#Maharashtra Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/maharashtra/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 04 Sep 2025 12:24:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #Maharashtra Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/maharashtra/ 32 32 મહારાષ્ટ્રમાં પ્રાઇવેટ કર્મચારીઓ માટે દૈનિક કામના કલાક 9થી વધારી 10 અને ઓવરટાઈમ માટે બમણું વેતન https://www.gujaratinside.com/2025/09/04/maharashtra-private-sector-working-hours-10/ https://www.gujaratinside.com/2025/09/04/maharashtra-private-sector-working-hours-10/#respond Thu, 04 Sep 2025 12:17:40 +0000 https://www.gujaratinside.com/?p=18351 મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બુધવારે પ્રાઇવેટ ક્ષેત્રના કર્મચારીઓ માટે મહત્તમ દૈનિક કામના કલાકોને વર્તમાન 9 કલાકથી વધારીને 10 કલાક કરવા માટે કાયદામાં સુધારા મંજુર કર્યા છે. કેબિનેટના નિર્ણયનો હેતુ રાજ્યમાં રોકાણ આકર્ષિત કરવું, નોકરીઓનું સર્જન કરવું અને શ્રમિકોના અધિકારોનું રક્ષણ કરવાનું છે. મુખ્યમંત્રી દેવેદ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મંજુર કરાયેલા ફેરફારો કાયદેસર ફેક્ટરી એક્ટ, 1948 અને મહારાષ્ટ્ર દુકાનો...

The post મહારાષ્ટ્રમાં પ્રાઇવેટ કર્મચારીઓ માટે દૈનિક કામના કલાક 9થી વધારી 10 અને ઓવરટાઈમ માટે બમણું વેતન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બુધવારે પ્રાઇવેટ ક્ષેત્રના કર્મચારીઓ માટે મહત્તમ દૈનિક કામના કલાકોને વર્તમાન 9 કલાકથી વધારીને 10 કલાક કરવા માટે કાયદામાં સુધારા મંજુર કર્યા છે. કેબિનેટના નિર્ણયનો હેતુ રાજ્યમાં રોકાણ આકર્ષિત કરવું, નોકરીઓનું સર્જન કરવું અને શ્રમિકોના અધિકારોનું રક્ષણ કરવાનું છે. મુખ્યમંત્રી દેવેદ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મંજુર કરાયેલા ફેરફારો કાયદેસર ફેક્ટરી એક્ટ, 1948 અને મહારાષ્ટ્ર દુકાનો અને સ્થાપના (રોજગાર અને સેવા શરતોનું નિયમન) એક્ટ, 2017માં કરવામાં આવશે.

આ સુધારા મુજબ ઉદ્યોગોમાં દૈનિક કામના કલાકો 9 કલાકથી વધારી 12 કલાક કરવામાં આવ્યા છે, અને બ્રેકની મર્યાદા 5 કલાકના બદલે 6 કલાક પછી આપવામાં આવશે. ઓવરટાઈમની મર્યાદા પ્રતિ ક્વાર્ટર 125 કલાકથી વધારી 144 કલાક કરવામાં આવી છે અને કર્મચારીઓની લેખિત સંમતિ ફરજિયાત રહેશે. સાપ્તાહિક કામના કલાકો પણ 10.5 કલાકથી વધારીને 12 કલાક કરવામાં આવ્યા છે. 20 કે તેથી વધુ કામદારો ધરાવતા સંસ્થાઓ માટે આ નિયમ લાગુ પડશે, જ્યારે નાના ઉદ્યોગો માટે માત્ર અધિકારીઓને સૂચના આપવી ફરજિયાત રહેશે.

સરકારના નિવેદનમાં જણાવાયું છે કે આ પગલું ઉદ્યોગમાં કાર્યક્ષમતા લાવશે, નવા રોકાણોને પ્રોત્સાહન આપશે, રોજગારમાં વધારો કરશે અને સાથે જ કામદારોના વેતન અને અધિકારોમાં સુધારો પણ લાવશે. ખાસ કરીને ઓવરટાઈમ માટે બમણું વેતનનો નિયમ કાર્યસ્થળે ન્યાય અને સુરક્ષા સુનિશ્ચિત કરશે. શ્રમ વિભાગે જણાવ્યું છે કે પ્રસ્તાવિત ફેરફારો મહિલાઓ માટે વધુ આરામદાયક કાર્યકારી વાતાવરણ પૂરૂ પાડશે અને લાંબા સમયથી ચાલતી ચિંતાઓનું નિવારણ કરશે.

 

The post મહારાષ્ટ્રમાં પ્રાઇવેટ કર્મચારીઓ માટે દૈનિક કામના કલાક 9થી વધારી 10 અને ઓવરટાઈમ માટે બમણું વેતન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/maharashtra-private-sector-working-hours-10/feed/ 0
મરાઠા અનામત માટે જરાંગેનું CM ફડણવીસને અલ્ટિમેટમ: માંગ નહીં સ્વીકારો તો 5 કરોડ લોકો આવશે મુંબઈ https://www.gujaratinside.com/2025/09/01/maratha-reservation-manoj-jarange-ultimatum-to-cm-fadnavis/ https://www.gujaratinside.com/2025/09/01/maratha-reservation-manoj-jarange-ultimatum-to-cm-fadnavis/#respond Mon, 01 Sep 2025 14:15:20 +0000 https://www.gujaratinside.com/?p=18009 મરાઠા અનામત આંદોલનના નેતૃત્વ કરી રહેલા મનોજ જરાંગેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને અલ્ટિમેટ આપતાં કહ્યું છે કે, જો મરાઠાઓની માગ સ્વીકારવામાં ન આવે, તો પાંચ કરોડથી વધુ લોકો મુંબઈમાં આવશે. તેમણે સાથે જ આંદોલનકારીઓને શહેરમાં સામાન્ય લોકો પર અસુવિધા ન પડે તે સુનિશ્ચિત કરવા પણ અપીલ કરી છે. બોમ્બે હાઈકોર્ટે મરાઠા અનામત મુદ્દે સુનાવણી શરૂ કરી...

The post મરાઠા અનામત માટે જરાંગેનું CM ફડણવીસને અલ્ટિમેટમ: માંગ નહીં સ્વીકારો તો 5 કરોડ લોકો આવશે મુંબઈ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મરાઠા અનામત આંદોલનના નેતૃત્વ કરી રહેલા મનોજ જરાંગેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને અલ્ટિમેટ આપતાં કહ્યું છે કે, જો મરાઠાઓની માગ સ્વીકારવામાં ન આવે, તો પાંચ કરોડથી વધુ લોકો મુંબઈમાં આવશે. તેમણે સાથે જ આંદોલનકારીઓને શહેરમાં સામાન્ય લોકો પર અસુવિધા ન પડે તે સુનિશ્ચિત કરવા પણ અપીલ કરી છે.

બોમ્બે હાઈકોર્ટે મરાઠા અનામત મુદ્દે સુનાવણી શરૂ કરી છે. હાઈકોર્ટે મનોજ જરાંગે અને તેમના સમર્થકોને મંગળવાર, 2 સપ્ટેમ્બર સુધીમાં સ્થિતિ સુધારવાની અને મુંબઈના રસ્તાઓ ખાલી કરવાની નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું કે, મનોજ જરાંગેના નેતૃત્વમાં આ વિરોધ શાંતિપૂર્ણ નથી અને તેમાં તમામ શરતોનો ઉલ્લંઘન થયો છે. હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને પણ પૂછ્યું કે, આવી પરિસ્થિતિનો સામનો કરવા શું યોજનાબદ્ધ પગલાં લેવામાં આવ્યા છે.

મનોજ જરાંગે ચાર દિવસથી આમરણ ઉપવાસ પર છે. તેમણે કહ્યું કે, મરાઠા સમુદાયને અન્ય પછાત વર્ગો (OBC) શ્રેણીમાં અનામત આપવા માટે આ માંગ ચાલુ રહેશે. જરાંગે જણાવ્યું કે, સરકાર તેમના રેકોર્ડ પ્રમાણે અનામત આપતો સરકારી આદેશ જારી કરે.

મહારાષ્ટ્ર સરકારે 29 ઓગસ્ટથી જરાંગે અને તેમના સમર્થકોના ઉપવાસ અંગે કાર્યવાહી અંગે કહ્યું કે, મરાઠા સમુદાયને OBC દરજ્જો આપવાના હૈદરાબાદ ગેઝેટિયરને લાગુ કરવા કાનૂની અભિપ્રાય લઈશું. જો કે, જરાંગે આથી પ્રભાવિત થયા નથી અને આઝાદ મેદાનમાં અનિશ્ચિત સમય સુધી ઉપવાસ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે.

 

The post મરાઠા અનામત માટે જરાંગેનું CM ફડણવીસને અલ્ટિમેટમ: માંગ નહીં સ્વીકારો તો 5 કરોડ લોકો આવશે મુંબઈ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/maratha-reservation-manoj-jarange-ultimatum-to-cm-fadnavis/feed/ 0
રાજ ઠાકરેએ સરદાર પટેલ અને ગુજરાતીઓ પર કરેલા વિવાદિત નિવેદનોથી રોષ https://www.gujaratinside.com/2025/07/19/anger-over-raj-thackerays-controversial-statements-on-sardar-patel-and-gujaratis/ https://www.gujaratinside.com/2025/07/19/anger-over-raj-thackerays-controversial-statements-on-sardar-patel-and-gujaratis/#respond Sat, 19 Jul 2025 13:22:55 +0000 https://www.gujaratinside.com/?p=14905 ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મરાઠીને બચાવવાના નામે એક થયા છે. જોકે હિન્દી વિરોધના નામે બંને નેતાઓ અવારનવાર ગુજરાત વિરોધી નિવેદનો આપી રહ્યા છે. અગાઉ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર હતા ત્યારે પણ ગુજરાત, ગુજરાતના વેપારીઓ તથા ઉદ્યોગો વિરુદ્ધ નિવેદનો આપવામાં આવ્યા હતા. હવે રાજ ઠાકરેએ ફરી ગુજરાત પર નિશાન સાધ્યું છે....

The post રાજ ઠાકરેએ સરદાર પટેલ અને ગુજરાતીઓ પર કરેલા વિવાદિત નિવેદનોથી રોષ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મરાઠીને બચાવવાના નામે એક થયા છે. જોકે હિન્દી વિરોધના નામે બંને નેતાઓ અવારનવાર ગુજરાત વિરોધી નિવેદનો આપી રહ્યા છે. અગાઉ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર હતા ત્યારે પણ ગુજરાત, ગુજરાતના વેપારીઓ તથા ઉદ્યોગો વિરુદ્ધ નિવેદનો આપવામાં આવ્યા હતા. હવે રાજ ઠાકરેએ ફરી ગુજરાત પર નિશાન સાધ્યું છે. આટલું જ નહીં લોખંડી પુરુષ સરદાર વલ્લભ પટેલ વિશે પણ વિવાદિત ટિપ્પણી કરી છે.

મીરા ભાયંદરમાં એક જાહેર સભામાં રાજ ઠાકરેએ દાવો કર્યો કે ગુજરાતી વેપારીઓ અને નેતાઓ દાયકાઓથી મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનો ષડયંત્ર ઘડી રહ્યા છે. તેમણે આચાર્ય અત્રેના પુસ્તકનો ઉલ્લેખ કરીને કહ્યું કે,

“મને આઘાત લાગ્યો જ્યારે મેં વાંચ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે મુંબઈ મહારાષ્ટ્રને ન આપવાની તરફેણમાં પ્રથમ માંગણી કરી હતી.”

આ દાવા પછી રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે અને પાટીદાર નેતાઓ દ્વારા કડક પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.

મોરારજી દેસાઈ સામે પણ વિવાદિત આરોપ

રાજ ઠાકરેએ વિવાદ આગળ વધારતાં જણાવ્યું કે મોરારજી દેસાઈએ મહારાષ્ટ્રના આંદોલનો દરમિયાન મરાઠી લોકો પર ગોળીબાર કરાવ્યો હતો, જેનાથી અનેક લોકોના મોત નિપજ્યા હતા.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- મુંબઈને અલગ કરશે તેના ટુકડા કરી નાંખીશું

બીજી તરફ રાજ ઠાકરેના ભાઈ ઉદ્ધવ ઠાકરેએ પણ દાવો કર્યો છે કે મુંબઈ દેશનું આર્થિક પાટનગર છે એ વાત લોકોને આંખના કણાની જેમ ખૂંચે છે. તેથી મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાત લઈ જવાયા. મુંબઈ આર્થિક પાટનગર તરીકે વિકસી રહ્યું છે તેથી અમદાવાદ માટે બુલેટ ટ્રેન શરૂ થઈ રહી છે.

અગાઉ પણ ગુજરાત વિરુદ્ધ નિવેદનો

આ પહેલા પણ રાજ ઠાકરે વરલીની સભામાં ગુજરાતીઓ સામે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “તમારી પાસે વિધાનસભાની સત્તા હશે, પણ અમારી સત્તા રસ્તા પર છે.” તેમણે જણાવ્યું હતું કે, “મીરા રોડ પર એક વ્યક્તિએ ગુજરાતી વ્યક્તિને થપ્પડ મારી, પરંતુ શું તેની પર લખેલું હતું કે તે ગુજરાતી છે?” રાજ ઠાકરેએ ચેતવણી આપી કે જો કોઇ નાટક કરશે તો “કાનની નીચે બજાવવી પડશે”.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું – “હા, અમે ગુંડા જ છીએ”

ફડણવીસના ગુંડાગીરી સંબંધિત નિવેદન પર જવાબ આપતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “જો પોતાની ભાષા માટે લડવું એ ગુંડાગીરી હોય તો હા, અમે ગુંડા છીએ.” તેમણે જણાવ્યું કે ગુજરાતમાં પટેલોને ભડકાવી અને તેમના સત્તા લાભ માટે હાંસિયે ધકેલી દેવામાં આવ્યા છે.

નિકર્ષ

રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના તાજેતરના નિવેદનો ફરી એકવાર મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેની રાજકીય તણાવભરી ભાષા અને અભિવ્યક્તિ પર પ્રશ્નચિહ્ન ઉભા કરે છે. સરદાર પટેલ જેવા રાષ્ટ્રીય નેતા અંગેના વિવાદિત ટિપ્પણીઓ માત્ર ઇતિહાસના ભ્રમિત વિવેચન પૂરતાં સીમિત નથી રહી, પરંતુ તેના કારણે સામાજિક અને રાજકીય તોફાન ઊભું થવાની શક્યતા છે.

The post રાજ ઠાકરેએ સરદાર પટેલ અને ગુજરાતીઓ પર કરેલા વિવાદિત નિવેદનોથી રોષ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/19/anger-over-raj-thackerays-controversial-statements-on-sardar-patel-and-gujaratis/feed/ 0