MadhyaPradesh Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/madhyapradesh/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 13 Jul 2025 12:17:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png MadhyaPradesh Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/madhyapradesh/ 32 32 “સર, મેં ચોરી નથી કરી”- વિદ્યાર્થી બોલતો રહ્યો અને IAS અધિકારીએ એક પછી એક લાફા ઝીંક્યા, વીડિયો વાયરલ https://www.gujaratinside.com/2025/07/13/ias-officer-slaps-student-repeatedly-during-exam-in-mp/ https://www.gujaratinside.com/2025/07/13/ias-officer-slaps-student-repeatedly-during-exam-in-mp/#respond Sun, 13 Jul 2025 12:17:50 +0000 https://www.gujaratinside.com/?p=14779 મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં એક પરીક્ષા દરમિયાન ઘટના બની છે, જેમાં  IAS અધિકારી સંજીવ શ્રીવાસ્તવે એક વિદ્યાર્થીને લાફા ઝીંકી દીધા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના 1 એપ્રિલે ભિંડના દિનદયાળ ડંગરોલિયા મહાવિદ્યાલયમાં B.Sc બીજા વર્ષની ગણિતની પરીક્ષા દરમિયાન બની હતી, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિદ્યાર્થી પર ચીટિંગનો આરોપ કલેક્ટર સંજીવ...

The post “સર, મેં ચોરી નથી કરી”- વિદ્યાર્થી બોલતો રહ્યો અને IAS અધિકારીએ એક પછી એક લાફા ઝીંક્યા, વીડિયો વાયરલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં એક પરીક્ષા દરમિયાન ઘટના બની છે, જેમાં  IAS અધિકારી સંજીવ શ્રીવાસ્તવે એક વિદ્યાર્થીને લાફા ઝીંકી દીધા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના 1 એપ્રિલે ભિંડના દિનદયાળ ડંગરોલિયા મહાવિદ્યાલયમાં B.Sc બીજા વર્ષની ગણિતની પરીક્ષા દરમિયાન બની હતી, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

વિદ્યાર્થી પર ચીટિંગનો આરોપ

કલેક્ટર સંજીવ શ્રીવાસ્તવે તપાસ દરમિયાન એક વિદ્યાર્થી પાસે પ્રશ્નપત્ર ન મળતાં તેની પર ચોરીનો આરોપ મૂક્યો અને તેને સતત લાફા ઝીંક્યા. વીડિયોમાં તેઓ વિદ્યાર્થીને બેન્ચ પરથી ઉભો કરીને પૂછે છે  “તારૂ પ્રશ્નપત્ર ક્યાં છે?“, અને સાથે જ તેને વારંવાર લાફા ઝીંકે છે. વધુ એક વીડિયોમાં તેમને વિદ્યાર્થીને બીજા રૂમમાં લઈ જતા અને ત્યાં એક શખ્સને પ્રશ્નપત્ર આપતા પણ જોવા મળ્યા છે.

 

વિદ્યાર્થીએ ઘટના અંગે પોતાનો બચાવ કરતા જણાવ્યું કે,

“જ્યારે હું ટોઇલેટ ગયો હતો ત્યારે મારું પ્રશ્નપત્ર મારા ડેસ્ક પર હતું. પણ પાછો આવ્યો ત્યારે ગુમ હતું. એ સમયે કલેક્ટર સાહેબ આવ્યા અને મને ઉભો કરીને મારી પર હાથ ચલાવ્યા. હું નિર્દોષ છું. મારી કાન પર અસર થઈ છે.”

કલેક્ટર સંજીવ શ્રીવાસ્તવની સ્પષ્ટતા

વિડિયો સામે આવતા કલેક્ટર સંજીવ શ્રીવાસ્તવે કહ્યું કે, “અમને કોલેજમાંથી માસ ચીટિંગની માહિતી મળી હતી. જ્યારે અમે તપાસ કરી ત્યારે દરેક વિદ્યાર્થી નોર્મલ રીતે લખી રહ્યો હતો, પરંતુ આ એક વિદ્યાર્થી પાસે પ્રશ્નપત્ર નહોતું. તેણે સ્વીકારી લીધું કે તેનું પ્રશ્નપત્ર બહાર મોકલાવ્યું હતું જેથી તે જવાબ મેળવી શકે.”

તેમણે ઉમેર્યું કે, “વિડિયોમાં પણ સ્પષ્ટ છે કે તે પ્રશ્નપત્ર એક વ્યક્તિને આપતો જોવા મળે છે. અમે આ અંગે લેખિતમાં ફરિયાદ આપી છે અને કોલેજ એનાથી સંબંધિત કાર્યવાહી કરશે.”

સામાન્ય વિદ્યાર્થી સામે અતિશય સખત વલણનો પ્રશ્ન

વિડિયો સામે આવતા રાજ્યભરમાં ચકચાર મચી ગઈ છે અને આઈએએસ અધિકારીના વલણની કટાક્ષ થઈ રહી છે. સામાન્ય વિદ્યાર્થી સામે અધિકારીએ શારીરિક હિંસા વર્તાવવી – તે કેટલું યોગ્ય છે એ અંગે પણ ચર્ચા ચાલી રહી છે.

The post “સર, મેં ચોરી નથી કરી”- વિદ્યાર્થી બોલતો રહ્યો અને IAS અધિકારીએ એક પછી એક લાફા ઝીંક્યા, વીડિયો વાયરલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/13/ias-officer-slaps-student-repeatedly-during-exam-in-mp/feed/ 0
મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવના કાફલાની ગાડીઓમાં ભરી દીધું પાણીવાળું ડીઝલ, રસ્તા વચ્ચે બંધ પડતાં હડકંપ https://www.gujaratinside.com/2025/06/27/19-cars-in-madhya-pradesh-chief-ministers-convoy-break-down/ https://www.gujaratinside.com/2025/06/27/19-cars-in-madhya-pradesh-chief-ministers-convoy-break-down/#respond Fri, 27 Jun 2025 06:53:10 +0000 https://www.gujaratinside.com/?p=14492 મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવના કાફલામાં સુરક્ષા ચૂકનો મોટો મામલો સામે આવ્યો છે. શુક્રવારે રતલામના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જતાં સીએમ મોહન યાદવના કાફલાની મોટા ભાગની કાર બંધ પડી ગઈ હતી. તપાસમાં એવું જાણવા મળ્યું કે મોટાભાગની કારમાં પાણીવાળું ડીઝલ ભરવામાં આવ્યું હતું. પેટ્રોલ પંપની નજીક બંધ પડી મુખ્યમંત્રીની કાર થોડા અંતર કાપ્યા પછી બંધ...

The post મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવના કાફલાની ગાડીઓમાં ભરી દીધું પાણીવાળું ડીઝલ, રસ્તા વચ્ચે બંધ પડતાં હડકંપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવના કાફલામાં સુરક્ષા ચૂકનો મોટો મામલો સામે આવ્યો છે. શુક્રવારે રતલામના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જતાં સીએમ મોહન યાદવના કાફલાની મોટા ભાગની કાર બંધ પડી ગઈ હતી. તપાસમાં એવું જાણવા મળ્યું કે મોટાભાગની કારમાં પાણીવાળું ડીઝલ ભરવામાં આવ્યું હતું.

પેટ્રોલ પંપની નજીક બંધ પડી મુખ્યમંત્રીની કાર

થોડા અંતર કાપ્યા પછી બંધ થઈ ગયા. ડીઝલમાં પાણી ભળેલું હોવાનું જાણવા મળ્યું. આ ઘટનાથી શહેરમાં ખળભળાટ મચી ગયો અને અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવનો કાફલો ઇન્દોરથી રતલામ જવા રવાના થયો. કાફલામાં 19 ઇનોવા કાર હતી. ગુરુવારે રાત્રે, આ બધા વાહનો દોસી ગાંવમાં ભારત પેટ્રોલિયમના શક્તિ ફ્યુઅલ પેટ્રોલ પંપ પર ડીઝલ ભરવા માટે રોકાયા હતા. ડીઝલ ભર્યા પછી, કાફલો થોડે ગયા બાદ અટકી ગયો હતો તપાસ કરતાં એવું જણાયું કે મોટાભાગની કારમાં પાણીવાળું ડીઝલ ભરવામા આવ્યું હતું.

20 લીટર ડીઝલમાં 10 લીટર પાણી

અચાનક કાર બંધ પડવા લાગતાં અંધાધૂંધી મચી હતી. આ પછી કોઈક રીતે કારને ધક્કો મારીને સાઈડમાં કરાઈ હતી. નાયબ તહસીલદાર આશિષ ઉપાધ્યાય અને ખાદ્ય અને પુરવઠા અધિકારી સહિત અનેક અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે વાહનોની ડીઝલ ટાંકી ખોલી અને તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે 20 લિટર ડીઝલમાંથી લગભગ 10 લિટર પાણી હતું. બધી કારમાં સ્થિતિ સમાન હતી.

The post મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવના કાફલાની ગાડીઓમાં ભરી દીધું પાણીવાળું ડીઝલ, રસ્તા વચ્ચે બંધ પડતાં હડકંપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/06/27/19-cars-in-madhya-pradesh-chief-ministers-convoy-break-down/feed/ 0