manohar lal khattar Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/manohar-lal-khattar/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 05 Sep 2025 11:38:51 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png manohar lal khattar Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/manohar-lal-khattar/ 32 32 ઘર ખરીદનારા માટે રાહત: રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે ડિજિટલ ડેટાબેઝ લોન્ચ થશે https://www.gujaratinside.com/2025/09/05/real-estate-digital-database-india/ https://www.gujaratinside.com/2025/09/05/real-estate-digital-database-india/#respond Fri, 05 Sep 2025 12:10:17 +0000 https://www.gujaratinside.com/?p=18493 સરકાર ટૂંક સમયમાં ભારતના તમામ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ માટે એક ડિજિટલ ડેટાબેઝ શરૂ કરવા જઈ રહી છે. આ પગલું ખાસ કરીને ઘર ખરીદનારા માટે ફાયદાકારક સાબિત થશે, કારણ કે આ પોર્ટલના માધ્યમથી ખરીદદારો છેતરપિંડીથી બચી શકે અને વિશ્વસનીય પ્રોજેક્ટ પસંદ કરી શકે. ડેટાબેઝમાં પ્રોજેક્ટની તમામ જરૂરી જાણકારી જેમ કે મંજૂરી, કન્સ્ટ્રક્શનની પ્રગતિ, બિલ્ડરોની વિશ્વસનીયતા અને...

The post ઘર ખરીદનારા માટે રાહત: રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે ડિજિટલ ડેટાબેઝ લોન્ચ થશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સરકાર ટૂંક સમયમાં ભારતના તમામ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ માટે એક ડિજિટલ ડેટાબેઝ શરૂ કરવા જઈ રહી છે. આ પગલું ખાસ કરીને ઘર ખરીદનારા માટે ફાયદાકારક સાબિત થશે, કારણ કે આ પોર્ટલના માધ્યમથી ખરીદદારો છેતરપિંડીથી બચી શકે અને વિશ્વસનીય પ્રોજેક્ટ પસંદ કરી શકે. ડેટાબેઝમાં પ્રોજેક્ટની તમામ જરૂરી જાણકારી જેમ કે મંજૂરી, કન્સ્ટ્રક્શનની પ્રગતિ, બિલ્ડરોની વિશ્વસનીયતા અને અન્ય વિગતો સમાવિષ્ટ હશે.

આ પોર્ટલ દ્વારા લોકો દેશભરના કોઈપણ બિલ્ડર અને તેના પ્રોજેક્ટ વિશે સંપૂર્ણ માહિતી સરળતાથી મેળવી શકશે. ખાસ કરીને તે લોકો માટે આ મોટી રાહત છે, જેઓ RERA કાયદા હોવા છતાં પ્રોજેક્ટ વિલંબ અને છેતરપિંડીનો ભોગ બન્યા હતા.

આ નિર્ણય ઘરોના ખરીદદારોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં RERA અને રાજ્ય અધિકારીઓને ઘર ખરીદદારોની ફરિયાદોને યોગ્ય રીતે નિરાકરણ આપવાની સૂચના આપી હતી. ત્યારબાદ આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે RERA સેન્ટ્રલ એડવાઇઝરી કાઉન્સિલની બેઠકમાં આ નવું ડિજિટલ પોર્ટલ લોન્ચ કર્યું.

બેઠકમાં મહારાષ્ટ્રની હાઉસિંગ પોલિસી 2025ના મુદ્દા પર પણ ચર્ચા થઈ, જેમાં રજૂઆત કરવામાં આવી કે અલગ કાયદાઓ રિયલ એસ્ટેટમાં ‘ફોરમ શોપિંગ’ને પ્રોત્સાહન આપી શકે છે અને RERAના એકસરખા માળખાને નબળું કરી શકે છે. FPCE દ્વારા કેન્દ્રને હસ્તક્ષેપ માટે અપીલ કરવામાં આવી હતી, કારણ કે ભવિષ્યમાં અલગ કાયદાઓ સમગ્ર ક્ષેત્રમાં ગેરવ્યવસ્થા ફેલાવી શકે છે.

આ સાથે આવાસ મંત્રાલયે રિપોર્ટમાં જણાવ્યું કે RERAના આઠ વર્ષ પૂરાં થયા બાદ હવે ‘નેક્સ્ટ-જેન’ સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. તેમાં કડક અમલ, ભ્રામક જાહેરાતો પર પ્રતિબંધ, નોંધણી પ્રક્રિયાને ઝડપી બનાવવી, આદેશોનું પાલન સુનિશ્ચિત કરવું અને વ્યાખ્યાઓમાં સ્પષ્ટતા લાવવી જેવા પગલાંનો સમાવેશ થાય છે. મંત્રાલયનું લક્ષ્ય RERAને વધુ અસરકારક અને પારદર્શક બનાવવું છે.

 

The post ઘર ખરીદનારા માટે રાહત: રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે ડિજિટલ ડેટાબેઝ લોન્ચ થશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/real-estate-digital-database-india/feed/ 0
ધનખડના રાજીનામાથી ભાજપની મુશ્કેલીઓ વધી, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા https://www.gujaratinside.com/2025/07/27/jagdeep-dhankhar-resignation-bjp-president-election-delay/ https://www.gujaratinside.com/2025/07/27/jagdeep-dhankhar-resignation-bjp-president-election-delay/#respond Sun, 27 Jul 2025 16:18:43 +0000 https://www.gujaratinside.com/?p=15615 ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ ભાજપની અંદરની રાજકીય સ્થિતિમાં નવા પડકારો ઉભા થયા છે. પક્ષ હવે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મુદ્દે અસમંજસમાં છે. પહેલાંથી જ આરએસએસ સાથે સહમતિ બનાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરી રહેલું ભાજપ હવે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી પર ફોકસ કરી રહ્યું છે, જેના કારણે અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા છે. નવા અધ્યક્ષ મુદ્દે ચર્ચાઓ...

The post ધનખડના રાજીનામાથી ભાજપની મુશ્કેલીઓ વધી, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ ભાજપની અંદરની રાજકીય સ્થિતિમાં નવા પડકારો ઉભા થયા છે. પક્ષ હવે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મુદ્દે અસમંજસમાં છે. પહેલાંથી જ આરએસએસ સાથે સહમતિ બનાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરી રહેલું ભાજપ હવે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી પર ફોકસ કરી રહ્યું છે, જેના કારણે અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા છે.

નવા અધ્યક્ષ મુદ્દે ચર્ચાઓ અટકી ગઈ છે અને અન્ય રાજ્યોના અધ્યક્ષોની પસંદગીનો મામલો પણ અટવાઈ ગયો છે. ચોમાસુ સત્ર અને બિહાર વિધાનસભા ચૂંટણીના કારણે સંગઠન ચૂંટણી પર કાર્યવાહી થવાની સંભાવના ઓછી છે. બિહારમાં વિપક્ષની મજબૂત રણનીતિને કારણે ભાજપ જેડીયુના નેતૃત્વ હેઠળ ચૂંટણી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ધર્મેન્દ્ર પ્રધાન, શિવરાજસિંહ ચૌહાણ, મનોહર લાલ ખટ્ટર અને ભુપેન્દ્ર યાદવ જેવા દિગ્ગજોના નામ ચર્ચામાં છે. સંગઠનાત્મક અનુભવ, રાજકીય પ્રતિનિધિત્વ અને સામાજિક સંતુલનના આધારે આ નામોને મહત્વ આપવામાં આવી રહ્યું છે.

ભાજપે અત્યાર સુધીમાં 36માંથી 28 રાજ્યોમાં નવા અધ્યક્ષોની જાહેરાત કરી છે, પરંતુ ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને હરિયાણા જેવા મહત્ત્વપૂર્ણ રાજ્યોમાં અધ્યક્ષની વરણી હજી બાકી છે

The post ધનખડના રાજીનામાથી ભાજપની મુશ્કેલીઓ વધી, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/27/jagdeep-dhankhar-resignation-bjp-president-election-delay/feed/ 0