March for Australia Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/march-for-australia/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 31 Aug 2025 11:42:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png March for Australia Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/march-for-australia/ 32 32 ઇમિગ્રેશન મુદ્દે ઑસ્ટ્રેલિયામાં રેલી, ભારતીય-વિરુદ્ધ સંદેશા સામે આવ્યા https://www.gujaratinside.com/2025/08/31/australia-immigration-protest-indian-community-targeted/ https://www.gujaratinside.com/2025/08/31/australia-immigration-protest-indian-community-targeted/#respond Sun, 31 Aug 2025 11:42:16 +0000 https://www.gujaratinside.com/?p=17892 ઓસ્ટ્રેલિયામાં રવિવારે ‘માર્ચ ફોર ઑસ્ટ્રેલિયા’ નામની રેલીમાં હજારો લોકો જોડાયા. આ રેલીનો મુખ્ય હેતુ દેશમાં વધી રહેલા ઇમિગ્રેશનનો વિરોધ કરવાનો હતો. ખાસ કરીને રેલીમાં ભારતીય મૂળના લોકોને નિશાન બનાવવામાં આવ્યા, જેમને ‘સંપૂર્ણ રિપ્લેસમેન્ટ’ કહેવામાં આવ્યું. 2013 થી 2023 દરમિયાન ઑસ્ટ્રેલિયામાં ભારતીયોની વસ્તી બમણી થઈને 8.45 લાખ સુધી પહોંચી ગઈ છે, જે પરંપરાગત ગ્રીક અને ઇટાલિયન...

The post ઇમિગ્રેશન મુદ્દે ઑસ્ટ્રેલિયામાં રેલી, ભારતીય-વિરુદ્ધ સંદેશા સામે આવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઓસ્ટ્રેલિયામાં રવિવારે ‘માર્ચ ફોર ઑસ્ટ્રેલિયા’ નામની રેલીમાં હજારો લોકો જોડાયા. આ રેલીનો મુખ્ય હેતુ દેશમાં વધી રહેલા ઇમિગ્રેશનનો વિરોધ કરવાનો હતો. ખાસ કરીને રેલીમાં ભારતીય મૂળના લોકોને નિશાન બનાવવામાં આવ્યા, જેમને ‘સંપૂર્ણ રિપ્લેસમેન્ટ’ કહેવામાં આવ્યું. 2013 થી 2023 દરમિયાન ઑસ્ટ્રેલિયામાં ભારતીયોની વસ્તી બમણી થઈને 8.45 લાખ સુધી પહોંચી ગઈ છે, જે પરંપરાગત ગ્રીક અને ઇટાલિયન પ્રજાની વસતિની સામે વધુ બની છે.

આ રેલીના આયોજકો દાવો કરે છે કે તેમનું આંદોલન કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલું નથી, પરંતુ મોટા પ્રમાણમાં પ્રવેશેલા પ્રવાસીઓના કારણે સમાજની એકતા ભંગ થઈ રહી છે. જોકે, ઑસ્ટ્રેલિયન સરકારે રેલીને નફરત અને વિભાજન ફેલાવનારી ગણાવી છે અને તેને નિયો-નાઝી જૂથોના સાથે સંકળાયેલ હોવાનું માન્યું છે. મંત્રી મરે વોટે રેલીને નફરત ફેલાવનારી અને સમુદાય વિરુદ્ધ ગણાવી આ પર સખત પ્રતિક્રિયા આપી, જ્યારે ઑસ્ટ્રેલિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સર્વિસ અને વિપક્ષના નેતા જુલિયન લીસરે પણ આ વિશે ચિંતા વ્યક્ત કરી.

મીડિયા રિપોર્ટ અનુસાર, સિડનીમાં 5,000 થી 8,000 લોકો રેલીમાં જોડાયા હતા. પાસેના કાઉન્ટર-પ્રદર્શનમાં રેફ્યુજી એક્શન ગઠબંધન(Refugee Action Coalition)દ્વારા સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા. કેનબરામાં લગભગ સો લોકો એકઠા થયા, જ્યારે મેલબોર્નમાં રેલી દરમિયાન પોલીસને પરિસ્થિતિ નિયંત્રિત કરવા પેપર સ્પ્રેનો ઉપયોગ કરવો પડ્યો. ક્વીન્સલેન્ડમાં પોપ્યુલિસ્ટ પાર્ટીના નેતા બોબ કેટર પણ રેલીમાં હાજર રહ્યા.

 

The post ઇમિગ્રેશન મુદ્દે ઑસ્ટ્રેલિયામાં રેલી, ભારતીય-વિરુદ્ધ સંદેશા સામે આવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/australia-immigration-protest-indian-community-targeted/feed/ 0