madhya pradesh news Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/madhya-pradesh-news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 04 Sep 2025 17:21:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png madhya pradesh news Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/madhya-pradesh-news/ 32 32 MPમાં નવજાત બાળકોના મૃત્યુ મામલે રાહુલ ગાંધી ભડક્યા, હોસ્પિટલની બેદરકારી પર પ્રહાર https://www.gujaratinside.com/2025/09/04/indore-nicu-newborn-deaths-rahul-gandhi/ https://www.gujaratinside.com/2025/09/04/indore-nicu-newborn-deaths-rahul-gandhi/#respond Thu, 04 Sep 2025 17:20:43 +0000 https://www.gujaratinside.com/?p=18407 મધ્યપ્રદેશના ઈન્દોરમાં મહારાજા યશવંતરાવ સરકારી હોસ્પિટલમાં સર્જાયેલી ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે. હોસ્પિટલના NICU વોર્ડમાં બે નવજાત બાળકો ઉંદરો કરડવાથી મૃત્યુ પામ્યા હોવાના આરોપો બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો દબાણ વધ્યું છે. તેમણે આ ઘટનાને હત્યા ગણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ પોતાના વોટ્સએપ ચેનલ પર...

The post MPમાં નવજાત બાળકોના મૃત્યુ મામલે રાહુલ ગાંધી ભડક્યા, હોસ્પિટલની બેદરકારી પર પ્રહાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મધ્યપ્રદેશના ઈન્દોરમાં મહારાજા યશવંતરાવ સરકારી હોસ્પિટલમાં સર્જાયેલી ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે. હોસ્પિટલના NICU વોર્ડમાં બે નવજાત બાળકો ઉંદરો કરડવાથી મૃત્યુ પામ્યા હોવાના આરોપો બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો દબાણ વધ્યું છે. તેમણે આ ઘટનાને હત્યા ગણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પર પ્રહાર કર્યો છે.

રાહુલ ગાંધીએ પોતાના વોટ્સએપ ચેનલ પર પોસ્ટમાં કહ્યું, “મધ્યપ્રદેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં ઉંદરના કરડાથી બે નવજાત બાળકોના મોત થયાં. આ કોઈ દુર્ઘટના નથી, હત્યા છે. ઘટના એટલી ભયાનક, અમાનવીય અને અસંવેદનશીલ છે કે સાંભળીને રૂંવાડા ઊભા થઈ જાય છે.” તેમણે સરકારની બેદરકારીને પણ કડક શબ્દોમાં નિશાન બનાવ્યું અને કહ્યું કે ગરીબો માટે સરકારી હોસ્પિટલો હવે જીવનદાતા ન રહી, પરંતુ મોતના અડ્ડા બની ગઈ છે.

રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશ સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું, “જ્યારે તમે નવજાત બાળકોની સુરક્ષા પણ કરી શકતા નથી, ત્યારે સરકાર ચલાવવાનો શું અધિકાર છે? દોષિતોને સજા ન આપી તંત્ર દર વખતની જેમ જવાબદારીમાંથી છટકી જાય છે. વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યાદવને શરમથી માથું ઝુકાવવું જોઈએ.”

પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીને કારણે બાળકોના મૃત્યુનો આરોપ લગાવ્યો છે. આ મામલે રાજ્ય સરકાર અને માનવાધિકાર પંચે નોંધ લીધેલી છે અને દોષિતોને કડક સજા આપવાની ખાતરી આપી છે. ઘટના અંગે આરોગ્ય વ્યવસ્થાની ગંભીર ખામીઓને લઈને લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે.

 

The post MPમાં નવજાત બાળકોના મૃત્યુ મામલે રાહુલ ગાંધી ભડક્યા, હોસ્પિટલની બેદરકારી પર પ્રહાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/indore-nicu-newborn-deaths-rahul-gandhi/feed/ 0
ખંડવાની વારંવાર ફાટતી પાઇપલાઇન ગિનિસ બુકમાં નોંધાશે, 450થી વધુ વખત ફાટી ચૂકી છે https://www.gujaratinside.com/2025/08/30/khandwa-pipeline-guinness-world-record/ https://www.gujaratinside.com/2025/08/30/khandwa-pipeline-guinness-world-record/#respond Sat, 30 Aug 2025 12:10:15 +0000 https://www.gujaratinside.com/?p=17790 મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં નર્મદા જળ સપ્લાય માટે નાખવામાં આવેલી પાઈપલાઈન વારંવાર ફાટવાના કારણે હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાની તૈયારી થઈ રહી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે 106 કરોડ રૂપિયાની આ પાઇપલાઈન અત્યાર સુધીમાં લગભગ 450થી વધુ વખત ફાટી ચૂકી છે, જેના કારણે નાગરિકોને વારંવાર...

The post ખંડવાની વારંવાર ફાટતી પાઇપલાઇન ગિનિસ બુકમાં નોંધાશે, 450થી વધુ વખત ફાટી ચૂકી છે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં નર્મદા જળ સપ્લાય માટે નાખવામાં આવેલી પાઈપલાઈન વારંવાર ફાટવાના કારણે હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાની તૈયારી થઈ રહી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે 106 કરોડ રૂપિયાની આ પાઇપલાઈન અત્યાર સુધીમાં લગભગ 450થી વધુ વખત ફાટી ચૂકી છે, જેના કારણે નાગરિકોને વારંવાર પાણીની તંગીનો સામનો કરવો પડ્યો છે.

નગર નિગમના વિપક્ષ નેતા અને કોંગ્રેસના કોર્પોરેટર દીપક મુલ્લુ રાઠોડે માહિતી આપતા જણાવ્યું કે તેમણે આ મામલો ગિનિસ બુકમાં નોંધાવવા માટે અરજી કરી હતી, જે સ્વીકારવામાં આવી છે. ગિનિસ બુકે રેકોર્ડ નોંધાવવા માટે પ્રમાણિત દસ્તાવેજોની માંગણી કરી છે. રાઠોડે કહ્યું, “આ પ્રોજેક્ટ ભ્રષ્ટાચારનું જીવતું ઉદાહરણ છે. દુનિયામાં કોઈ પરિયોજના આટલી ખરાબ રીતે નિષ્ફળ ગઈ નથી.”

ખંડવાની 2.5 લાખ વસ્તીને પાણી પૂરવઠો પૂરો પાડતી આ પાઈપલાઈન તૂટવાથી અનેક વખત પાણી પુરવઠો 48 કલાક સુધી બંધ રહેવાનો પ્રસંગ આવ્યો હતો. જોકે, અધિકારીઓએ ખાતરી આપી છે કે નવી પાઈપલાઈન નાખવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે, જેનાથી ભવિષ્યમાં નાગરિકોને રાહત મળશે.

 

The post ખંડવાની વારંવાર ફાટતી પાઇપલાઇન ગિનિસ બુકમાં નોંધાશે, 450થી વધુ વખત ફાટી ચૂકી છે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/30/khandwa-pipeline-guinness-world-record/feed/ 0
“આજે ટ્રેન તારો ભાઈ ચલાવશે!” – ગ્વાલિયરમાં ટ્રેનના એન્જિનમાં ઘૂસેલો માનસિક અસ્વસ્થ યુવક, મુસાફરોમાં ફફડાટ https://www.gujaratinside.com/2025/08/14/gwalior-man-enters-train-engine-announces-he-will-drive/ https://www.gujaratinside.com/2025/08/14/gwalior-man-enters-train-engine-announces-he-will-drive/#respond Thu, 14 Aug 2025 03:20:52 +0000 https://www.gujaratinside.com/?p=16161 મધ્યપ્રદેશના ગ્વાલિયર રેલવે સ્ટેશન પર બુધવારે ફિલ્મી દ્રશ્ય જેવી નાટકીય ઘટના સર્જાઈ હતી. પ્લેટફોર્મ નં. 3 પર ઊભેલી મેમુ ટ્રેનના એન્જિનમાં એક અજાણ્યો અને સંકીષ્ટ માનસિક સ્થિતિ ધરાવતો યુવક ઘૂસી ગયો અને ડ્રાઇવરની સીટ પર બેસી ગયો. એને જાહેર કર્યુ કે, “આજે ટ્રેન તમારો ભાઈ ચલાવશે!” આ સમાચાર મળતાની સાથે મુસાફરોમાં ફફડાટ ફેલાયો. અનેક મુસાફરો...

The post “આજે ટ્રેન તારો ભાઈ ચલાવશે!” – ગ્વાલિયરમાં ટ્રેનના એન્જિનમાં ઘૂસેલો માનસિક અસ્વસ્થ યુવક, મુસાફરોમાં ફફડાટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મધ્યપ્રદેશના ગ્વાલિયર રેલવે સ્ટેશન પર બુધવારે ફિલ્મી દ્રશ્ય જેવી નાટકીય ઘટના સર્જાઈ હતી. પ્લેટફોર્મ નં. 3 પર ઊભેલી મેમુ ટ્રેનના એન્જિનમાં એક અજાણ્યો અને સંકીષ્ટ માનસિક સ્થિતિ ધરાવતો યુવક ઘૂસી ગયો અને ડ્રાઇવરની સીટ પર બેસી ગયો. એને જાહેર કર્યુ કે, “આજે ટ્રેન તમારો ભાઈ ચલાવશે!

આ સમાચાર મળતાની સાથે મુસાફરોમાં ફફડાટ ફેલાયો. અનેક મુસાફરો ડરીને તરત જ ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા. સુરૈનાના સુમાબલીથી સબલગઢ તરફ જતી આ મેમુ ટ્રેન જવા તૈયાર હતી ત્યારે યુવકે એન્જિન કેબિનમાં ઘૂસી આવી ડ્રાઇવરનો કબ્જો લઈ લીધો.

દ્રષ્ટિએ આવી રહેલી ભયજનક ઘટનાને પગલે ડ્રાઇવરે તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરી. રેલ્વેના વરિષ્ઠ અધિકારીઓ અને આરપીએફની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ. લગભગ 10 મિનિટ સુધી યુવકને સમજાવવાનો પ્રયાસ કરાયો અને અંતે તેને સલામત રીતે એન્જિનમાંથી ઉતારવામાં આવ્યો.

આરપીએફએ યુવકની ધરપકડ કરીને તેની માનસિક સ્થિતિ અંગે તપાસ શરૂ કરી છે. શરૂઆતના અનુમાન મુજબ, યુવક માનસિક અસંતુલિત હોઈ શકે છે.

📢 સુરક્ષા પર ઉભા થયા સવાલ

આ ઘટનાએ રેલવે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. એક અનધિકૃત વ્યક્તિ કેવી રીતે એન્જિન સુધી પહોંચી શકે? જો આવી રીતે કોઈ આતંકી અથવા ઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડવા માંગતો વ્યક્તિ હોય, તો શું દેશની રેલવે યાત્રાઓ સુરક્ષિત ગણાય?

The post “આજે ટ્રેન તારો ભાઈ ચલાવશે!” – ગ્વાલિયરમાં ટ્રેનના એન્જિનમાં ઘૂસેલો માનસિક અસ્વસ્થ યુવક, મુસાફરોમાં ફફડાટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/gwalior-man-enters-train-engine-announces-he-will-drive/feed/ 0
સિહોરમાં ઝરણામાં ન્હાવા કૂદેલા 5 વિદ્યાર્થી ડૂબ્યાં: 2ના મોત, 3 લાપતા https://www.gujaratinside.com/2025/07/28/sehore-waterfall-accident-vit-students-drowned/ https://www.gujaratinside.com/2025/07/28/sehore-waterfall-accident-vit-students-drowned/#respond Mon, 28 Jul 2025 05:41:04 +0000 https://www.gujaratinside.com/?p=15644 મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. દૌલતપુરના જંગલમાં આવેલા ભેરૂખો ઝરણામાં પિકનિક મનાવવા ગયેલા VIT યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓ ન્હાવા દરમિયાન ડૂબી ગયા. આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે ત્રણ વિદ્યાર્થીઓ હજુ પણ લાપતા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી ગઈ અને લાપતા વિદ્યાર્થીઓની શોધખોળ શરૂ...

The post સિહોરમાં ઝરણામાં ન્હાવા કૂદેલા 5 વિદ્યાર્થી ડૂબ્યાં: 2ના મોત, 3 લાપતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. દૌલતપુરના જંગલમાં આવેલા ભેરૂખો ઝરણામાં પિકનિક મનાવવા ગયેલા VIT યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓ ન્હાવા દરમિયાન ડૂબી ગયા. આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે ત્રણ વિદ્યાર્થીઓ હજુ પણ લાપતા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી ગઈ અને લાપતા વિદ્યાર્થીઓની શોધખોળ શરૂ કરી છે.

કઈ રીતે બની આ દુર્ઘટના?

પ્રાપ્ત માહિતી અનુસાર, વિદ્યાર્થીઓ સેલ્ફી લેતા હતા ત્યારે એક વિદ્યાર્થીનો પગ લપસી ગયો અને તે ઝરણામાં ડૂબવા લાગ્યો. તેને બચાવવા માટે અન્ય વિદ્યાર્થીઓએ પણ કૂદકો માર્યો અને તેઓ પણ પાણીના પ્રવાહમાં વહાઈ ગયા. દુર્ઘટનામાં બેના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ત્રણ વિદ્યાર્થીઓની શોધ હજુ ચાલુ છે.

તમામ વિદ્યાર્થી આંધ્ર પ્રદેશના નિવાસી

દુર્ઘટનામાં શિકાર બનેલા પાંચેય વિદ્યાર્થીઓ આંધ્ર પ્રદેશના રહેવાસી છે. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન અંધારું હોવાને કારણે મુશ્કેલી આવી રહી હતી. સવારે રેસ્ક્યૂ ઓપરેશન વધુ ઝડપથી શરૂ કરવામાં આવ્યું છે.

યુનિવર્સિટી દ્વારા નિવેદન

VIT યુનિવર્સિટીના PRO અમિતે જણાવ્યું કે, “આ ખૂબ દુ:ખદ ઘટના છે. બે વિદ્યાર્થીઓના મોતની પુષ્ટિ થઈ ગઈ છે અને બાકી ત્રણ વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે. તમામના પરિવારજનોને ઘટનાની જાણ કરી દેવામાં આવી છે.”

The post સિહોરમાં ઝરણામાં ન્હાવા કૂદેલા 5 વિદ્યાર્થી ડૂબ્યાં: 2ના મોત, 3 લાપતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/28/sehore-waterfall-accident-vit-students-drowned/feed/ 0