Local Currency Trade Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/local-currency-trade/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 11 Sep 2025 11:08:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Local Currency Trade Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/local-currency-trade/ 32 32 ભારત-મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે, આર્થિક સંબંધો થશે વધુ મજબૂત: PM મોદી https://www.gujaratinside.com/2025/09/11/india-mauritius-trade-local-currency-economic-ties/ https://www.gujaratinside.com/2025/09/11/india-mauritius-trade-local-currency-economic-ties/#respond Thu, 11 Sep 2025 11:06:22 +0000 https://www.gujaratinside.com/?p=19133 ભારત અને મોરિશિયસ વચ્ચે હવે લોકલ કરન્સી (સ્થાનિક ચલણ)માં વેપાર શક્ય બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ નિર્ણયથી બંને દેશો વચ્ચેના આર્થિક અને નાણાકીય સંબંધો વધુ મજબૂત બનશે. વારાણસીમાં વડાપ્રધાન મોદીએ મોરિશિયસના વડાપ્રધાન ડો. નવીનચંદ્ર રામગુલામ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરી હતી, જેમાં દ્વિપક્ષીય સંબંધોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોએ પોતાના...

The post ભારત-મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે, આર્થિક સંબંધો થશે વધુ મજબૂત: PM મોદી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને મોરિશિયસ વચ્ચે હવે લોકલ કરન્સી (સ્થાનિક ચલણ)માં વેપાર શક્ય બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ નિર્ણયથી બંને દેશો વચ્ચેના આર્થિક અને નાણાકીય સંબંધો વધુ મજબૂત બનશે. વારાણસીમાં વડાપ્રધાન મોદીએ મોરિશિયસના વડાપ્રધાન ડો. નવીનચંદ્ર રામગુલામ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરી હતી, જેમાં દ્વિપક્ષીય સંબંધોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બંને દેશોએ પોતાના સ્થાનિક ચલણમાં વેપારને મંજૂરી આપવાની સહમતિ આપી છે. વડાપ્રધાન મોદીએ યાદ અપાવ્યું કે ગયા વર્ષે મોરિશિયસમાં યુપીઆઈ અને રૂપે કાર્ડ સેવાઓ શરૂ થયા બાદ આ આગળનું મહત્વપૂર્ણ પગલું છે.

હવે બંને દેશોના નાગરિકો અને વેપારીઓ સરળતાથી લોકલ કરન્સીમાં જ ટ્રાન્ઝેક્શન કરી શકશે. મોરિશિયસના વડાપ્રધાનની ભારત મુલાકાત દરમિયાન તેમનું વારાણસીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ચાગોસ કરાર સંપન્ન થવા પર બંને દેશોએ પરસ્પર શુભેચ્છા પાઠવી હતી.

ખાસ આર્થિક પેકેજ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ
વડાપ્રધાન મોદીએ મોરિશિયસ માટે વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે, જેમાં 500 બેડની સર સીવુસગુર રામગુલમ નેશનલ હોસ્પિટલ, વેટરનિટી સ્કૂલ, એનિમલ હોસ્પિટલ અને આયુષ સેન્ટર ઓફ એક્સેલન્સ જેવા પ્રોજેક્ટ માટે ફંડ ફાળવવામાં આવશે.

આ પ્રોજેક્ટ્સથી મોરિશિયસમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે, રોજગારીની તકો વધશે અને હેલ્થકેર સુવિધાઓમાં સુધારો થશે.

એનર્જી ટ્રાન્ઝીશન સહકાર
બંને દેશો વચ્ચે એનર્જી ટ્રાન્ઝિશન પાર્ટનરશીપ પણ મજબૂત કરવામાં આવી છે. ભારત મોરિશિયસને કુલ 100 ઈલેક્ટ્રિક બસ આપશે, જેમાંથી 10 બસોનો સપ્લાય થઈ ચૂક્યો છે. વડાપ્રધાન મોદીએ ટમરિન્ડ ફોલ્સ ખાતે 17.5 મેગાવોટ ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે નાણાકીય સહાય આપવાની ખાતરી આપી છે.

 

The post ભારત-મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે, આર્થિક સંબંધો થશે વધુ મજબૂત: PM મોદી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/11/india-mauritius-trade-local-currency-economic-ties/feed/ 0