Lok Sabha Elections Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/lok-sabha-elections/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 28 Aug 2025 05:12:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Lok Sabha Elections Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/lok-sabha-elections/ 32 32 ટ્રમ્પના આદેશ બાદ પાંચ કલાકમાં મોદીએ યુદ્ધ રોક્યું: રાહુલ ગાંધીનો આક્ષેપ https://www.gujaratinside.com/2025/08/28/rahul-claims-modi-stopped-war-after-trump-order/ https://www.gujaratinside.com/2025/08/28/rahul-claims-modi-stopped-war-after-trump-order/#respond Thu, 28 Aug 2025 05:12:42 +0000 https://www.gujaratinside.com/?p=17573 લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ બિહારમાં મતદાર અધિકાર યાત્રા કરી રહ્યા છે. તેમની રેલી મુઝફ્ફરપુરમાં યોજાઈ હતી જ્યાં ઇન્ડિયા ગઠબંધનના નેતા એમ.કે. સ્ટાલિન, આરજેડીના તેજસ્વી યાદવ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કર્યો કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ...

The post ટ્રમ્પના આદેશ બાદ પાંચ કલાકમાં મોદીએ યુદ્ધ રોક્યું: રાહુલ ગાંધીનો આક્ષેપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ બિહારમાં મતદાર અધિકાર યાત્રા કરી રહ્યા છે. તેમની રેલી મુઝફ્ફરપુરમાં યોજાઈ હતી જ્યાં ઇન્ડિયા ગઠબંધનના નેતા એમ.કે. સ્ટાલિન, આરજેડીના તેજસ્વી યાદવ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કર્યો કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ માત્ર પાંચ કલાકમાં મોદીએ પાકિસ્તાન સાથેનું યુદ્ધ અટકાવી દીધું હતું.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે “ટ્રમ્પે ખુદ જણાવ્યું કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું ત્યારે તેમણે મોદીજીને ફોન કરીને કહ્યું કે યુદ્ધ અટકાવો અને તેમને 24 કલાકનો સમય આપ્યો હતો. જોકે, મોદીએ પાંચ જ કલાકમાં યુદ્ધ રોકી દીધું હતું.”

“સિતામઢીમાં યોજાયેલી બીજી રેલીમાં રાહુલ ગાંધીએ ભાજપ પર વોટચોરીના ગંભીર આક્ષેપ કર્યા. તેમણે કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપે 60 થી 70 બેઠકો પર મતચોરી કરી હતી, જેને લઈને તેઓ ખુલાસો કરશે.

તેમણે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અને ચૂંટણી પંચને વોટ ચોરો ગણાવ્યા અને કહ્યું કે આગામી છ મહિનામાં આ મામલે મોટા ખુલાસા થશે. તેમણે જણાવ્યું કે ભાજપ પહેલા તમારા મતોની ચોરી કરશે અને પછી તમારા અધિકારો છીનવી લેશે. તેમણે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપે મતદારોની યાદીમાં બનાવટી નામ ઉમેરીને જીત મેળવી હતી.

 

The post ટ્રમ્પના આદેશ બાદ પાંચ કલાકમાં મોદીએ યુદ્ધ રોક્યું: રાહુલ ગાંધીનો આક્ષેપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/28/rahul-claims-modi-stopped-war-after-trump-order/feed/ 0