#MaharashtraNews Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/maharashtranews/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 18 Jul 2025 04:39:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #MaharashtraNews Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/maharashtranews/ 32 32 SC પ્રમાણપત્ર મુદ્દે ફડણવીસનું એલાન: હિન્દુ, બૌદ્ધ અને શીખ સિવાયના ધર્મના લોકોને નહીં મળે અનામતનો લાભ https://www.gujaratinside.com/2025/07/18/maharashtra-schedule-caste-sc-certificate-will-be-valid-only-for-followers-of-hindu-buddhist-and-sikh-religion/ https://www.gujaratinside.com/2025/07/18/maharashtra-schedule-caste-sc-certificate-will-be-valid-only-for-followers-of-hindu-buddhist-and-sikh-religion/#respond Fri, 18 Jul 2025 04:39:23 +0000 https://www.gujaratinside.com/?p=14859 મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના વિધાન પરિષદમાં મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે હવે અનુસૂચિત જાતિ (SC)નો પ્રમાણપત્ર માત્ર હિન્દુ, બૌદ્ધ અને શીખ ધર્મના અનુયાયીઓ માટે જ માન્ય રહેશે. જો અન્ય કોઈ ધર્મના વ્યક્તિએ આ સર્ટિફિકેટ મેળવીને સરકારી સુવિધાઓનો લાભ લીધો હશે તો તે રદ કરવામાં આવશે અને કાયદેસર પગલાં ભરવામાં આવશે. SC સર્ટિફિકેટનો દુરુપયોગ કરનારા...

The post SC પ્રમાણપત્ર મુદ્દે ફડણવીસનું એલાન: હિન્દુ, બૌદ્ધ અને શીખ સિવાયના ધર્મના લોકોને નહીં મળે અનામતનો લાભ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના વિધાન પરિષદમાં મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે હવે અનુસૂચિત જાતિ (SC)નો પ્રમાણપત્ર માત્ર હિન્દુ, બૌદ્ધ અને શીખ ધર્મના અનુયાયીઓ માટે જ માન્ય રહેશે. જો અન્ય કોઈ ધર્મના વ્યક્તિએ આ સર્ટિફિકેટ મેળવીને સરકારી સુવિધાઓનો લાભ લીધો હશે તો તે રદ કરવામાં આવશે અને કાયદેસર પગલાં ભરવામાં આવશે.

SC સર્ટિફિકેટનો દુરુપયોગ કરનારા સામે કાર્યવાહી

ફડણવીસે સ્પષ્ટ કર્યું કે જો કોઈ વ્યક્તિ, જે હિન્દુ, બૌદ્ધ કે શીખ ધર્મનો નથી, તેણે SCનું પ્રમાણપત્ર મેળવી અનામત હેઠળ સરકારી નોકરીઓ મેળવી હોય, તો આવા તમામ કિસ્સાઓની તપાસ કરવામાં આવશે. આવા લોકોના પ્રમાણપત્રો રદ કરવામાં આવશે અને જો કોઈએ આ આધારે ચૂંટણીઓ જીતી હોય, તો તેમની ચૂંટણીઓ પણ રદ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકાર એવા દરેક કિસ્સાઓ પર નજર રાખી રહી છે જ્યાં વ્યક્તિએ ધર્માંતરણ કર્યા બાદ પણ SC શ્રેણી હેઠળ લાભ મેળવ્યા હોય. રાજ્ય સરકારનો આશય છે કે અનામતનો લાભ માત્ર સચોટ અને યોગ્ય હકદારને જ મળે.

ધર્માંતરણ સંબંધિત કાયદો લાવવાની તૈયારી

વિધાન પરિષદમાં ચર્ચા દરમિયાન ફડણવીસે એવી પણ જાહેરાત કરી કે મહારાષ્ટ્ર સરકાર બળજબરીથી અથવા છેતરપિંડીથી થતું ધર્માંતરણ અટકાવવાના હેતુથી એક કડક ધર્માંતરણ વિરોધી કાયદો લાવવાનું વિચારી રહી છે. આ અંગે રાજ્ય પોલીસના મહાનિર્દેશકના અધ્યક્ષસ્થાને સમિતિ રચાઈ છે અને એ સમિતિએ પોતાનો અહેવાલ પણ સરકારે સોંપી દીધો છે.

ફડણવીસે જણાવ્યું કે સરકાર સમિતિના સૂચનોને આધારે આવાં કિસ્સાઓનો અભ્યાસ કરશે અને જરૂરી કાનૂની સુધારાઓને લાગુ કરશે જેથી કોઈ પણ વ્યક્તિ છેતરપિંડીથી ધર્મ બદલીને સમાજની આરક્ષિત વ્યવસ્થાનો દુરુપયોગ ન કરી શકે.

વિધાનસભામાં કડક ધર્માંતરણ વિરોધી કાયદો રજૂ થશે

ગૃહ રાજ્યમંત્રી પંકજ ભોયરએ સોમવારે માહિતી આપી હતી કે રાજ્ય વિધાનસભાના આગામી શિયાળુ સત્રમાં ધર્માંતરણ વિરોધી કાયદો રજૂ કરવામાં આવશે. આ કાયદો અન્ય રાજ્યોમાં અમલમાં આવેલા સમાન કાયદાઓ કરતા વધુ સખત અને અસરકારક હશે, એમ તેમણે ઉમેર્યું.

અન્ય નેતાઓના દાવાઓ અને ચિંતાઓ

ભાજપના નેતા અમિત ગોરખેએ દાવો કર્યો કે રાજ્યમાં અનેક એવા લોકો છે જેઓ ખ્રિસ્તી ધર્મનું ગુપ્ત પાલન કરે છે અને જાહેરમાં SC તરીકે ઓળખાવીને અનામતનો લાભ લઈ રહ્યા છે. ગોરખેએ કહ્યું કે આ વ્યક્તિઓ સરકારી નોકરીઓ, ચૂંટણીઓ અને અન્ય લાભોમાં પણ પોતાની ઓળખ છુપાવે છે, જે તંત્ર માટે ગંભીર પડકાર છે.

વિધાન પરિષદના સ્વતંત્ર સભ્ય અને ભાજપ નેતા ચિત્રા વાઘે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે અનેક મહિલાઓએ એવું અનુભવ્યું છે કે તેમના પતિઓએ પોતાના ધર્મ અંગે ખોટી જાણકારી આપી લગ્ન કર્યા છે. તેમણે સાંગલીમાં થયેલા એક કિસ્સાનું ઉદાહરણ આપ્યું જેમાં યુવતીના પતિનું પરિવાર ગુપ્ત રીતે ખ્રિસ્તી ધર્મનું પાલન કરતું હતું.

દેવેન્દ્ર ફડણવીસનું આ નિવેદન રાજકીય અને સામાજિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. સરકારની માગ છે કે અનામત અને ધાર્મિક સ્વતંત્રતા વચ્ચેનું સંતુલન જળવાઈ રહે અને સમાજના નબળા વર્ગો માટે નિર્ધારિત હક સાચા હકદાર સુધી જ પહોંચે. આગામી સમયમાં આ મુદ્દે કાનૂની ફેરફારો અને કાર્યવાહી અંગે વધુ વિગત આવે તેવી શક્યતા છે.

The post SC પ્રમાણપત્ર મુદ્દે ફડણવીસનું એલાન: હિન્દુ, બૌદ્ધ અને શીખ સિવાયના ધર્મના લોકોને નહીં મળે અનામતનો લાભ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/18/maharashtra-schedule-caste-sc-certificate-will-be-valid-only-for-followers-of-hindu-buddhist-and-sikh-religion/feed/ 0
CM ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બંધ બારણે બેઠક: મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ગતિવિધિઓના સંકેત https://www.gujaratinside.com/2025/07/17/closed-meeting-between-cm-fadnavis-and-uddhav-thackeray/ https://www.gujaratinside.com/2025/07/17/closed-meeting-between-cm-fadnavis-and-uddhav-thackeray/#respond Thu, 17 Jul 2025 15:38:25 +0000 https://www.gujaratinside.com/?p=14836 મહારાષ્ટ્ર વિધાનસભામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે ગુપ્ત બેઠક યોજાઈ હતી. વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેના રૂમમાં યોજાયેલી આ બેઠક લગભગ 20 મિનિટ સુધી ચાલતી રહી. મહત્વની વાત એ છે કે આ બેઠકમાં આદિત્ય ઠાકરે પણ ઉપસ્થિત હતા. શું થયું બેઠકમાં? બેઠક એવા સમયે...

The post CM ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બંધ બારણે બેઠક: મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ગતિવિધિઓના સંકેત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહારાષ્ટ્ર વિધાનસભામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે ગુપ્ત બેઠક યોજાઈ હતી. વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેના રૂમમાં યોજાયેલી આ બેઠક લગભગ 20 મિનિટ સુધી ચાલતી રહી. મહત્વની વાત એ છે કે આ બેઠકમાં આદિત્ય ઠાકરે પણ ઉપસ્થિત હતા.

શું થયું બેઠકમાં?

બેઠક એવા સમયે થઈ છે જ્યારે તેના એક દિવસ પહેલા જ ફડણવીસે જાહેરમંચ પરથી ઉદ્ધવ ઠાકરેને ફરીથી સરકારમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું. સૂત્રો અનુસાર, બંધ બારણે મળેલી આ બેઠકમાં વિધાનસભામાં નેતા પ્રતિપક્ષનું પદ, ત્રણ ભાષા નીતિ સહિત અનેક અગત્યના મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાની ચર્ચા છે. જોકે, બંને પક્ષ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

આ બેઠક રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર લાવી શકે છે એવી શક્યતા હોવાથી રાજકીય વર્તુળોમાં અટકળો તેજ થઈ છે.

સીએમ ફડણવીસે શું કહ્યું હતું?

વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેના વિદાય કાર્યક્રમમાં ફડણવીસે હળવાશભર્યું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, “ઉદ્ધવજી, 2029 સુધી તો અમારું વિપક્ષમાં આવવાનો પ્રશ્ન જ નથી, પણ તમે ઈચ્છો તો સત્તાધારી પક્ષમાં આવી શકો. તમારે વિચારવું પડશે.

આ નિવેદન પર ઉદ્ધવ ઠાકરેનું પ્રતિક્રિયાની પણ નોંધ લેશો. તેમણે મીડિયાને જણાવ્યું કે, “કેટલીક વાતો હાસ્યમાં જ લેવી જોઈએ.

ફડણવીસ અને ઠાકરે વચ્ચે થયેલી આ બેઠક મહારાષ્ટ્રના રાજકારણમાં નવા જોડાણો અને સમીકરણોની સંભાવનાઓ ઉભી કરી રહી છે. જો કે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કે દૃઢ નિવેદન સામે આવ્યું નથી, છતાં આ મુલાકાતે રાજકીય ચર્ચાઓને તીવ્ર બનાવી દીધી છે.

The post CM ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બંધ બારણે બેઠક: મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ગતિવિધિઓના સંકેત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/17/closed-meeting-between-cm-fadnavis-and-uddhav-thackeray/feed/ 0
એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત અને મંત્રી શિરસાટને IT વિભાગની નોટિસ, સંપત્તિમાં વધારા અંગે માંગ્યો હિસાબ https://www.gujaratinside.com/2025/07/10/it-department-notice-to-eknath-shindes-son-shrikant-and-minister-shirsat/ https://www.gujaratinside.com/2025/07/10/it-department-notice-to-eknath-shindes-son-shrikant-and-minister-shirsat/#respond Thu, 10 Jul 2025 14:35:32 +0000 https://www.gujaratinside.com/?p=14711 મહારાષ્ટ્ર રાજકારણમાં ચકચાર મચાવતો વિકાસ સામે આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદે તથા શિવસેના શિંદે જૂથના નેતા અને મંત્રી સંજય શિરસાટને ઇન્કમટેક્સ વિભાગે નોટિસ પાઠવી છે. બંનેને તેમની સંપત્તિમાં થયેલા આકસ્મિક વધારા અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે. ‘વર્ષ 2019થી 2024 વચ્ચે સંપત્તિમાં વધારો થયો’ મંત્રીએ નોટિસ અંગે મીડિયા સાથે...

The post એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત અને મંત્રી શિરસાટને IT વિભાગની નોટિસ, સંપત્તિમાં વધારા અંગે માંગ્યો હિસાબ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહારાષ્ટ્ર રાજકારણમાં ચકચાર મચાવતો વિકાસ સામે આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદે તથા શિવસેના શિંદે જૂથના નેતા અને મંત્રી સંજય શિરસાટને ઇન્કમટેક્સ વિભાગે નોટિસ પાઠવી છે. બંનેને તેમની સંપત્તિમાં થયેલા આકસ્મિક વધારા અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે.

‘વર્ષ 2019થી 2024 વચ્ચે સંપત્તિમાં વધારો થયો’

મંત્રીએ નોટિસ અંગે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, “ઈન્કમટેક્સ વિભાગ 2019થી 2024 દરમિયાન થયેલા સંપત્તિના વધારા અંગે જવાબ માંગે છે. અમે સંબંધિત તમામ માહિતી અગાઉથી આપેલી છે, પણ હવે વધુ સ્પષ્ટતા માટે નોટિસ ફટકારવામાં આવી છે.”

‘કોઈએ ફરિયાદ કરી હતી, અમે કાયદેસર જવાબ આપીશું’

શિરસાટે કહ્યું કે, “અમારા વિરુદ્ધ કોઈએ ફરિયાદ કરી છે, તેના આધારે IT વિભાગે કાર્યવાહી કરી છે. તેમણે 9 જુલાઈ સુધી જવાબ માગ્યો હતો, પરંતુ અમે વધુ સમય માંગ્યો છે. અમે કાયદેસર સહયોગ આપીશું અને જોવું પડશે કે આપેલી માહિતી તેમને સંતોષકારક લાગે છે કે નહીં.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, “આને રાજકીય દ્રષ્ટિએ ન જોવું જોઈએ. IT અને અન્ય એજન્સીઓ તેમનું કામ કરી રહી છે. અમારા પર કોઈ દબાણ નથી અને અમે સંપૂર્ણ રીતે સહકાર આપીશું.”

‘શ્રીકાંત શિંદેને પણ નોટિસ મળી છે’

મંત્રીએ જણાવ્યું કે, “શ્રીકાંત શિંદેને પણ આ નોટિસ મળેલી છે. ચૂંટણી સોગંદનામામાં અમે તમામ માહિતી આપી હતી. નોટિસ મળવી એ કોઈ મોટી વાત નથી. તેનો રાજકીય અર્થ કાઢવો યોગ્ય નહીં ગણાય.”

The post એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત અને મંત્રી શિરસાટને IT વિભાગની નોટિસ, સંપત્તિમાં વધારા અંગે માંગ્યો હિસાબ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/10/it-department-notice-to-eknath-shindes-son-shrikant-and-minister-shirsat/feed/ 0