National Conference Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/national-conference/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 06 Sep 2025 11:03:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png National Conference Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/national-conference/ 32 32 જમ્મુ-કાશ્મીરના હઝરતબલ દરગાહમાં અશોક સ્તંભને લઈ વિવાદ, ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તોડ્યું https://www.gujaratinside.com/2025/09/06/jammu-kashmir-hazratbal-ashoka-pillar-controversy/ https://www.gujaratinside.com/2025/09/06/jammu-kashmir-hazratbal-ashoka-pillar-controversy/#respond Sat, 06 Sep 2025 11:25:43 +0000 https://www.gujaratinside.com/?p=18573 શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના હઝરતબલ દરગાહમાં શુક્રવારે અશાંતિ સર્જાઈ હતી. દરગાહના પુનર્નિર્માણ બાદ સ્થાપિત કરાયેલા શિલાલેખ પર અશોક સ્તંભ અંકિત કરવાથી ભીડે વિરોધ વ્યક્ત કરી તોડફોડ કરી હતી. ભીડનો આક્રોશ એ હતું કે રાષ્ટ્રીય ચિહ્નને ધાર્મિક સ્થળે મૂકવું ઈસ્લામની ભાવનાના વિરુદ્ધ છે. લોકો એ ચિહ્નને તાત્કાલિક હટાવવાની માગ કરી રહ્યા હતા. વક્ફ બોર્ડ અધ્યક્ષ ડૉ. દરખ્શાં આંદ્રાબીએ...

The post જમ્મુ-કાશ્મીરના હઝરતબલ દરગાહમાં અશોક સ્તંભને લઈ વિવાદ, ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તોડ્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના હઝરતબલ દરગાહમાં શુક્રવારે અશાંતિ સર્જાઈ હતી. દરગાહના પુનર્નિર્માણ બાદ સ્થાપિત કરાયેલા શિલાલેખ પર અશોક સ્તંભ અંકિત કરવાથી ભીડે વિરોધ વ્યક્ત કરી તોડફોડ કરી હતી. ભીડનો આક્રોશ એ હતું કે રાષ્ટ્રીય ચિહ્નને ધાર્મિક સ્થળે મૂકવું ઈસ્લામની ભાવનાના વિરુદ્ધ છે. લોકો એ ચિહ્નને તાત્કાલિક હટાવવાની માગ કરી રહ્યા હતા.

વક્ફ બોર્ડ અધ્યક્ષ ડૉ. દરખ્શાં આંદ્રાબીએ તોડફોડ કરનારાઓ સામે કડક કાર્યવાહી અને PSA હેઠળ કેસ નોંધવાની માગ કરી છે. તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને કહ્યું કે રાષ્ટ્રીય ચિહ્નનું અપમાન આતંકવાદી કૃત્ય સમાન છે. આંદ્રાબીએ નેશનલ કોન્ફરન્સને જવાબદાર ઠેરવતા ચેતવણી આપી કે જો FIR ન થાય તો તેઓ ભૂખ હડતાળ પર ઉતરી જશે.

વિપક્ષના નેતાઓએ આ ઘટનાને લઈને અલગ અલગ પ્રતિસાદ આપ્યા. નેશનલ કોન્ફરન્સના સાંસદ આગા સૈયદ રુહુલ્લાહ મેહદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે હઝરતબલમાં ભક્તિ નહીં પરંતુ રાજકીય દાવપેચ જોવા મળ્યો છે. તેમણે PSAનો ઉપયોગ ‘ઘા પર મીઠું ભભરાવવું’ ગણાવ્યો. બીજી તરફ પીપુલ્સ કોન્ફરન્સે જણાવ્યું કે દરગાહનો જીર્ણોદ્ધાર સ્વાગતપાત્ર છે પરંતુ તેને રાજકારણથી દૂર રાખવો જોઈએ.

પૂર્વ ડીજીપી શેષપાલ વૈદે આ ઘટનાને બંધારણ પર સીધો હુમલો ગણાવ્યો અને જવાબદાર લોકો સામે કડક કાનૂની પગલાં લેવાની માગ કરી. તેમણે કટ્ટરપંથીઓને ચેતવણી આપી કે રાષ્ટ્રીય ચિહ્ન બંધારણનો અભિન્ન ભાગ છે અને તેનો અપમાન અસહ્ય છે.

 

The post જમ્મુ-કાશ્મીરના હઝરતબલ દરગાહમાં અશોક સ્તંભને લઈ વિવાદ, ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તોડ્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/06/jammu-kashmir-hazratbal-ashoka-pillar-controversy/feed/ 0