#NewPoliticalParty Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/newpoliticalparty/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 06 Jul 2025 06:02:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #NewPoliticalParty Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/newpoliticalparty/ 32 32 ઈલોન મસ્કનો ડોનાલ્ડ ટ્રમ્પને સીધો પડકાર, નવી રાજકીય ‘અમેરિકા પાર્ટી’ની કરી સ્થાપના https://www.gujaratinside.com/2025/07/06/elon-musk-directly-challenges-donald-trump-establishes-new-political-america-party/ https://www.gujaratinside.com/2025/07/06/elon-musk-directly-challenges-donald-trump-establishes-new-political-america-party/#respond Sun, 06 Jul 2025 06:02:36 +0000 https://www.gujaratinside.com/?p=14627 249મા સ્વતંત્રતા દિવસની ઊજવણી દરમિયાન અમેરિકાના રાજકારણમાં ભારે હલચલ સર્જાઈ અમેરિકાના 249મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવો કાયદો  ‘વન બિગ બ્યુટીફુલ લૉ’ અમલમાં મૂક્યો છે. પરંતુ આ દરમિયાન વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે એક મહત્વપૂર્ણ રાજકીય પગલું ભર્યું છે. ઈલોન મસ્કે X પર જાહેરાત કરીને ‘અમેરિકા પાર્ટી’ નામે એક...

The post ઈલોન મસ્કનો ડોનાલ્ડ ટ્રમ્પને સીધો પડકાર, નવી રાજકીય ‘અમેરિકા પાર્ટી’ની કરી સ્થાપના appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

249મા સ્વતંત્રતા દિવસની ઊજવણી દરમિયાન અમેરિકાના રાજકારણમાં ભારે હલચલ સર્જાઈ

અમેરિકાના 249મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવો કાયદો  ‘વન બિગ બ્યુટીફુલ લૉ’ અમલમાં મૂક્યો છે. પરંતુ આ દરમિયાન વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે એક મહત્વપૂર્ણ રાજકીય પગલું ભર્યું છે.

ઈલોન મસ્કે X પર જાહેરાત કરીને ‘અમેરિકા પાર્ટી’ નામે એક નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. આ ઘોષણાએ અમેરિકન રાજકારણમાં ધમાકો કર્યો છે અને મસ્કે હાલની બે મુખ્ય રાજકીય પાર્ટીઓ વિરુદ્ધ મજબૂત પડકાર ફેંક્યો છે.

મસ્કે કહ્યું – “અમે તમને તમારી સ્વતંત્રતા પાછી આપવા માટે આવ્યા છીએ”

ઈલોન મસ્કે જણાવ્યું હતું કે ‘અમેરિકા પાર્ટી’નો ઉદ્દેશ લોકશાહીને એકમાત્ર પાર્ટી સિસ્ટમમાંથી મુક્ત કરવાનો છે. મસ્કે પોતાની પોસ્ટમાં તાજેતરના એક સર્વેનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, “જાહેર મત અનુસાર 2:1 ના રેશિયોથી લોકો એક નવા રાજકીય વિકલ્પની માગ કરી રહ્યા છે. હવે એ વિકલ્પ હાજર છે.”

પોતાની જાહેરાતમાં મસ્કે વર્તમાન રાજકીય વ્યવસ્થાની ટીકા કરી અને કહ્યું, ‘જ્યારે આપણા દેશને કચરો અને ભ્રષ્ટાચારથી નાદાર કરવાની વાત આવે છે, ત્યારે આપણે લોકશાહીમાં નહીં, પણ એક-પક્ષીય વ્યવસ્થામાં જીવતા હોય તેવું સ્પષ્ટ દેખાય છે.’ અમેરિકા પાર્ટીની રચના તમારી ખોવાયેલી સ્વતંત્રતા પાછી લાવવા માટે કરવામાં આવી છે.

ટ્રમ્પને સીધો પડકાર

મસ્કના આ પગલાને રાજકીય વિશ્લેષકો ટ્રમ્પ માટે સીધો પડકાર માની રહ્યા છે. હાલના પરિસ્થિતિમાં જ્યારે ટ્રમ્પ 2024ની ચૂંટણી માટે ફરીથી મોખરે નજરે પડે છે, ત્યારે મસ્કનો રાજકીય પ્રવેશ નવા સમીકરણો સર્જી શકે છે.

હવે જોવું રહ્યું કે ઈલોન મસ્કની નવી રાજકીય ‘અમેરિકા પાર્ટી’ આવનારી ચૂંટણીમાં કેટલો ફેરફાર લાવે છે.

The post ઈલોન મસ્કનો ડોનાલ્ડ ટ્રમ્પને સીધો પડકાર, નવી રાજકીય ‘અમેરિકા પાર્ટી’ની કરી સ્થાપના appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/06/elon-musk-directly-challenges-donald-trump-establishes-new-political-america-party/feed/ 0