વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં ચાલી રહેલા યુવાનોના આંદોલન અને હિંસક પ્રદર્શનો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. હિમાચલ પ્રદેશ અને પંજાબથી પરત ફર્યા બાદ તેમણે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક બોલાવી અને નેપાળની હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. બાદમાં તેમણે સામાજિક મિડિયા પ્લેટફોર્મ X પર સંદેશ આપ્યો, જેમાં તેમણે લખ્યું કે નેપાળમાં થયેલી હિંસા હૃદયવિદારક...
