Osama bin Laden Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/osama-bin-laden/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 11 Sep 2025 03:34:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Osama bin Laden Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/osama-bin-laden/ 32 32 UNHRCમાં ભારતનો પાકિસ્તાન પર પ્રહાર: “આતંકીઓને આશ્રય આપનાર પાસેથી પાઠની જરૂર નથી” https://www.gujaratinside.com/2025/09/11/india-slams-pakistan-at-unhrc-over-terror-support/ https://www.gujaratinside.com/2025/09/11/india-slams-pakistan-at-unhrc-over-terror-support/#respond Thu, 11 Sep 2025 03:34:35 +0000 https://www.gujaratinside.com/?p=19082 સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ની બેઠક દરમિયાન ભારતે પાકિસ્તાન સામે કડક શબ્દોમાં આક્ષેપો કર્યા. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, તેને એવા દેશ પાસેથી કોઈ પાઠ શીખવાની જરૂર નથી જે આતંકવાદીઓને આશ્રય, ભંડોળ અને ટેકો પૂરું પાડીને વિશ્વની સુરક્ષાને જોખમમાં મૂકે છે. જીનીવામાં ભારતના સ્થાયી મિશનના કાઉન્સેલર ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાનના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે, “અમારે...

The post UNHRCમાં ભારતનો પાકિસ્તાન પર પ્રહાર: “આતંકીઓને આશ્રય આપનાર પાસેથી પાઠની જરૂર નથી” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ની બેઠક દરમિયાન ભારતે પાકિસ્તાન સામે કડક શબ્દોમાં આક્ષેપો કર્યા. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, તેને એવા દેશ પાસેથી કોઈ પાઠ શીખવાની જરૂર નથી જે આતંકવાદીઓને આશ્રય, ભંડોળ અને ટેકો પૂરું પાડીને વિશ્વની સુરક્ષાને જોખમમાં મૂકે છે.

જીનીવામાં ભારતના સ્થાયી મિશનના કાઉન્સેલર ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાનના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે, “અમારે ફરી એક વાર એવા દેશની ઉશ્કેરણીજનક ટિપ્પણીઓને જવાબ આપવો પડ્યો છે, જેના પોતાના નેતાઓએ તાજેતરમાં પાકિસ્તાનને ‘ડમ્પ ટ્રક’ તરીકે સંબોધ્યું હતું. આ જ તેનું સાચું પ્રતિબિંબ છે, કારણ કે તે હંમેશા જૂઠાણા અને જૂના પ્રોપેગન્ડાનું પુનરાવર્તન કરે છે.”

ત્યાગીએ આ વર્ષે એપ્રિલમાં થયેલા પહલગામ હુમલાની યાદ અપાવી અને 9/11ના હુમલાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, દુનિયાએ ક્યારેય એ ભૂલવું નહીં જોઈએ કે, તે દેશે ઓસામા બિન લાદેનને આશ્રય આપ્યો હતો અને પછી તેને “શહીદ” ગણાવ્યો હતો.

ભારતના પ્રતિનિધિએ પુલવામા, ઉરી, પઠાણકોટ અને મુંબઈ જેવા આતંકી હુમલાઓની યાદી ગણીને કહ્યું કે, “આ યાદી ક્યારેય પૂરી થતી નથી. છતાંય પાકિસ્તાન અહીં આવીને નૈતિક બનવાનો પ્રયાસ કરે છે, જ્યારે હકીકતમાં તે આતંકી નેટવર્કને ટેકો આપે છે, જે વૈશ્વિક સુરક્ષાને ખતરામાં મૂકે છે. વિશ્વ આ નાટકને સારી રીતે ઓળખે છે.”

ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી કે, આતંકવાદને આશ્રય આપતા દેશ પાસેથી ભારત કોઈ પાઠ કે ઉપદેશ નહીં લે. ત્યાગીએ વધુમાં કહ્યું કે, “અમે એવા દેશ પાસેથી પણ સલાહ નહીં લઈએ જે પોતાના દેશમાં લઘુમતીઓ પર અત્યાચાર કરે છે અને જે પોતાની વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યો છે.”

The post UNHRCમાં ભારતનો પાકિસ્તાન પર પ્રહાર: “આતંકીઓને આશ્રય આપનાર પાસેથી પાઠની જરૂર નથી” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/11/india-slams-pakistan-at-unhrc-over-terror-support/feed/ 0
‘એબટાબાદમાં કોણ હતો, દુનિયાને ખબર છે’: અમેરિકા-પાકિસ્તાન સંબંધો પર જયશંકરનો કટાક્ષ https://www.gujaratinside.com/2025/08/23/jaishankar-slams-us-pakistan-ties-abbottabad-remark/ https://www.gujaratinside.com/2025/08/23/jaishankar-slams-us-pakistan-ties-abbottabad-remark/#respond Sat, 23 Aug 2025 14:40:35 +0000 https://www.gujaratinside.com/?p=17093 ભારત અને અમેરિકાની વચ્ચે ટેરિફ વિવાદને કારણે તણાવ વધી રહ્યો છે, જ્યારે બીજી બાજુ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ટિપ્પણી કરી હતી કે આવનારા સમયમાં ભારત પાકિસ્તાન પાસેથી તેલ ખરીદશે. આ પરિસ્થિતિમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકાને કડક જવાબ આપ્યો છે અને પાકિસ્તાનમાં ઓસામા...

The post ‘એબટાબાદમાં કોણ હતો, દુનિયાને ખબર છે’: અમેરિકા-પાકિસ્તાન સંબંધો પર જયશંકરનો કટાક્ષ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને અમેરિકાની વચ્ચે ટેરિફ વિવાદને કારણે તણાવ વધી રહ્યો છે, જ્યારે બીજી બાજુ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ટિપ્પણી કરી હતી કે આવનારા સમયમાં ભારત પાકિસ્તાન પાસેથી તેલ ખરીદશે. આ પરિસ્થિતિમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકાને કડક જવાબ આપ્યો છે અને પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેનના આશ્રયની યાદ અપાવી છે.

એક કાર્યક્રમ દરમિયાન જયશંકરે કહ્યું કે, “અમેરિકા અને પાકિસ્તાનનો એકબીજા સાથેનો ઈતિહાસ રહ્યો છે અને ઈતિહાસને અવગણવાનો પણ ઈતિહાસ રહ્યો છે. આ પહેલીવાર નથી. આજે અમેરિકી સેના કોઈને સર્ટિફિકેટ આપે છે, પરંતુ થોડા વર્ષો પહેલા એ જ સેના એબટાબાદમાં ઘૂસી હતી. આખી દુનિયાને ખબર છે કે ત્યાં કોણ મળ્યું હતું.”

ટ્રમ્પના મધ્યસ્થીના દાવા પર પણ જયશંકરે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, “ભારતે ક્યારેય કોઈ મધ્યસ્થી સ્વીકાર્યો નથી. ઓપરેશન સિંદૂર સમયે અમેરિકા સહિત અનેક દેશોએ અમારો સંપર્ક કર્યો હતો, પરંતુ મધ્યસ્થીનો કોઈ પ્રશ્ન જ નહોતો. આવા દાવા ખોટા છે.”

જયશંકરે આગળ કહ્યું કે ભારત અને અમેરિકાની વચ્ચેની વાટાઘાટો ચાલુ છે અને કોઈ મતભેદને કારણે સંબંધોમાં તોડફોડ નથી થઈ. પરંતુ ભારત પોતાની રેડ લાઈન્સ પરથી સમાધાન નહીં કરે, ખાસ કરીને ખેડૂતો અને નાના ઉત્પાદકો સંબંધિત મુદ્દાઓ પર.

રશિયા પાસેથી તેલ ખરીદી પર અમેરિકાની ટિપ્પણીઓને લઈને તેમણે સ્પષ્ટ કહ્યું કે, “જો તમને ભારતથી રિફાઈન્ડ તેલ ખરીદવામાં વાંધો હોય તો ના ખરીદશો.”

 

The post ‘એબટાબાદમાં કોણ હતો, દુનિયાને ખબર છે’: અમેરિકા-પાકિસ્તાન સંબંધો પર જયશંકરનો કટાક્ષ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/jaishankar-slams-us-pakistan-ties-abbottabad-remark/feed/ 0