News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 27 Jun 2025 06:54:13 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/news/ 32 32 મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવના કાફલાની ગાડીઓમાં ભરી દીધું પાણીવાળું ડીઝલ, રસ્તા વચ્ચે બંધ પડતાં હડકંપ https://www.gujaratinside.com/2025/06/27/19-cars-in-madhya-pradesh-chief-ministers-convoy-break-down/ https://www.gujaratinside.com/2025/06/27/19-cars-in-madhya-pradesh-chief-ministers-convoy-break-down/#respond Fri, 27 Jun 2025 06:53:10 +0000 https://www.gujaratinside.com/?p=14492 મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવના કાફલામાં સુરક્ષા ચૂકનો મોટો મામલો સામે આવ્યો છે. શુક્રવારે રતલામના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જતાં સીએમ મોહન યાદવના કાફલાની મોટા ભાગની કાર બંધ પડી ગઈ હતી. તપાસમાં એવું જાણવા મળ્યું કે મોટાભાગની કારમાં પાણીવાળું ડીઝલ ભરવામાં આવ્યું હતું. પેટ્રોલ પંપની નજીક બંધ પડી મુખ્યમંત્રીની કાર થોડા અંતર કાપ્યા પછી બંધ...

The post મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવના કાફલાની ગાડીઓમાં ભરી દીધું પાણીવાળું ડીઝલ, રસ્તા વચ્ચે બંધ પડતાં હડકંપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવના કાફલામાં સુરક્ષા ચૂકનો મોટો મામલો સામે આવ્યો છે. શુક્રવારે રતલામના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જતાં સીએમ મોહન યાદવના કાફલાની મોટા ભાગની કાર બંધ પડી ગઈ હતી. તપાસમાં એવું જાણવા મળ્યું કે મોટાભાગની કારમાં પાણીવાળું ડીઝલ ભરવામાં આવ્યું હતું.

પેટ્રોલ પંપની નજીક બંધ પડી મુખ્યમંત્રીની કાર

થોડા અંતર કાપ્યા પછી બંધ થઈ ગયા. ડીઝલમાં પાણી ભળેલું હોવાનું જાણવા મળ્યું. આ ઘટનાથી શહેરમાં ખળભળાટ મચી ગયો અને અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવનો કાફલો ઇન્દોરથી રતલામ જવા રવાના થયો. કાફલામાં 19 ઇનોવા કાર હતી. ગુરુવારે રાત્રે, આ બધા વાહનો દોસી ગાંવમાં ભારત પેટ્રોલિયમના શક્તિ ફ્યુઅલ પેટ્રોલ પંપ પર ડીઝલ ભરવા માટે રોકાયા હતા. ડીઝલ ભર્યા પછી, કાફલો થોડે ગયા બાદ અટકી ગયો હતો તપાસ કરતાં એવું જણાયું કે મોટાભાગની કારમાં પાણીવાળું ડીઝલ ભરવામા આવ્યું હતું.

20 લીટર ડીઝલમાં 10 લીટર પાણી

અચાનક કાર બંધ પડવા લાગતાં અંધાધૂંધી મચી હતી. આ પછી કોઈક રીતે કારને ધક્કો મારીને સાઈડમાં કરાઈ હતી. નાયબ તહસીલદાર આશિષ ઉપાધ્યાય અને ખાદ્ય અને પુરવઠા અધિકારી સહિત અનેક અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે વાહનોની ડીઝલ ટાંકી ખોલી અને તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે 20 લિટર ડીઝલમાંથી લગભગ 10 લિટર પાણી હતું. બધી કારમાં સ્થિતિ સમાન હતી.

The post મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવના કાફલાની ગાડીઓમાં ભરી દીધું પાણીવાળું ડીઝલ, રસ્તા વચ્ચે બંધ પડતાં હડકંપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/06/27/19-cars-in-madhya-pradesh-chief-ministers-convoy-break-down/feed/ 0