LPG price September 2025 Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/lpg-price-september-2025/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 20 Sep 2025 05:06:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png LPG price September 2025 Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/lpg-price-september-2025/ 32 32 22 સપ્ટેમ્બરથી લાગુ થનારા નવા GST સુધારા બાદ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર નહીં https://www.gujaratinside.com/2025/09/20/lpg-cylinder-gst-rate-september-2025/ https://www.gujaratinside.com/2025/09/20/lpg-cylinder-gst-rate-september-2025/#respond Sat, 20 Sep 2025 07:00:26 +0000 https://www.gujaratinside.com/?p=19671 3 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં 12% અને 28%ના GST સ્લેબ દૂર કરીને ફક્ત બે સ્લેબ – 5% અને 18% – જ રાખવામાં આવ્યા છે. આ નવા GST સુધારા 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. ખાદ્ય પદાર્થો, કપડાં, કાર, એસી, ટીવી સહિત ઘણી ચીજવસ્તુઓ પર GST દર ઘટાડવામાં આવ્યો છે,...

The post 22 સપ્ટેમ્બરથી લાગુ થનારા નવા GST સુધારા બાદ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર નહીં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
3 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં 12% અને 28%ના GST સ્લેબ દૂર કરીને ફક્ત બે સ્લેબ – 5% અને 18% – જ રાખવામાં આવ્યા છે. આ નવા GST સુધારા 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.

ખાદ્ય પદાર્થો, કપડાં, કાર, એસી, ટીવી સહિત ઘણી ચીજવસ્તુઓ પર GST દર ઘટાડવામાં આવ્યો છે, જેના કારણે મોટાભાગની આવશ્યક વસ્તુઓ સસ્તી થશે.

લોકોમાં એક મોટો સવાલ LPG સિલિન્ડરના ભાવને લઈને છે. હાલ સરકાર ઘરેલુ LPG સિલિન્ડર પર 5% અને કોમર્શિયલ સિલિન્ડર પર 18% GST વસૂલ કરે છે.

GST કાઉન્સિલે LPG પરના GST દરમાં કોઈ ફેરફારની જાહેરાત કરી નથી, એટલે કે ઘરેલુ અને કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ યથાવત રહેશે. કોમર્શિયલ LPG પર 18% GST લાગુ છે કારણ કે તેનો ઉપયોગ હોટલ, રેસ્ટોરન્ટ જેવા વ્યવસાયોમાં થાય છે.

GST કાઉન્સિલના આ સુધારા 2017 પછીનો સૌથી મોટો ફેરફાર ગણાવવામાં આવી રહ્યો છે.

FMCG, આરોગ્યસંભાળ ઉત્પાદન, શૈક્ષણિક સામગ્રી, ઇલેક્ટ્રોનિક્સ, કૃષિ સાધનો, વીમા, ઓટોમોબાઇલ અને ઠંડા પીણાં સહિત અનેક ચીજવસ્તુઓ પર GST દર ઘટાડવામાં આવ્યો છે. સુપર લક્ઝરી કાર પર પણ GST દર ઘટાડીને 40% કરવામાં આવ્યો છે.

 

The post 22 સપ્ટેમ્બરથી લાગુ થનારા નવા GST સુધારા બાદ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર નહીં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/lpg-cylinder-gst-rate-september-2025/feed/ 0
સપ્ટેમ્બરથી આર્થિક નિયમોમાં 7 મહત્વના ફેરફાર, ખિસ્સા પર પડશે અસર https://www.gujaratinside.com/2025/08/31/september-2025-financial-changes-india/ https://www.gujaratinside.com/2025/08/31/september-2025-financial-changes-india/#respond Sun, 31 Aug 2025 04:51:40 +0000 https://www.gujaratinside.com/?p=17851 સપ્ટેમ્બર મહિનાથી કેટલીક મહત્વપૂર્ણ નાણાકીય અને નિયમનકારી ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે, જે સામાન્ય લોકોના ખિસ્સા પર સીધી અસર કરશે. આ ફેરફારોમાં ITR ફાઇલિંગ, NPS, યુનિફાઇડ પેન્શન યોજના (UPS), બેંક FD, ક્રેડિટ કાર્ડના નિયમો, અને LPG, CNG-PNG તથા જેટ ફ્યુઅલના ભાવમાં ફેરફારનો સમાવેશ થાય છે. 1. ITR ફાઇલિંગ: ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આ વર્ષે ITR...

The post સપ્ટેમ્બરથી આર્થિક નિયમોમાં 7 મહત્વના ફેરફાર, ખિસ્સા પર પડશે અસર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સપ્ટેમ્બર મહિનાથી કેટલીક મહત્વપૂર્ણ નાણાકીય અને નિયમનકારી ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે, જે સામાન્ય લોકોના ખિસ્સા પર સીધી અસર કરશે. આ ફેરફારોમાં ITR ફાઇલિંગ, NPS, યુનિફાઇડ પેન્શન યોજના (UPS), બેંક FD, ક્રેડિટ કાર્ડના નિયમો, અને LPG, CNG-PNG તથા જેટ ફ્યુઅલના ભાવમાં ફેરફારનો સમાવેશ થાય છે.

1. ITR ફાઇલિંગ:
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આ વર્ષે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર, 2025 કરી હતી. આ સમયગાળો હવે પૂરો થઈ રહ્યો છે. જો તમે 15 સપ્ટેમ્બરના પહેલાં ITR ફાઇલ નહીં કરો તો નોટિસ મળી શકે છે.

2. NPS ડેડલાઈન:
કેન્દ્રીય કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન યોજના (UPS) પસંદ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. અગાઉ આ તારીખ 30 જૂન હતી.

3. ભારતીય ટપાલના નિયમો:
1 સપ્ટેમ્બર, 2025થી ડોમેસ્ટિક રજિસ્ટર્ડ પોસ્ટ સેવા સ્પીડ પોસ્ટમાં મર્જ કરવામાં આવશે. હવે દેશભરના રજિસ્ટર્ડ પોસ્ટ સ્પીડ પોસ્ટ દ્વારા જ પહોંચાડવામાં આવશે.

4. ક્રેડિટ કાર્ડના નિયમો:
SBI કાર્ડ્સે 1 સપ્ટેમ્બર, 2025થી કેટલીક પસંદગીના કાર્ડ્સ માટે નિયમોમાં ફેરફાર જાહેર કર્યા છે. હવે આ કાર્ડ્સ ધરાવતા ગ્રાહકો ડિજિટલ ગેમિંગ અને સરકારી વેબસાઇટ્સ પરના વ્યવહારો માટે રિવોર્ડ પોઈન્ટ્સ મેળવી શકશે નહીં.

5. સ્પેશિયલ FD યોજના:
ઈન્ડિયન બેન્ક અને IDBI બેન્કની ખાસ FD યોજનાઓમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર, 2025 છે. ઈન્ડિયન બેન્કની 444-દિવસ અને 555-દિવસની FD અને IDBI બેન્કની 444-દિવસ, 555-દિવસ અને 700-દિવસ FD માટે આ તારીખ છે.

6. CNG-PNG અને જેટ ફ્યુઅલ:
ઓઈલ કંપનીઓ દર મહિને LPG સાથે CNG, PNG અને જેટ ફ્યુઅલના ભાવમાં ફેરફાર કરે છે. અપેક્ષા છે કે સપ્ટેમ્બર મહિનાથી આના ભાવમાં ફેરફાર થશે.

7. LPG સિલિન્ડરની કિંમત:
દર મહિનેની જેમ 1 સપ્ટેમ્બરથી LPG સિલિન્ડરની કિંમતમાં પણ ફેરફાર થઈ શકે છે, ખાસ કરીને કોમર્શિયલ સિલિન્ડરોની કિંમતમાં.

આ બધા ફેરફારો સામાન્ય લોકોને સીધી અસર કરશે, ખાસ કરીને ઘરખર્ચ અને ટેક્સ, એન્ટરટેઇનમેન્ટ, ઊર્જા અને બેંકિંગના ક્ષેત્રમાં.

 

The post સપ્ટેમ્બરથી આર્થિક નિયમોમાં 7 મહત્વના ફેરફાર, ખિસ્સા પર પડશે અસર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/september-2025-financial-changes-india/feed/ 0