luxury goods tax Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/luxury-goods-tax/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 04 Sep 2025 04:53:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png luxury goods tax Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/luxury-goods-tax/ 32 32 “GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી”: નાણામંત્રી નિર્મલા સીતારમણની ચોખવટ https://www.gujaratinside.com/2025/09/04/nirmala-sitharaman-clarifies-gst-reform-tariff-issue/ https://www.gujaratinside.com/2025/09/04/nirmala-sitharaman-clarifies-gst-reform-tariff-issue/#respond Thu, 04 Sep 2025 05:10:44 +0000 https://www.gujaratinside.com/?p=18282 નવી દિલ્હી: 56મી GST કાઉન્સિલની બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી હતી કે તાજેતરના GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું, “ટેરિફમાં થતી ઉથલપાથલ GST સુધારાને અસર કરતી નથી. અમે છેલ્લા દોઢ વર્ષથી આ સુધારા પર કામ કરી રહ્યા છીએ.” નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે લાંબા સમયથી મંત્રીઓનું એક જૂથ વીમા...

The post “GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી”: નાણામંત્રી નિર્મલા સીતારમણની ચોખવટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: 56મી GST કાઉન્સિલની બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી હતી કે તાજેતરના GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું, “ટેરિફમાં થતી ઉથલપાથલ GST સુધારાને અસર કરતી નથી. અમે છેલ્લા દોઢ વર્ષથી આ સુધારા પર કામ કરી રહ્યા છીએ.”

નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે લાંબા સમયથી મંત્રીઓનું એક જૂથ વીમા જેવા દરો પર કામ કરી રહ્યું છે, જેનો ટેરિફ સાથે કોઈ સંબંધ નથી. GST આવકમાં કથિત નુકસાન અંગે તેમણે કહ્યું કે, “વિવિધ આંકડાઓ બહાર આવી રહ્યા છે, પરંતુ અમે અમારી પાસેના સચોટ ડેટા પર આધાર રાખીએ છીએ.”

56મી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. સરકારે GSTના દરોને તર્કસંગત બનાવીને બે ટેક્સ સ્લેબ – 12% અને 28% – નાબૂદ કર્યા છે. હવે માત્ર 5% અને 18%ના બે મુખ્ય સ્લેબ રહેશે. આ સાથે જ કેટલીક વસ્તુઓ પર 40% ટેક્સ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે, જેમાં સુપર લક્ઝરી ગુડ્સ, પાન મસાલા, સિગારેટ, ગુટખા, ઝરદા, ખાંડવાળા કાર્બોનેટેડ પીણાં અને વ્યક્તિગત ઉપયોગ માટેના વિમાનોનો સમાવેશ થાય છે.

આ સુધારાઓથી રોજિંદી વપરાશની વસ્તુઓ વધુ સસ્તી થઈ છે. હેર ઓઈલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ટોયલેટ સાબુ, ટૂથબ્રશ અને શેવિંગ ક્રીમ પરનો GST 18%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. તે જ રીતે માખણ, ઘી, ચીઝ, ડેરી સ્પ્રેડ, પેક્ડ નમકીન, ભુજિયા, વાસણો, બાળકોની બોટલ, નેપકિન્સ, ક્લિનિકલ ડાયપર અને સીવણ મશીન પર ટેક્સ 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.

સરકારનું માનવું છે કે આ પગલાંથી સામાન્ય માણસ, MSME, ખેડૂતો અને મધ્યમ વર્ગને સીધો લાભ મળશે, સાથે સાથે અર્થતંત્રમાં વપરાશ અને વૃદ્ધિને પણ પ્રોત્સાહન મળશે.

 

The post “GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી”: નાણામંત્રી નિર્મલા સીતારમણની ચોખવટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/nirmala-sitharaman-clarifies-gst-reform-tariff-issue/feed/ 0
જીએસટી સ્લેબમાં મોટા ફેરફારની તૈયારી: 12% અને 28% ટેક્સ સ્લેબ રદ કરવાનો પ્રસ્તાવ GOMએ મંજૂર કર્યો https://www.gujaratinside.com/2025/08/21/gst-slab-restructure-gom-approves-12-28-percent-merger/ https://www.gujaratinside.com/2025/08/21/gst-slab-restructure-gom-approves-12-28-percent-merger/#respond Thu, 21 Aug 2025 12:16:05 +0000 https://www.gujaratinside.com/?p=16871 કેન્દ્ર સરકારના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સ્લેબ સંશોધનના પ્રયાસોને ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સ (GOM) દ્વારા મંજૂરી મળી ગઈ છે. આ સંશોધન અંતર્ગત હાલના ચાર ટેક્સ સ્લેબ — 5%, 12%, 18% અને 28% —માંથી 12% અને 28% સ્લેબ રદ કરીને તેને 5% અને 18%માં મર્જ કરવાની ભલામણ કરવામાં આવી છે. દિવાળીના પૂર્વે આ નવા દરો લાગૂ...

The post જીએસટી સ્લેબમાં મોટા ફેરફારની તૈયારી: 12% અને 28% ટેક્સ સ્લેબ રદ કરવાનો પ્રસ્તાવ GOMએ મંજૂર કર્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કેન્દ્ર સરકારના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સ્લેબ સંશોધનના પ્રયાસોને ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સ (GOM) દ્વારા મંજૂરી મળી ગઈ છે. આ સંશોધન અંતર્ગત હાલના ચાર ટેક્સ સ્લેબ — 5%, 12%, 18% અને 28% —માંથી 12% અને 28% સ્લેબ રદ કરીને તેને 5% અને 18%માં મર્જ કરવાની ભલામણ કરવામાં આવી છે. દિવાળીના પૂર્વે આ નવા દરો લાગૂ થવાની શક્યતા છે.

બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં GOMએ કેન્દ્રના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. લક્ઝરી અને હાનિકારક ચીજવસ્તુઓ પર 40% GST લગાવવાની ભલામણને પણ મંજૂરી આપી છે. GOMની બેઠકમાં ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળના મંત્રીઓએ હાજરી આપી હતી. નાણા મંત્રી નિર્મલા સીતારમણે બેઠકને સંબોધતાં જણાવ્યું કે નવા GST દર સામાન્ય લોકો, ખેડૂતો, મધ્યમ વર્ગ અને MSME ક્ષેત્ર માટે રાહતરૂપ સાબિત થશે.

GSTમાંથી 12 ટકા અને 28 ટકાનો સ્લેબ દૂર કરવાની ભલામણ, GOMએ સ્વીકાર્યો પ્રસ્તાવ 1 - image

GST સુધારા મુજબ, 12% સ્લેબમાં આવેલા 99% ઉત્પાદનો હવે 5% ટેક્સ દક્ષતા હેઠળ આવશે. તે જ રીતે, 28% સ્લેબમાં આવતાં 90% ઉત્પાદનો હવે 18% ટેક્સ કેટેગરીમાં શિફ્ટ થશે. આ પગલાંથી ટેક્સ સ્ટ્રક્ચરમાં સરળતા, પારદર્શકતા અને સુસંગતતા વધશે.

સ્વાસ્થ્ય અને જીવન વિમાના પ્રિમિયમ પર ટેક્સ ઘટાડાની ભલામણને પણ બેઠકમાં ચર્ચવામાં આવી હતી, જો કે તેના અમલથી સરકારી આવક પર રૂ. 9700 કરોડનો વાર્ષિક અસર થવાની શક્યતા છે. તેમ છતાં મોટા ભાગના રાજ્યોએ આ સંશોધનને સમર્થન આપ્યું છે. હવે GST કાઉન્સિલ તેની આગામી બેઠકમાં અંતિમ મંજૂરી આપશે.

The post જીએસટી સ્લેબમાં મોટા ફેરફારની તૈયારી: 12% અને 28% ટેક્સ સ્લેબ રદ કરવાનો પ્રસ્તાવ GOMએ મંજૂર કર્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/21/gst-slab-restructure-gom-approves-12-28-percent-merger/feed/ 0