Pahalgam Attack Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/pahalgam-attack/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 11 Sep 2025 03:34:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Pahalgam Attack Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/pahalgam-attack/ 32 32 UNHRCમાં ભારતનો પાકિસ્તાન પર પ્રહાર: “આતંકીઓને આશ્રય આપનાર પાસેથી પાઠની જરૂર નથી” https://www.gujaratinside.com/2025/09/11/india-slams-pakistan-at-unhrc-over-terror-support/ https://www.gujaratinside.com/2025/09/11/india-slams-pakistan-at-unhrc-over-terror-support/#respond Thu, 11 Sep 2025 03:34:35 +0000 https://www.gujaratinside.com/?p=19082 સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ની બેઠક દરમિયાન ભારતે પાકિસ્તાન સામે કડક શબ્દોમાં આક્ષેપો કર્યા. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, તેને એવા દેશ પાસેથી કોઈ પાઠ શીખવાની જરૂર નથી જે આતંકવાદીઓને આશ્રય, ભંડોળ અને ટેકો પૂરું પાડીને વિશ્વની સુરક્ષાને જોખમમાં મૂકે છે. જીનીવામાં ભારતના સ્થાયી મિશનના કાઉન્સેલર ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાનના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે, “અમારે...

The post UNHRCમાં ભારતનો પાકિસ્તાન પર પ્રહાર: “આતંકીઓને આશ્રય આપનાર પાસેથી પાઠની જરૂર નથી” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ની બેઠક દરમિયાન ભારતે પાકિસ્તાન સામે કડક શબ્દોમાં આક્ષેપો કર્યા. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, તેને એવા દેશ પાસેથી કોઈ પાઠ શીખવાની જરૂર નથી જે આતંકવાદીઓને આશ્રય, ભંડોળ અને ટેકો પૂરું પાડીને વિશ્વની સુરક્ષાને જોખમમાં મૂકે છે.

જીનીવામાં ભારતના સ્થાયી મિશનના કાઉન્સેલર ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાનના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે, “અમારે ફરી એક વાર એવા દેશની ઉશ્કેરણીજનક ટિપ્પણીઓને જવાબ આપવો પડ્યો છે, જેના પોતાના નેતાઓએ તાજેતરમાં પાકિસ્તાનને ‘ડમ્પ ટ્રક’ તરીકે સંબોધ્યું હતું. આ જ તેનું સાચું પ્રતિબિંબ છે, કારણ કે તે હંમેશા જૂઠાણા અને જૂના પ્રોપેગન્ડાનું પુનરાવર્તન કરે છે.”

ત્યાગીએ આ વર્ષે એપ્રિલમાં થયેલા પહલગામ હુમલાની યાદ અપાવી અને 9/11ના હુમલાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, દુનિયાએ ક્યારેય એ ભૂલવું નહીં જોઈએ કે, તે દેશે ઓસામા બિન લાદેનને આશ્રય આપ્યો હતો અને પછી તેને “શહીદ” ગણાવ્યો હતો.

ભારતના પ્રતિનિધિએ પુલવામા, ઉરી, પઠાણકોટ અને મુંબઈ જેવા આતંકી હુમલાઓની યાદી ગણીને કહ્યું કે, “આ યાદી ક્યારેય પૂરી થતી નથી. છતાંય પાકિસ્તાન અહીં આવીને નૈતિક બનવાનો પ્રયાસ કરે છે, જ્યારે હકીકતમાં તે આતંકી નેટવર્કને ટેકો આપે છે, જે વૈશ્વિક સુરક્ષાને ખતરામાં મૂકે છે. વિશ્વ આ નાટકને સારી રીતે ઓળખે છે.”

ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી કે, આતંકવાદને આશ્રય આપતા દેશ પાસેથી ભારત કોઈ પાઠ કે ઉપદેશ નહીં લે. ત્યાગીએ વધુમાં કહ્યું કે, “અમે એવા દેશ પાસેથી પણ સલાહ નહીં લઈએ જે પોતાના દેશમાં લઘુમતીઓ પર અત્યાચાર કરે છે અને જે પોતાની વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યો છે.”

The post UNHRCમાં ભારતનો પાકિસ્તાન પર પ્રહાર: “આતંકીઓને આશ્રય આપનાર પાસેથી પાઠની જરૂર નથી” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/11/india-slams-pakistan-at-unhrc-over-terror-support/feed/ 0
પહલગામ હુમલા બાદ ભારતીય સેના એક્શન મોડમાં, 6 અથડામણમાં 21 આતંકવાદી ઠાર https://www.gujaratinside.com/2025/08/03/indian-army-kills-21-terrorists-pahalgam-encounters/ https://www.gujaratinside.com/2025/08/03/indian-army-kills-21-terrorists-pahalgam-encounters/#respond Sun, 03 Aug 2025 16:26:35 +0000 https://www.gujaratinside.com/?p=15868 જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના સતત મોટી કાર્યવાહી કરી રહી છે. ભારતીય સેના, સીઆરપીએફ, બીએસએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન્સમાં છ અલગ-અલગ અથડામણોમાં કુલ 21 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, જેમાં 12 પાકિસ્તાની અને 9 સ્થાનિક આતંકીઓ સામેલ છે. કુલગામ ઓપરેશનમાં ત્રણ આતંકી ઠાર: શ્રીનગરથી 70 કિમી દૂર...

The post પહલગામ હુમલા બાદ ભારતીય સેના એક્શન મોડમાં, 6 અથડામણમાં 21 આતંકવાદી ઠાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના સતત મોટી કાર્યવાહી કરી રહી છે. ભારતીય સેના, સીઆરપીએફ, બીએસએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન્સમાં છ અલગ-અલગ અથડામણોમાં કુલ 21 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, જેમાં 12 પાકિસ્તાની અને 9 સ્થાનિક આતંકીઓ સામેલ છે.

કુલગામ ઓપરેશનમાં ત્રણ આતંકી ઠાર: શ્રીનગરથી 70 કિમી દૂર કુલગામમાં હાથ ધરાયેલા ઓપરેશન ‘અકાલ’માં લશ્કર-એ-તોઈબાના ત્રણ આતંકવાદીઓને ઠાર કરાયા. તેમાં કુલગામનો જાકિર અહમદ ગની, સોપોરનો કેટેગરી-એ આતંકી આદિલ રહમાન ડેંટૂ અને પુલવાનું હરીશ ડાર સામેલ હતા.

સાંબા જિલ્લામાં સાત આતંકવાદી ઠાર: બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ વચ્ચે અથડામણમાં સાત આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. આ જૈશના નેટવર્ક માટે મોટો ઝટકો ગણાય છે.

શોપિયા અને ત્રાલમાં ત્રણ-ત્રણ આતંકી ઠાર: શોપિયાના કેલર જંગલ વિસ્તારમાં લશ્કરના ત્રણ ટોચના આતંકવાદી શાહિદ કુટ્ટે, અદનામ શફી ડાર અને આમિર બશીર ઠાર થયા. ત્રાલના જંગલ વિસ્તારમાં જૈશના આતંકી આસિફ અહમદ શેખ, આમિર નજીર વાની અને યાવર અહમદ ભટ્ટને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા.

ઓપરેશન મહાદેવ અને શિવશક્તિમાં પાંચ આતંકી ઠાર: મુલનાર ગામમાં હાથ ધરાયેલા ઓપરેશન મહાદેવમાં ત્રણ પાકિસ્તાની આતંકી સુલેમાન, અફગાન અને જિબરાનને ઠાર કરાયા. આ આતંકીઓ પહલગામ હુમલામાં સંડોવાયેલા હતા. ત્યારબાદ ઓપરેશન શિવશક્તિ હેઠળ બે પાકિસ્તાની ઘૂસણખોર આતંકવાદીઓને ઠાર કરાયા.

ભારતીય સેનાની આ કાર્યવાહી આતંકવાદી નેટવર્કને મોટો ઝટકો આપનારી સાબિત થઈ છે.

The post પહલગામ હુમલા બાદ ભારતીય સેના એક્શન મોડમાં, 6 અથડામણમાં 21 આતંકવાદી ઠાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/03/indian-army-kills-21-terrorists-pahalgam-encounters/feed/ 0
સંસદના ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા માટે સરકાર તૈયાર: કિરેન રિજિજુ https://www.gujaratinside.com/2025/07/20/operation-sindoor-discussion-monsoon-session-parliament/ https://www.gujaratinside.com/2025/07/20/operation-sindoor-discussion-monsoon-session-parliament/#respond Sun, 20 Jul 2025 10:54:10 +0000 https://www.gujaratinside.com/?p=14979 ચોમાસુ સત્રની શરૂઆત પહેલા આજે સંસદ ભવનમાં મહત્વપૂર્ણ સર્વપક્ષીય બેઠક મળી, જેમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. બેઠક બાદ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ મીડિયાને માહિતી આપી હતી કે સરકાર કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે, પણ ચર્ચા સંસદના નિયમો હેઠળ થશે. બધા...

The post સંસદના ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા માટે સરકાર તૈયાર: કિરેન રિજિજુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ચોમાસુ સત્રની શરૂઆત પહેલા આજે સંસદ ભવનમાં મહત્વપૂર્ણ સર્વપક્ષીય બેઠક મળી, જેમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. બેઠક બાદ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ મીડિયાને માહિતી આપી હતી કે સરકાર કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે, પણ ચર્ચા સંસદના નિયમો હેઠળ થશે.

બધા મુદ્દાઓ પર ચર્ચા માટે સરકાર તૈયાર

કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે સરકાર કોઈપણ ચર્ચાથી પીછેહઠ કરશે નહીં. “સંસદના ગૃહમાં તમામ મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા માટે અમે સજ્જ છીએ,” એમ રિજિજુએ જણાવ્યું. સત્ર સોમવાર, 21 જુલાઈથી શરૂ થશે.

સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદી વિશે પણ ચર્ચા

સર્વપક્ષીય બેઠક દરમિયાન વિપક્ષે માંગણી કરી કે ઓપરેશન સિંદૂર અને પહેલગામ આતંકવાદી હુમલા જેવા મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન પીએમ મોદીની હાજરી હોવી જોઈએ. રિજિજુએ જવાબ આપ્યો કે વડાપ્રધાન સીધા ચર્ચામાં ભાગ લે ન લે, પણ તેઓ સંસદ પરિસરમાં હાજર રહે છે.

ચોમાસુ સત્રમાં 17 બિલ રજૂ થશે

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે ચોમાસુ સત્રમાં મોટા અને મહત્વપૂર્ણ 17 બિલ રજૂ કરવામાં આવશે. સરકારના હેતુ મુજબ વિપક્ષના પ્રશ્નોનો પણ સમાધાનપૂર્વક જવાબ આપવામાં આવશે. રિજિજુએ કહ્યું, “સરકાર તમામ પ્રશ્નોના જવાબ આપશે, પણ દરેક બાબતનો જવાબ મીડિયા સામે નહીં આપી શકાય.”

વિપક્ષ અને શાસક પક્ષ બંનેની જવાબદારી

અંતે મંત્રીએ કહ્યું કે સંસદની કાર્યક્ષમતા બંને પક્ષોની જવાબદારી છે. તેમણે એ પણ કહ્યું કે ઘણી નાની પાર્ટીઓને પણ પોતાનો અવાજ રાખવા પૂરતો સમય મળવો જોઈએ અને સરકાર આ બાબતની પણ સમીક્ષા કરશે.

The post સંસદના ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા માટે સરકાર તૈયાર: કિરેન રિજિજુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/20/operation-sindoor-discussion-monsoon-session-parliament/feed/ 0