z-support/feed/ 0