#LatestNews Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/latestnews/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 18 Jul 2025 04:33:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #LatestNews Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/latestnews/ 32 32 લીકર કૌભાંડમાં ભૂપેશ બઘેલ પર EDની કાર્યવાહી, પૂર્વ સીએમએ કહ્યું – ‘સાહેબે ED મોકલી દીધી’ https://www.gujaratinside.com/2025/07/18/ed-action-against-ex-cm-bhupesh-baghel-in-the-leaker-scam/ https://www.gujaratinside.com/2025/07/18/ed-action-against-ex-cm-bhupesh-baghel-in-the-leaker-scam/#respond Fri, 18 Jul 2025 04:33:07 +0000 https://www.gujaratinside.com/?p=14855 છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ભિલાઈ સ્થિત નિવાસસ્થાને શુક્રવારે (18 જુલાઈ) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા પાડ્યા છે. આ પગલાં રાજયના બહુચર્ચિત લિકર કૌભાંડ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દરોડાની જાણકારી પોતે ભૂપેશ બઘેલે X (હવે Twitter) પર આપી હતી. તેમણે લખ્યું, “ED આવી ગઈ છે. આજે વિધાનસભા સત્રનો...

The post લીકર કૌભાંડમાં ભૂપેશ બઘેલ પર EDની કાર્યવાહી, પૂર્વ સીએમએ કહ્યું – ‘સાહેબે ED મોકલી દીધી’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ભિલાઈ સ્થિત નિવાસસ્થાને શુક્રવારે (18 જુલાઈ) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા પાડ્યા છે. આ પગલાં રાજયના બહુચર્ચિત લિકર કૌભાંડ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ દરોડાની જાણકારી પોતે ભૂપેશ બઘેલે X (હવે Twitter) પર આપી હતી. તેમણે લખ્યું, “ED આવી ગઈ છે. આજે વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ છે અને તમનારમાં અદાણી દ્વારા કાપવામાં આવતા વૃક્ષોના મુદ્દા પર ચર્ચા કરવી હતી. એટલે ‘સાહેબે’ મારા ભિલાઈ નિવાસસ્થાને ED મોકલી દીધી છે.”

કૌભાંડમાં ચોંકાવનારા નાણાંકીય વ્યવહારો

છત્તીસગઢના આ એક્સાઈઝ કૌભાંડની રકમ હાલમાં 2100 કરોડથી વધીને અંદાજે 3200 કરોડ રૂપિયાની થઈ ગઈ છે. ED અને અન્ય તપાસ એજન્સીઓ સતત તપાસમાં વ્યસ્ત છે.

આ પહેલાં મંગળવારે (15 જુલાઈ) હોટેલ વ્યવસાયી વિજય અગ્રવાલના ભિલાઈ સ્થિત નિવાસસ્થાન અને અન્ય ઠેકાણાઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ગોવા અને દિલ્હી સહિત વિવિધ સ્થળોએ તપાસ દરમિયાન 70 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. વિજય અગ્રવાલને ભૂપેશ બઘેલનો નિકટવર્તી માનવામાં આવે છે.

રાજકીય આરોપો

વિધાનસભાના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે થયેલી આ કાર્યવાહી રાજકીય નાણાંકીય દબાણની શક્યતા તરફ ઇશારો કરે છે. ભૂપેશ બઘેલે આરોપ લગાવ્યો છે કે વૃક્ષો કાપવાના મુદ્દાને દબાવવા માટે સરકાર દ્વારા EDને વાપરવામાં આવી રહી છે.

આ કેસ સાથે જોડાયેલી તપાસ ચાલી રહી છે અને EDની આગામી કાર્યવાહી પર તમામ રાજકીય દળોની નજર છે.

The post લીકર કૌભાંડમાં ભૂપેશ બઘેલ પર EDની કાર્યવાહી, પૂર્વ સીએમએ કહ્યું – ‘સાહેબે ED મોકલી દીધી’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/18/ed-action-against-ex-cm-bhupesh-baghel-in-the-leaker-scam/feed/ 0
ઈમરજન્સી સમયે લોકશાહીની સ્વતંત્રતા છીનવાઇ, ક્રૂરતા થઈ: શશી થરુરનો પોતાની પાર્ટી કોંગ્રેસ પર જ પ્રહાર https://www.gujaratinside.com/2025/07/10/shashi-tharoor-attacks-his-own-party-congress-over-emergency/ https://www.gujaratinside.com/2025/07/10/shashi-tharoor-attacks-his-own-party-congress-over-emergency/#respond Thu, 10 Jul 2025 14:43:15 +0000 https://www.gujaratinside.com/?p=14714 કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશી થરુરે ફરી એકવાર પોતાના જ પાર્ટી વિરુદ્ધ ખુલ્લો પ્રહાર કર્યો છે. આ વખતે તેમણે 1975ની કટોકટી (ઈમરજન્સી) ના કાળા યુગ અંગે કોંગ્રેસને જવાબદાર ઠેરવતાં ગંભીર ટિપ્પણીઓ કરી છે. મલયાલમ અખબારમાં લખેલા એક લેખમાં થરૂરે કહ્યું છે કે, “શિસ્ત અને વ્યવસ્થાના નામે તે સમયમાં ગંભીર ક્રૂરતા કરવામાં આવી હતી....

The post ઈમરજન્સી સમયે લોકશાહીની સ્વતંત્રતા છીનવાઇ, ક્રૂરતા થઈ: શશી થરુરનો પોતાની પાર્ટી કોંગ્રેસ પર જ પ્રહાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશી થરુરે ફરી એકવાર પોતાના જ પાર્ટી વિરુદ્ધ ખુલ્લો પ્રહાર કર્યો છે. આ વખતે તેમણે 1975ની કટોકટી (ઈમરજન્સી) ના કાળા યુગ અંગે કોંગ્રેસને જવાબદાર ઠેરવતાં ગંભીર ટિપ્પણીઓ કરી છે. મલયાલમ અખબારમાં લખેલા એક લેખમાં થરૂરે કહ્યું છે કે, “શિસ્ત અને વ્યવસ્થાના નામે તે સમયમાં ગંભીર ક્રૂરતા કરવામાં આવી હતી. માત્ર કટોકટી એક કાળો અધ્યાય હતી એટલું કહેવું પૂરતું નથી, પણ તેના પાઠોને સંપૂર્ણપણે સમજવાં પણ જરૂરી છે.”

સંજય ગાંધીના નસબંધી અભિયાન પર ઉઠાવ્યા પ્રશ્નો

થરૂરે સ્પષ્ટ જણાવ્યું કે, “ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી દ્વારા બળજબરીથી ચલાવાયેલું નસબંધી અભિયાન એ કટોકટીની ક્રૂરતાનું ઉદાહરણ છે.” તેમણે વધુમાં લખ્યું કે, “ગ્રામીણ વિસ્તારોમાં લક્ષ્યાંક પૂરાં કરવા માટે બળપ્રયોગ થયો હતો, જ્યારે નવી દિલ્હી જેવા શહેરોમાં ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવી અને હજારો લોકો બેઘર થયા. તેમનું કોઈ પુનર્વસન કે કલ્યાણ થયું નહીં.”

લોકશાહી મહત્વનું વારસો છે

થરૂરે જણાવ્યું કે, “લોકશાહી એ હળવાશથી લેવાની વસ્તુ નથી. તે એક અમૂલ્ય વારસો છે જેને પોષવામાં અને રક્ષવામાં નાગરિકોની પણ જવાબદારી છે.” તેમણે જણાવ્યું કે, “આજનું ભારત 1975ના ભારત કરતાં વધુ આત્મવિશ્વાસુ, વધુ વિકસિત અને મજબૂત લોકશાહી ધરાવતું દેશ છે. છતાં પણ, કટોકટીના પાઠો આજે પણ ચિંતાજનક રીતે લાગુ પડે છે.”

આ પહેલીવાર નથી જ્યારે શશી થરૂરે પીએમ મોદી અથવા તેમની નીતિઓ અંગે નરમ અભિગમ અપનાવ્યો હોય. અનેક પ્રસંગોએ તેમણે સરકારની નીતિ અથવા વિકાસલક્ષી પગલાંની પણ વખાણ કરી છે – જેને લઇને કોંગ્રેસમાં આંતરિક ચર્ચા સર્જાતી રહી છે.

The post ઈમરજન્સી સમયે લોકશાહીની સ્વતંત્રતા છીનવાઇ, ક્રૂરતા થઈ: શશી થરુરનો પોતાની પાર્ટી કોંગ્રેસ પર જ પ્રહાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/10/shashi-tharoor-attacks-his-own-party-congress-over-emergency/feed/ 0
દાહોદની સ્કૂલમાં 60 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, તપાસ શરૂ https://www.gujaratinside.com/2025/07/03/60-students-get-food-poisoning-in-dahod-school-investigation-begins/ https://www.gujaratinside.com/2025/07/03/60-students-get-food-poisoning-in-dahod-school-investigation-begins/#respond Thu, 03 Jul 2025 09:28:08 +0000 https://www.gujaratinside.com/?p=14584 દાહોદ જિલ્લાના મંડોર લુખડિયામાં આવેલી સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલમાં સાંજના ભોજન બાદ 60 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સની મારફતે લીમખેડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ મામલે ફૂડ વિભાગ અને જિલ્લા તંત્રએ ભોજનના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે. સાંજના ભોજન બાદ વિધાર્થિનીઓને ઊલટી થવા...

The post દાહોદની સ્કૂલમાં 60 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, તપાસ શરૂ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દાહોદ જિલ્લાના મંડોર લુખડિયામાં આવેલી સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલમાં સાંજના ભોજન બાદ 60 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સની મારફતે લીમખેડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ મામલે ફૂડ વિભાગ અને જિલ્લા તંત્રએ ભોજનના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે.

સાંજના ભોજન બાદ વિધાર્થિનીઓને ઊલટી થવા લાગી

મળતી માહિતી અનુસાર, લુખડિયાની ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલમાં સાંજના ભોજન બાદ 12 જેટલી વિદ્યાર્થિનીઓને પેટમાં દુ:ખાવો, ઊલટી અને ગભરામણ થવા લાગી હતી. તેમને સારવાર માટે લીમખેડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદમાં મોડી રાત્રે વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

તમામ વિદ્યાર્થિનીઓની હાલત સ્થિર

ફૂડ પોઈઝનિંગની ઘટનાની જાણ થતા મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની સમીક્ષા કરી હતી. હોસ્પિટલના તબીબોએ જણાવ્યું કે, ‘સમયસર સારવાર મળવાથી કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ નથી. પરંતુ શાળામાં આપવામાં આવેલા ભોજનના કારણે ફૂડ પોઇઝનિંગ થવું એ ચિંતાની વાત છે.’ હાલ ફૂડ વિભાગે વિદ્યાર્થિનીઓને પીરસવામાં આવેલા ભોજનના સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યો છે.

The post દાહોદની સ્કૂલમાં 60 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, તપાસ શરૂ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/03/60-students-get-food-poisoning-in-dahod-school-investigation-begins/feed/ 0
સંસદના ચોમાસુ સત્રની તારીખ જાહેર, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી https://www.gujaratinside.com/2025/07/02/date-of-monsoon-session-of-parliament-announced-president-gives-approval/ https://www.gujaratinside.com/2025/07/02/date-of-monsoon-session-of-parliament-announced-president-gives-approval/#respond Wed, 02 Jul 2025 18:09:18 +0000 https://www.gujaratinside.com/?p=14567 સંસદના ચોમાસુ સત્રની નવી તારીખ જાહેર કરી દેવાઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી તારીખને મંજૂરી આપી દીધી છે.  સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈએ શરૂ થશે અને 21 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.’ અગાઉ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી યોજાવાનું હતું. પહેલી વખત સત્ર 15 ઓગસ્ટ બાદ પણ ચાલુ રહેશે. રાષ્ટ્રપતિએ નવી તારીખને આપી મંજૂરી રિજિજુએ...

The post સંસદના ચોમાસુ સત્રની તારીખ જાહેર, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સંસદના ચોમાસુ સત્રની નવી તારીખ જાહેર કરી દેવાઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી તારીખને મંજૂરી આપી દીધી છે.  સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈએ શરૂ થશે અને 21 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.’ અગાઉ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી યોજાવાનું હતું. પહેલી વખત સત્ર 15 ઓગસ્ટ બાદ પણ ચાલુ રહેશે.

રાષ્ટ્રપતિએ નવી તારીખને આપી મંજૂરી

રિજિજુએ કહ્યું કે, ‘રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના ચોમાસુ સત્રની નવી તારીખને મંજૂરી આપી દીધી છે. હવે સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થઈને 21 ઓગસ્ટ-2025 સુધી યોજાશે. લોકસભા અને રાજ્યસભા બંનેની કાર્યવાહી પ્રથમ દિવસે 11.00 કલાકે શરૂ થશે.

વિપક્ષે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી હતી

સામાન્ય રીતે સંસદ સત્ર શરૂ થાય ત્યારે બેરોજગારી અને મોંઘવારીના મુદ્દા ચર્ચાતા જ રહે છે. જોકે આ વખતનું સત્ર ઘણી બાબતે ખાસ માનવામાં આવે છે, કારણ કે, વિપક્ષ આ વખતે ભારત-પાકિસ્તાન ઘર્ષણ, અમેરિકા સાથે ટ્રેડ વોર સહિતના મુદ્દાઓ ઉઠાવી શકે છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થયા બાદ  વિપક્ષે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી હતી. ૩ જૂનના રોજ વિપક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને તે પછી સરકાર દ્વારા શરૂ કરાયેલા લશ્કરી ઓપરેશન ‘ઓપરેશન સિંદૂર’ પર તાત્કાલિક ચર્ચા કરવાની માંગ કરી હતી. આ ઓપરેશન દ્વારા ભારતીય દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.

The post સંસદના ચોમાસુ સત્રની તારીખ જાહેર, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/02/date-of-monsoon-session-of-parliament-announced-president-gives-approval/feed/ 0