Kutch tragedy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/kutch-tragedy/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 17 Aug 2025 09:50:58 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Kutch tragedy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/kutch-tragedy/ 32 32 ભચાઉમાં જન્માષ્ટમીની ઉજવણી દુર્ઘટનામાં ફેરવાઈ, મટકી ફોડ દરમિયાન થાંભલો પડતાં સગીરનું કરુણ મોત https://www.gujaratinside.com/2025/08/17/bhachau-janmashtami-celebration-turns-tragic-minor-dies/ https://www.gujaratinside.com/2025/08/17/bhachau-janmashtami-celebration-turns-tragic-minor-dies/#respond Sun, 17 Aug 2025 09:50:58 +0000 https://www.gujaratinside.com/?p=16517 કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં જન્માષ્ટમીની ઉજવણી દરમ્યાન બનેલી એક દુર્ઘટનાએ આનંદના માહોલને શોકમાં ફેરવી દીધો. મટકી ફોડ કાર્યક્રમ દરમ્યાન થાંભલો પડતાં એક સગીરનું કરુણ મોત થયું અને બે લોકો ઘાયલ થયા. માહિતી મુજબ, ગામમાં જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. મટકી ફોડતી વખતે દોરડું...

The post ભચાઉમાં જન્માષ્ટમીની ઉજવણી દુર્ઘટનામાં ફેરવાઈ, મટકી ફોડ દરમિયાન થાંભલો પડતાં સગીરનું કરુણ મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં જન્માષ્ટમીની ઉજવણી દરમ્યાન બનેલી એક દુર્ઘટનાએ આનંદના માહોલને શોકમાં ફેરવી દીધો. મટકી ફોડ કાર્યક્રમ દરમ્યાન થાંભલો પડતાં એક સગીરનું કરુણ મોત થયું અને બે લોકો ઘાયલ થયા.

માહિતી મુજબ, ગામમાં જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. મટકી ફોડતી વખતે દોરડું બાંધવામાં આવેલા થાંભલો અચાનક ભીડ પર આવી પડ્યો. આ ઘટનામાં ઈશ્વર જેઠાણી નામના સગીરને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત થયું.

દુર્ઘટનામાં અન્ય બે લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઘટનાના પગલે સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ દુર્ઘટનાએ ઉત્સવના આનંદમય વાતાવરણને માતમમાં ફેરવી નાખ્યો છે.

 

The post ભચાઉમાં જન્માષ્ટમીની ઉજવણી દુર્ઘટનામાં ફેરવાઈ, મટકી ફોડ દરમિયાન થાંભલો પડતાં સગીરનું કરુણ મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/bhachau-janmashtami-celebration-turns-tragic-minor-dies/feed/ 0