Opposition Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/opposition/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 09 Sep 2025 05:58:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Opposition Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/opposition/ 32 32 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-modi-radhakrishnan-voting/ https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-modi-radhakrishnan-voting/#respond Tue, 09 Sep 2025 05:58:54 +0000 https://www.gujaratinside.com/?p=18840 ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં એનડીએ (NDA) તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીમાં મતદાન સવારના 10 વાગ્યે શરૂ થઈ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. મતદાન શરૂ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું હતું. મતદાનના એક દિવસ પહેલા...

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં એનડીએ (NDA) તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીમાં મતદાન સવારના 10 વાગ્યે શરૂ થઈ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.

મતદાન શરૂ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું હતું. મતદાનના એક દિવસ પહેલા સંસદ ભવનમાં NDA સાંસદોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી. બેઠકમાં સાંસદોને મતદાન પ્રક્રિયા અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ચૂંટણી પહેલા NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન દિલ્હીના લોધી રોડ સ્થિત શ્રી રામ મંદિરે પૂજા-અર્ચના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આ ચૂંટણી ભારતીય રાષ્ટ્રવાદ માટે મોટી જીત સાબિત થશે. અમે બધા એક છીએ અને એક રહીશું. અમારી ઇચ્છા ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા છે.”

આ ચૂંટણીમાં બિજૂ જનતા દળ (BJD), ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને શિરોમણી અકાલી દળે મતદાનમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત, પંજાબના સ્વતંત્ર સાંસદો સરબજીત સિંહ ખાલસા (ફરીદકોટ) અને અમૃતપાલ સિંહ (ખડૂર સાહિબ) એ પણ મતદાનનો બહિષ્કાર જાહેર કર્યો છે.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ચૂંટણી અંગે જણાવ્યું કે, “આ મત અંતરાત્મા પર આધારિત છે. ભાજપ લોકોનો ઉપયોગ કરીને પછી તેમને બરબાદ કરે છે. અમારા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સાથે પણ એવું જ બન્યું હતું. જીતનો આંકડો ચોક્કસપણે અમારા પક્ષમાં રહેશે.”

લોકસભા અને રાજ્યસભાના કુલ 781 સાંસદોને મતદાનનો અધિકાર છે, જેમાં જીત માટે 392 મત જરૂરી છે. હાલની સંખ્યાબળની સ્થિતિ જોતા NDA પાસે 425 સાંસદોનું સમર્થન છે (લોકસભામાં 293 અને રાજ્યસભામાં 132). એટલે કે, નંબરગેમમાં NDAની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.

 

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-modi-radhakrishnan-voting/feed/ 0
સુરતમાં ડેંગ્યુ અને ટાઈફોઇડનો વ્યાપ, વિપક્ષે પાલિકા તંત્રને આક્ષેપો કર્યા https://www.gujaratinside.com/2025/08/26/surat-disease-outbreak-opposition-accuses-municipality/ https://www.gujaratinside.com/2025/08/26/surat-disease-outbreak-opposition-accuses-municipality/#respond Tue, 26 Aug 2025 16:05:19 +0000 https://www.gujaratinside.com/?p=17411 સુરતમાં ચોમાસાની શરૂઆતથી જ રોગચાળાનો પ્રકોપ વધી રહ્યો છે અને કેટલાક લોકો પોતાની જિંદગી ગુમાવી ચૂક્યા છે. આ સ્થિતિને પગલે સુરત પાલિકાના વિપક્ષે પાલિકા તંત્ર અને શાસકો પર આરોપ લગાવ્યો છે. વિપક્ષી નેતા પાયલ સાકરીયાએ મ્યુનિ. કમિશનરને પત્ર લખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સર્વે કરાવવાનું, મેડિકલ ટીમ મોકલવાનું અને પીવાના પાણીના સેમ્પલ પરીક્ષણ કરવાનું જણાવ્યું છે....

The post સુરતમાં ડેંગ્યુ અને ટાઈફોઇડનો વ્યાપ, વિપક્ષે પાલિકા તંત્રને આક્ષેપો કર્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુરતમાં ચોમાસાની શરૂઆતથી જ રોગચાળાનો પ્રકોપ વધી રહ્યો છે અને કેટલાક લોકો પોતાની જિંદગી ગુમાવી ચૂક્યા છે. આ સ્થિતિને પગલે સુરત પાલિકાના વિપક્ષે પાલિકા તંત્ર અને શાસકો પર આરોપ લગાવ્યો છે. વિપક્ષી નેતા પાયલ સાકરીયાએ મ્યુનિ. કમિશનરને પત્ર લખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સર્વે કરાવવાનું, મેડિકલ ટીમ મોકલવાનું અને પીવાના પાણીના સેમ્પલ પરીક્ષણ કરવાનું જણાવ્યું છે.

સુરતમાં દૂષિત પાણી અને મચ્છરજન્ય રોગના કેસો છેલ્લા કેટલાક દિવસોમાં વધ્યાં છે. પાયલ સાકરીયાએ જણાવ્યું કે, દૂષિત પીવાના પાણીના કારણે ઝાડા, ઉલટી, ટાઇફોઇડ અને ડેંગ્યુના જીવલેણ કેસો નોંધાયા છે, જેના કારણે છેલ્લા એક માસમાં 16 લોકોની મૃત્યુ થઈ છે. માત્ર સામાન્ય લોકો જ નહીં, પાલિકા અધિકારીઓ પણ ડેંગ્યુના અસરગ્રસ્ત થયા છે.

પાલિકા સંચાલિત સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત વધતી જ રહી છે, જ્યારે પાલિકા તંત્ર આંકડાઓ જાહેર કરીને સંતોષ માનતું રહ્યું છે. વિપક્ષી પક્ષે રોગચાળો અટકાવવા માટે પ્રભાવી સફાઈ, પાણીના સેમ્પલ ચકાસણી, કામગીરીની માહિતી અને રોગચાળા તેમજ મૃત્યુના આંકડા જાહેર કરવાની પણ માંગણી કરી છે.

 

The post સુરતમાં ડેંગ્યુ અને ટાઈફોઇડનો વ્યાપ, વિપક્ષે પાલિકા તંત્રને આક્ષેપો કર્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/26/surat-disease-outbreak-opposition-accuses-municipality/feed/ 0