Nepal Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/nepal/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 13 Sep 2025 05:24:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Nepal Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/nepal/ 32 32 નેપાળમાં સુશીલા કાર્કી વચગાળાની વડાંપ્રધાન બન્યાં, ભારતે વ્યક્ત કર્યું સમર્થન https://www.gujaratinside.com/2025/09/13/sushila-karki-appointed-interim-prime-minister-of-nepal/ https://www.gujaratinside.com/2025/09/13/sushila-karki-appointed-interim-prime-minister-of-nepal/#respond Sat, 13 Sep 2025 05:24:57 +0000 https://www.gujaratinside.com/?p=19285 નેપાળમાં રાજકીય અસ્થિરતા વચ્ચે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીએ શુક્રવારે રાત્રે વચગાળાના વડાંપ્રધાન તરીકે શપથ લીધો. 73 વર્ષની કાર્કી દેશની પ્રથમ મહિલા વડાંપ્રધાન બની છે. કાઠમાંડુ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલे તેમને શપથ અપાવ્યો. સમારંભમાં મુખ્ય ન્યાયાધીશ, વરિષ્ઠ અધિકારીઓ, સુરક્ષા દળોના વડાઓ અને રાજદ્વારી સમુદાયના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. પૂર્વ વડાંપ્રધાન કે.પી. શર્મા ઓલીના રાજીનામા...

The post નેપાળમાં સુશીલા કાર્કી વચગાળાની વડાંપ્રધાન બન્યાં, ભારતે વ્યક્ત કર્યું સમર્થન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નેપાળમાં રાજકીય અસ્થિરતા વચ્ચે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીએ શુક્રવારે રાત્રે વચગાળાના વડાંપ્રધાન તરીકે શપથ લીધો. 73 વર્ષની કાર્કી દેશની પ્રથમ મહિલા વડાંપ્રધાન બની છે. કાઠમાંડુ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલे તેમને શપથ અપાવ્યો. સમારંભમાં મુખ્ય ન્યાયાધીશ, વરિષ્ઠ અધિકારીઓ, સુરક્ષા દળોના વડાઓ અને રાજદ્વારી સમુદાયના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

પૂર્વ વડાંપ્રધાન કે.પી. શર્મા ઓલીના રાજીનામા બાદ ઘણા દિવસોથી રાજકીય અનિશ્ચિતતા છવાઈ હતી. ઓલી સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો થયા હતા. હિંસક આંદોલનના ત્રણ દિવસ પછી ઓલીને પદ છોડવું પડ્યું અને ત્યારબાદ સુશીલા કાર્કીને વચગાળાની સરકારનું નેતૃત્વ સોંપવામાં આવ્યું.

Image

કાર્કીની નિમણૂક વખતે હામી નેપાળ NGO, જેણે Gen-Z આંદોલનનું નેતૃત્વ કર્યું હતું, એ ત્રણ શરતો મુકી હતી. તેમાં હાલની સંસદને ભંગ કરવી, સપ્ટેમ્બર મહિનાના આંદોલન દરમિયાન થયેલા હત્યાકાંડની ન્યાયિક તપાસ કરવી અને પૂર્વ વડાંપ્રધાન ઓલી સહિત તમામ મંત્રીઓની સંપત્તિની તપાસ કરવા ન્યાયિક સત્તા રચવાની માંગ સામેલ છે.

વચગાળાની સરકાર માત્ર છ મહિના સુધી કાર્યરત રહેશે અને આ અવધિ દરમિયાન નવી સંસદીય ચૂંટણી યોજાશે. સુશીલા કાર્કી પર નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી કરાવવાની જવાબદારી સોંપાઈ છે.

ભારતએ આ રાજકીય પરિવર્તનનું સ્વાગત કર્યું છે. વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું કે સુશીલા કાર્કીના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર નેપાળમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપશે. ભારતે સ્પષ્ટ કર્યું કે નજીકના પડોશી અને લોકશાહી ભાગીદાર તરીકે તે નેપાળની સમૃદ્ધિ અને લોકોના હિત માટે હંમેશા સાથે રહેશે.

The post નેપાળમાં સુશીલા કાર્કી વચગાળાની વડાંપ્રધાન બન્યાં, ભારતે વ્યક્ત કર્યું સમર્થન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/13/sushila-karki-appointed-interim-prime-minister-of-nepal/feed/ 0
નેપાળમાં સુશીલા કાર્કી વચગાળાની મહિલા વડાપ્રધાન, આજે થશે શપથવિધિ https://www.gujaratinside.com/2025/09/12/nepal-sushila-karki-interim-pm/ https://www.gujaratinside.com/2025/09/12/nepal-sushila-karki-interim-pm/#respond Fri, 12 Sep 2025 14:40:56 +0000 https://www.gujaratinside.com/?p=19278 નેપાળમાં યુવાનોએ Gen-Z આંદોલન દરમિયાન માત્ર બે દિવસમાં સરકાર ઉથલાવી નાંખ્યા બાદ હવે સત્તા સંક્રમણનો માર્ગ સ્પષ્ટ થયો છે. પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીને વચગાળાની સરકારના વડાપ્રધાન તરીકે નિમણૂક આપવામાં આવી. આજે 12 સપ્ટેમ્બર, 2025ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં તેઓ શપથ લેશે. સુશીલા કાર્કી નેપાળના ઇતિહાસમાં પ્રથમ મહિલા વડાપ્રધાન બનશે. આંદોલનમાં, યુવાનોની તીવ્ર હિંસા અને વિરોધની...

The post નેપાળમાં સુશીલા કાર્કી વચગાળાની મહિલા વડાપ્રધાન, આજે થશે શપથવિધિ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નેપાળમાં યુવાનોએ Gen-Z આંદોલન દરમિયાન માત્ર બે દિવસમાં સરકાર ઉથલાવી નાંખ્યા બાદ હવે સત્તા સંક્રમણનો માર્ગ સ્પષ્ટ થયો છે. પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીને વચગાળાની સરકારના વડાપ્રધાન તરીકે નિમણૂક આપવામાં આવી.

આજે 12 સપ્ટેમ્બર, 2025ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં તેઓ શપથ લેશે. સુશીલા કાર્કી નેપાળના ઇતિહાસમાં પ્રથમ મહિલા વડાપ્રધાન બનશે.

આંદોલનમાં, યુવાનોની તીવ્ર હિંસા અને વિરોધની ઘટનાઓમાં સંસદ અને રાજકીય નેતાઓના ઘરોમાં આગ લાગવી, કેબિનેટના તમામ મંત્રીઓ અને તત્કાલીન વડાપ્રધાન પી.શર્મા ઓલીએ જીવ બચાવવા ભાગવું પડ્યું, જ્યારે કેટલાક પૂર્વ મંત્રીઓને પણ ભીડે માર માર્યો. આ દહેશતગ્રસ્ત હિંસક આંદોલનમાં 51 લોકોના મૃત્યુની જાણ થઈ છે, જેમાં એક ભારતીય મહિલા પણ સામેલ છે.

આ મહિલા તેમના પતિ સાથે નેપાળના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. ઉગ્રવાદીઓ દ્વારા હોટલમાં આગ લગાવવામાં આવતા પતિ-પત્નીએ જીવ બચાવવા ચોથા માળેથી છલાંગ લગાવી, જેના કારણે પતિને ઇજા પહોંચી અને પત્નીનું સારવાર દરમિયાન નિધન થયું. આ આંદોલનમાં લગભગ 1300 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

યુવાનોની આ હિંસક ઉથલપાથલ અને સરકારે નિયંત્રણના અભાવને કારણે દેશભરમાં ચેતવણી જારી કરવામાં આવી છે. શાંતિ અને સલામતી પુનઃસ્થાપિત કરવા માટે સેનાને મોરચો વ્યવસ્થાપિત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

હવે સુશીલા કાર્કીના શપથ બાદ વચગાળાની સરકાર દ્વારા પરિસ્થિતિ સંતુલિત કરવાની પ્રક્રિયા શરૂ થશે.

 

The post નેપાળમાં સુશીલા કાર્કી વચગાળાની મહિલા વડાપ્રધાન, આજે થશે શપથવિધિ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/12/nepal-sushila-karki-interim-pm/feed/ 0
નેપાળના કાર્યકારી PM પદ માટે કુલમાન ઘિસિંગનું નામ આગળ, Gen-Z આંદોલનકારીઓનો સમર્થન https://www.gujaratinside.com/2025/09/11/kulman-ghising-nepal-interim-pm-gen-z-support/ https://www.gujaratinside.com/2025/09/11/kulman-ghising-nepal-interim-pm-gen-z-support/#respond Thu, 11 Sep 2025 11:42:25 +0000 https://www.gujaratinside.com/?p=19139 નેપાળમાં ચાલી રહેલી હિંસક પરિસ્થિતિ વચ્ચે દેશના કાર્યકારી વડાપ્રધાન પદ માટે કુલમાન ઘિસિંગનું નામ ચર્ચામાં છે. સૈના, Gen-Z આંદોલનકારીઓ અને અન્ય પ્રતિનિધિઓ વચ્ચે ચાલી રહેલી બેઠકમાં ઘિસિંગનું નામ સત્તાવાર રીતે આગળ આવ્યું છે. આ પહેલી વાર છે જ્યારે ઘિસિંગનું નામ વડાપ્રધાન પદ માટે આગળ આવ્યું છે. અગાઉ પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી અને કાઠમંડુ મેયર...

The post નેપાળના કાર્યકારી PM પદ માટે કુલમાન ઘિસિંગનું નામ આગળ, Gen-Z આંદોલનકારીઓનો સમર્થન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નેપાળમાં ચાલી રહેલી હિંસક પરિસ્થિતિ વચ્ચે દેશના કાર્યકારી વડાપ્રધાન પદ માટે કુલમાન ઘિસિંગનું નામ ચર્ચામાં છે. સૈના, Gen-Z આંદોલનકારીઓ અને અન્ય પ્રતિનિધિઓ વચ્ચે ચાલી રહેલી બેઠકમાં ઘિસિંગનું નામ સત્તાવાર રીતે આગળ આવ્યું છે.

આ પહેલી વાર છે જ્યારે ઘિસિંગનું નામ વડાપ્રધાન પદ માટે આગળ આવ્યું છે. અગાઉ પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી અને કાઠમંડુ મેયર બાલેન શાહના નામો મજબૂત દાવેદાર તરીકે હતા, પરંતુ સહમતિ ન થતાં હવે ઘિસિંગને સૌથી યોગ્ય વિકલ્પ માનવામાં આવી રહ્યા છે.

કુલમાન ઘિસિંગનો જન્મ 25 નવેમ્બર 1970ના રોજ નેપાળના રામેછાપ જિલ્લામાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં લીધું બાદ ભારતના જમશેદપુર ખાતે રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કરી.

તેમણે 2016 થી 2020 સુધી અને ત્યારબાદ 2021 થી 2025 સુધી નેપાળ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (NEA)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે બે કાર્યકાળ પૂરા કર્યા. તેમના કાર્યકાળમાં નેપાળમાં લાંબા સમયથી ચાલી રહેલી વીજળી કાપની સમસ્યાનો અંત આવ્યો હતો અને દેશના વીજ પુરવઠામાં મોટાપાયે સુધારો થયો હતો.

ઘિસિંગે વીજળી ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણમાં સુધારા કરી વીજળી ચોરી પર નિયંત્રણ મેળવ્યું અને સપ્લાયને સ્થિર બનાવી. જેના કારણે તેઓ લોકપ્રિય બન્યા અને યુવાનોમાં ખાસ લોકચાહના મેળવી.

માર્ચ 2025માં તેમનો બીજો કાર્યકાળ પૂરો થવામાં ચાર મહિના બાકી હોવા છતાં તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમ છતાં, તેમની લોકપ્રિયતા અકબંધ રહી છે અને તેમને આજે પણ “દેશભક્ત ટેકનોક્રેટ” તરીકે ઓળખવામાં આવે છે.

હાલમાં નેપાળમાં સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધને કારણે હિંસક પ્રદર્શન ફાટી નીકળ્યા છે. યુવા વર્ગે ભ્રષ્ટાચાર અને સરકારની નિષ્ફળતાઓ સામે વિરોધ શરૂ કર્યો હતો, જેના કારણે વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપવું પડ્યું હતું.

હવે દેશમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે કાર્યકારી વડાપ્રધાનની નિમણૂક માટે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે અને ઘિસિંગનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.

 

The post નેપાળના કાર્યકારી PM પદ માટે કુલમાન ઘિસિંગનું નામ આગળ, Gen-Z આંદોલનકારીઓનો સમર્થન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/11/kulman-ghising-nepal-interim-pm-gen-z-support/feed/ 0
નેપાળમાં 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ, ફેસબુક-ઈન્સ્ટાગ્રામ-વોટ્સએપ સહિત https://www.gujaratinside.com/2025/09/04/nepal-social-media-ban/ https://www.gujaratinside.com/2025/09/04/nepal-social-media-ban/#respond Thu, 04 Sep 2025 14:26:15 +0000 https://www.gujaratinside.com/?p=18386 નેપાળ સરકાર દ્વારા દેશના તમામ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી ના જણાવ્યા અનુસાર, નેપાળ ટેલિકોમ ઓથોરિટીને 26 સોશિયલ મીડિયા વેબસાઇટ્સને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર, વોટ્સએપ, યુટ્યુબ, ટ્વિટર, લિંક્ડઇન, સ્નેપચેટ, રેડિટ, ડિસ્કોર્ડ, પિન્ટરેસ્ટ, સિગ્નલ, થ્રેડ્સ, વીચેટ, ક્વોરા, ટમ્બલર, ક્લબહાઉસ, રમ્બલ, MI વીડીયો, MI વાઇકે,...

The post નેપાળમાં 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ, ફેસબુક-ઈન્સ્ટાગ્રામ-વોટ્સએપ સહિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નેપાળ સરકાર દ્વારા દેશના તમામ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી ના જણાવ્યા અનુસાર, નેપાળ ટેલિકોમ ઓથોરિટીને 26 સોશિયલ મીડિયા વેબસાઇટ્સને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર, વોટ્સએપ, યુટ્યુબ, ટ્વિટર, લિંક્ડઇન, સ્નેપચેટ, રેડિટ, ડિસ્કોર્ડ, પિન્ટરેસ્ટ, સિગ્નલ, થ્રેડ્સ, વીચેટ, ક્વોરા, ટમ્બલર, ક્લબહાઉસ, રમ્બલ, MI વીડીયો, MI વાઇકે, લાઇન, ઈમો, જાલો, સોલ અને હમરો પેટ્રો સહિતના મુખ્ય પ્લેટફોર્મ્સનો સમાવેશ થાય છે.

ગજેન્દ્ર ઠાકુર, સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે મંત્રાલયે તમામ સોશિયલ મીડિયા કંપનીઓને નેપાળમાં નોંધણી કરાવવા માટે અંતિમ ચેતવણી આપી હતી, પરંતુ કંપનીઓએ કોઈ કાર્યવાહીમાં રસ ન બતાવ્યો. ડેડલાઈન પૂર્ણ થતા સરકારે આ પગલું ભરવાનું નક્કી કર્યું. આજે (4 સપ્ટેમ્બર) બપોરે યોજાયેલી બેઠકમાં કેબિનેટે પ્રતિબંધ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો.

પ્રતિબંધને પગલે નેપાળની સુપ્રીમ કોર્ટ દ્વારા બહાર પાડેલા આદેશનું પાલન થાય છે, જેમાં સ્થાનિક અને વિદેશી મૂળના ઓનલાઈન અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ફરજિયાત નોંધણી કરવી અને અનિચ્છનીય સામગ્રીનું મૂલ્યાંકન અને દેખરેખ રાખવી આવશ્યક ઠેરવાયું છે. કેબિનેટે અગાઉ 7 દિવસનો અલ્ટીમેટમ જાહેર કર્યો હતો, જે પૂર્ણ થતા આ પ્રતિબંધ અમલમાં આવ્યો છે.

 

The post નેપાળમાં 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ, ફેસબુક-ઈન્સ્ટાગ્રામ-વોટ્સએપ સહિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/nepal-social-media-ban/feed/ 0
ચેન્નાઇથી નેપાળ સુધી ફેલાયેલી નકલી દવાઓની સિન્ડિકેટ: ૪૫૦ કરોડ રૂપિયાનું વેપાર https://www.gujaratinside.com/2025/08/26/fake-medicine-syndicate-chennai-nepal-450-crore-turnover/ https://www.gujaratinside.com/2025/08/26/fake-medicine-syndicate-chennai-nepal-450-crore-turnover/#respond Tue, 26 Aug 2025 08:14:36 +0000 https://www.gujaratinside.com/?p=17341 આગ્રા: ચેન્નાઇથી નેપાળ સુધી ફેલાયેલ નકલી દવાઓના મોટા સિન્ડિકેટનો ખુલાસો થયો છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) અને દવા વિભાગે મળેલી માહિતી પ્રમાણે હિમાંશુ અગ્રવાલની સંચાલિત કંપની હે મા મેડિકો દ્વારા નકલી દવાઓ તૈયાર કરવામાં આવી ને ૧૨ દેશોમાં સપ્લાય કરવામાં આવતી હતી, જેમાં નેપાળ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. આગ્રામા હોલસેલ દવા બજારમાં મલ્ટીનેશનલ કંપનીઓ...

The post ચેન્નાઇથી નેપાળ સુધી ફેલાયેલી નકલી દવાઓની સિન્ડિકેટ: ૪૫૦ કરોડ રૂપિયાનું વેપાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
આગ્રા: ચેન્નાઇથી નેપાળ સુધી ફેલાયેલ નકલી દવાઓના મોટા સિન્ડિકેટનો ખુલાસો થયો છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) અને દવા વિભાગે મળેલી માહિતી પ્રમાણે હિમાંશુ અગ્રવાલની સંચાલિત કંપની હે મા મેડિકો દ્વારા નકલી દવાઓ તૈયાર કરવામાં આવી ને ૧૨ દેશોમાં સપ્લાય કરવામાં આવતી હતી, જેમાં નેપાળ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. આગ્રામા હોલસેલ દવા બજારમાં મલ્ટીનેશનલ કંપનીઓ સહિત છ કંપનીઓના નામે નકલી દવાઓ વેચવાની ફરિયાદ મળી હતી, જેના પગલે બે મહિનાથી એસટીએફ અને દવા વિભાગ બિઝનેસ નેટવર્કના તાર શોધી રહ્યાં હતાં.

શુક્રવારની રાતે લખનઉની કંપનીના નામે ૧૦ લાખના બિલ સાથે પુડુચેરીની કંપનીમાં ૮૭ લાખની નકલી દવાઓ મોકલવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ચેન્નાઇથી ટ્રેન મારફતે નકલી દવાઓ આગ્રામાં પહોંચે છે અને ત્યાંથી રીક્ષા દ્વારા બે મોટા મેડિકલ સ્ટોર – બંસલ મેડિકલ અને હે મા મેડિકલ સ્ટોરમાં વિતરણ થાય છે. હિમાંશુ અગ્રવાલએ એસટીએફને કાર્યવાહી રોકવા માટે ૧ કરોડ રૂપિયાની લાંચ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની તરત જ ધરપકડ કરવામાં આવી.

હિમાંશુ અગ્રવાલના ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં નકલી દવાઓ જપ્ત કરવામાં આવી છે. આસિસ્ટન્ટ ડ્રગ્સ કમિશનરે જણાવ્યું કે ચેન્નાઇથી નકલી એલેગ્રા-૧૨૦ એમજી દવાઓ આગ્રા કેન્ટ સ્ટેશન પર મોકલવામાં આવી હતી. તપાસમાં હિમાંશુએ જણાવ્યું કે દક્ષિણના દવા માફિયા રાજા સિંહ સાથે મળીને આ ગેરકાયદે ધંધો ચાલી રહ્યો છે. હે મા મેડિકો અને બંસલ મેડિકલમાં કરોડોની દવાઓનું સ્ટોક છે, જે અનેક દિવસો સુધી તપાસ હેઠળ રહેશે.

હિમાંશુ અગ્રવાલની કંપની હે મા મેડિકોનું ટર્નઓવર ૪૫૦ કરોડ રૂપિયા છે. બાંસલ મેડિકલનું ટર્નઓવર ૩૫૦ કરોડ રૂપિયાનું છે, જયારે દુકાનની જગ્યા નાની હોવા છતાં મોટા ગોડાઉન મારફતે દવાઓની સંગ્રહ કરવામાં આવી રહી છે.

 

The post ચેન્નાઇથી નેપાળ સુધી ફેલાયેલી નકલી દવાઓની સિન્ડિકેટ: ૪૫૦ કરોડ રૂપિયાનું વેપાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/26/fake-medicine-syndicate-chennai-nepal-450-crore-turnover/feed/ 0