MEA statement Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/mea-statement/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 10 Sep 2025 05:31:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png MEA statement Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/mea-statement/ 32 32 નેપાળમાં હિંસા વચ્ચે ફસાયેલા ગુજરાતીઓ: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત સંપર્કમાં, પ્રવાસીઓને પરત લાવવા પ્રયાસ તેજ https://www.gujaratinside.com/2025/09/10/gujaratis-stranded-in-nepal-india-rescue-efforts/ https://www.gujaratinside.com/2025/09/10/gujaratis-stranded-in-nepal-india-rescue-efforts/#respond Wed, 10 Sep 2025 05:42:14 +0000 https://www.gujaratinside.com/?p=18983 નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા બાદ અનેક ભારતીય પ્રવાસીઓ મુશ્કેલીમાં ફસાયા છે, જેમાં ગુજરાતના પણ ઘણા લોકોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે અને કેન્દ્ર સરકાર દ્વારા ફસાયેલા પ્રવાસીઓને સલામત રીતે પરત લાવવા માટે જરૂરી તમામ પ્રયત્નો ચાલી રહ્યા છે. ભાવનગર...

The post નેપાળમાં હિંસા વચ્ચે ફસાયેલા ગુજરાતીઓ: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત સંપર્કમાં, પ્રવાસીઓને પરત લાવવા પ્રયાસ તેજ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા બાદ અનેક ભારતીય પ્રવાસીઓ મુશ્કેલીમાં ફસાયા છે, જેમાં ગુજરાતના પણ ઘણા લોકોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે અને કેન્દ્ર સરકાર દ્વારા ફસાયેલા પ્રવાસીઓને સલામત રીતે પરત લાવવા માટે જરૂરી તમામ પ્રયત્નો ચાલી રહ્યા છે.

ભાવનગર જિલ્લાના નારીગામથી 43 શ્રદ્ધાળુઓ નેપાળ પ્રવાસે ગયા હતા અને હાલ તેઓ ત્યાં હોટેલમાં સુરક્ષિત છે. MLA જીતુ વાઘાણીએ તેમની સાથે વાત કરી તેમને સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપી છે, જ્યારે તંત્રે ઝડપથી મુશ્કેલીમાંથી બહાર લાવવાની ખાતરી આપી છે.

ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) નેપાળની પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. MEAએ નિવેદનમાં કહ્યું કે, “અમે નેપાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને અનેક નિર્દોષ જીવ ગુમાવવાના બનાવથી દુઃખી છીએ. અમારી સંવેદના મૃતકોના પરિવારજનો સાથે છે અને ઘાયલોના જલદી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.”

ભારતે આશા વ્યક્ત કરી છે કે નેપાળની પરિસ્થિતિ જલદી શાંતિપૂર્ણ રીતે ઉકેલાશે. સાથે જ, નેપાળમાં રહેલા ભારતીય નાગરિકોને સાવચેત રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓની માર્ગદર્શિકા અનુસરવા અપીલ કરવામાં આવી છે.

વિરોધ પ્રદર્શનોને કારણે કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર આશરે 400 જેટલા ભારતીય નાગરિકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. ઘણી ફ્લાઇટ્સ રદ થવાને કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.

કેટલાક લોકોએ વીડિયો સંદેશ મોકલી જણાવ્યુ છે કે ઈમિગ્રેશન પૂર્ણ કર્યા બાદ એરલાઈન સ્ટાફ તેમને એરપોર્ટ પર છોડીને ચાલ્યા ગયા છે અને મદદ માટે કોઈ હાજર નથી. એરપોર્ટની બહાર અરાજકતા ફેલાઈ હોવાને કારણે ફસાયેલા ભારતીયોમાં ડરનો માહોલ છે.

 

The post નેપાળમાં હિંસા વચ્ચે ફસાયેલા ગુજરાતીઓ: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત સંપર્કમાં, પ્રવાસીઓને પરત લાવવા પ્રયાસ તેજ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/10/gujaratis-stranded-in-nepal-india-rescue-efforts/feed/ 0
પાકિસ્તાન પોતાની નિષ્ફળતા છુપાવવા ભારત વિરોધી નિવેદનો આપે છે: રણધીર જયસ્વાલ https://www.gujaratinside.com/2025/08/14/pakistan-anti-india-remarks-randhir-jaiswal-warning/ https://www.gujaratinside.com/2025/08/14/pakistan-anti-india-remarks-randhir-jaiswal-warning/#respond Thu, 14 Aug 2025 11:39:20 +0000 https://www.gujaratinside.com/?p=16223 ભારતે પાકિસ્તાનના નેતૃત્વ પર તીખો પ્રહાર કરતાં કહ્યું છે કે તે પોતાની ખામીઓ પરથી ધ્યાન હટાવવા માટે વારંવાર ભારત વિરોધી નિવેદનો આપી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક બ્રીફિંગમાં જણાવ્યું કે પાકિસ્તાન માટે આ નવી બાબત નથી. પોતાના આંતરિક નિષ્ફળતાઓને ઢાંકવા માટે ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને દ્વેષભર્યા નિવેદનો આપવાનું તેનું જૂનું હથિયાર છે....

The post પાકિસ્તાન પોતાની નિષ્ફળતા છુપાવવા ભારત વિરોધી નિવેદનો આપે છે: રણધીર જયસ્વાલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતે પાકિસ્તાનના નેતૃત્વ પર તીખો પ્રહાર કરતાં કહ્યું છે કે તે પોતાની ખામીઓ પરથી ધ્યાન હટાવવા માટે વારંવાર ભારત વિરોધી નિવેદનો આપી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક બ્રીફિંગમાં જણાવ્યું કે પાકિસ્તાન માટે આ નવી બાબત નથી. પોતાના આંતરિક નિષ્ફળતાઓને ઢાંકવા માટે ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને દ્વેષભર્યા નિવેદનો આપવાનું તેનું જૂનું હથિયાર છે.

જયસ્વાલે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, ઈસ્લામાબાદે તેના વાણી અને વર્તનમાં સંયમ રાખવો જોઈએ, કારણ કે કોઈપણ પ્રકારનો દુઃસાહસ તેના માટે ગંભીર પરિણામ લાવશે. તેમણે ઉમેર્યું કે તાજેતરમાં જ પાકિસ્તાને તેના કાર્યોના પરિણામો જોઈ લીધા છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરે અમેરિકાની ધરતી પરથી ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી હતી અને સિંધુ નદી પર ભારતે બંધ બાંધવાની યોજના પર બોમ્બથી ઉડાવી દેવાની ચેતવણી આપી હતી.

ભારત-અમેરિકા સંબંધોને લઈને જયસ્વાલે કહ્યું કે, બંને દેશોની ભાગીદારીને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે, છતાં ભારત હંમેશા પરસ્પર આદર અને સહિયારા હિતોના આધારે આગળ વધવા પ્રતિબદ્ધ છે. નવી દિલ્હી માટે અમેરિકા સાથેની ભાગીદારી એક મહત્વપૂર્ણ એજન્ડા તરીકે રહેતી આવી છે.

 

The post પાકિસ્તાન પોતાની નિષ્ફળતા છુપાવવા ભારત વિરોધી નિવેદનો આપે છે: રણધીર જયસ્વાલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/pakistan-anti-india-remarks-randhir-jaiswal-warning/feed/ 0
ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતે F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવવાની અહેવાલો પર MEAનું સ્પષ્ટીકરણ https://www.gujaratinside.com/2025/08/01/india-rejects-f35-offer-mea-clarification-trump-tariff/ https://www.gujaratinside.com/2025/08/01/india-rejects-f35-offer-mea-clarification-trump-tariff/#respond Fri, 01 Aug 2025 13:38:06 +0000 https://www.gujaratinside.com/?p=15798 અમેરિકા સાથેના ટેરિફ તણાવ વચ્ચે આજે સવારે અહેવાલો સામે આવ્યા કે ભારતે અમેરિકાની F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવી દીધી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ટેરિફના વલણ બાદ ભારતે અમેરિકાથી જેટ્સ ન ખરીદવાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું હતું. આ અહેવાલ પર વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા આપતા કહ્યું કે આ મુદ્દે અમેરિકા સાથે હજી સુધી કોઈ ઔપચારિક ચર્ચા થઈ...

The post ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતે F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવવાની અહેવાલો પર MEAનું સ્પષ્ટીકરણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકા સાથેના ટેરિફ તણાવ વચ્ચે આજે સવારે અહેવાલો સામે આવ્યા કે ભારતે અમેરિકાની F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવી દીધી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ટેરિફના વલણ બાદ ભારતે અમેરિકાથી જેટ્સ ન ખરીદવાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું હતું. આ અહેવાલ પર વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા આપતા કહ્યું કે આ મુદ્દે અમેરિકા સાથે હજી સુધી કોઈ ઔપચારિક ચર્ચા થઈ નથી.

લોકસભામાં લેખિત જવાબ આપતાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ‘આ મુદ્દા પર હજી સુધી કોઈ ઔપચારિક વાતચીત નથી થઈ.’ MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત ભાગીદારી છે અને તે તાજેતરના સમયમાં વધુ મજબૂત બની છે. તેમણે કહ્યું કે, ‘અમેરિકા સાથે મળીને અમે 21મી સદીની ભારત-અમેરિકન કોમ્પેક્ટ પાર્ટનરશીપ બનાવી છે, જે સંબંધોને વધુ વેગ આપશે.’

જયસ્વાલે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી F-35 જેટનો પ્રશ્ન છે, ત્યાં સંબંધિત મંત્રાલય જ યોગ્ય જવાબ આપી શકશે. તેમણે ઈરાન સાથે વેપાર કરતી ભારતીય કંપનીઓ પર અમેરિકાના પ્રતિબંધ અંગે પણ કહ્યું કે ભારતે આ પ્રતિબંધોની નોંધ લીધી છે અને તેના પર વિચાર ચાલી રહ્યો છે.

સંરક્ષણ ક્ષેત્રે ભાગીદારી અંગે તેમણે જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેનો સંબંધ મજબૂત છે અને અનેક પડકારો છતાં તે ભવિષ્યમાં પણ યથાવત રહેશે. ટેરિફ મુદ્દે તેમણે કહ્યું કે તેના જવાબ માટે વ્હાઈટ હાઉસનો સંપર્ક કરવો યોગ્ય રહેશે.

The post ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતે F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવવાની અહેવાલો પર MEAનું સ્પષ્ટીકરણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/01/india-rejects-f35-offer-mea-clarification-trump-tariff/feed/ 0