Middle East Tensions Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/middle-east-tensions/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 29 Aug 2025 05:28:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Middle East Tensions Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/middle-east-tensions/ 32 32 ગાઝામાં હિંસક અથડામણ: ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં 71 પેલેસ્ટિનિયનના મોત, ઓપરેશન તેજ https://www.gujaratinside.com/2025/08/29/israel-hamas-conflict-gaza-violence-71-killed/ https://www.gujaratinside.com/2025/08/29/israel-hamas-conflict-gaza-violence-71-killed/#respond Fri, 29 Aug 2025 08:26:05 +0000 https://www.gujaratinside.com/?p=17653 ગાઝા પટ્ટીમાં ઈઝરાયલી સૈન્ય અને હમાસ વચ્ચેની સીધી અથડામણ વધુ ભયાનક બની રહી છે. ગુરુવારે (28 ઓગસ્ટ) રાત્રે ગાઝા સિટી પર થયેલા ઈઝરાયલી બોમ્બમારમાં 16 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. તાજા માહિતી મુજબ, અત્યાર સુધી ગાઝામાં ઈઝરાયલી હુમલાઓમાં કુલ 71 પેલેસ્ટિનિયનના મોત થયા છે. અહેવાલો અનુસાર, ગાઝાના દક્ષિણ ભાગમાં ખોરાક મેળવવા રાહત...

The post ગાઝામાં હિંસક અથડામણ: ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં 71 પેલેસ્ટિનિયનના મોત, ઓપરેશન તેજ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગાઝા પટ્ટીમાં ઈઝરાયલી સૈન્ય અને હમાસ વચ્ચેની સીધી અથડામણ વધુ ભયાનક બની રહી છે. ગુરુવારે (28 ઓગસ્ટ) રાત્રે ગાઝા સિટી પર થયેલા ઈઝરાયલી બોમ્બમારમાં 16 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. તાજા માહિતી મુજબ, અત્યાર સુધી ગાઝામાં ઈઝરાયલી હુમલાઓમાં કુલ 71 પેલેસ્ટિનિયનના મોત થયા છે.

અહેવાલો અનુસાર, ગાઝાના દક્ષિણ ભાગમાં ખોરાક મેળવવા રાહત વિતરણ કેન્દ્ર પર પહોંચેલા નાગરિકો પર પણ ગોળીબાર થયો, જેમાં ચાર લોકો માર્યા ગયા અને 27 ઈજાગ્રસ્ત થયા. ઈઝરાયલની સેનાનું કહેવું છે કે હમાસ અને તેના સંલગ્ન સંગઠનોના માળખાનો સંપૂર્ણ ખાતમો ન થાય ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે.

ઓક્ટોબર 2023થી ચાલતી કાર્યવાહી દરમ્યાન અત્યાર સુધી 62 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા નોંધપાત્ર છે. ખાદ્ય પુરવઠા પર પ્રતિબંધોને કારણે ગાઝામાં કુપોષણની સ્થિતિ ગંભીર બની છે. અત્યાર સુધી કુપોષણ અને ભૂખમરાને કારણે 317 લોકોના મોત થયા છે, જેમાં 121 બાળકોનો સમાવેશ થાય છે.

ઈઝરાયલે ગાઝા શહેરમાં મોટા પાયે ઓપરેશન શરૂ કર્યું છે. સેનાના ટેન્કો શહેરમાં પ્રવેશ્યા છે, ખાલી ઘરો તોડી પાડવામાં આવ્યા છે અને તોપમારો ચાલુ છે. ઘણી જગ્યાએ હમાસના લડાકુઓ અને ઈઝરાયલી સૈનિકો વચ્ચે યુદ્ધ થયું હતું. અહેવાલ મુજબ ઈઝરાયલના ગિવાટી બ્રિગેડે હમાસને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને હથિયારના ડેપોનો નાશ કર્યો છે.

આગળ, ઈઝરાયલ દ્વારા ગાઝાની નાસર હોસ્પિટલ પર બે મિસાઈલ ઝિંકવામાં આવી હતી, જેમાં ચાર પત્રકાર સહિત 19 લોકોના મોત થયા હતા. આ મુદ્દે ઈઝરાયલની સેનાએ કે વડાપ્રધાન કાર્યાલયે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

The post ગાઝામાં હિંસક અથડામણ: ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં 71 પેલેસ્ટિનિયનના મોત, ઓપરેશન તેજ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/israel-hamas-conflict-gaza-violence-71-killed/feed/ 0
ઈઝરાયલની યમનને ખુલ્લી ધમકી: “હૂથીઓ હથિયાર ન મૂકે તો યમનને તહેરાન જેવી હાલત ભોગવવી પડશે” https://www.gujaratinside.com/2025/07/21/israel-warns-yemen-houthis-tehran-like-retaliation/ https://www.gujaratinside.com/2025/07/21/israel-warns-yemen-houthis-tehran-like-retaliation/#respond Mon, 21 Jul 2025 18:15:08 +0000 https://www.gujaratinside.com/?p=15055 ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાટ્ઝે યમનના હૂથી বিদ્રોહીઓને ચેતવણી આપી છે કે જો તેઓ પોતાના હથિયાર નથી મૂકે અને હુમલાઓ અટકાવે નહીં, તો યમનની સ્થિતિ પણ ઈરાનની રાજધાની તહેરાન જેવી કરી દેવામાં આવશે. ઇઝરાયલ હાલમાં ગાઝા, ઇરાન, લેબનન અને સીરિયા સામે યુદ્ધ મોરચા ખોલી ચૂક્યું છે. તાજેતરમાં તહેરાન પર તીવ્ર બોમ્બમારો અને મિસાઇલ હુમલાઓ કર્યા...

The post ઈઝરાયલની યમનને ખુલ્લી ધમકી: “હૂથીઓ હથિયાર ન મૂકે તો યમનને તહેરાન જેવી હાલત ભોગવવી પડશે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાટ્ઝે યમનના હૂથી বিদ્રોહીઓને ચેતવણી આપી છે કે જો તેઓ પોતાના હથિયાર નથી મૂકે અને હુમલાઓ અટકાવે નહીં, તો યમનની સ્થિતિ પણ ઈરાનની રાજધાની તહેરાન જેવી કરી દેવામાં આવશે.

ઇઝરાયલ હાલમાં ગાઝા, ઇરાન, લેબનન અને સીરિયા સામે યુદ્ધ મોરચા ખોલી ચૂક્યું છે. તાજેતરમાં તહેરાન પર તીવ્ર બોમ્બમારો અને મિસાઇલ હુમલાઓ કર્યા બાદ હવે યમનનું હોદૈદા (Hodeidah) શહેર ઈઝરાયલના નિશાન પર છે.

હોદૈદા પર ઇઝરાયલનો હુમલો
ઈઝરાયલના વાયુસેનાએ હોદૈદા સ્થિત ફ્યુઅલ ટેન્કરો અને બંદર વિસ્તારમાં રહેલા યુદ્ધવિમાનોને નિશાન બનાવ્યા છે. યમનથી ઈઝરાયલ પર થતા મિસાઇલ હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું IDFએ જણાવ્યું છે.

ઈઝરાયલના જણાવ્યા અનુસાર, હૂથીઓનું મુખ્ય મથક હોદૈદા બંદરગાહમાં છે, જ્યાં ઈરાનથી આયાત કરાયેલા શસ્ત્રો સંકલિત છે. IDFએ સ્પષ્ટ કહ્યું છે કે તેને યમનમાં હૂથી ત્રાસવાદીઓના તમામ અડ્ડાઓની ચોક્કસ માહિતી છે અને જરૂર પડે ત્યારે વળતો જવાબ આપવામાં આવશે.

ઈરાનની પ્રતિક્રિયા
ઈરાની નેતાઓએ ઈઝરાયલના આ પગલાને “પાગલ કુતરાની જેમ કરાયેલ હુમલો” ગણાવ્યો છે અને ચેતવણી આપી છે કે આવા પગલાથી સમગ્ર ઇસ્લામી જગત સળગી ઉઠશે.

The post ઈઝરાયલની યમનને ખુલ્લી ધમકી: “હૂથીઓ હથિયાર ન મૂકે તો યમનને તહેરાન જેવી હાલત ભોગવવી પડશે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/21/israel-warns-yemen-houthis-tehran-like-retaliation/feed/ 0