Nikki Haley Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/nikki-haley/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 24 Aug 2025 11:10:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Nikki Haley Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/nikki-haley/ 32 32 ‘ટ્રમ્પની વાતને ગંભીરતાથી લેશો તો સારું રહેશે..’ ટેરિફ વિવાદ વચ્ચે નિક્કી હેલીએ ભારતને સલાહ આપી https://www.gujaratinside.com/2025/08/24/nikki-haley-us-india-tariff-advice/ https://www.gujaratinside.com/2025/08/24/nikki-haley-us-india-tariff-advice/#respond Sun, 24 Aug 2025 11:10:25 +0000 https://www.gujaratinside.com/?p=17172 યુનાઈટેડ નેશન્સમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નિક્કી હેલીએ ભારતને નવા સલાહ આપી છે. ટેરિફ અને રશિયાથી ક્રૂડની ખરીદી જેવા મુદ્દાઓને લઇને તેમણે જણાવ્યું કે, ભારતને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વાતને ગંભીરતાપૂર્વક લેવી જોઈએ અને શક્ય તેટલી ઝડપે વ્હાઈટ હાઉસ સાથે સંવાદ કરવો જોઈએ. હેલીએ જણાવ્યું કે, વિશ્વના બે ટોચના લોકતંત્રો વચ્ચે દાયકાઓથી ચાલતી મિત્રતા અને વિશ્વાસને વર્તમાન...

The post ‘ટ્રમ્પની વાતને ગંભીરતાથી લેશો તો સારું રહેશે..’ ટેરિફ વિવાદ વચ્ચે નિક્કી હેલીએ ભારતને સલાહ આપી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
યુનાઈટેડ નેશન્સમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નિક્કી હેલીએ ભારતને નવા સલાહ આપી છે. ટેરિફ અને રશિયાથી ક્રૂડની ખરીદી જેવા મુદ્દાઓને લઇને તેમણે જણાવ્યું કે, ભારતને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વાતને ગંભીરતાપૂર્વક લેવી જોઈએ અને શક્ય તેટલી ઝડપે વ્હાઈટ હાઉસ સાથે સંવાદ કરવો જોઈએ.

હેલીએ જણાવ્યું કે, વિશ્વના બે ટોચના લોકતંત્રો વચ્ચે દાયકાઓથી ચાલતી મિત્રતા અને વિશ્વાસને વર્તમાન મતભેદો ડગમગાવી શકતા નથી. વેપાર વિવાદ અને રશિયાથી ક્રૂડની આયાત જેવા મુદ્દાઓ પર સંવાદ જરૂરી છે. અમેરિકાને ચીનનો સામનો કરવા માટે ભારત જેવા મજબૂત મિત્રની જરૂર છે.

યાદ રહે કે, અગાઉ હેલીએ ભારતને ચીમકી આપતા જણાવ્યું હતું કે, રશિયન ક્રૂડ અને ટેરિફ વિવાદ બંને દેશોના સંબંધોમાં તિરાડનું કારણ બનવા જોઈએ નહીં. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે 1 ઓગસ્ટે ભારત પર 25 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. રશિયા પાસેથી ક્રૂડની ખરીદી મામલે પણ પેનલ્ટી લાગુ કરી, જે 27 ઓગસ્ટથી લાગુ થશે.

હેલીએ ચેતવણી આપી કે, સમયસર પગલાં ન લેવાય તો બેઈજિંગ આ તિરાડનો લાભ ઉઠાવી શકે છે. તેમણે ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે સીધી વાતચીત કરવાની અપિલ કરી છે, જેથી બંને દેશો વચ્ચેનો વેપાર અને ભાગીદારી મજબૂત રહેશે.

 

The post ‘ટ્રમ્પની વાતને ગંભીરતાથી લેશો તો સારું રહેશે..’ ટેરિફ વિવાદ વચ્ચે નિક્કી હેલીએ ભારતને સલાહ આપી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/nikki-haley-us-india-tariff-advice/feed/ 0
ભારતને વ્યૂહાત્મક ભાગીદાર ન ગણવું અમેરિકાની સૌથી મોટી ભૂલ: નિક્કી હેલી https://www.gujaratinside.com/2025/08/21/us-should-not-ignore-india-as-strategic-partner-nikki-haley/ https://www.gujaratinside.com/2025/08/21/us-should-not-ignore-india-as-strategic-partner-nikki-haley/#respond Thu, 21 Aug 2025 15:51:21 +0000 https://www.gujaratinside.com/?p=16908 વૉશિંગ્ટન: અમેરિકાનાં સંયુક્ત રાષ્ટ્રસ્થિત પૂર્વ રાજદૂત નિક્કી હેલીે ચેતવણી આપી છે કે ભારતને વિશિષ્ટ લોકશાહી મૂલ્યો ધરાવતા વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ન ગણવું અમેરિકાની સૌથી મોટી વ્યૂહાત્મક ભૂલ સાબિત થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે ભારત ચીન સામેનું સૌથી મોટું કાઉન્ટર વેઇટ છે અને ભારત કોમ્યુનિસ્ટ ચીનની જેમ ડરાવતું નથી. નિક્કી હેલીે ટ્રમ્પના નિર્ણયની પણ...

The post ભારતને વ્યૂહાત્મક ભાગીદાર ન ગણવું અમેરિકાની સૌથી મોટી ભૂલ: નિક્કી હેલી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વૉશિંગ્ટન: અમેરિકાનાં સંયુક્ત રાષ્ટ્રસ્થિત પૂર્વ રાજદૂત નિક્કી હેલીે ચેતવણી આપી છે કે ભારતને વિશિષ્ટ લોકશાહી મૂલ્યો ધરાવતા વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ન ગણવું અમેરિકાની સૌથી મોટી વ્યૂહાત્મક ભૂલ સાબિત થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે ભારત ચીન સામેનું સૌથી મોટું કાઉન્ટર વેઇટ છે અને ભારત કોમ્યુનિસ્ટ ચીનની જેમ ડરાવતું નથી.

નિક્કી હેલીે ટ્રમ્પના નિર્ણયની પણ ઉગ્ર ટીકા કરી હતી, જેમાં ભારત પર ૨૫% ટેરિફ ઉપરાંત ૨૫% દંડાત્મક ડયુટી લાગુ કરવામાં આવી રહી છે, જે કુલ ૫૦% આયાત કર સમાન છે. આ નિર્ણય ૨૭ ઓગસ્ટથી અમલમાં આવશે. હેલીના જણાવ્યા મુજબ, સૌથી વધુ તેલ ખરીદનાર ચીન છે, છતાં તેની ઉપરથી ડયુટી હળવી કરવામાં આવી છે, જ્યારે ભારતીય માલસામાન અને સેવાઓ ઉપર ડયુટી બમણી કરી દેવામાં આવી છે.

તેમણે ચેતવણી આપી હતી કે આ પગલાંના પરિણામે છેલ્લા પચ્ચીસ વર્ષથી ભારત સાથે સુધરેલા સંબંધો પર પાણી ફરી શકે છે. હેલીે જણાવ્યું હતું કે ચીન મુક્ત વિશ્વ માટે મોટું ભય બની રહ્યું છે અને એશિયામાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા માગે છે, જ્યારે ભારત સૌને સહકાર આપે છે.

સાથે જ તેમણે ભારતને સલાહ આપી હતી કે રશિયામાંથી તેલની ખરીદી ઘટાડવી જોઈએ. હાલમાં ભારત પોતાની તેલની જરૂરિયાતમાંથી ૪૦ ટકા જેટલું તેલ રશિયાથી ખરીદે છે, જ્યારે તેની શસ્ત્ર સામગ્રીની ૮૦ ટકા જરૂરિયાત પણ રશિયા પાસેથી પૂરી કરે છે.

 

The post ભારતને વ્યૂહાત્મક ભાગીદાર ન ગણવું અમેરિકાની સૌથી મોટી ભૂલ: નિક્કી હેલી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/21/us-should-not-ignore-india-as-strategic-partner-nikki-haley/feed/ 0
ચીનને ઘેરવા માટે ટ્રમ્પને ભારત સાથે સંબંધ મજબૂત કરવાનुं સુચનઃ નિક્કી હેલીની ચેતવણી https://www.gujaratinside.com/2025/08/21/trump-india-relations-warning-nikki-haley/ https://www.gujaratinside.com/2025/08/21/trump-india-relations-warning-nikki-haley/#respond Thu, 21 Aug 2025 03:20:51 +0000 https://www.gujaratinside.com/?p=16847 અમેરિકા દ્વારા ચીનની વિસ્થાપન નીતિઓનો સામનો કરવા માટે ભારત સાથેના સંબંધો મજબૂત કરવા આવશ્યક છે એવું નિવેદન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રદૂત નિક્કી હેલીએ આપ્યું છે. ન્યૂઝવીકમાં પ્રકાશિત એક લેખમાં હેલીએ સ્પષ્ટ ભાષામાં ટ્રમ્પ વહીવટીતંત્રને ચેતવણી આપી હતી કે ભારત-અમેરિકા સંબંધો મહત્વપૂર્ણ તબક્કે છે અને જો વોશિંગ્ટન ચીન સામે ગઠબંધન મજબૂત બનાવવા માંગે છે, તો ભારત સાથેના...

The post ચીનને ઘેરવા માટે ટ્રમ્પને ભારત સાથે સંબંધ મજબૂત કરવાનुं સુચનઃ નિક્કી હેલીની ચેતવણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકા દ્વારા ચીનની વિસ્થાપન નીતિઓનો સામનો કરવા માટે ભારત સાથેના સંબંધો મજબૂત કરવા આવશ્યક છે એવું નિવેદન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રદૂત નિક્કી હેલીએ આપ્યું છે. ન્યૂઝવીકમાં પ્રકાશિત એક લેખમાં હેલીએ સ્પષ્ટ ભાષામાં ટ્રમ્પ વહીવટીતંત્રને ચેતવણી આપી હતી કે ભારત-અમેરિકા સંબંધો મહત્વપૂર્ણ તબક્કે છે અને જો વોશિંગ્ટન ચીન સામે ગઠબંધન મજબૂત બનાવવા માંગે છે, તો ભારત સાથેના તણાવ દૂર કરવો પડશે.

તેણે જણાવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પના અધ્યક્ષપદ દરમિયાન રશિયન ઓઈલ ખરીદી અને ટેરિફ વિવાદો જેવા મુદ્દાઓને કારણે ભારત-અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. ટ્રમ્પ સરકારે ભારત સામે 25 ટકા પારસ્પરિક ડ્યુટી તથા વધારાની 25 ટકા ટેરિફ લગાવ્યા હતા, જેના કારણે સંબંધોમાં તીવ્રતા આવી. હેલીએ જણાવ્યું કે જો ભારત તરફથી ઊર્જા ખરીદીથી પુતિનની યુક્રેન સામેની નીતિ માટે નાણાકીય સપોર્ટ મળી રહ્યો છે, તો પણ ભારતને દુશ્મન ગણીને દૂર ઠેલવું અમેરિકાની ભૂલ હશે.

તેમણે સ્પષ્ટ કહ્યું કે ચીનના વધતાં પ્રભાવ સામે લડવા માટે ભારત-અમેરિકા મિત્રતાની વધારે જરૂર છે અને આજની ગ્લોબલ પોલિટિક્સમાં બંને લોકશાહી દેશોનું સહયોગ ફક્ત વ્યૂહાત્મક નહીં પણ અનિવાર્ય છે.

The post ચીનને ઘેરવા માટે ટ્રમ્પને ભારત સાથે સંબંધ મજબૂત કરવાનुं સુચનઃ નિક્કી હેલીની ચેતવણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/21/trump-india-relations-warning-nikki-haley/feed/ 0