North Gujarat Rain Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/north-gujarat-rain/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 19 Sep 2025 10:15:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png North Gujarat Rain Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/north-gujarat-rain/ 32 32 ગુજરાતમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી, કચ્છ-ઉત્તર ગુજરાતમાં શક્યતાઓ નહિવત https://www.gujaratinside.com/2025/09/19/gujarat-rain-forecast-2025-monsoon-update/ https://www.gujaratinside.com/2025/09/19/gujarat-rain-forecast-2025-monsoon-update/#respond Fri, 19 Sep 2025 10:50:07 +0000 https://www.gujaratinside.com/?p=19610 ગુજરાતમાં ચોમાસાનું વિદાય વેળાએ હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આજે અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 24...

The post ગુજરાતમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી, કચ્છ-ઉત્તર ગુજરાતમાં શક્યતાઓ નહિવત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં ચોમાસાનું વિદાય વેળાએ હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે.

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આજે અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 24 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને ત્યાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહિવત છે.

બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં પણ વરસાદના ઓછી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ૨૦૨૫ના ચોમાસામાં આજની સ્થિતિએ રાજ્યમાં સરેરાશ ૧૦૮ ટકા વરસાદ નોંધાયો છે.

જેમાં કચ્છમાં ૧૩૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૧૮ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૧૨ ટકા, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ૧૧૦ ટકા તેમજ સૌરાષ્ટ્રમાં ૯૩ ટકાથી વધુ વરસાદ થયો છે.

છેલ્લા ત્રણ વર્ષના આંકડા મુજબ ૨૦૨૨માં ૧૨૨ ટકા, ૨૦૨૩માં ૧૦૮ ટકા અને ૨૦૨૪માં ૧૪૩ ટકા વરસાદ નોંધાયો હતો.

 

The post ગુજરાતમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી, કચ્છ-ઉત્તર ગુજરાતમાં શક્યતાઓ નહિવત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/gujarat-rain-forecast-2025-monsoon-update/feed/ 0
ગુજરાતમાં સિઝનનો 108% વરસાદ નોંધાયો, રાજ્યના ચાર ઝોનમાં ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતોને મળશે રાહત https://www.gujaratinside.com/2025/09/14/gujarat-rain-update-september-2025/ https://www.gujaratinside.com/2025/09/14/gujarat-rain-update-september-2025/#respond Sun, 14 Sep 2025 15:25:59 +0000 https://www.gujaratinside.com/?p=19367 ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. પવનની ઝડપ લગભગ 40 કિમી પ્રતિ કલાક પહોંચવાની શક્યતા છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન હળવા થી લઈને ભારે વરસાદના અંશો બની શકે છે. રાજ્યના પાંચ ઝોનમાં વરસાદ જોવા મળવાની...

The post ગુજરાતમાં સિઝનનો 108% વરસાદ નોંધાયો, રાજ્યના ચાર ઝોનમાં ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતોને મળશે રાહત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. પવનની ઝડપ લગભગ 40 કિમી પ્રતિ કલાક પહોંચવાની શક્યતા છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નવરાત્રિ દરમિયાન હળવા થી લઈને ભારે વરસાદના અંશો બની શકે છે. રાજ્યના પાંચ ઝોનમાં વરસાદ જોવા મળવાની શક્યતાઓ છે. આજે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.

આજે રાજકોટના ઉપલેટા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઈસરા ગામમાં વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

ભાવનગરના મહુવા તાલુકામાં અને ભાદ્રોડ ગામમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. આ વરસાદથી ઉકળાટ ઘટ્યો અને ઠંડક પ્રસરી ગઈ હતી. અમરેલીના અનેક વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો.

સાવરકુંડલા શહેર અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગાધકડા ગામમાં નદીમાં પૂર આવતા નવીન પાણીની આવક થઈ હતી. અમરેલી સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હતાં.

વરસાદના આ પહેલા પોક્ષેપાત્ર પ્રભાવથી કપાસ, બાજરી, મગફળી, મગ, અડદ, જુવાર અને મકાઈ જેવા પાકોને લાભ મળ્યો છે. છોટા ઉદેપુર શહેર અને આસપાસના ગામોમાં પણ વરસાદ ખાબકતાં રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

ગીરી મથક સાપુતારામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું, જેમાં કુદરતી સૌંદર્ય અને ઠંડક પ્રસરી ગઈ હતી. ગીર સોમનાથના ઉનામાં પણ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

રાજ્યમાં આ સીઝન દરમિયાન અત્યાર સુધી 108 ટકા વરસાદ નોંધાયો છે. સો ટકાથી વધુ વરસાદ ચાર ઝોનમાં નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર ઝોન હજી 93.55 ટકા પર છે.

અન્ય ઝોનોમાં ઉત્તર ગુજરાતમાં 118.72%, કચ્છમાં 135.95%, મધ્યપૂર્વમાં 110.11% અને દક્ષિણ ગુજરાતમાં 111.36% વરસાદ નોંધાયો છે. આ વરસાદી સ્થિતિ રાજ્યના ખેડૂતો માટે લાભદાયક અને સૌરાષ્ટ્રમાં હજુ વધુ વરસાદની રાહ જોવાઈ રહી છે.

 

The post ગુજરાતમાં સિઝનનો 108% વરસાદ નોંધાયો, રાજ્યના ચાર ઝોનમાં ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતોને મળશે રાહત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/14/gujarat-rain-update-september-2025/feed/ 0
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર વાપસી: ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ખેડૂતોમાં ખુશીની લહેર https://www.gujaratinside.com/2025/08/15/gujarat-four-rain-systems-active-heavy-rainfall-alert/ https://www.gujaratinside.com/2025/08/15/gujarat-four-rain-systems-active-heavy-rainfall-alert/#respond Fri, 15 Aug 2025 13:30:04 +0000 https://www.gujaratinside.com/?p=16384 ગુજરાતમાં લાંબા વિરામ બાદ ચોમાસાએ ધમાકેદાર વાપસી કરી છે. રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ભારે ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારતા લોકોને પણ આ વરસાદથી રાહત મળી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ ગુજરાત પર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે....

The post ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર વાપસી: ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ખેડૂતોમાં ખુશીની લહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં લાંબા વિરામ બાદ ચોમાસાએ ધમાકેદાર વાપસી કરી છે. રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ભારે ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારતા લોકોને પણ આ વરસાદથી રાહત મળી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ ગુજરાત પર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે. બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ આગામી 48 કલાકમાં રાજ્ય તરફ આગળ વધશે. ઉપરાંત મોન્સૂન ટ્રફ રાજસ્થાન, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ સુધી આવી ગયું છે, જ્યારે મધ્ય લેવલે ટ્રફ સિસ્ટમ સક્રિય છે. આ ચારેય સિસ્ટમને કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ પડશે. ખાસ કરીને 17 ઓગસ્ટથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉત્તર ગુજરાતમાં વરસાદ
અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં સારો વરસાદ થયો છે. મેઘરજ, અંબાજી, દાંતા જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પાટણ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘ મહેર જોવા મળી છે.

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની એન્ટ્રી
અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે. ખાંભા, બગસરા, ધારી, ગઢિયા અને સાવરકુંડલા વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદથી કપાસ, સોયાબીન અને મગફળીના પાકને ખુબ ફાયદો થશે.

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ
સુરત અને નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. સુરતના અઠવાલાઈન્સ, અડાજણ, રાંદેર, ડુમસ અને પીપલોદ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વડોદરાના શિનોર, કરજણ અને કંજેઠામાં પણ સારો વરસાદ નોંધાયો છે.

ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે કારણ કે આ વરસાદ પાક માટે જીવનદાયી સાબિત થશે. લાંબા વિરામ બાદ મળેલા આ વરસાદથી પાકને નવજીવન મળ્યું છે, ખાસ કરીને કપાસ, સોયાબીન અને મગફળી માટે આ વરસાદ અત્યંત મહત્વનો છે.

 

The post ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર વાપસી: ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ખેડૂતોમાં ખુશીની લહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/gujarat-four-rain-systems-active-heavy-rainfall-alert/feed/ 0