Monsoon rain Gujarat Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/monsoon-rain-gujarat/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 21 Sep 2025 05:40:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Monsoon rain Gujarat Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/monsoon-rain-gujarat/ 32 32 વાઘોડિયામાં નવરાત્રિ પૂર્વે વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા, આયોજકોમાં ચિંતા https://www.gujaratinside.com/2025/09/21/vadodara-waghodia-navratri-rain-garba-ground-waterlogging/ https://www.gujaratinside.com/2025/09/21/vadodara-waghodia-navratri-rain-garba-ground-waterlogging/#respond Sun, 21 Sep 2025 05:40:04 +0000 https://www.gujaratinside.com/?p=19754 વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં નવરાત્રીના એક દિવસ પહેલાં વહેલી સવારે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા સમગ્ર પંથકમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ અચાનક આવેલા વરસાદથી સામાન્ય જનજીવન પર અસર પડી છે. વરસાદને કારણે વાઘોડિયાની મુખ્ય સડકો તેમજ નાની ભાગોળ અને ઈન્દ્રપુરી જેવા ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયું છે. જેના કારણે ગરબા આયોજકો...

The post વાઘોડિયામાં નવરાત્રિ પૂર્વે વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા, આયોજકોમાં ચિંતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં નવરાત્રીના એક દિવસ પહેલાં વહેલી સવારે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા સમગ્ર પંથકમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.

આ અચાનક આવેલા વરસાદથી સામાન્ય જનજીવન પર અસર પડી છે. વરસાદને કારણે વાઘોડિયાની મુખ્ય સડકો તેમજ નાની ભાગોળ અને ઈન્દ્રપુરી જેવા ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયું છે.

જેના કારણે ગરબા આયોજકો માટે ગ્રાઉન્ડ ફરીથી તૈયાર કરવું મોટો પડકાર બની ગયો છે. માટી અને ધૂળ ધરાવતા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા કાદવ ફેલાઈ ગયો છે, જે ખેલૈયાઓ માટે રમવાની અનુકૂળતા ઘટાડી શકે છે.

લોકોમાં નવરાત્રીનો ઉત્સાહ ચરમસીમાએ છે અને ખેલૈયાઓ આખું વર્ષ આ તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે. આવા સમયે વરસાદ પડવાથી ખેલૈયાઓમાં ચિંતા ફેલાઈ છે કે જો વરસાદ ચાલુ રહેશે તો તેમની પ્રેક્ટિસ તેમજ તહેવારની ઉજવણી પર અસર પડી શકે છે.

હાલમાં વાતાવરણ ઠંડું અને આનંદમય બની ગયું છે, છતાં સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે કે આકાશ સાફ થઈ જાય અને માતાજીની આરાધનામાં કોઈ વિઘ્ન ન પડે.

 

The post વાઘોડિયામાં નવરાત્રિ પૂર્વે વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા, આયોજકોમાં ચિંતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/21/vadodara-waghodia-navratri-rain-garba-ground-waterlogging/feed/ 0