nitin gadkari Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/nitin-gadkari/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 04 Sep 2025 13:15:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png nitin gadkari Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/nitin-gadkari/ 32 32 કોંગ્રેસે ગડકરીના પુત્રો પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા, 20% ઈથેનોલ યોજના પર આક્ષેપ https://www.gujaratinside.com/2025/09/04/congress-accuses-gadkari-sons-ethanol-policy/ https://www.gujaratinside.com/2025/09/04/congress-accuses-gadkari-sons-ethanol-policy/#respond Thu, 04 Sep 2025 13:15:14 +0000 https://www.gujaratinside.com/?p=18369 કૉંગ્રેસે ગુરુવારે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી પર ગંભીર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. પાર્ટી દાવો કરે છે કે ગડકરીના પુત્રોની ઈથેનોલ ઉત્પાદક કંપનીઓએ સરકારની નીતિનો લાભ ઉઠાવી નોંધપાત્ર નફો કમાવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ જણાવ્યું કે, નીખિલ ગડકરી અને સારંગ ગડકરીની કંપનીઓ (Cian Agro Industries & Infrastructure Ltd અને Manas Agro Industries And Infrastructure Ltd)...

The post કોંગ્રેસે ગડકરીના પુત્રો પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા, 20% ઈથેનોલ યોજના પર આક્ષેપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કૉંગ્રેસે ગુરુવારે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી પર ગંભીર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. પાર્ટી દાવો કરે છે કે ગડકરીના પુત્રોની ઈથેનોલ ઉત્પાદક કંપનીઓએ સરકારની નીતિનો લાભ ઉઠાવી નોંધપાત્ર નફો કમાવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ જણાવ્યું કે, નીખિલ ગડકરી અને સારંગ ગડકરીની કંપનીઓ (Cian Agro Industries & Infrastructure Ltd અને Manas Agro Industries And Infrastructure Ltd) ઈથેનોલ ઉત્પાદન કરતી વખતે પિતાના નીતિગત નિર્ણયનો લાભ લઇ રહી છે, જે તેમના માટે આર્થિક લાભમાં બદલાઈ રહ્યો છે.

ખેડાએ કહ્યું કે, નીખિલ ગડકરીની Cian Agro કંપનીએ જૂન-2024માં 18 કરોડ રૂપિયાનું નફો નોંધ્યું હતું, જે જૂન-2025માં 723 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. કંપનીના શેરની કિંમત જાન્યુઆરી-2025માં 37 રૂપિયા હતી, હવે તે 638 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. કોંગ્રેસનો દાવો છે કે, સરકારના માર્ગદર્શન હેઠળ 20% ઈથેનોલ મિશ્રણનું ટાર્ગેટ સમયસર પૂર્ણ કરાયું છે, પરંતુ ઇલેક્ટ્રિકલ મ્યુનિસિપલ કચરા અને લાકડાના ભૂસાનો ઉપયોગ થાય નહોતો, અને આ ઉત્પાદન પર્યાવરણ માટે નુકસાનકારક છે.

પવન ખેડાએ આ પણ જણાવ્યું કે, ઈથેનોલની મેન્યુફેક્ચરિંગમાં એક લીટર ઈથેનોલ બનાવવા માટે 3000 લીટર પાણીનો ઉપયોગ થાય છે, જે પર્યાવરણ માટે ખતરનાક છે. કોંગ્રેસે આ મામલે કેન્દ્ર સરકાર અને નીતિન ગડકરીની જવાબદારી ઉપર પ્રકાશ પાડ્યો છે અને આગામી દિવસોમાં ગડકરી તરફથી પ્રતિક્રિયા પર સૌની નજર છે.

 

The post કોંગ્રેસે ગડકરીના પુત્રો પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા, 20% ઈથેનોલ યોજના પર આક્ષેપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/congress-accuses-gadkari-sons-ethanol-policy/feed/ 0
‘જે જનતાને મૂર્ખ બનાવી શકે, તે જ સારો નેતા’: નીતિન ગડકરીનું ચોંકાવનારું નિવેદન https://www.gujaratinside.com/2025/09/01/nitin-gadkari-says-best-leader-can-fool-people/ https://www.gujaratinside.com/2025/09/01/nitin-gadkari-says-best-leader-can-fool-people/#respond Mon, 01 Sep 2025 12:05:47 +0000 https://www.gujaratinside.com/?p=17984 કેન્દ્ર સરકારના મંત્રી નીતિન ગડકરી હંમેશા પોતાના સ્પષ્ટ નિવેદનો માટે ચર્ચામાં રહે છે. નાગપુરમાં અખિલ ભારતીય મહાનુભાવ પરિષદમાં તેમણે નેતાઓને લગતી એક ચોંકાવનારી વાત કરી અને જણાવ્યું કે, “જે વ્યક્તિ લોકોને સૌથી સારી રીતે મૂર્ખ બનાવી શકે છે, તે જ સારો નેતા બની શકે છે.” ગડકરીએ કહ્યું કે વાતો કરવી સહેલું છે, પરંતુ કામમાં સત્ય...

The post ‘જે જનતાને મૂર્ખ બનાવી શકે, તે જ સારો નેતા’: નીતિન ગડકરીનું ચોંકાવનારું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કેન્દ્ર સરકારના મંત્રી નીતિન ગડકરી હંમેશા પોતાના સ્પષ્ટ નિવેદનો માટે ચર્ચામાં રહે છે. નાગપુરમાં અખિલ ભારતીય મહાનુભાવ પરિષદમાં તેમણે નેતાઓને લગતી એક ચોંકાવનારી વાત કરી અને જણાવ્યું કે, “જે વ્યક્તિ લોકોને સૌથી સારી રીતે મૂર્ખ બનાવી શકે છે, તે જ સારો નેતા બની શકે છે.”

ગડકરીએ કહ્યું કે વાતો કરવી સહેલું છે, પરંતુ કામમાં સત્ય બોલવું અને નિષ્ઠા રાખવી જરૂરી છે. તેમણે શોર્ટકટ અંગે જણાવ્યું, “શોર્ટકટથી સફળતા ઝડપથી મળે છે, પણ શોર્ટકટ એટલે ‘કટ યુ શોર્ટ’. પ્રામાણિકતા, વિશ્વસનીયતા, સમર્પણ અને સચ્ચાઈ જેવા મૂલ્યો સમાજ માટે મહત્વના છે.”

સાથે જ, ગડકરીએ મંત્રીઓને પંથ અને સંપ્રદાયથી દૂર રાખવા અંગેની સલાહ આપી. તેમણે જણાવ્યું કે ધર્મ, સામાજિક કાર્ય અને રાજકારણ અલગ-અલગ બાબતો છે, અને જો ધર્મને સત્તા સોંપવામાં આવે તો તે નુકસાન કરે છે. મંત્રીઓ જ્યાં જાય છે ત્યાં આગ લગાડવાથી વિરોધો ઊભા થાય છે, જેના કારણે ઝઘડો થાય છે અને સરકાર વચ્ચે સમિતિ બનાવવાની સ્થિતિ સર્જાય છે.

ગડકરી ભારતીય જનતા પાર્ટી માટે જાણીતા છે, જ્યાં તેઓ સ્પષ્ટ અને સીધા શબ્દોમાં વાત કરે છે. તેમણે ઉમેર્યું, “હું કામ કરીશ. જો તમને મારી કામગીરી પસંદ આવે તો વોટ આપજો, નહીંતર ન આપતા.”

 

The post ‘જે જનતાને મૂર્ખ બનાવી શકે, તે જ સારો નેતા’: નીતિન ગડકરીનું ચોંકાવનારું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/nitin-gadkari-says-best-leader-can-fool-people/feed/ 0
પીએમ મોદીની દિલ્હી-NCRને 11,000 કરોડની ભેટ, દ્વારકા એક્સપ્રેસવે અને UER-2નું લોકાર્પણ https://www.gujaratinside.com/2025/08/17/pm-modi-inaugurates-dwarka-expressway-and-uer2-delhi/ https://www.gujaratinside.com/2025/08/17/pm-modi-inaugurates-dwarka-expressway-and-uer2-delhi/#respond Sun, 17 Aug 2025 07:55:51 +0000 https://www.gujaratinside.com/?p=16510 દિલ્હી-NCRના લોકોને ટ્રાફિક જામ અને લાંબી મુસાફરીથી રાહત આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 ઑગસ્ટના રોજ 11,000 કરોડ રૂપિયા જેટલાં ખર્ચથી બનેલા બે મહત્ત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ દ્વારકા એક્સપ્રેસવે (દિલ્હી સેક્શન) અને અર્બન એક્સટેન્શન રોડ-2 (UER-2) રાષ્ટ્રીય જનતા સમર્પિત કર્યા. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, દિલ્હીની મુખ્યમંત્રી રેખા...

The post પીએમ મોદીની દિલ્હી-NCRને 11,000 કરોડની ભેટ, દ્વારકા એક્સપ્રેસવે અને UER-2નું લોકાર્પણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હી-NCRના લોકોને ટ્રાફિક જામ અને લાંબી મુસાફરીથી રાહત આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 ઑગસ્ટના રોજ 11,000 કરોડ રૂપિયા જેટલાં ખર્ચથી બનેલા બે મહત્ત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ દ્વારકા એક્સપ્રેસવે (દિલ્હી સેક્શન) અને અર્બન એક્સટેન્શન રોડ-2 (UER-2) રાષ્ટ્રીય જનતા સમર્પિત કર્યા.

આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પણ ઉપસ્થિત રહ્યા. ઉદ્ઘાટન પહેલાં પીએમ મોદીએ માર્ગ કામમાં જોડાયેલા શ્રમિકો સાથે વાતચીત કરી અને તેમનો આભાર માન્યો. ત્યારબાદ તેમણે રોડ શો પણ યોજ્યો, જેમાં હજારો લોકો ઉમટ્યા હતા.

PM Modi to inaugurate UER-II, Dwarka Expressway today: What to know about  the mega highway projects | Latest News India - Hindustan Times

UER-2 કોરિડોરને ‘ગેમ ચેન્જર’ ગણાવતાં રેખા ગુપ્તાએ જણાવ્યું કે હવે સિંઘુ બોર્ડરથી IGI એરપોર્ટ સુધીની મુસાફરી ફક્ત 40 મિનિટમાં થશે, જયારે અગાઉ આ માટે બે કલાક લાગતા હતા. આ કોરિડોર અલીપુરથી શરૂ થઈ મુંડકા, બક્કરવાલા, નજફગઢ અને દ્વારકા પરથી પસાર થઈ મહિપાલપુર સુધી જશે.

આ નવી લિંકોમાં મુખ્ય હાઈવે જેમ કે NH-44, NH-9 અને NH-48 જોડાશે, જેના કારણે મુકરબા ચોક, પીરાગઢી અને ધૌલાકુઆન જેવા વ્યસ્ત વિસ્તારોમાં ટ્રાફિકના ભારમાંથી લોકોને રાહત મળશે.

The post પીએમ મોદીની દિલ્હી-NCRને 11,000 કરોડની ભેટ, દ્વારકા એક્સપ્રેસવે અને UER-2નું લોકાર્પણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/pm-modi-inaugurates-dwarka-expressway-and-uer2-delhi/feed/ 0
સરકાર નકામી વસ્તુ, ચાલુ ગાડીમાં પંક્ચર કરી દેશે : નીતિન ગડકરીનું સૂચક નિવેદન https://www.gujaratinside.com/2025/07/27/nitin-gadkari-government-failure-statement/ https://www.gujaratinside.com/2025/07/27/nitin-gadkari-government-failure-statement/#respond Sun, 27 Jul 2025 16:10:30 +0000 https://www.gujaratinside.com/?p=15609 કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી અને નાગપુરથી ભાજપ સાંસદ નીતિન ગડકરીએ નાગપુર સ્થિત ‘સ્પોર્ટ્સ એઝ એ કેરિયર’ કાર્યક્રમમાં ચોંકાવનારું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, રાજકારણ નશા જેવું છે, જ્યાં સત્તા, સંપત્તિ અને સૌંદર્ય ક્ષણિક હોય છે. ગડકરીએ સરકારની અસમર્થતાની ટીકા કરતાં જણાવ્યું કે, “સરકાર ખૂબ નકામી વસ્તુ છે, કોર્પોરેશનના ભરોસે કોઈ કામ પૂરું થતું નથી. આ...

The post સરકાર નકામી વસ્તુ, ચાલુ ગાડીમાં પંક્ચર કરી દેશે : નીતિન ગડકરીનું સૂચક નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી અને નાગપુરથી ભાજપ સાંસદ નીતિન ગડકરીએ નાગપુર સ્થિત ‘સ્પોર્ટ્સ એઝ એ કેરિયર’ કાર્યક્રમમાં ચોંકાવનારું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, રાજકારણ નશા જેવું છે, જ્યાં સત્તા, સંપત્તિ અને સૌંદર્ય ક્ષણિક હોય છે. ગડકરીએ સરકારની અસમર્થતાની ટીકા કરતાં જણાવ્યું કે, “સરકાર ખૂબ નકામી વસ્તુ છે, કોર્પોરેશનના ભરોસે કોઈ કામ પૂરું થતું નથી. આ લોકો ચાલતી ગાડીમાં પંક્ચર કરવાનું કૌશલ્ય ધરાવે છે.”

ગડકરીએ વધુમાં જણાવ્યું કે, ખરાબ સમયમાં પૂછનાર કોઈ હોતું નથી, જ્યારે સારા દિવસોમાં પ્રશંસકોની કમી નથી હોતી. તેમણે નાગપુરમાં 300 સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવવા ઇચ્છા વ્યક્ત કરી અને જણાવ્યું કે, “સ્પોર્ટ્સ સુવિધાઓ માટે ફી લેવી જરૂરી છે, મફતમાં ન શિખવાડવું જોઈએ.” તેમણે ઉલ્લેખ કર્યો કે, “હું રાજકારણમાં છું અને તેમાં ફોગટ્યાઓનું બજાર છે. હું મફતમાં કઈ આપતો નથી.”

તેમણે જણાવ્યું કે, તેઓ પૈસા આપ્યા વગર રૂ.5 લાખ કરોડનું કામ કરાવી શકે છે. ગડકરીએ યુવાઓને કોઈપણ ક્ષેત્રમાં ઈમાનદારી અને મહેનત સાથે કામ કરવાની સલાહ આપી.

The post સરકાર નકામી વસ્તુ, ચાલુ ગાડીમાં પંક્ચર કરી દેશે : નીતિન ગડકરીનું સૂચક નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/27/nitin-gadkari-government-failure-statement/feed/ 0