music industry news Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/music-industry-news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 19 Sep 2025 12:03:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png music industry news Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/music-industry-news/ 32 32 ઝુબીન ગર્ગનું અવસાન: 52 વર્ષની ઉંમરે સ્કુબા ડાઇવિંગ દરમિયાન થયું દુઃખદ મોત, સંગીત જગતમાં શોકની લાગણી https://www.gujaratinside.com/2025/09/19/zubeen-garg-dies-scuba-diving-accident-singapore/ https://www.gujaratinside.com/2025/09/19/zubeen-garg-dies-scuba-diving-accident-singapore/#respond Fri, 19 Sep 2025 12:45:27 +0000 https://www.gujaratinside.com/?p=19623 બોલીવુડ અને આસામી સંગીત જગતને મોટો આઘાત આપતી ખબર સામે આવી છે. પ્રખ્યાત ગાયક અને સંગીતકાર ઝુબીન ગર્ગ હવે આ દુનિયામાં નથી રહ્યા. તેઓ સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે થયેલા અકસ્માતમાં 52 વર્ષની ઉંમરે અવસાન પામ્યા. અહેવાલો મુજબ, સિંગાપોર પોલીસે ઝુબીનને દરિયામાંથી બહાર કાઢ્યા બાદ નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ડોકટરો તેમને બચાવી શક્યા નહોતાં....

The post ઝુબીન ગર્ગનું અવસાન: 52 વર્ષની ઉંમરે સ્કુબા ડાઇવિંગ દરમિયાન થયું દુઃખદ મોત, સંગીત જગતમાં શોકની લાગણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બોલીવુડ અને આસામી સંગીત જગતને મોટો આઘાત આપતી ખબર સામે આવી છે. પ્રખ્યાત ગાયક અને સંગીતકાર ઝુબીન ગર્ગ હવે આ દુનિયામાં નથી રહ્યા. તેઓ સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે થયેલા અકસ્માતમાં 52 વર્ષની ઉંમરે અવસાન પામ્યા.

અહેવાલો મુજબ, સિંગાપોર પોલીસે ઝુબીનને દરિયામાંથી બહાર કાઢ્યા બાદ નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ડોકટરો તેમને બચાવી શક્યા નહોતાં.

ઝુબીન ગર્ગ 19 થી 21 સપ્ટેમ્બર સુધી યોજાનારા નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલમાં હાજરી આપવા અને પરફોર્મ કરવા સિંગાપોર ગયા હતા. થોડા દિવસ પહેલા જ તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી ફેન્સને ફેસ્ટિવલમાં આવવા આમંત્રણ આપ્યું હતું.

ઝુબીન આસામના સંગીત જગતનો ગર્વ ગણાતા હતા અને તેમણે બોલીવુડને અનેક સુપરહિટ ગીતો આપ્યા હતા, જેમાં ફિલ્મ ગેંગસ્ટરનું પ્રસિદ્ધ ગીત “યા અલી” ખાસ લોકપ્રિય બન્યું હતું.

આસામના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અશોક સિંઘલે તેમના અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, “પેઢીઓએ તેમના સંગીતમાં આનંદ, દિલાસો અને પોતાની ઓળખ મેળવી છે. તેમનો અવસાન એક એવો ખાલીપો છોડી ગયો છે જે ક્યારેય પૂરાઈ નહીં શકે.”

ઝુબીન ગર્ગના અવસાનથી ફેન્સ અને સંગીત જગત સ્તબ્ધ છે. સોશિયલ મીડિયા પર ચાહકો અને કલાકારો તેમની યાદમાં શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.

 

The post ઝુબીન ગર્ગનું અવસાન: 52 વર્ષની ઉંમરે સ્કુબા ડાઇવિંગ દરમિયાન થયું દુઃખદ મોત, સંગીત જગતમાં શોકની લાગણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/zubeen-garg-dies-scuba-diving-accident-singapore/feed/ 0
બાદશાહનો અમેરિકન કોન્સર્ટ વિવાદમાં! પાકિસ્તાની કંપનીએ સ્પોન્સર કર્યાનો આરોપ, FWICEએ માંગ્યો જવાબ https://www.gujaratinside.com/2025/08/14/badshah-us-concert-controversy-pakistani-company-fwice-notice/ https://www.gujaratinside.com/2025/08/14/badshah-us-concert-controversy-pakistani-company-fwice-notice/#respond Thu, 14 Aug 2025 14:13:44 +0000 https://www.gujaratinside.com/?p=16282 ભારતીય રેપર બાદશાહનો 19 સપ્ટેમ્બર, 2025ના રોજ અમેરિકાના ડલાસમાં આવેલા કર્ટિસ કલવેલ સેન્ટરમાં કોન્સર્ટ યોજાવાનો છે, પરંતુ આ ઇવેન્ટને લઈને વિવાદ ઊભો થયો છે. આ કોન્સર્ટ પાકિસ્તાની નાગરિકની માલિકીની કંપની દ્વારા સ્પોન્સર કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ છે. આ મામલે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) એ બાદશાહને પત્ર મોકલીને તાત્કાલિક સ્પષ્ટતા આપવા વિનંતી...

The post બાદશાહનો અમેરિકન કોન્સર્ટ વિવાદમાં! પાકિસ્તાની કંપનીએ સ્પોન્સર કર્યાનો આરોપ, FWICEએ માંગ્યો જવાબ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતીય રેપર બાદશાહનો 19 સપ્ટેમ્બર, 2025ના રોજ અમેરિકાના ડલાસમાં આવેલા કર્ટિસ કલવેલ સેન્ટરમાં કોન્સર્ટ યોજાવાનો છે, પરંતુ આ ઇવેન્ટને લઈને વિવાદ ઊભો થયો છે. આ કોન્સર્ટ પાકિસ્તાની નાગરિકની માલિકીની કંપની દ્વારા સ્પોન્સર કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ છે. આ મામલે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) એ બાદશાહને પત્ર મોકલીને તાત્કાલિક સ્પષ્ટતા આપવા વિનંતી કરી છે.

FWICE દ્વારા મોકલાયેલા પત્રમાં જણાવાયું છે કે, “પ્રિય બાદશાહ, અમને માહિતી મળી છે કે તમે 19 સપ્ટેમ્બરે અમેરિકાના ડલાસમાં યોજાનારા ‘બાદશાહ અન-ફિનિશ્ડ ટૂર’માં પરફોર્મ કરવાના છો. આ ઇવેન્ટ પાકિસ્તાની નાગરિકની માલિકીની કંપની ‘3સિક્સટી શોઝ’ દ્વારા સ્પોન્સર કરવામાં આવી રહ્યો છે.”

આ ઉપરાંત, પત્રમાં યાદ અપાવવામાં આવ્યું છે કે FWICEએ ભારત સરકારના સૂચનો અનુસાર ભારતીય કલાકારોને પાકિસ્તાની નાગરિકો અથવા પાકિસ્તાન સાથે સંકળાયેલા સંગઠનો સાથે કોઈપણ પ્રકારના વ્યવસાયિક સહયોગથી દૂર રહેવા જણાવ્યું છે. આ આદેશો સરહદ પારથી થતા આતંકવાદી હુમલાઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યા છે. પત્રમાં વધુમાં લખ્યું છે કે, “એક જવાબદાર ભારતીય કલાકાર તરીકે અમે આશા રાખીએ છીએ કે તમે દેશની ભાવનાઓ અને FWICE તથા ભારત સરકારના આદેશોનું પાલન કરશો.” FWICEએ બાદશાહને આ મામલે તાત્કાલિક જવાબ આપવાની વિનંતી કરી છે.

 

The post બાદશાહનો અમેરિકન કોન્સર્ટ વિવાદમાં! પાકિસ્તાની કંપનીએ સ્પોન્સર કર્યાનો આરોપ, FWICEએ માંગ્યો જવાબ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/badshah-us-concert-controversy-pakistani-company-fwice-notice/feed/ 0