Monsoon Havoc Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/monsoon-havoc/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 01 Sep 2025 04:55:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Monsoon Havoc Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/monsoon-havoc/ 32 32 ઉત્તરાખંડથી જમ્મુ-કાશ્મીર સુધી વરસાદનો કહેર, પૂર-ભૂસ્ખલનથી હાહાકાર, લાખો લોકો પ્રભાવિત https://www.gujaratinside.com/2025/09/01/uttarakhand-himachal-jammu-kashmir-rains-landslides-floods/ https://www.gujaratinside.com/2025/09/01/uttarakhand-himachal-jammu-kashmir-rains-landslides-floods/#respond Mon, 01 Sep 2025 04:55:27 +0000 https://www.gujaratinside.com/?p=17949 ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને કુદરતી આફતે હાહાકાર મચાવ્યો છે. સતત વરસાદને કારણે ભૂસ્ખલન, વાદળ ફાટવા અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે પુલો તૂટી ગયા, રસ્તાઓ બંધ થયા અને ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. હજારો લોકો ફસાઈ ગયા છે અને લાખો લોકો પ્રભાવિત થયા છે. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના કારણે રસ્તાઓ...

The post ઉત્તરાખંડથી જમ્મુ-કાશ્મીર સુધી વરસાદનો કહેર, પૂર-ભૂસ્ખલનથી હાહાકાર, લાખો લોકો પ્રભાવિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને કુદરતી આફતે હાહાકાર મચાવ્યો છે. સતત વરસાદને કારણે ભૂસ્ખલન, વાદળ ફાટવા અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે પુલો તૂટી ગયા, રસ્તાઓ બંધ થયા અને ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. હજારો લોકો ફસાઈ ગયા છે અને લાખો લોકો પ્રભાવિત થયા છે.

હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના કારણે રસ્તાઓ કાટમાળથી ભરાઈ ગયા છે અને શિમલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂસ્ખલનથી અનેક માર્ગો અવરોધિત થયા છે. કુલ્લુમાં ભૂસ્ખલનથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ પ્રભાવિત થયો છે. ચંબામાં મણિ મહેશ યાત્રા રોકી દેવામાં આવી છે અને હજારો શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે વહીવટી તંત્ર પ્રયત્નશીલ છે.

ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લાના નીતિ ઘાટીમાં મુખ્ય પુલ તૂટી જતાં અનેક ગામો કટોકટીમાં આવી ગયા છે. નીતિ-મલારી હાઈવે પર તમક નાળાનો પુલ તૂટી પડ્યો છે, જ્યારે ઉત્તરકાશીમાં યમુના નદીનું જળસ્તર ખતરનાક સપાટી પર પહોંચી ગયું છે. વિકાસનગર અને સરહદીય ગામોમાં મકાનો ધરાશાયી થયા છે અને શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં રામબન, ઉધમપુર અને જમ્મુ જિલ્લામાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનના કારણે હાઈવે તૂટી ગયો છે, જેના કારણે અવરજવર બંધ થઈ ગઈ છે. કટરામાં ઘરો અને દુકાનોમાં પૂરના કારણે પાણી ઘૂસી ગયું છે.

પંજાબમાં પૂરે વિનાશ મચાવ્યો છે. 9 જિલ્લામાં એક હજારથી વધુ ગામો પ્રભાવિત થયા છે અને 3 લાખ એકર ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અમૃતસર, ગુરદાસપુર, પઠાણકોટ અને ફિરોઝપુરમાં પરિસ્થિતિ ગંભીર છે. ગુરુદ્વારા લોકો માટે આશ્રયસ્થાન બની રહ્યા છે, જ્યારે ગુરદાસપુરમાં સતલજ, રાવી અને બિયાસ નદીઓના પૂરે 40થી વધુ ગામોને અસર કરી છે.

બચાવ કાર્ય માટે એરફોર્સ, સેના, NDRF, BSF અને સ્થાનિક વહીવટી તંત્ર સતત કામ કરી રહ્યા છે. MI-17 હેલિકોપ્ટર દ્વારા નદી કિનારે ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. પશુઓ માટે ચારો ઉપલબ્ધ ન હોવાના કારણે મુશ્કેલીઓ વધી રહી છે. હવામાન વિભાગે હજી પણ ભારે વરસાદ અને પૂરની ચેતવણી આપી છે.

મેદાની રાજ્યોમાં પણ પરિસ્થિતિ ગંભીર છે. બિહારના મુંગેર અને બેગુસરાયમાં પૂર જેવી સ્થિતિ છે, જ્યારે ગુજરાતના સાબરકાંઠા અને પંચમહાલમાં રસ્તાઓ અને ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રાજસ્થાનના ટોંકમાં માસી નદીના તેજ પ્રવાહમાં ડમ્પર પલટી જતાં જોખમ વધ્યું છે.

કુલ મળીને, આ વર્ષે હવામાને ઉત્તર ભારતથી લઈને મેદાનો સુધી વિનાશક પરિસ્થિતિ સર્જી છે અને રાહત કાર્ય સતત ચાલુ છે.

 

The post ઉત્તરાખંડથી જમ્મુ-કાશ્મીર સુધી વરસાદનો કહેર, પૂર-ભૂસ્ખલનથી હાહાકાર, લાખો લોકો પ્રભાવિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/uttarakhand-himachal-jammu-kashmir-rains-landslides-floods/feed/ 0
ઉત્તરાખંડના ચમોલીમાં ફરી આભ ફાટ્યું: બે લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ભરાયો https://www.gujaratinside.com/2025/08/29/uttarakhand-chamoli-cloudburst-two-missing/ https://www.gujaratinside.com/2025/08/29/uttarakhand-chamoli-cloudburst-two-missing/#respond Fri, 29 Aug 2025 05:21:38 +0000 https://www.gujaratinside.com/?p=17647 ઉત્તરાખંડમાં ચોમાસાની ઋતુ સતત કુદરતી આફતો લઈને આવી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વારંવાર આભ ફાટવાની ઘટનાઓ સર્જાતા ભારે વિનાશ ફેલાયો છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ગઇકાલે રાતે ચમોલી જિલ્લાના દેવાલ વિસ્તારના મોપાટામાં ફરી એકવાર આભ ફાટ્યો હતો, જેના કારણે મોટી હાનિ થઈ છે. માહિતી મુજબ આ દુર્ઘટનામાં બે લોકો ગુમ છે, જેમા તારા...

The post ઉત્તરાખંડના ચમોલીમાં ફરી આભ ફાટ્યું: બે લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ભરાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તરાખંડમાં ચોમાસાની ઋતુ સતત કુદરતી આફતો લઈને આવી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વારંવાર આભ ફાટવાની ઘટનાઓ સર્જાતા ભારે વિનાશ ફેલાયો છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ગઇકાલે રાતે ચમોલી જિલ્લાના દેવાલ વિસ્તારના મોપાટામાં ફરી એકવાર આભ ફાટ્યો હતો, જેના કારણે મોટી હાનિ થઈ છે.

માહિતી મુજબ આ દુર્ઘટનામાં બે લોકો ગુમ છે, જેમા તારા સિંહ અને તેમની પત્નીનો સમાવેશ થાય છે. ઉપરાંત, બે લોકોને કાટમાળ નીચેથી જીવતા બહાર કાઢવામાં આવ્યા છે, જેમની હાલત ગંભીર છે અને તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જિલ્લા અધિકારી સંદીપ તિવારીએ જણાવ્યું કે આ કુદરતી આફતથી અનેક મકાન અને ગૌશાળાઓને નુકસાન થયું છે. કાટમાળ અને કાદવ ઘરોમાં ઘુસી જતાં હૃદયદ્રાવક દૃશ્યો સામે આવ્યા છે. આશરે 15-20 પશુઓના મૃતદેહો કાટમાળમાં દટાયેલાં હાલતમાં મળી આવ્યા છે, જેના કારણે વિસ્તારમાં શોકનો માહોલ છે.

આભ ફાટ્યાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે વરસાદને કારણે પ્રદેશમાં ભૌગોલિક અસુરક્ષિતતા વધી રહી છે, જેના કારણે પ્રજામાં ચિંતા વ્યાપી છે.

 

The post ઉત્તરાખંડના ચમોલીમાં ફરી આભ ફાટ્યું: બે લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ભરાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/uttarakhand-chamoli-cloudburst-two-missing/feed/ 0
હિમાચલમાં આભ ફાટ્યું: કુલ્લુ અને શિમલામાં તબાહી, 325 માર્ગો બંધ, 2000 કરોડથી વધુનું નુકસાન https://www.gujaratinside.com/2025/08/14/himachal-cloudburst-kullu-shimla-roads-closed-heavy-loss/ https://www.gujaratinside.com/2025/08/14/himachal-cloudburst-kullu-shimla-roads-closed-heavy-loss/#respond Thu, 14 Aug 2025 04:18:45 +0000 https://www.gujaratinside.com/?p=16164 હિમાચલ પ્રદેશમાં ચોમાસાની ઋતુએ આ વખતે ફરી વિનાશક સ્વરૂપ ધારણ કર્યું છે. બુધવારે સાંજે કુલ્લુ અને શિમલા જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનાઓએ ભારે તબાહી સર્જી છે. સતત વરસાદ અને વાદળ ફાટવાને કારણે રાજ્યમાં પૂરના દ્રશ્યો સર્જાયા છે અને ઓછામાં ઓછા 325 રસ્તાઓ બંધ કરવાનો ફરમાન આપવા પડ્યો છે. ₹2031 કરોડથી વધુનું નુકસાન, 126 મોત અધિકારીઓ મુજબ...

The post હિમાચલમાં આભ ફાટ્યું: કુલ્લુ અને શિમલામાં તબાહી, 325 માર્ગો બંધ, 2000 કરોડથી વધુનું નુકસાન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
હિમાચલ પ્રદેશમાં ચોમાસાની ઋતુએ આ વખતે ફરી વિનાશક સ્વરૂપ ધારણ કર્યું છે. બુધવારે સાંજે કુલ્લુ અને શિમલા જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનાઓએ ભારે તબાહી સર્જી છે. સતત વરસાદ અને વાદળ ફાટવાને કારણે રાજ્યમાં પૂરના દ્રશ્યો સર્જાયા છે અને ઓછામાં ઓછા 325 રસ્તાઓ બંધ કરવાનો ફરમાન આપવા પડ્યો છે.

₹2031 કરોડથી વધુનું નુકસાન, 126 મોત

અધિકારીઓ મુજબ 20 જૂનથી ચાલુ થયેલા ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં રાજ્યને લગભગ ₹2031 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. આ સિવાય 126 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 36 લોકો હજુ સુધી ગુમ છે. ઘરો, પુલો, રોડ અને વાહનોને ભારે નુકસાન થયું છે.

વાદળ ફાટવાના મુખ્ય સ્થળો

  • કુલ્લુના નિરમંડ ઉપમંડળની શ્રીખંડ પહાડી અને બંજાર ઉપમંડળની તીર્થન ખીણની બાથાધ પહાડી – બે સ્થળે વાદળ ફાટ્યું.
  • શિમલાના રામપુર વિસ્તારમાં નંટી ગામે પણ બુધવારે રાત્રે વાદળ ફાટ્યું, જ્યાં એક પુલ ધરાશાયી થયો અને તીર્થન નદી પાસેના કેટલાંક કૉટેજ અને વાહનો પાણીમાં વહી ગયા.

કુલ્લુના ડેપ્યુટી કમિશનર તોરલ એસ. રવિશે જણાવ્યું કે, “સ્થાનિક તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું છે અને રાહત કામગીરી શરૂ થઈ છે. હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી.

હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં હિમાચલના કેટલાક વિસ્તારોમાં વધુ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે:

  • ગુરુવારે: ચંબા, કાંગડા અને મંડી – ઓરેન્જ એલર્ટ
  • શુક્રવારથી રવિવાર સુધી: 4થી 6 જિલ્લામાં ભારે વરસાદ માટે આગાહી

The post હિમાચલમાં આભ ફાટ્યું: કુલ્લુ અને શિમલામાં તબાહી, 325 માર્ગો બંધ, 2000 કરોડથી વધુનું નુકસાન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/himachal-cloudburst-kullu-shimla-roads-closed-heavy-loss/feed/ 0