Mahisagar River Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/mahisagar-river/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 02 Sep 2025 05:02:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Mahisagar River Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/mahisagar-river/ 32 32 ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ નવો બ્રિજ બનાવાશે, એક વર્ષમાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય https://www.gujaratinside.com/2025/09/02/gambhira-bridge-collapse-new-bridge-construction-vadodara/ https://www.gujaratinside.com/2025/09/02/gambhira-bridge-collapse-new-bridge-construction-vadodara/#respond Tue, 02 Sep 2025 05:15:51 +0000 https://www.gujaratinside.com/?p=18056 વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ તાત્કાલિક પગલાં હેઠળ તૂટેલા બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવો બ્રિજ એક વર્ષમાં તૈયાર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. શું હતી ઘટના? 9 જુલાઈએ ગંભીરા બ્રિજ પર વાહનોની અવરજવર ચાલી રહી હતી ત્યારે બ્રિજનો એક સ્પાન તૂટી પડતાં બ્રિજના બે...

The post ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ નવો બ્રિજ બનાવાશે, એક વર્ષમાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ તાત્કાલિક પગલાં હેઠળ તૂટેલા બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવો બ્રિજ એક વર્ષમાં તૈયાર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

શું હતી ઘટના?
9 જુલાઈએ ગંભીરા બ્રિજ પર વાહનોની અવરજવર ચાલી રહી હતી ત્યારે બ્રિજનો એક સ્પાન તૂટી પડતાં બ્રિજના બે કટકા થઈ ગયા હતા. આ ઘટનામાં અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા અને કેટલાક બ્રિજ પર લટકાઈ ગયા હતા. દુર્ભાગ્યે આ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા હતા.

નવા બ્રિજ માટેની કામગીરી શરૂ
ગંભીરા બ્રિજ વડોદરા અને આણંદ જિલ્લાઓને જોડતો મહત્વનો કડી હતો. બ્રિજ તૂટી પડતા બંને જિલ્લાના લોકોની અવરજવર પર મોટો પ્રભાવ પડ્યો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક નવો બ્રિજ બનાવવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્ડર પ્રોસેસ પૂર્ણ કરી મંગલમ કન્સ્ટ્રક્શન કંપનીને નવો બ્રિજ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.

166 કરોડનું ટેન્ડર, 2026 સુધી પૂર્ણ થવાનું લક્ષ્ય
નવા બ્રિજના નિર્માણ માટે મંગલમ કન્સ્ટ્રક્શન કંપનીએ ₹166 કરોડનું ટેન્ડર ભર્યું હતું, જેને મંજૂરી મળતાં જ 14 ઑગસ્ટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. હાલ કેમ્પ સાઇટ ડેવલપમેન્ટનું કામ શરૂ થઈ ગયું છે, મશીનરી ગોઠવાઈ રહી છે અને ફાઉન્ડેશન માટે તૈયારી થઈ રહી છે. વર્ક ઓર્ડર અનુસાર બ્રિજનું કામ 13 સપ્ટેમ્બર 2026 સુધી પૂર્ણ થવાનું લક્ષ્ય છે.

 

The post ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ નવો બ્રિજ બનાવાશે, એક વર્ષમાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/gambhira-bridge-collapse-new-bridge-construction-vadodara/feed/ 0
મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, મહી નદી કાંઠાના ગામોમાં એલર્ટ https://www.gujaratinside.com/2025/08/23/kadana-dam-6-gates-open-mahisagar-river-alert/ https://www.gujaratinside.com/2025/08/23/kadana-dam-6-gates-open-mahisagar-river-alert/#respond Sat, 23 Aug 2025 11:02:40 +0000 https://www.gujaratinside.com/?p=17036 મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે. રૂલ લેવલ જાળવવા માટે ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલીને મહી નદીમાં 39,600 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. સાથે જ પાવર હાઉસ મારફતે 20,400 ક્યૂસેક પાણી છોડતા કુલ 60,000 ક્યૂસેક પાણી મહી નદીમાં મુકવામાં આવ્યું છે. હાલ મહી...

The post મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, મહી નદી કાંઠાના ગામોમાં એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે. રૂલ લેવલ જાળવવા માટે ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલીને મહી નદીમાં 39,600 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. સાથે જ પાવર હાઉસ મારફતે 20,400 ક્યૂસેક પાણી છોડતા કુલ 60,000 ક્યૂસેક પાણી મહી નદીમાં મુકવામાં આવ્યું છે.

હાલ મહી નદી બંને કાંઠે વહે રહી હોવાથી નદી કાંઠાના ગામોને એલર્ટ જાહેર કરાયો છે અને લોકોને નદીના કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત ડૂબક પુલ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પાણી છોડવાની પ્રક્રિયા દરમ્યાન વીજળીનું પણ ઉત્પાદન થઈ રહ્યું છે.

 

The post મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, મહી નદી કાંઠાના ગામોમાં એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/kadana-dam-6-gates-open-mahisagar-river-alert/feed/ 0