local administration negligence Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/local-administration-negligence/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 30 Aug 2025 14:17:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png local administration negligence Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/local-administration-negligence/ 32 32 ગોધરામાં ભારે વરસાદી આફત: ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતા લોકો પરેશાન, તંત્ર સામે આક્રોશ https://www.gujaratinside.com/2025/08/30/godhra-heavy-rain-flood-waterlogging/ https://www.gujaratinside.com/2025/08/30/godhra-heavy-rain-flood-waterlogging/#respond Sat, 30 Aug 2025 14:17:05 +0000 https://www.gujaratinside.com/?p=17815 ગોધરા: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદની અસર ગોધરા શહેરમાં ગંભીર બની છે. નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, ખાસ કરીને ઈદગાહ મોહલ્લા વિસ્તારમાં પાણીનો પ્રવાહ એટલો જોરદાર રહ્યો કે જાણે ધસમસતી નદી વહી રહી હોય. પાણીના યોગ્ય નિકાલ વ્યવસ્થા ન હોવાથી આ વિસ્તારમાં કેડ સમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોને...

The post ગોધરામાં ભારે વરસાદી આફત: ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતા લોકો પરેશાન, તંત્ર સામે આક્રોશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગોધરા: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદની અસર ગોધરા શહેરમાં ગંભીર બની છે. નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, ખાસ કરીને ઈદગાહ મોહલ્લા વિસ્તારમાં પાણીનો પ્રવાહ એટલો જોરદાર રહ્યો કે જાણે ધસમસતી નદી વહી રહી હોય. પાણીના યોગ્ય નિકાલ વ્યવસ્થા ન હોવાથી આ વિસ્તારમાં કેડ સમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાણીના પ્રવાહને કારણે અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયું છે, જેમાં ઘરવખરીને નુકસાન થયું છે. ઘણા પરિવારો પોતાના ઘરો છોડીને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા મજબૂર થયા છે. પાણીમાં ડૂબી ગયેલી કારની માત્ર છત જ દેખાઇ રહી છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ અંગે તંત્રને જાણ કરી હતી, છતાં કોઈ અધિકારી ઘટનાસ્થળે પહોંચી મદદ કરી નથી. આ બેદરકારીને કારણે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં સ્થાનિક યુવાનો જ ‘દેવદૂત’ બનીને લોકોને, ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં મદદ કરી રહ્યા છે. આ ઘટના ફરી એકવાર શહેરમાં પાણીના નિકાલની વ્યવસ્થા અને તંત્રની નિષ્ફળતા અંગે સવાલો ઉભા કરે છે.

 

The post ગોધરામાં ભારે વરસાદી આફત: ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતા લોકો પરેશાન, તંત્ર સામે આક્રોશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/30/godhra-heavy-rain-flood-waterlogging/feed/ 0