Pakistani Economy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/pakistani-economy/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 07 Aug 2025 03:38:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Pakistani Economy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/pakistani-economy/ 32 32 ભિખ પણ બિઝનેસ છે! પાકિસ્તાનના 4 કરોડ ભીખારી દર વર્ષે 42 અબજ ડોલરની કમાણી કરે છે https://www.gujaratinside.com/2025/08/07/pakistan-begging-industry-42-billion-dollar-revenue/ https://www.gujaratinside.com/2025/08/07/pakistan-begging-industry-42-billion-dollar-revenue/#respond Thu, 07 Aug 2025 03:38:35 +0000 https://www.gujaratinside.com/?p=15976 પાકિસ્તાનમાં ભિખ માંગવું હવે માત્ર દુઃખદાયક સ્થિતિ નથી રહી, પણ આર્થિક દ્રષ્ટિએ એક “મહાન ઉદ્યોગ” તરીકે વિકસ્યું છે. અંદાજે 23 કરોડની વસ્તી ધરાવતા દેશમાં ચાર કરોડ જેટલા લોકો ભિખ માંગીને જીવિકાનું સાધન મેળવે છે, એટલે દર 6માંથી 1 પાકિસ્તાની ભિખારી છે. આ ભીખ ફક્ત દેશની અંદર જ નહીં, પણ વિદેશોમાં પણ માગવામાં આવે છે. એક...

The post ભિખ પણ બિઝનેસ છે! પાકિસ્તાનના 4 કરોડ ભીખારી દર વર્ષે 42 અબજ ડોલરની કમાણી કરે છે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પાકિસ્તાનમાં ભિખ માંગવું હવે માત્ર દુઃખદાયક સ્થિતિ નથી રહી, પણ આર્થિક દ્રષ્ટિએ એક “મહાન ઉદ્યોગ” તરીકે વિકસ્યું છે. અંદાજે 23 કરોડની વસ્તી ધરાવતા દેશમાં ચાર કરોડ જેટલા લોકો ભિખ માંગીને જીવિકાનું સાધન મેળવે છે, એટલે દર 6માંથી 1 પાકિસ્તાની ભિખારી છે. આ ભીખ ફક્ત દેશની અંદર જ નહીં, પણ વિદેશોમાં પણ માગવામાં આવે છે. એક અહેવાલ પ્રમાણે, વિદેશી ભિખારીઓમાં આશરે 90 ટકા પાકિસ્તાનથી જોડાયેલા હોય છે.

એક સરેરાશ પાકિસ્તાની ભિખારી દરરોજ 850 પાકિસ્તાની રૂપિયા કમાય છે. જો આ આંકડો ગણીએ, તો ભિખ દ્વારા રોજે રોજ 32 અબજ પાકિસ્તાની રૂપિયાની કમાણી થાય છે, જે વર્ષના અંતે 1.17 લાખ કરોડ રૂપિયા થાય છે. ડોલરમાં આ કમાણી લગભગ $42 અબજની થતી હોય છે.

પાકિસ્તાનના મુખ્ય શહેરોમાં 12 લાખથી વધુ બાળ ભિખારી છે. એશિયન હ્યુમન રાઇટ્સ કમિશન (AHRC) અનુસાર, દેશની 11% વસ્તી ભિખ પર નિર્ભર છે. દેશની આ સ્થિતિ એ સ્તરે પહોંચી છે કે, બિઝનેસ એન્ડ સોસાયટી સેન્ટરના રિપોર્ટ પ્રમાણે, ઘણા લોકો અન્ય કામ કરવાને બદલે ભિખ માંગી કમાવા માટે પ્રોત્સાહિત થાય છે કારણ કે તેનાથી વધુ આવક થાય છે.

મધ્યપૂર્વના દેશો પણ હવે પાકિસ્તાની ભિખારીઓથી ત્રાસી ગયા છે. ખાસ કરીને સાઉદી અરેબિયા અને ઈરાક જેવા દેશો છેલ્લા અઢી વર્ષમાં લગભગ 44,000 ભિખારીઓને પાકિસ્તાન પરત મોકલી ચૂક્યા છે. વિદેશમાં પકડાયેલા 90% ભિખારીઓ પાકિસ્તાની હોવાનું સામે આવ્યું છે. જેને પગલે પાકિસ્તાન સરકારે વિદેશ પ્રવાસ કરતી જનતાની વિશિષ્ટ મોનીટરીંગ શરૂ કરી છે.

The post ભિખ પણ બિઝનેસ છે! પાકિસ્તાનના 4 કરોડ ભીખારી દર વર્ષે 42 અબજ ડોલરની કમાણી કરે છે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/07/pakistan-begging-industry-42-billion-dollar-revenue/feed/ 0