Law and Order Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/law-and-order/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 24 Sep 2025 13:44:53 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Law and Order Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/law-and-order/ 32 32 2021માં સુરેન્દ્રનગરમાં 86 ગુનાના આરોપી અને તેના પુત્રનું પોલીસે કર્યું એન્કાઉન્ટર https://www.gujaratinside.com/2025/09/24/gujarat-police-encounter-2021-hanif-khan-madin-malek/ https://www.gujaratinside.com/2025/09/24/gujarat-police-encounter-2021-hanif-khan-madin-malek/#respond Wed, 24 Sep 2025 14:55:53 +0000 https://www.gujaratinside.com/?p=20038 અમદાવાદ: અંબાપુર મર્ડર કેસના આરોપી વિપુલ પરમારનું તાજેતરમાં એન્કાઉન્ટર થતાં, ગુજરાતમાં બનેલી અગાઉની મોટી એન્કાઉન્ટરની ઘટના ફરી ચર્ચામાં આવી છે. નવેમ્બર 2021માં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડીયા ગામે કુખ્યાત ગેંગસ્ટર હનીફ ખાન મલેક અને તેના પુત્ર મદીન મલેકને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. આ ઘટના ત્યારે બની હતી, જ્યારે હનીફ ખાને PSI વી.એન. જાડેજા પર...

The post 2021માં સુરેન્દ્રનગરમાં 86 ગુનાના આરોપી અને તેના પુત્રનું પોલીસે કર્યું એન્કાઉન્ટર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: અંબાપુર મર્ડર કેસના આરોપી વિપુલ પરમારનું તાજેતરમાં એન્કાઉન્ટર થતાં, ગુજરાતમાં બનેલી અગાઉની મોટી એન્કાઉન્ટરની ઘટના ફરી ચર્ચામાં આવી છે.

નવેમ્બર 2021માં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડીયા ગામે કુખ્યાત ગેંગસ્ટર હનીફ ખાન મલેક અને તેના પુત્ર મદીન મલેકને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા.

આ ઘટના ત્યારે બની હતી, જ્યારે હનીફ ખાને PSI વી.એન. જાડેજા પર તાબડતોબ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેના પુત્ર મદીન ખાને ધારીયું લઈને PSI પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

સ્વબચાવમાં PSIએ પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળીબાર કરતા હનીફ અને મદીન બંનેને ગોળી વાગી અને ઘટના સ્થળે જ તેમનું મોત થયું.

પોલીસ રેકોર્ડ મુજબ, મૃતક આરોપી હનીફ ખાન પર કુલ 86 ગુનાઓ નોંધાયેલા હતા, જેમાંથી 59 ગુનાઓમાં તે વોન્ટેડ હતો. પોલીસ તેને પકડવા પહોંચી ત્યારે તેણે જ હુમલો શરૂ કર્યો હતો, જેના પગલે પોલીસે પ્રતિસાદ આપવો પડ્યો.

એન્કાઉન્ટર બાદ મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કરતાં પોલીસ પર ઘરમાં ઘુસીને ફાયરિંગ કરવાનો આરોપ મૂક્યો હતો અને મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. આ ઘટનાએ તે સમયના પોલીસ અભિગમ અને એનકાઉન્ટર પદ્ધતિને લઈને રાજ્યભરમાં ચર્ચા જગાવી હતી.

The post 2021માં સુરેન્દ્રનગરમાં 86 ગુનાના આરોપી અને તેના પુત્રનું પોલીસે કર્યું એન્કાઉન્ટર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/24/gujarat-police-encounter-2021-hanif-khan-madin-malek/feed/ 0
પંચમહાલમાં RTO ઈન્સ્પેક્ટર પર હુમલો, સરકારી વાહનને નુકસાન, કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિ પર પ્રશ્ન https://www.gujaratinside.com/2025/09/20/panchmahal-rto-inspector-attack-government-vehicle-damage/ https://www.gujaratinside.com/2025/09/20/panchmahal-rto-inspector-attack-government-vehicle-damage/#respond Sat, 20 Sep 2025 14:15:42 +0000 https://www.gujaratinside.com/?p=19729 પંચમહાલ જિલ્લાના હાલોલ વિસ્તારમાં એક ગંભીર ઘટનામાં RTO ઈન્સ્પેક્ટર ભગદેવસિંહ ચાવડા પર ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો. ઘટના ત્યારે બની જ્યારે ઈન્સ્પેક્ટર તેમના ફરજ દરમિયાન હાલોલ ટોલ નાકા પર હાજર હતા. એક કારમાં આવેલા શખ્સોએ તેમના પર બબાલ કરી અને કંજરી ચોકડી પાસે રોકીને મારામારી કરી. હુમલામાં સરકારી વાહનને પણ નુકસાન પહોંચ્યું, જેમાં કારના કાચ...

The post પંચમહાલમાં RTO ઈન્સ્પેક્ટર પર હુમલો, સરકારી વાહનને નુકસાન, કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિ પર પ્રશ્ન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પંચમહાલ જિલ્લાના હાલોલ વિસ્તારમાં એક ગંભીર ઘટનામાં RTO ઈન્સ્પેક્ટર ભગદેવસિંહ ચાવડા પર ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો. ઘટના ત્યારે બની જ્યારે ઈન્સ્પેક્ટર તેમના ફરજ દરમિયાન હાલોલ ટોલ નાકા પર હાજર હતા.

એક કારમાં આવેલા શખ્સોએ તેમના પર બબાલ કરી અને કંજરી ચોકડી પાસે રોકીને મારામારી કરી. હુમલામાં સરકારી વાહનને પણ નુકસાન પહોંચ્યું, જેમાં કારના કાચ તોડાયા અને બોનેટ પર ડંડાથી માર મારવામાં આવ્યો.

આ ઘટના કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. ફરજ પરના અધિકારી પર હુમલો એ માત્ર વ્યક્તિગત ઘટનાની માન્યતા નથી, પરંતુ કાયદાનું પાલન કરાવતી સરકારી વ્યવસ્થા પર સીધો હુમલો છે.

હાલોલ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકો અને સરકારી કર્મચારીઓ તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

પોલીસ સત્વરે પગલાં ભરીને ગુનેગારોને કડક સજા આપવી અને કાયદાનું શાસન પુનઃસ્થાપિત કરવું જરૂરી છે.

 

The post પંચમહાલમાં RTO ઈન્સ્પેક્ટર પર હુમલો, સરકારી વાહનને નુકસાન, કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિ પર પ્રશ્ન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/panchmahal-rto-inspector-attack-government-vehicle-damage/feed/ 0
અમદાવાદપોલીસનું ઓપરેશન ક્લિન સ્વીપ: 74 ફરાર આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા https://www.gujaratinside.com/2025/09/20/ahmedabad-police-operation-clean-sweep/ https://www.gujaratinside.com/2025/09/20/ahmedabad-police-operation-clean-sweep/#respond Sat, 20 Sep 2025 12:50:13 +0000 https://www.gujaratinside.com/?p=19716 અમદાવાદ: શહેરમાં ગુનેગારોને પકડવા માટે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ અભિયાન ઓપરેશન ક્લિન સ્વીપ ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ ઝોન 7 વિસ્તારમાં ફરાર થયેલા 74 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આ અભિયાન માત્ર એક જ રાતમાં પાર પાડીને મોટી સફળતા હાંસલ કરી છે. ઓપરેશન દરમિયાન કુલ 255 પોલીસકર્મીઓની 9 ટીમો અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડતી...

The post અમદાવાદપોલીસનું ઓપરેશન ક્લિન સ્વીપ: 74 ફરાર આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: શહેરમાં ગુનેગારોને પકડવા માટે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ અભિયાન ઓપરેશન ક્લિન સ્વીપ ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ ઝોન 7 વિસ્તારમાં ફરાર થયેલા 74 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

પોલીસે આ અભિયાન માત્ર એક જ રાતમાં પાર પાડીને મોટી સફળતા હાંસલ કરી છે. ઓપરેશન દરમિયાન કુલ 255 પોલીસકર્મીઓની 9 ટીમો અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડતી રહી અને 62 ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પકડવામાં સફળ રહી.

ધરપકડ કરાયેલા આરોપીઓ સામે હત્યા કરવાનો પ્રયાસ, રાયોટિંગ, મારામારી અને અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ પગલાથી શહેરમાં ગુનાખોરી રોકવામાં મદદ મળશે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુધરશે એવી અપેક્ષા છે.

ઝોન 7 પોલીસ વિસ્તારમાં લાંબા સમયથી ફરાર રહેલા આરોપીઓને પકડવા પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ આ ખાસ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન બનાવેલી 9 ટીમોએ ચોક્કસ માહિતીના આધારે દરોડા પાડી કાયદાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ સફળતા ગુનેગારોને કડક સંદેશ આપશે કે તેઓ કાયદાની પહોચથી દૂર રહી શકતા નથી.

હવે આ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેમને જેલમાં મોકલવામાં આવશે, જેના કારણે નાગરિકોમાં સુરક્ષાની ભાવના પણ વધશે.

 

The post અમદાવાદપોલીસનું ઓપરેશન ક્લિન સ્વીપ: 74 ફરાર આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/ahmedabad-police-operation-clean-sweep/feed/ 0
અજિત પવાર અને મહિલા IPS વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલીનો વીડિયો વાયરલ, વિવાદ ઉઠ્યો https://www.gujaratinside.com/2025/09/05/ajit-pawar-ips-officer-viral-video-solapur/ https://www.gujaratinside.com/2025/09/05/ajit-pawar-ips-officer-viral-video-solapur/#respond Fri, 05 Sep 2025 03:53:35 +0000 https://www.gujaratinside.com/?p=18415 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને મહિલા IPS અધિકારી વચ્ચે થયેલી ફોન અને વીડિયો કોલ પરની ઉગ્ર બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાનો વીડિયો બહાર આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા થઈ રહી છે. આ બનાવ 31 ઓગસ્ટના બપોરે સોલાપુર જિલ્લાના કરમાલા વિસ્તારમાં થયો હતો. અહીંના કુર્દુ ગામમાં રસ્તા માટે મરૂમ (કાંકરી-કાંકરા) ના...

The post અજિત પવાર અને મહિલા IPS વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલીનો વીડિયો વાયરલ, વિવાદ ઉઠ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને મહિલા IPS અધિકારી વચ્ચે થયેલી ફોન અને વીડિયો કોલ પરની ઉગ્ર બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાનો વીડિયો બહાર આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા થઈ રહી છે.

આ બનાવ 31 ઓગસ્ટના બપોરે સોલાપુર જિલ્લાના કરમાલા વિસ્તારમાં થયો હતો. અહીંના કુર્દુ ગામમાં રસ્તા માટે મરૂમ (કાંકરી-કાંકરા) ના ગેરકાયદે ખોદકામની ફરિયાદ પર કાર્યવાહી કરવા ડીએસપી અંજલિ કૃષ્ણા પહોંચ્યા હતા. કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે તણાવ સર્જાયો હતો.

તે સમયે એનસીપીના કાર્યકર બાબા જગતાપે ઉપમુખમંત્રી અજિત પવારને સીધો ફોન કર્યો અને ફોન ડીએસપી અંજલિ કૃષ્ણાને આપ્યો. અંજલિ કૃષ્ણાએ ફોન પર અજિત પવારની ઓળખાણ ન કરી શકતાં બોલાચાલી થઈ. ગુસ્સે ભરાયેલા અજિત પવારે પોતાની ઓળખ આપી અને કાર્યવાહી અટકાવવાની સૂચના આપી. તેમણે જણાવ્યું કે મુંબઈમાં મરાઠા આંદોલન ચાલી રહ્યું હોવાથી પરિસ્થિતિ તંગ છે, તેથી હાલ કાર્યવાહી કરવાની જરૂર નથી.

IPS અધિકારીએ કાર્યવાહી ચાલુ રાખવાની વાત કરતા અજિત પવાર વધુ ગુસ્સે થયા અને કહ્યું, “હું ઉપમુખમંત્રી છું, કાર્યવાહી બંધ કરો, શું હું તમારી સામે એક્શન લઉં? તમારી પાસે આટલી હિંમત છે?” બાદમાં અજિત પવારે અધિકારીનો નંબર લઈને વીડિયો કોલ કર્યો અને સીધી વાતચીત કરીને કાર્યવાહી બંધ કરવા તથા તહસીલદાર સાથે સંપર્ક કરવા કહ્યું.

આ બનાવનો વીડિયો બહાર આવતાં અજિત પવારના બોલવાના સ્વર અંગે ભારે ટીકા થઈ રહી છે. આ દરમિયાન સ્થળ પર હંગામો મચાવનારા કેટલાક NCP કાર્યકરો સામે સરકારી કામમાં અવરોધનો ગુનો નોંધાયો છે. 4 સપ્ટેમ્બરના રોજ માધા તાલુકાના કુર્દુવાડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો. મહિલા અધિકારી મૂળ કેરળની હોવાનું કહેવાય છે, જેઓ તાજેતરમાં મહારાષ્ટ્રમાં પોસ્ટેડ થઈ છે.

 

The post અજિત પવાર અને મહિલા IPS વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલીનો વીડિયો વાયરલ, વિવાદ ઉઠ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/ajit-pawar-ips-officer-viral-video-solapur/feed/ 0