Life imprisonment Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/life-imprisonment/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 02 Sep 2025 06:03:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Life imprisonment Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/life-imprisonment/ 32 32 સુરત દુષ્કર્મ કેસમાં આસારામની હંગામી જામીન પર હાઇકોર્ટમાં સુનાવણી https://www.gujaratinside.com/2025/09/02/asaram-temporary-bail-surat-crime-case/ https://www.gujaratinside.com/2025/09/02/asaram-temporary-bail-surat-crime-case/#respond Tue, 02 Sep 2025 09:22:53 +0000 https://www.gujaratinside.com/?p=18077 સુરત: દુષ્કર્મના ગુનેગાર આસારામ આજીવન કેદની સજા ભોગવે છે, ત્યારે હંગામી જામીનને લઈને આજે (2 સપ્ટેમ્બર) હાઇકોર્ટમાં સુનાવણી યોજાશે. 86 વર્ષીય આસારામની તબિયતને કારણે ગુજરાત હાઇકોર્ટે તેને 3 સપ્ટેમ્બર સુધી હંગામી જામીન આપ્યો હતો, જે આજે પૂર્ણ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, 27 ઓગસ્ટે રાજસ્થાન હાઇકોર્ટે આસારામની જામીન લંબાવવાની અરજી ફગાવી દીધી હતી અને...

The post સુરત દુષ્કર્મ કેસમાં આસારામની હંગામી જામીન પર હાઇકોર્ટમાં સુનાવણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુરત: દુષ્કર્મના ગુનેગાર આસારામ આજીવન કેદની સજા ભોગવે છે, ત્યારે હંગામી જામીનને લઈને આજે (2 સપ્ટેમ્બર) હાઇકોર્ટમાં સુનાવણી યોજાશે. 86 વર્ષીય આસારામની તબિયતને કારણે ગુજરાત હાઇકોર્ટે તેને 3 સપ્ટેમ્બર સુધી હંગામી જામીન આપ્યો હતો, જે આજે પૂર્ણ થઈ રહ્યો છે.

નોંધનીય છે કે, 27 ઓગસ્ટે રાજસ્થાન હાઇકોર્ટે આસારામની જામીન લંબાવવાની અરજી ફગાવી દીધી હતી અને સરન્ડર કરવાનો આદેશ આપ્યો હતો, જેના અનુસંધાનમાં તેમણે જોધપુર સેન્ટ્રલ જેલમાં સરેન્ડર કર્યું હતું.

આસારામની જામીન અગાઉ પણ ઘણી વાર લંબાઈ છે. ગુજરાત હાઇકોર્ટે 27 જૂને તેને 7 જુલાઈ સુધી જામીન લંબાવ્યો, ત્યારબાદ 3 જુલાઈએ એક મહિનો અને 6 ઓગસ્ટે ત્રીજીવાર જામીન લંબાવ્યા હતા.

રાજસ્થાન હાઇકોર્ટે 27 ઓગસ્ટે આસારામની જામીન અરજી નકારી દીધી હતી અને જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના મેડિકલ રિપોર્ટ મુજબ તેની તબિયત એટલી ગંભીર નથી કે જામીન લંબાવવામાં આવે. તેમ છતાં, તેને વ્હીલચેર અને એક સહાયક રાખવાની છૂટ આપવામાં આવી હતી.

 

The post સુરત દુષ્કર્મ કેસમાં આસારામની હંગામી જામીન પર હાઇકોર્ટમાં સુનાવણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/asaram-temporary-bail-surat-crime-case/feed/ 0
પ્રજ્વલ રેવન્નાને દુષ્કર્મ કેસમાં આજીવન કેદ અને 10 લાખ રૂપિયાનો દંડ https://www.gujaratinside.com/2025/08/02/prajwal-revanna-life-imprisonment-rape-case/ https://www.gujaratinside.com/2025/08/02/prajwal-revanna-life-imprisonment-rape-case/#respond Sat, 02 Aug 2025 11:30:54 +0000 https://www.gujaratinside.com/?p=15821 દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવાયેલા કર્ણાટકના જનતા દળ (સેક્યુલર)ના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને બેંગલુરુની ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે રચાયેલી સ્પેશિયલ કોર્ટએ 2 ઓગસ્ટ, 2025ના રોજ આજીવન કેદની સજા અને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સજાની સાથે પીડિતાને 7 લાખ રૂપિયાનું વળતર આપવાનું પણ કોર્ટે જણાવ્યું. ચુકાદો સાંભળીને રેવન્ના કોર્ટમાં ભાવુક બની રડી પડ્યા હતા. આ કેસમાં...

The post પ્રજ્વલ રેવન્નાને દુષ્કર્મ કેસમાં આજીવન કેદ અને 10 લાખ રૂપિયાનો દંડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવાયેલા કર્ણાટકના જનતા દળ (સેક્યુલર)ના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને બેંગલુરુની ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે રચાયેલી સ્પેશિયલ કોર્ટએ 2 ઓગસ્ટ, 2025ના રોજ આજીવન કેદની સજા અને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સજાની સાથે પીડિતાને 7 લાખ રૂપિયાનું વળતર આપવાનું પણ કોર્ટે જણાવ્યું. ચુકાદો સાંભળીને રેવન્ના કોર્ટમાં ભાવુક બની રડી પડ્યા હતા.

આ કેસમાં 14 મહિના પહેલા મૈસુરના કેઆર નગરની એક મહિલા કાર્યકરે ફરિયાદ નોંધાવી હતી કે પ્રજ્વલ રેવન્નાએ તેના પર દુષ્કર્મ આચર્યું અને વીડિયો બનાવ્યો હતો. સીઆઈડીની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે તપાસ હાથ ધરી અને 2000 પાનાની ચાર્જશીટ સાથે 123 પુરાવા કોર્ટમાં રજૂ કર્યા, જે આરોપો સાબિત કરતા હતા. ટ્રાયલ 31 ડિસેમ્બર, 2024થી શરૂ થઈ હતી અને 23 સાક્ષીઓએ કોર્ટમાં સાક્ષી આપી હતી.

પીડિતાએ જણાવ્યું કે રેવન્નાએ હાસન જિલ્લાના ફાર્મહાઉસમાં તેમજ બાસવનગુડીના નિવાસસ્થાને ઘણી વાર દુષ્કર્મ કર્યું હતું. મોબાઈલમાં શૂટ કરાયેલા વીડિયો આ કેસમાં મહત્વના પુરાવા સાબિત થયા, જે ફોરેન્સિક લેબોરેટરીમાં ચકાસણી બાદ સાચા નીવડ્યા હતા.

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે 26 એપ્રિલ, 2024ના લોકસભા મતદાન પછી પ્રજ્વલના અશ્લીલ વીડિયો વાયરલ થયા. ત્યારબાદ પ્રજ્વલ જર્મની ભાગી ગયો હતો. બાદમાં JDSએ તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો. એસઆઈટીએ તેને કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી ધરપકડ કરી હતી. આ કેસના ભાગરૂપે તેના પિતા અને પૂર્વ મંત્રી એચ.ડી. રેવન્નાની પણ ધરપકડ થઈ હતી, પરંતુ તેઓ જામીન પર છૂટ્યા હતા.

The post પ્રજ્વલ રેવન્નાને દુષ્કર્મ કેસમાં આજીવન કેદ અને 10 લાખ રૂપિયાનો દંડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/02/prajwal-revanna-life-imprisonment-rape-case/feed/ 0